Class 7 Gujarati Chapter 15 Swadhyay
Class 7 Gujarati Chapter 15 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 15નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 15 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : ગુજરાતી
એકમ : 15 ગ્રામમાતા
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :
(1) આ કાવ્યમાં ‘ગ્રામમાતા’ એટલે…………..
(ક) ખેડૂતની પત્ની
(ખ) ખેતી કરનાર સ્ત્રી
(ગ) ગરીબ સ્ત્રી
(ઘ) યુવાન સ્ત્રી
જવાબ : (ગ) ગરીબ સ્ત્રી
(2) ઘોડેસવાર યુવાને ગ્રામમાતા પાસે શું માગ્યું?
(ક) કર
(ખ) શેરડી
(ગ) શેરડીનો રસ
(ઘ) પાણી
જવાબ : (ઘ) પાણી
(3) આ કાવ્યમાં ‘કર્તા’ શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે?
(ક) વ્યાકરણ
(ખ) ભગવાન
(ગ) કંઈક બનાવનાર
(ઘ) શેરડી પકવનાર
જવાબ : (ખ) ભગવાન
(4) શેરડીનો રસ પીતાં-પીતાં રાજા શું વિચારે છે?
(ક) રસ કેટલો મીઠો છે !
(ખ) બીજો રસ માંગી પીવાનું વિચારે છે,
(ગ) શેરડીના પાક વિશે વિચારે છે.
(ઘ) વૃદ્ધ સ્ત્રી વિશે વિચારે છે.
જવાબ : (ગ) શેરડીના પાક વિશે વિચારે છે.
પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) બાળકો કુતૂહલપૂર્વક કોને જોઈ રહ્યાં હતાં?
ઉત્તર : બાળકો કુતૂહલપૂર્વક દૂરથી આવતા ઘોડેસવારને જોઈ રહ્યાં હતાં.
(2) ઘોડેસવારે ખેડૂતને શું કહ્યું?
ઉત્તર : ઘોડેસવારે ખેડૂતને કહ્યું, “મને તરસ લાગી છે. તું મને થોડું પાણી આપ.”
(3) વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છિપાવવા શું કર્યું?
ઉત્તર : વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છિપાવવા શેરડીના રસથી ભરેલો પ્યાલો ઘોડેસવારને આપ્યો.
(4) વૃદ્ધા ફરી રડતાં-રડતાં શું બોલ્યાં?
ઉત્તર : વારંવાર શેરડી કાપવા છતાં રસનું એક ટીપું પણ ન પડ્યું ત્યારે વૃદ્ધા રડતાં-રડતાં બોલ્યા, “ધરતી રસહીન થઈ છે, રાજા દયાહીન થયો છે, એ સિવાય આવું બને નહિ.”
(5) વૃદ્ધાના પગે પડીને ઘોડેસવાર શું બોલ્યો?
ઉત્તર : વૃદ્ધાના પગે પડીને ઘોડેસવાર બોલ્યો, “એ રાજા હું જ છું. હે બાઈ!, તું મને માફ કર. હે, ઈશ્વર ! એ રાજા હું જ છું. મને માફ કર !”
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) કાવ્યમાં આલેખાયેલું હેમંતઋતુનું વર્ણન લખો.
ઉત્તર : પૂર્વમાં સૂર્ય ઊગ્યો છે. આકાશ ભૂરું અને સ્વચ્છ છે. આકાશમાં એકેય વાદળી નથી. મૃદુ, ઠંડો પવન ઉત્સાહને વધારતો વહી રહ્યો છે. એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખી મીઠાં-મધુરાં ગીતો ગાતાં ગાતાં ઊડી રહ્યાં છે. શેરડીનો પાક લહેરાય છે. ખેડૂત દંપતી સગડી પાસે બેસીને તાપી રહ્યાં છે.
(2) તમે ક્યારેય કોઈ ખેતર કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ કઈ ઋતુનો પાક હતો? આઠ-દસ લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો.
ઉત્તર : હું એક વખત એક મિત્ર સાથે તેના ખેતરે ગયો હતો. તે સમયે તેના ખેતરમાં રાયડાનો પાક ઊભો હતો. રાયડો શિયાળુ પાક છે. લગભગ ચાર ફૂટ ઊંચા રાયડાના છોડ ઉપર સુંદર પીળાં પીળાં ફૂલ ખીલ્યાં હતાં. આખું ખેતર પીળાં ફૂલોથી ઊભરાતું હતું. શીતળ હવાની લહેરોથી, આખું ખેતર ઝૂલી રહ્યું હતું. જાણે હવામાં પીળી ઓઢણી લહેરાતી ન હોય ! આજુબાજુનાં વૃક્ષો ને વનરાજિ હરિયાળીમાં વધારો કરતાં હતાં. હરિયાળી જોઈને મન અને હૃદય આનંદિત થઈ ગયાં.
(3) શેરડીમાંથી એક ટીપું પણ રસ ન નીકળતાં માતા શું વિચારે છે?
ઉત્તર : યુવાને શેરડીનો રસ મીઠો લાગવાથી બીજી વાર રસની માગણી કરી. બીજી વાર શેરડીની કાતળી કાપવા છતાં તેમાંથી રસનું એક ટીપું પણ ન નીકળ્યું; ત્યારે માતા વિચારે છે : “ધરતીમાંથી આમ એકાએક રસકસ કેમ સુકાઈ ગયો? ચોક્કસ પ્રભુ કોપાયમાન થયો લાગે છે કાં તો આ ભૂમિનો રાજા દયાહીન બની ગયો છે.”
પ્રશ્ન 2. નીચેનો ભાવાર્થ રજૂ કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો :
(1) ઘરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઊઠે છે. હાથનાં નેજવાં કરીને કોઈ આવી રહ્યું છે તે તરફ જુએ છે. તેનો પતિ સગડી પાસે બેસીને શાંત દેવતા ફેરવી રહ્યો છે.
ઉત્તર :
ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને
જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે.
(2) હે બાઈ ! હવે તું આ પ્યાલો રસથી ભરી દે. પ્રભુકૃપાએ એ નક્કી ભરાશે. હે બાઈ ! તું અને તારું કુટુંબ સુખી રહો. તમારી માત્ર આશિષ માગું છું.
ઉત્તર :
રસે હવે દે ભરી પાત્ર બાઈ !
પ્રભુકૃપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ ! સુખી રહો સૌ,
તમારી તો આશિષ માત્ર માગું.
પ્રશ્ન 3. નીચેના શબ્દો કાવ્યમાંથી શોધી એની નીચે પેન્સિલથી લીટી કરો.. આ શબ્દોના અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો :
સુરખી, મૃદુ, શિથિલ, કુતૂહલ
ઉત્તર :
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં,
ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં.
શબ્દકોશ પ્રમાણે અર્થ :
સુરખી – લાલી
શિથિલ –નરમ, ઢીલું પડી ગયેલું
મૃદુ – કોમળ, સુંવાળું
કુતૂહલ – જોવા-જાણવાની ઉત્કંઠા, કૌતુક
પ્રશ્ન 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :
(1) મધુર = મીઠું, સુંદર
(2) કૃષિક = ખેડૂત
(3) નેત્ર = આંખ, નયન
(4) મુજને = મને
પ્રશ્ન 5. સૂચવ્યા મુજબ કરો :
(1) ઉદાહરણ મુજબ શબ્દો બનાવો.
ઉદાહરણ : રસ – રસહીન
ઉત્તર : દયા – દયાહીન
રંગ – રંગહીન
માનવતા – માનવતાડીન
દર્પ – દર્રહીન
(2) આ બનેલા શબ્દોનો વાક્યપ્રયોગ કરો.
ઉત્તર : ધરા રસહીન થતી જાય છે. લોકો દયાહીન થતાં જાય છે. ફૂલો રંગહીન થતાં જાય છે. સ્વજનો માનવતાહીન થતાં જાય છે. યુવાનો દર્પહીન થતા જાય છે.
(3) તમે બનાવેલાં વાક્યોમાં સંજ્ઞાની નીચે લીટી દોરો.
ઉત્તર : ધરા રસહીન થતી જાય છે. લોકો દયાહીન થતાં જાય છે. ફૂલો રંગહીન થતાં જાય છે. સ્વજનો માનવતાહીન થતાં જાય છે. યુવાનો દર્પહીન થતા જાય છે.
(4) આ વાક્યોમાં એક-એક વિશેષણ ઉમેરો.
ઉત્તર : રસાળ ધરા રસહીન થતી જાય છે. દયાળુ લોકો દયાહીન થતાં જાય છે. રંગીન ફૂલો રંગહીન થતાં જાય છે. માનવતાવાદી સ્વજનો માનવતાહીન થતાં જાય છે. ગર્વીલા યુવાનો દર્પહીન થતા જાય છે.
(5) બધાં વાક્યો એક ફકરા સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરો.
ઉત્તર : રસાળ ધરા રસહીન થતી જાય છે. દયાળુ લોકો દયાહીન થતાં જાય છે. રંગીન ફૂલો રંગહીન થતાં જાય છે. માનવતાવાદી સ્વજનો માનવતાહીન થતાં જાય છે. ગર્વીલા યુવાનો દર્પહીન થતા જાય છે.
Also Read :
ધોરણ 7 ગુજરાતી પાઠ 16 અભ્યાસ અને સ્વાધ્યાય