Class 7 Gujarati Chapter 12 Swadhyay
Class 7 Gujarati Chapter 12 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 12નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 12 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : ગુજરાતી
એકમ : 12 હાઈસ્કૂલમાં
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :
(1) ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ?
(ક) તેઓ ભણવામાં નબળા પડ્યા.
(ખ) તેમનો અભ્યાસ વધુ સારો થયો.
(ગ) બેઉ ભાઈઓનું એક વર્ષ નકામું ગયું.
(ઘ) તેઓનું અભ્યાસમાં ધ્યાન ન રહ્યું.
જવાબ : (ગ) બેઉ ભાઈઓનું એક વર્ષ નકામું ગયું.
(2) ‘આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે.’ ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે?
(ક) પરીક્ષાના ભાર
(ખ) બાળલગ્ન
(ગ) અભ્યાસનો ભાર
(ઘ) કૌટુંબિક જવાબદારી
જવાબ : (ખ) બાળલગ્ન
(3) કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું. કારણ કે……….
(ક) તેઓ ઘરમાં જ કસરત કરી લેતા.
(ખ) કસરતની ચોપડીઓ નિયમિત વાંચતા.
(ગ) સમય મળે કસરત કરી લેતા.
(ઘ) તેમને ફરવા જવાની ટેવ હતી.
જવાબ : (ઘ) તેમને ફરવા જવાની ટેવ હતી.
(4) ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે………..
(ક) ગમે તેવા હોય તો પણ ચાલે.
(ખ) અક્ષર તો મોતીના દાણા જેવા હોવા જોઈએ.
(ગ) મરોડદાર, સુંદર અને છૂટા-છૂટા હોવા જોઈએ.
(ઘ) બીજા સરળતાથી ઉકેલી શકે તેવા હોવા જોઈએ.
જવાબ : (ગ) મરોડદાર, સુંદર અને છૂટા-છૂટા હોવા જોઈએ.
પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર આપો :
(1) ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી?
ઉત્તર : શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતાના હાથે થઈ જાય અથવા શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજીને માટે અસહ્ય થઈ પડતી.
(2) ગાંધીજીએ એક વર્ષમાં બે ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો?
ઉત્તર : ગાંધીજીએ એક વર્ષમાં બે ધોરણો કરવાનો નિર્ણય છોડ્યો નહિ, કારણે કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેમને ઉપલા ધોરણમાં ચઢાવવાની ભલામણ કરી હતી. તે શિક્ષકની લાજ જાય.
(3) આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે?
ઉત્તર : આ પાઠમાં જોવા મળતા ગાંધીજીના ગુણો : ઓછાબોલાપણું, સત્ય અને સેવાનો આગ્રહ, શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અને વિવેક
(4) ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો?
ઉત્તર : યુક્લિડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. એમાં બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળવિવાહની શી અસર થઈ?
ઉત્તર : ગાંધીજીના અને તેમના ભાઈના વિવાહ વિદ્યાર્થીઅવસ્થામાં જ થઈ ગયા હતા. વિવાહને કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહિ, તેથી તેમનું એક વર્ષ નકામું ગયું.
(2) ગાંધીજી પોતાના વર્તન અંગે શી કાળજી રાખતા?
ઉત્તર : ગાંધીજી પોતાના વર્તન અંગે ખૂબ કાળજી રાખતા. પોતાના વર્તનમાં કશી ખોડ ન આવે એ માટે તે સાવધાન રહેતા. પોતાની ભૂલ બદલ શિક્ષકને ઠપકો ન આપવો પડે એની પણ તે કાળજી રાખતા. એક વખત એમને શિક્ષકનો માર ખાવો પડ્યો. ગાંધીજીને એનું દુ:ખ નહોતું, પણ પોતાના વર્તનને કારણે પોતે દંડને પાત્ર ગણાયા એનું એમને દુઃખ હતું.
(૩) ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી?
ઉત્તર : ગાંધીજીને પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકનો ઠપકો ખાવો પડે અથવા તો શિક્ષકને પોતાનામાં અવિવેક કે ગેરવર્તણૂક લાગે તો ગાંધીજીને એ વાત અસહ્ય થઈ પડતી.
(4) ગાંધીજીને કયાં કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો?
ઉત્તર : ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાનાં કારણો : (1) ગાંધીજીનો શરમાળ સ્વભાવ અને (2) કસરતનો તાસ ફરજિયાત થતાં પિતાની સેવા કરવામાં વિઘ્ન.
(5) સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો.
ઉત્તર : ગાંધીજી નઠારા અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે. તેમના મતે સારા અક્ષર એ કેળવણીનું આવશ્યક અંગ છે. સારા અક્ષર માટે બાળકે ચિત્રકળા શીખવી જોઈએ. ચિત્રકળા શીખવાથી બાળક સારાં ચિત્રો દોરતાં શીખે છે અને સારા અક્ષર કાઢતાં શીખે છે. ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા થઈ શકે છે.
(6) જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો.
ઉત્તર : ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિંદી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે તો આ ભાષાઓ બોજારૂપ લાગતી નથી. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સરળ થઈ જાય છે.
પ્રશ્ન 2. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
માહિતી, સંત, સમિતિ, ફારસી, જ્ઞાન, ખેડૂત, ઇસ્લામ, મજબૂત, અરબી, ઋષિ
ઉત્તર : અરબી, ઇસ્લામ, ઋષિ, ખેડૂત, જ્ઞાન, ફારસી, મજબૂત, માહિતી, સમિતિ, સંસ્કૃત
પ્રશ્ન 3. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યપ્રયોગ કરો :
(1) મનમાં સમસમી રહેવું – ધૂંધવાઈ ઊઠવું
વાક્ય : લોકોની હાજરીમાં અપમાન થતાં નોકર મનમાં સમસમી રહ્યો.
(2) ગેડ બેસવી – મનમાં ગોઠવાવું
વાક્ય : મનોજને સાહેબે દાખલો એ રીતે સમજાવ્યો કે તેને ગેડ બેસી ગઈ.
(3) લાજ જવી – આબરૂ કે પ્રતિષ્ઠા જેવી
વાક્ય : નરોત્તમને પૈસા ગુમાવવા પડે એનો વાંધો નહોતો, પણ લાજ જાય એ પાલવે એમ નહોતું.
પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :
(1) ચીવટ = ચોકસાઈ, કાળજી
(2) કેળવણી = શિક્ષણ, ભણતર
(3) વિઘ્ન = અડચણ, મુસીબત
(4) મુક્તિ = છુટકારો, સ્વતંત્રતા
(5) નિકટ = નજીક, પાસે
પ્રશ્ન 5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો :
(1) કામનું X નકામું
(2) ઇષ્ટ x અનિષ્ટ
(3) ગણના x અવગણના
(4) સ્મરણ x વિસ્મરણ
(5) ગમો x અણગમો
(6) વિઘ્ન x નિર્વિઘ્ન
પ્રશ્ન 6. નીચેની કહેવતનો અર્થ સમજાવો. આવી બીજી પાંચ કહેવતો તમારા વડીલો પાસેથી જાણીને લખો :
(1) પાકે ઘડે કાંઠા ન ચડે.
ઉત્તર : ઘડો કાચો હોય ત્યારે એને કાંઠલો ચડી શકે પણ અગ્નિમાં પકવ્યા પછી તેને કાંઠલો ચઢાવી શકાય નહિ. જે સમયે, જે કામ કરવાનું હોય તે ન થાય, અને સમય વીત્યે કરવામાં આવે તો તે પ્રયત્ન વ્યર્થ જાય છે.
બીજી પાંચ કહેવતો :
(1) પાણી વલોળે માખણ ન નીકળે. (2) બોલવું ને લોટ ફાકવો બે સાથે ન બને. (3) મીઠા ઝાડનાં મૂળ ન કઢાય. (4) લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય. (5) સાપને ઘેર પરોણો સાપ.
પ્રશ્ન 7. નીચેનાં વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો :
(1) મને અતિશય દુ:ખ થયું.
જવાબ : અતિશય
(2) અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઇચ્છા હતી.
જવાબ : તીવ્ર
(3) સંસ્કૃતશિક્ષકને ઘણું દુ:ખ થયું.
જવાબ : ઘણું
પ્રશ્ન 8. તમારા જીવનમાં બનેલા તમને ગમતા બે પ્રસંગો લખો :
ઉત્તર : (1) એક સાંજે હું ઘેર ગયો. મારા મિત્રો મારે ઘેર આવ્યા હતા. મારાં મમ્મી-પપ્પા પણ હાજર હતાં. જેવો હું ઘરમાં પ્રવેશ્યો કે તરત મિત્રોએ સમૂહમાં ‘હેપિ બર્થ-ડે ટુ યુ’ કરી, મને ગિફ્ટ આપી. ગિફ્ટનું રંગીન પૅકેટ ખોલ્યું. તેમાં સરસ મજાનું ગિફ્ટ રાખેલ હતું.
(2) શાળામાં વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી હતી. એ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓની નિબંધસ્પર્ધા હતી. આ સ્પર્ધા મારી શાળામાં હતી. મેં પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એ નિબંધ સ્પર્ધામાં મને પ્રથમ નંબર મળ્યો. સાંજે એક કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીને હાથે મને ઇનામ મળ્યું. એ ઇનામથી મને ખૂબ આનંદ થયો.
પ્રશ્ન 9. સૂચવ્યા મુજબ કરો :
(1) ગાંધીજીના જીવનપ્રસંગો એકત્ર કરો અને વાંચો.
ઉત્તર : ‘ગાંધીજીના સત્યના પ્રયોગો’, ઉમાશંકર જોષીત ‘ગાંધીકથા” કે નારાયણ દેસાઈકૃત ‘ગાંધીકથા’ મેળવીને ગાંધીજીના જીવનપ્રસંગો વાંચો.
(2) તમે વાંચેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ લખો.
ઉત્તર : એક વાર ગાંધીજી પરીક્ષાખંડમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી રહ્યા હતા. નિરીક્ષક પરીક્ષાખંડમાં ચક્કર મારી રહ્યા હતા. તેમણે ગાંધીજીની ઉત્તરવહીમાં ‘Kettle’ શબ્દની જોડણી ખોટી જોઈ. નિરીક્ષકે ગાંધીજીને તે જોડણી બાજુના વિદ્યાર્થીમાં જોઈ લેવા કહ્યું, પણ ગાંધીજી ચોરીને પાપ ગણતા હતા. તેમણે બાજુના વિદ્યાર્થીમાંથી ચોરી ન કરી.
(૩) આ પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સદગુણોની યાદી કરો.
ઉત્તર : આ પ્રસંગમાંથી મને ગમતા ગાંધીજીના સદગુણો : (1) ચોરી કરવી નહિ. (2) પોતાના બળે જ આગળ આવવું. (3) પ્રલોભનથી ચલિત ન થવું.
(4) તમે લખેલો પ્રસંગ પ્રાર્થનાસભામાં વાંચો.
જવાબ : પ્રાર્થનાસભામાં પ્રસંગ કહેવો.
(5) તમને આ પ્રસંગ શા માટે ગમ્યો તે તમારા મિત્રો સમક્ષ કહો.
ઉત્તર : શિક્ષકે ગાંધીજીને કૉપી કરવા કહ્યું; પણ ગાંધીજીએ ચોરી ન કરી. આ પ્રસંગમાંથી મને પણ ચોરી ન કરવાની પ્રેરણા મળી.
પ્રશ્ન 10. તમારા જીવનમાં બનેલા એકાદ-બે સારા પ્રસંગો યાદ કરીને લખો અને તેને વર્ગસમક્ષ વાંચી સંભળાવો.
ઉત્તર : (1) એક સાંજે હું ઘેર ગયો. મારા મિત્રો મારે ઘેર આવ્યા હતા. મારાં મમ્મી-પપ્પા પણ હાજર હતાં. જેવો હું ઘરમાં પ્રવેશ્યો કે તરત મિત્રોએ સમૂહમાં ‘હેપિ બર્થ-ડે ટુ યુ’ કરી, મને ગિફ્ટ આપી. ગિફ્ટનું રંગીન પૅકેટ ખોલ્યું. તેમાં સરસ મજાનું ગિફ્ટ રાખેલ હતું.
(2) શાળામાં વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી હતી. એ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓની નિબંધસ્પર્ધા હતી. આ સ્પર્ધા મારી શાળામાં હતી. મેં પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એ નિબંધ સ્પર્ધામાં મને પ્રથમ નંબર મળ્યો. સાંજે એક કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીને હાથે મને ઇનામ મળ્યું. એ ઇનામથી મને ખૂબ આનંદ થયો.
Also Read :
ધોરણ 7 ગુજરાતી પાઠ 13 અભ્યાસ અને સ્વાધ્યાય