Class 6 Social Science Chapter 6 Swadhyay (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 6 સ્વાધ્યાય)

Spread the love

Class 6 Social Science Chapter 6 Swadhyay
Class 6 Social Science Chapter 6 Swadhyay

Class 6 Social Science Chapter 6 Swadhyay

Class 6 Social Science Chapter 6 Swadhyay. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 6 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 6 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 6  મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

સત્ર : દ્વિતીય

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :

(1) ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો?

(A) ગુરુ દ્રોણ

(B) ગુરુ સાંદીપનિ

(C) ગુરુ ચાણક્ય

(D) ગુરુ વિશ્વામિત્ર

ઉત્તર : (C) ગુરુ ચાણક્ય

(2) ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે?

(A) નીતિશાસ્ત્ર

(B) સમાજશાસ્ત્ર

(C) મુદ્રારાક્ષસ

(D) અર્થશાસ્ત્ર

ઉત્તર : (D) અર્થશાસ્ત્ર

(3) બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી?

(A) અવંતિ

(B) તક્ષશિલા

(C) પાટલિપુત્ર

(D) ઉજ્જૈન

ઉત્તર : (A) અવંતિ

(4) અશોકે સંઘમિત્રાને બૌદ્ધધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યાં હતાં?

(A) સિરિયા

(B) સિલોન

(C) મ્યાનમાર

(D) ઇજિપ્ત

ઉત્તર : (B) સિલોન

(5) અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી?

(A) ઈરાની

(B) પાલિ

(C) પ્રાકૃત

(D) બ્રાહ્મી

ઉત્તર : (C) પ્રાકૃત

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :

(1) સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું?

ઉત્તર : સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાલ, દક્ષિણે મૈસૂર (હાલનું કર્ણાટક), પશ્ચિમે ગુજરાત-સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ (હાલનું ઓડિશા) સુધી ફેલાયેલું હતું.

(2) સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ક્યાં પરિણામો આવ્યાં?

ઉત્તર : સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતાં ચાર પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ, સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા.

(3) મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું?

ઉત્તર : મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગો (અંગો)માં વહેંચવામાં આવ્યું હતું.

(4) અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો?

ઉત્તર : અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો.

(5) રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો જણાવો.

ઉત્તર : રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો આ મુજબ છે : (1) સમગ્ર પ્રાંતમાં શાંતિ-વ્યવસ્થાની જાળવણી કરવી. (2) કરવેરા ઉઘરાવવા (3) રાજાના આદેશોનું પાલન કરાવવું. (4) પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ(કેન્દ્ર)ને સતત વાકેફ કરતા રહેવું.

પ્રશ્ન 3. નીચે આપેલાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

(1) મૅગેસ્થનિસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રારાક્ષસની રચના કરવામાં આવી હતી.

ઉત્તર : ખોટું

(2) ધમ્મ મહામાત્રનું કાર્ય જૈનધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું.

ઉત્તર : ખોટું

(3) ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો.

ઉત્તર : ખરું

(4) બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું.

ઉત્તર : ખોટું

(5) અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધધર્મ અંગીકાર કર્યો.

ઉત્તર : ખરું

Also Read :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય


Spread the love
error: Content is protected !!
Scroll to Top