Class 6 Social Science Chapter 7 Swadhyay
Class 6 Social Science Chapter 7 Swadhyay. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 7 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 7 સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો
સત્ર : દ્વિતીય
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :
(1) ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો?
(A) શ્રીગુપ્ત
(B) ચંદ્રગુપ્ત પહેલો
(C) સમુદ્રગુપ્ત
(D) ચંદ્રગુપ્ત બીજો
ઉત્તર : (A) શ્રીગુપ્ત
(2) સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે?
(A) સમુદ્રગુપ્ત
(B) ચંદ્રગુપ્ત બીજો
(C) સ્કંદગુપ્ત
(D) કુમારગુપ્ત
ઉત્તર : (A) સમુદ્રગુપ્ત
(3) દિલ્લી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું?
(A) ચંદ્રગુપ્ત બીજો
(B) સ્કંદગુપ્ત
(C) સમુદ્રગુપ્ત
(D) ચંદ્રગુપ્ત પહેલો
ઉત્તર : (A) ચંદ્રગુપ્ત બીજો
(4) કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી?
(A) વલભી
(B) નાલંદા
(C) વિક્રમશીલા
(D) કાશી
ઉત્તર : (B) નાલંદા
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :
(1) કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો?
ઉત્તર : ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો.
(2) ગુપ્તયુગનો છેલ્લો રાજા કોણ હતો?
ઉત્તર : ગુપ્તયુગનો છેલ્લો રાજા સ્કંદગુપ્ત હતો.
(3) ‘હર્ષચરિતમ’ ના લેખક કોણ હતા?
ઉત્તર : ‘હર્ષચરિતમ્’ ના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા.
પ્રશ્ન 3. બંધબેસતાં જોડકાં જોડો :
વિભાગ અ
(1) મુખ્ય સેનાપતિ
(2) જિલ્લા
(3) કર
(4) વાગભટ્ટ
(5) ઈરાનના શહેનશાહ
વિભાગ બ
(a) વિષય
(b) ઉત્પાદનનો છઠ્ઠો ભાગ
(c) મહાબલાધિકૃત
(d) ખુશરો
(e) અષ્ટાંગહૃદય
ઉત્તર :
(1) મુખ્ય સેનાપતિ – (c) મહાબલાધિકૃત
(2) જિલ્લા – (a) વિષય
(3) કર – (b) ઉત્પાદનનો છઠ્ઠો ભાગ
(4) વાગભટ્ટ – (e) અષ્ટાંગહૃદય
(5) ઈરાનના શહેનશાહ – (d) ખુશરો
Also Read :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 17 સ્વાધ્યાય