Class 6 Social Science Chapter 5 Swadhyay
Class 6 Social Science Chapter 5 Swadhyay. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 5 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 5 સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 5 શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
સત્ર : પ્રથમ
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર આપો :
(1) ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?
(A) બોધિગયા
(B) સારનાથ
(C) કુશીનારા
(D) કપિલવસ્તુ
ઉત્તર : (B) સારનાથ
(2) ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?
(A) લુમ્બિની
(B) કપિલવસ્તુ
(C) કુશીનારા
(D) સારનાથ
ઉત્તર : (C) કુશીનારા
(3) મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?
(A) ત્રિશલાદેવી
(B) માયાદેવી
(C) યશોદા
(D) યશોધરા
ઉત્તર : (A) ત્રિશલાદેવી
(4) મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
(A) કપિલવસ્તુ
(B) કુંડગ્રામ
(C) સારનાથ
(D) પાવાપુરી
ઉત્તર : (B) કુંડગ્રામ
(5) મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
(A) પાલિ
(B) પ્રાકૃત અને અર્ધમાગ્ધી
(C) પ્રાકૃત અને પાલિ
(D) પાલિ અને અર્ધમાગ્ધી
ઉત્તર : (B) પ્રાકૃત અને અર્ધમાગ્ધી
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :
(1) ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શો હતો?
ઉત્તર : ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો : (1) આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. (2) તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. (3) ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાનાં કર્મથી મહાન બને છે. તેથી સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહિ. (4) સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલાં જ સમ્માન અને અધિકાર આપવાં જોઈએ. (5) પ્રાણીમાત્ર પર દયા રાખવી .
(2) મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શો હતો?
ઉત્તર : મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્ન(રત્નત્રયી)ના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબ પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો : (1) કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. પ્રાણીમાત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. (2) હંમેશાં સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો. (3) ક્યારેય પણ ચોરી ન કરવી. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી. (4) જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન-ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો. (5) જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
(3) જૈનધર્મે કયાં પાંચ મહાવ્રતો આપ્યાં?
ઉત્તર : જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીએ આ પાંચ મહાવ્રતો આપ્યાં હતાં : (1) અહિંસા (2) સત્ય (3) બ્રહ્મચર્ય (ઇન્દ્રિયોને સંયમમાં રાખવી) (4) અસ્તેય (ચોરી ન કરવી) અને (5) અપરિગ્રહ (સંગ્રહ ન કરવો)
પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) બુદ્ધ અને જૈન બંને ધર્મે લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો.
ઉત્તર : ખરું
(2) બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ.
ઉત્તર : ખોટું
(3) બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
ઉત્તર : ખોટું
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો :
(1) ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી?
ઉત્તર : ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી : (1) બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઇન્કાર કરે છે અને કર્મવાદને મહત્ત્વ આપે છે. (2) તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. (3) બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ન હોવા જોઈએ. (4) સ્ત્રીઓને પુરુષોની જેમ સમ્માન અને અધિકાર આપવાં જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.
(2) ગૌતમ બુદ્ધના સમયમાં ક્યાં અનિષ્ટો જોવા મળતાં હતાં?
ઉત્તર : ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતાં હતાં : (1) સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી. (2) ઘણા બધા લોકો માંસાહારી હતા. (3) હિંદુધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઊંચ-નીચના ભેદભાવો હતા. (4) સ્ત્રીઓને પૂરતું સમ્માન મળતું ન હતું.
Also Read :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 16 સ્વાધ્યાય