Class 7 Gujarati Chapter 14 Swadhyay
Class 7 Gujarati Chapter 14 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 14નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 14 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : ગુજરાતી
એકમ : 14 આવ, ભાણા આવ !
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :
(1) લેખક અને બીજા સૌ મોચીને મામા કહેતા. કારણ કે……….
(ક) એ સામાન્ય હતું.
(ખ) લેખકની બા તે ગામનાં જ હતાં.
(ગ) લેખક મોસાળમાં રહેતા હતા.
(ઘ) મોચી ખરેખર લેખકના મામા હતા.
જવાબ : (ક) એ સામાન્ય હતું.
(2) ઓવ, ભાણા આવ ! પાઠમાં………..
(ક) બૂટ બનાવવાની માથાકૂટ છે.
(ખ) દુદામામા ધક્કા ખવડાવે તેની વાત છે.
(ગ) બૂટ ખોવાઈ જવાની વાત છે.
(ઘ) બૂટ ખરીદવાના વિષયને લઈ હાસ્યની વાત છે.
જવાબ : (ઘ) બૂટ ખરીદવાના વિષયને લઈ હાસ્યની વાત છે.
(3) પરિવારમાં લેખકના બૂટ માટે સર્વાનુમતે નક્કી થતું કે…………
(ક) બૂટ નવા જ બનાવવા.
(ખ) દુદામામાને ત્યાં જ બૂટનું માપ આપવું.
(ગ) બૂટ રિપેર કરાવી દેવા.
(ઘ) બૂટ ખરીદવા જ નહિ.
જવાબ : (ગ) બૂટ રિપેર કરાવી દેવા.
(4) આ પાઠમાં ‘પરમાણું’ એટલે………
(ક) બૂટ
(ખ) માપ
(ગ) પરિણામ
(ઘ) બૂટની દોરી
જવાબ : (ખ) માપ
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો :
(1) ક્યા પ્રસંગને લઈ લેખક શૈશવનાં સંસ્મરણોમાં સરી પડ્યા?
ઉત્તર : લેખકે નાના પુત્ર અફઝલને બૂટ લેવા બસો સિત્તેર રૂપિયા આપ્યા. તે બૂટ-મોજાં લઈ આવ્યો. આથી તે આનંદ અને ઉલ્લાસમાં હતો. અફઝલ બૂટ-મોજાં પહેરી સ્કૂલે જવા રવાના થયો. આ પ્રસંગને લઈ લેખક શૈશવનાં સંસ્મરણોમાં સરી પડ્યા.
(2) પરિવારના સભ્યોની મિટિંગ ક્યારે મળતી? એમાં અંતે શો નિર્ણય થતો?
ઉત્તર : લેખકને પોતાના બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવારના સભ્યો માટે જટિલ સમસ્યા બની જતો. લેખક પ્રથમ ભાઈ-છોટુભાઈ, પછી અમીનાબહેન, પછી બા સમક્ષ રજૂઆત કરતા. છેવટે વાત બાપુજીને જણાવતા. કોઈ આ બાબત પર લક્ષ આપતું નહિ. છેવટે પરિવારના સભ્યોની મિટિંગ મળતી.
મિટિંગમાં લેખકને બૂટ અપાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો; પછી પરિસ્થિતિની સમીક્ષા થતી. ત્યારબાદ સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટ, રિપેર કરાવી, ફાટ્યા હોય ત્યાં થીંગડાં મરાવી, નવી સગથળી નંખાવી, પાલીસ કરાવી, જોનાર ઓળખી ન શકે તેવા બૂટ નવા જેવા બનાવી દેવા.
(3) દુદામામાએ લેખકના બૂટ બનાવવા માટે કઈ કઈ વિગતો મેળવી?
ઉત્તર : દુદામામાએ લેખકના બૂટ બનાવવા માટે આ વિગતો મેળવી : બૂટ લાલ રંગના કે કાળા રંગના કરવા છે? વાધરીવાળા કે વાધરી વગરના બનાવવા છે ? અણીવાળા કરવા છે કે ગોળ કરવા છે? આ વિગતો મેળવી દુદામામાએ એક બાજુ લખાયેલા અને બીજી બાજુ કોરા કાગળ ઉપર લેખકનો પગ મુકાવી, તેના પગનું માપ લીધું.
(4) ભાણ (લેખક)ને દુદામામા પર શા માટે ખીજ ચડતી?
ઉત્તર : લેખકે (ભાણાએ) દુદામામા પાસે નવા બૂટ સિવડાવવા પગનું માપ આપ્યું હતું. દુદામામાં અનેક બહાનાં કાઢતા. લેખકને અનેક ધક્કા ખવડાવ્યા છતાં દુદામામા ભાણાને શાંતિથી, સ્વસ્થતાથી સમજાવતા રહ્યા. બહાનાં કાઢીને ધક્કા ખવડાવતા રહ્યા. તેથી ભાણાને દુદામામા પર ખીજ ચડતી.
(5) “મારા કર્મે લખ્યું કથીર’ એમ લેખક શા માટે કહે છે?
ઉત્તર : લેખકને નવા બૂટ લેવાની ઇચ્છા છે. કુટુંબના સભ્યો જૂના બૂટને રિપૅર કરાવીને, પહેરવાનું સૂચન કરે છે. લેખકની ઇચ્છા અધૂરી રહે છે, તેથી લેખક ‘મારા કર્મે લખ્યું કથીર’ એમ કહે છે. વ્યક્તિએ જ્યારે ઉત્તમ વસ્તુની આશા રાખી હોય પણ તેને હલકી વસ્તુ મળે ત્યારે આમ વપરાય છે.
પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
(જટિલ, કથીર, માગણી)
(1) વડીલો પાસે વિધિસર…………રજૂ કરવી પડતી.
જવાબ : માગણી
(2) સમગ્ર પરિવાર માટે એ………….સમસ્યા બની જતી.
જવાબ : જટિલ
(3) મારા કર્મે લખ્યું…………
જવાબ : કથીર
પ્રશ્ન 4. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બોલો :
ઉત્તર :
(1) વિનયપૂર્વક – ભાવિને એના પિતાજી આગળ વિનયપૂર્વક પોતાની માગણી રજૂ કરી.
(2) વિધિસર – લગ્નની વિધિસર શરૂઆત ત્રણ વાગ્યા પછી થશે.
(3) નિર્ણય – આબુ જવા અંગે અમે હજુ નિર્ણય લીધો નથી.
(4) વ્યવસ્થિત – સમજદાર ગૃહિણી પોતાના ઘરને વ્યવસ્થિત રાખે છે.
(5) પરમાણું – મોચી બૂટ કે ચંપલ સીવતાં પહેલાં પગનું પરમાણું લે છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) લેખકને બૂટ માટે ઘરમાં કોની કોની પાસે રજૂઆત કરવી પડતી?
ઉત્તર : લેખકને બૂટ માટે ઘરમાં પ્રથમ ભાઈ-છોટુભાઈ, પછી અમીનાબહેન, પછી બા પાસે અને છેલ્લે બાપુજી પાસે રજૂઆત કરવી પડતી.
(2) લેખકના મતે બૂટ પહેરવાના કયા કયા પ્રસંગો ગણી શકાય?
ઉત્તર : લેખકના મતે આ પ્રસંગો બૂટ પહેરવા માટેના ગણી શકાય : સાતમ-આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશોત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો.
(૩) લેખક ક્યારે ઢીલાઢફ થઈ જતા?
ઉત્તર : નવા બૂટને બદલે, કુટુંબીજનો જૂના બૂટને નવા જેવા બનાવી દેવાનો નિર્ણય લેતા ત્યારે લેખક ઢીલાઢફ થઈ જતા.
(4) લેખકની ખુશીનો પાર ક્યારે ન રહ્યો?
ઉત્તર : બાપુજીએ જ્યારે નવા બૂટ માટેની માગણી મંજૂર કરી ત્યારે લેખકની ખુશીનો પાર ન રહ્યો.
(5) લેખકની આકરી તપશ્ચર્યાનો અંત ક્યારે આવ્યો?
ઉત્તર : દુદામામાનાં અનેક બહાનાં તેમજ લેખકના અવિરત ધક્કાને અંતે આઠ મહિને જ્યારે લેખકને બૂટ મળ્યા ત્યારે એમની આકરી તપશ્ચર્યાનો અંત આવ્યો.
પ્રશ્ન 2. ‘મારો યાદગાર પ્રસંગ’ વિષય પર દસેક વાક્યો લખો.
ઉત્તર : ગયા વર્ષે પ્રજાસત્તાકદિને અમારા ‘વિકાસ વિદ્યાલય’નો હીરક મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. એમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયરસાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મેયરશ્રી આવ્યા એટલે અમારા વિદ્યાલયના વિદ્યાર્થીઓની બૅન્ડ પાર્ટીએ બૅન્ડના મધુર સૂરોથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ત્યાર પછી મેયરશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન થયું. તેમણે નાનકડું પ્રેરક પ્રવચન કર્યું. પછી પારિતોષિક વિતરણસમારંભ યોજવામાં આવ્યો હતો. તેમણે ‘શ્રેષ્ઠ સ્કાઉટ કેડેટ’નો ચંદ્રક પોતાના હાથે મારા શર્ટ પર લગાડ્યો. આ વિધિ કરતી વખતે તેમણે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. ત્યાં ઊભેલા કૅમેરામૅને આ સુંદર દશ્ય કેમેરામાં ઝડપી લીધું. એ મારા જીવનનો એક યાદગાર પ્રસંગ હતો.
પ્રશ્ન 3. ‘મારા કર્મે લખ્યું કથીર’ પંક્તિ પાઠના આધારે સમજાવો.
ઉત્તર : દુદામામા લેખકને બૂટ બનાવી આપવા વાયદા કરતા. વાયદા પ્રમાણે લેખક દુદામામા પાસે બૂટ લેવા જતા, પણ તેમને વાયદા પ્રમાણે બૂટ મળતા નહોતા. લેખક હતાશ થતા હતા. પોતાની ઇચ્છા કે અપેક્ષાથી સાવ ઊલટી પરિસ્થિતિમાં પોતે મુકાતા હતા. નસીબ બે ડગલાં દૂર હોય એવું મને લાગતું હતું. તેથી હતાશ થઈને કહ્યું, ‘મારા કર્મે લખ્યું કથીર.’
પ્રશ્ન 4. સૂચવ્યા મુજબ કરો :
(1) આ પાઠમાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી કરો.
ઉત્તર : આ પાઠમાં આવતા અંગ્રેજી શબ્દો : મીટિંગ, રિપૅર, ટાઇફૉઈડ, પ્રૉજેક્ટ, સ્ટેશન, પેન્સિલ, ફેશન વગેરે.
(2) આ યાદીમાં આપણે વ્યવહારમાં જે અંગ્રેજી શબ્દો બોલીએ છીએ, એ શબ્દો ઉમેરો.
ઉત્તર : આપણે વ્યવહારમાં આ અંગ્રેજી શબ્દો બોલીએ છીએ : ટેબલ, સ્ટોર્સ, આઇસક્રીમ, કિચન, ગૅસ, સ્ટવ, પેપર, નોટબુક, સૅન્ડલ્સ વગેરે.
(3) આ યાદીના અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ શોધો.
ઉત્તર :
મીટિંગ – મુલાકાત, બેઠક
રિપૅર – સમારકામ
ટાઇફૉઈડ – આંતરડાનો રોગ, તાવ
પ્રૉજેક્ટ – યોજના
સ્ટેશન – રેલગાડીનું વિરામસ્થાન
પેન્સિલ – સીસાપેન
ફૅશન – રીતભાત, ઢબ
ટેબલ – મેજ
સ્ટોર્સ – કોઠાર, દુકાન
આઇસક્રીમ – દૂધની એક વાનગી
કિચન – રસોડું
ગૅસ – વાયુ
સ્ટવ – કેરોસીનથી ચાલતી સગડી
પેપર – કાગળ
નોટબુક – નોંધપોથી
સૅન્ડલ્સ – જોડાં
(4) આ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો.
ઉત્તર :
મીટિંગ : આજે કંપનીના હોદ્દેદારોની અગત્યની મીટિંગ છે.
રિપૅર : મૅનેજરે ખુરશી-ટેબલ રિપૅર કરાવ્યાં.
ટાઇફૉઈડ : પટાવાળાને ટાઇફોઈડ થયો હોવાથી તે આવ્યો ન હતો.
પ્રૉજેક્ટ : હોદ્દેદારો ફેશન ડિઝાઇન અંગેના પ્રૉજેક્ટ ઉપર ચર્ચા કરવાના હતા.
સ્ટેશન : સ્ટેશન ઉપર વડોદરા જતી ગાડી હમણાં જ આવી.
પેન્સિલ : કંપની હવે પેન્સિલ ઉત્પાદન અંગે પણ વિચારી રહી હતી.
ફૅશન : અહીં ફૅશન ડિઝાઇનનો કોર્સ ચાલે છે.
(5) આ બધાં વાક્યો એક પ્રસંગસ્વરૂપે લખી વર્ગમાં રજૂ કરો.
ઉત્તર : આજે કંપનીના હોદ્દેદારોની અગત્યની મીટિંગ છે. મૅનેજરે ખુરશી-ટેબલ રિપેર કરાવ્યાં. પટાવાળાને ટાઇફૉઈડ થયો હોવાથી તે આવ્યો ન હતો. હોદ્દેદારો ફેશન ડિઝાઇન અંગેના પ્રૉજેક્ટ ઉપર ચર્ચા કરવાના હતા. અહીં ફેશન ડિઝાઇનનો કોર્સ ચાલે છે. કંપની હવે પેન્સિલ ઉત્પાદન અંગે પણ વિચારી રહી હતી.
પ્રશ્ન 5. નીચે આપેલાં વાક્યોમાંથી દર્શક વિશેષણો શોધીને લખો :
(1) એ બજારમાં મેં બૂટ માટે ખૂબ ધક્કા ખાધા છે.
જવાબ : એ
(2) બાપુજીની પરવાનગીથી મેં એ જોડાં સોમાને આપ્યા.
જવાબ : એ
(3) હજી આ ગાડીમાંથી અમે ઊતર્યા જ છીએ.
જવાબ : આ
(4) મોટો ઈ મોટો !
જવાબ : ઈ
(5) અરે ભાણા, ઈ જ તો તને કહું છું.
જવાબ : ઈ
પ્રશ્ન 6. આ પાઠમાંથી ‘મ’ મૂળાક્ષરથી શરૂ થતા સાત શબ્દો શોધો. આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
ઉત્તર : મોજાં, માનસ, માગણી, મંગળ, મેડો, મિત્ર, મેળો
શબ્દકોશના ક્રમમાં : મંગળ, માગણી, માનસ, મિત્ર, મેડો, મેળો, મોજાં
પ્રશ્ન 7. નીચેના શબ્દો જોડણી સુધારીને લખો :
ઉત્તર :
(1) જટીલ – જટિલ
(2) પરીસ્થિતી – પરિસ્થિતિ
(3) રસપુર્વક – રસપૂર્વક
(4) માનસીક – માનસિક
(5) તપચર્યા – તપશ્ચર્યા
(6) પેન્સીલ – પેન્સિલ, પેનસિલ
Also Read :
ધોરણ 7 ગુજરાતી પાઠ 15 અભ્યાસ અને સ્વાધ્યાય