Class 6 Science Chapter 8 Swadhyay (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 8 સ્વાધ્યાય)

Class 6 Science Chapter 8 Swadhyay
Class 6 Science Chapter 8 Swadhyay

Class 6 Science Chapter 8 Swadhyay

Class 6 Science Chapter 8 Swadhyay. ધોરણ 6 વિજ્ઞાન વિષયના એકમ 8 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 8 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : વિજ્ઞાન

એકમ : 8. પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના બૉક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થોને સમજી શકાય :

પદાર્થો || છે || અપારદર્શક || પડછાયો || બનાવે

ઉત્તર : || અપારદર્શક || પદાર્થો || પડછાયો || બનાવે || છે.

પ્રશ્ન 2. નીચેના પદાર્થોને અપારદર્શક, પારદર્શક કે પારભાસક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરો :

હવા, પાણી, ખડકનો ટુકડો, ઍલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, લોખંડનો લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યૂબ, દીવાલ, કાર્બન પેપર, ગૅસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટૉર્ચ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર.

ઉત્તર :

અપારદર્શક : ખડકનો ટુકડો, ઍલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, સીડી, લોખંડનો લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યૂબ, દીવાલ, કાર્બન પેપર, ગૅસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટૉર્ચ, તારનું ગુંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર.

પારદર્શક : હવા, પાણી, સાદા કાચની પ્લેટ, સેલોફેન પેપર

પારભાસક : પ્લાસ્ટિકનું પડ, ધુમાડો, ધુમ્મસ.

પ્રકાશિત : લોખંડનો લાલચોળ ટુકડો, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યૂબ, ગૅસ બર્નરની જ્યોત, પ્રકાશિત ટૉર્ચ, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો.

અપ્રકાશિત : હવા, પાણી, ખડકનો ટુકડો, ઍલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, છત્રી, દીવાલ, કાર્બનપેપર, કાર્ડબોર્ડ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું, ચંદ્ર.

પ્રશ્ન ૩. શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે, તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે?

ઉત્તર : હા, આવું બની શકે. આ માટે નાની ટૉર્ચ અને નક્કર નળાકાર જોઈએ.

(a) વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાની ટૉર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને આડો પકડી તેનો પડછાયો ભીંત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો વર્તુળાકાર મળશે.

(b) લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની ટૉર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને શિરોલંબ ઊભો પકડી તેનો પડછાયો ભીંત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો લંબચોરસ મળશે.

Class 6 Science Chapter 8 Swadhyay
Class 6 Science Chapter 8 Swadhyay

પ્રશ્ન 4. સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે?

ઉત્તર : ના. અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહિ.

કારણ : સંપૂર્ણ અંધારાવાળો રૂમ છે. આપણા શરીર પર પ્રકાશ પડતો નથી. તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહિ. પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહિ.

error: Content is protected !!
Scroll to Top