Class 6 Science Chapter 5 Swadhyay (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 5 સ્વાધ્યાય)

Spread the love

Class 6 Science Chapter 5 Swadhyay
Class 6 Science Chapter 5 Swadhyay

Class 6 Science Chapter 5 Swadhyay

Class 6 Science Chapter 5 Swadhyay. ધોરણ 6 વિજ્ઞાન વિષયના એકમ 5 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 5 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : વિજ્ઞાન

એકમ : 5. શરીરનું હલનચલન

સ્વાધ્યાય

પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :

(1) અસ્થિઓના સાંધા શરીરને………………..માં મદદ કરે છે.

જવાબ : હલનચલન

(2) અસ્થિઓ અને કાસ્થિ સંયુક્ત રીતે શરીરનું……………..બનાવે છે.

જવાબ : કંકાલ

(3) કોણીનાં હાડકાં………………સાંધા વડે જોડાયેલ હોય છે.

જવાબ : મિજાગરા

(4) ગતિ કરતી વખતે……………..ના સંકોચથી હાડકાં ખેંચાય છે.

જવાબ : સ્નાયુ

પ્રશ્ન 2. નીચેનાં વિધાનોની આગળ સાચાં [T] અને ખોટાં [F] લખો :

(1) બધાં પ્રાણીઓની ગતિ અને ચાલ એકસમાન હોય છે.

જવાબ : F

(2) કાસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે.

જવાબ : F

(3) આંગળીઓનાં હાડકાંમાં સાંધા હોતા નથી.

જવાબ : F

(4) અગ્ર બાહુમાં બે અસ્થિ હોય છે.

જવાબ : T

(5) વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે.

જવાબ : T

પ્રશ્ન 3. કૉલમ 1 માં આપેલ શબ્દોને કૉલમ 2 માં આપેલાં એક અથવા વધારે વિધાન સાથે જોડો :

કૉલમ – 1

(1) ઉપલું જડબું

(2) માછલી

(3) પાંસળીઓ

(4) ગોકળગાય

(5) વંદો

કૉલમ – 2

(A) શરીર પર પાંખો હોય છે.

(B) બાહ્ય કંકાલ હોય છે.

(C) હવામાં ઊડી શકે છે.

(D) એક અચલ સાંધો છે.

(E) હૃદયનું રક્ષણ કરે છે.

(F) અત્યંત ધીમી ગતિથી ચાલે છે.

(G) તેનું શરીર ધારારેખીય હોય છે.

જવાબ :

(1) ઉપલું જડબું – (D) એક અચલ સાંધો છે.

(2) માછલી – (G) તેનું શરીર ધારારેખીય હોય છે.

(3) પાંસળીઓ – (E) હૃદયનું રક્ષણ કરે છે.

(4) ગોકળગાય – (B) બાહ્ય કંકાલ હોય છે. (F) અત્યંત ધીમી ગતિથી ચાલે છે.

(5) વંદો – (B) બાહ્ય કંકાલ હોય છે. (C) હવામાં ઊડી શકે છે. (A) શરીર પર પાંખો હોય છે.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) ખલ-દસ્તો સાંધો એટલે શું?

ઉત્તર : જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે, જેનાથી સાંધા આગળ બધી જ દિશાઓમાં હલનચલન થઈ શકે તે સાંધાને ખલ-દસ્તા સાંધો કહે છે. ખભા આગળના બે હાડકાંના જોડાણમાં ખલ-દસ્તા સાંધો છે.

(2) ખોપરીનું કયું અસ્થિ ગતિ (હલનચલન) કરે છે?

ઉત્તર : ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ ગતિ (હલનચલન) કરે છે.

(૩) આપણી કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી?

ઉત્તર : આપણી કોણી પાછળની તરફ વળી શકતી નથી. કારણ કે, કોણીનું હાડકું મિજાગરા સાંધાથી જોડાયેલું છે, જે ફક્ત આગળની દિશામાં જ વળી શકે છે.


Spread the love
error: Content is protected !!
Scroll to Top