Class 7 Gujarati Chapter 20 Swadhyay
Class 7 Gujarati Chapter 20 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 20નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 20 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : ગુજરાતી
એકમ : 20 સુભાષિતો
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :
(1) રા. વિ. પાઠકનું તખલ્લુસ નામ……………
(ક) શેષ
(ખ) દ્વિરેફ
(ગ) સુંદરમ્
(ઘ) માતરી
જવાબ : (ક) શેષ
( નોંધ : (ક) શેષ અને (ખ) દ્વિરેફ બંને સાચા ઉત્તરો છે.)
(2) અહીં મંજિલ એટલે……….
(ક) માળ
(ખ) મજલો
(ગ) રસ્તો
(ઘ) ધ્યેય
જવાબ : (ઘ) ધ્યેય
(3) ધૂપ બધે પ્રસરંતનો અર્થ………….
(ક) કીર્તિ ફેલાવી.
(ખ) સુગંધ ફેલાવી.
(ગ) ધૂપ બધી જગ્યાએ પ્રસરવો.
(ઘ) ધુમાડો ફેલાવો.
જવાબ : (ક) કીર્તિ ફેલાવી.
(4) ઈર્ષારૂપી આગને………..થી પણ વધારે દાહક બતાવી છે.
(ક) ચિતા
(ખ) ક્રોધ
(ગ) ગુસ્સો
(ઘ) ચિંતા
જવાબ : (ક) ચિતા
પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) કવિ કેવા શૂરવીરને શાબાશી આપે છે?
ઉત્તર : જે દાન આપવામાં, જંગમાં ઝઝૂમવામાં તેમજ જગતની નિંદા સહન કરવામાં એકલો રહે છે તેવા શૂરવીરને કવિ શાબાશી આપે છે.
(2) સાચો દાતા કોણ છે?
ઉત્તર : જે દાન આપતી વખતે ક્યારેય યાચકની જાત જોતો નથી તે સાચો દાતા છે.
(3) ડાળીઓ ક્યારે નમી જાય છે?
ઉત્તર : જ્યારે ડાળીઓ પર ફળ બેસે છે ત્યારે તે નમી જાય છે.
(4) જગતમાં કઈ આગ ઠારવાથી બમણી થાય છે?
ઉત્તર : જગતમાં ઈર્ષારૂપી આગ ઠારવાથી બમણી થાય છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) કવિને મતે ઉદ્યમી માણસ કેવો હોય?
ઉત્તર : કવિને મતે ઉદ્યમી માણસ ક્યારેય હાથની રેખાઓ જોતો નથી. એ તો સતત મહેનત કરતો રહે છે.
(2) અગરબત્તીની જેમ અન્યના જીવનને સુવાસિત કરવા તમે શું શું કરી શકો?
ઉત્તર : અગરબત્તી પોતે બળીને વાતાવરણમાં સુવાસ ફેલાવે છે. એ રીતે અન્યના જીવનનું કલ્યાણ કરવા માટે જે બલિદાન આપવું પડે તે હું આપીશ. બીજાનાં આંસુ લૂછવામાં, બીજાનાં દુઃખ દૂર કરવામાં જ હું ધન્યતાનો અનુભવ કરીશ.
(૩) સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગવાયો છે?
ઉત્તર : સંત અને અગરબત્તીનો મહિમા કરતાં સુભાષિતમાં કહેવાયું છે કે જગતમાં કોઈ ખૂણે પોતે બળીને બધે સુગંધ ફેલાવનારાં બે જ જન્મ્યાં છે. એક અગરબત્તી અને બીજો સંત.
(4) કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે?
ઉત્તર : કવિ નમેલી ડાળીઓ દ્વારા જીવનમાં નમ્રતાનું મહત્ત્વ દર્શાવે છે. વૃક્ષ પર ફળ આવે ત્યારે ડાળીઓ નીચી નમે છે, તેમ માણસે ધન, સત્તા કે કીર્તિ મળતાં નમ્ર બનવું જોઈએ.
(5) શું ઈર્ષાની આગ ઠારી શકાય? કેવી રીતે?
ઉત્તર : હા! ઈર્ષાની આગ ઠારી શકાય છે. ઈર્ષાની આગને ઠારવાનું એક અમોઘ શસ્ત્ર છે : પ્રેમ. મહાપુરુષો ઈર્ષાને માણસનો મોટો શત્રુ ગણે છે. વેરથી વેર શમતું નથી, ઈર્ષા પણ વેરમાંથી જ જન્મે છે. ઈર્ષા એવી આગ છે કે એને ઠારવાનો પ્રયત્ન કરીએ તેમ એ વધે છે. પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ રાખવાથી ઈર્ષાની ભાવના નાબૂદ થઈ જાય છે.
પ્રશ્ન 2. નીચે આપેલા વિશિષ્ટ બોલીના શબ્દોનાં માન્ય ભાષારૂપો આપો :
ઉદાહરણ : જનમિયાં – જન્મ્યાં
(1) પ્રગટિયા – પ્રગટયા
(2) જમિયા – જમ્યા
(3) રમિયા – રમ્યા
(4) બોલિયા – બોલ્યા
પ્રશ્ન 3. સૂચવ્યા મુજબ લખો :
(1) તમારા ઘરમાં કે મહોલ્લામાં બોલાતા લોકબોલીના દસ શબ્દો લખો.
ઉત્તર : ભોણી, કુણ, દિયોર, વેટી, પોણી, પસી, બાયણું, છેતર, કે, પે’૨.
(2) આ શબ્દો માટેના માન્ય શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણીને લખો.
ઉત્તર : ભાણી, કોણ, દિયર, વીંટી, પાણી, પછી, બારણું, ખેતર, કહે, પહેર.
(3) આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
ઉત્તર : કહે, કોણ, ખેતર, દિયર, પછી, પહેર, પાણી, બારણું, ભાણી, વીંટી.
(4) આ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો.
ઉત્તર : (1) ભોણી – ભોણી આઈ સ.
(2) કુણ – આંયથી કુણ જ્યું.
(3) દિયોર – હૂ સ તાર્ય દિયોર?
(4) વેટી – બુન વેટી પે’ર.
(5) પોણી – ભા પોણી પા.
(6) પસી – હું પસી આયે.
(7) બાયણું – રૉમલા, બાયણું વાખ.
(8) છેતર – છેતરમાં કુણ પોણી પાહ !
(9) કે – તાર હૂ સ કે?
(10) પે’ર – લે, બંડી પે’ર.
પ્રશ્ન 4. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણો ઓળખીને અલગ લખો :
(1) માલા સરસ લખે છે.
જવાબ : સરસ
(2) પછી તેઓ હળવેકથી બોલ્યા.
જવાબ : પછી, હળવેકથી
(3) ફૂલઝાડ પર એ અખૂટ વહાલ વરસાવે છે.
જવાબ : અખૂટ
(4) ભારતી અત્યારે હસે છે.
જવાબ : અત્યારે
(5) મિત્તલ આંગણામાં રમે છે.
જવાબ : આંગણામાં
Also Read :
ધોરણ 7 ગુજરાતી પાઠ 19 અભ્યાસ અને સ્વાધ્યાય