Class 6 Science Chapter 7 Swadhyay (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 7 સ્વાધ્યાય)

Spread the love

Class 6 Science Chapter 7 Swadhyay
Class 6 Science Chapter 7 Swadhyay

Class 6 Science Chapter 7 Swadhyay

Class 6 Science Chapter 7 Swadhyay. ધોરણ 6 વિજ્ઞાન વિષયના એકમ 7 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 7 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : વિજ્ઞાન

એકમ : 7. ગતિ અને અંતરનું માપન

સ્વાધ્યાય

પ્રશ્ન 1. હવા, પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનોના પ્રત્યેકનાં બે ઉદાહરણો આપો.

ઉત્તર : હવા પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનો : વિમાન, હેલિકૉપ્ટર, અવકાશયાન.

પાણી પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનો : હોડી, વહાણ, આગબોટ

જમીન પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનો : બસ, સ્કૂટર, ટ્રેન

પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો :

(1) 1 મીટર…………………..સેન્ટિમીટર હોય છે.

જવાબ : 100

(2) 5 (પાંચ) કિલોમીટર……………….મીટર હોય છે.

જવાબ : 5000

(3) હિંચકા પર કોઈ બાળકની ગતિ……………… હોય છે.

જવાબ : આવર્ત ગતિ

(૪) કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ………………. હોય છે.

જવાબ : આવર્ત ગતિ

(5) કોઈ સાઇકલનાં પૈડાંની ગતિ………………. હોય છે.

જવાબ : વર્તુળાકાર ગતિ

પ્રશ્ન 3. પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી?

ઉત્તર : કારણ : દરેક માણસના પગ અથવા પગલાંનું માપ સરખું હોતું નથી.

પ્રશ્ન 4. નીચે આપેલ લંબાઈના એકમોને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો :

1 મીટર, 1 સેન્ટિમીટર, 1 કિલોમીટર, 1 મિલીમીટર

ઉત્તર : 1 મિલીમીટર, 1 સેન્ટિમીટર, 1 મીટર, 1 કિલોમીટર

પ્રશ્ન 5. કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે. તેને સેન્ટિમીટર તથા મિલીમીટરમાં દર્શાવો.

ઉત્તર : 1.65 મીટર = (1.65 x 100) સેમી = 165 સેમી

1.65 મીટર = 165 સેમી = (165 x 10) મિમી = 1650 મિમી

પ્રશ્ન 6. રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. આ અંતરને કિલોમીટરમાં દર્શાવો.

ઉત્તર : 1000 મીટર = 1 કિલોમીટર

3250 મીટર = 3250/1000 = 3.250 કિમી

પ્રશ્ન 7. કોઈ સ્વેટર-ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાચન 3.0 સેન્ટિમીટર છે તથા બીજા છેડાનું વાચન 33.1 સેન્ટિમીટર છે, તો તે સોયની લંબાઈ કેટલી હશે?

ઉત્તર : ગૂંથણની સોયની લંબાઈ = માપપટ્ટીનું અંતિમ વાચન – પ્રારંભિક વાચન

= 33.1 સેન્ટિમીટર – 3.0 સેન્ટિમીટર

= 30. 1 સેન્ટિમીટર

પ્રશ્ન 8. કોઈ ચાલતી સાઇકલનાં પૈડાં તથા સિલિંગ પંખાનાં પાંખિયાંની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો.

ઉત્તર : સમાનતા : સાઇકલના પૈડાંની ગતિ અને સિલિંગ પંખાનાં પાંખિયાંની ગતિ બંને વર્તુળાકાર ગતિ છે અને તેઓ ધરી પર ફરે છે.

ભિન્નતા : સાઇકલનું પૈડું જમીન પર અડકેલું છે, તેથી સાઇકલનું પૈડું ફરવાથી સાઇકલ જમીન પર આગળ વધે છે;  જ્યારે સિલિંગ પંખાનાં પાંખિયાં હવામાં છે. તેથી પાંખિયાં હવામાં ફરતાં રહે છે અને સાઇકલના પૈડાંની જેમ આગળ વધતાં નથી.

પ્રશ્ન 9. તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતાં?  જો તમે કોઈ અંતરનું માપ સ્થિતિસ્થાપક રબરપટ્ટીથી માપ્યું હોય ત્યારે કોઈ બીજાને જણાવવામાં આવતી સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓ લખો.

ઉત્તર : સ્થિતિસ્થાપક રબરપટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય, તો તે માપ સાચું હોતું નથી.

તેને માટેનાં કારણો નીચે મુજબ છે :

(1) સ્થિતિસ્થાપક રબરપટ્ટીની લંબાઈ બદલાય છે. તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતા રબરપટ્ટીની લંબાઈ વધી જાય છે.

(2) એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબરપટ્ટી વાપરી અંતરનું માપન બે કે ત્રણ વાર લેતાં તે માપનમાં થોડો ફેરફાર થાય છે.

(3) જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક રબરપટ્ટી વડે કરે, તો દરેકનાં માપન જુદાં પડે છે.

પ્રશ્ન 10. આવર્ત ગતિનાં બે ઉદાહરણો આપો.

ઉત્તર : આવર્ત ગતિનાં બે ઉદાહરણો નીચે મુજબ છે :

(1) ઘડિયાળના લોલકની ગતિ

(2) હિંચકાની ગતિ


Spread the love
error: Content is protected !!
Scroll to Top