Class 6 Science Chapter 4 Swadhyay (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 4 સ્વાધ્યાય)

Spread the love

Class 6 Science Chapter 4 Swadhyay
Class 6 Science Chapter 4 Swadhyay

Class 6 Science Chapter 4 Swadhyay

Class 6 Science Chapter 4 Swadhyay. ધોરણ 6 વિજ્ઞાન વિષયના એકમ 4 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 4 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : વિજ્ઞાન

એકમ : 4. વનસ્પતિની જાણકારી મેળવીએ

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેનાં વાક્યોને સુધારીને તમારી નોંધપોથીમાં ફરીથી લખો :

(a) પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે.

ઉત્તર : મૂળ જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે.

(b) પર્ણો વનસ્પતિને ટટ્ટાર રાખે છે.

ઉત્તર : પ્રકાંડ વનસ્પતિને ટ્ટાર રાખે છે.

(c) મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે.

ઉત્તર : પ્રકાંડ પાણીનું વહન પર્ણો સુધી કરે છે.

(d) પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા હંમેશાં સમાન હોય છે.

ઉત્તર : પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા સામાન્ય રીતે અસમાન હોય છે.

(e) જો પુષ્પનાં વજ્રપત્રો જોડાયેલાં હોય, તો તેનાં દલપત્રો પણ જોડાયેલાં જ હોય છે.

ઉત્તર : જો પુષ્યનાં વજ્રપત્રો જોડાયેલાં હોય, તો તેનાં દલપત્રો જોડાયેલાં હોય કે ન પણ હોય.

(f) જો પુષ્પનાં દલપત્રો જોડાયેલાં હોય, તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે.

ઉત્તર : જો પુષ્પનાં દલપત્રો જોડાયેલાં હોય, તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય અથવા ન પણ હોય.

પ્રશ્ન 2. આકૃતિ દોરો :

(1) પર્ણ (2) સોટીમૂળ (3) પુષ્પ

ઉત્તર :

Class 6 Science Chapter 4 Swadhyay
Class 6 Science Chapter 4 Swadhyay

પ્રશ્ન 3. શું તમે તમારા ઘરમાં કે અડોશપડોશમાં એવી વનસ્પતિ શોધી શકો કે જેનું પ્રકાંડ લાંબું પણ નબળું હોય? તેનું નામ લખો. તમે તેને કયા જૂથમાં વર્ગીકૃત કરશો?

ઉત્તર : પ્રકાંડ લાંબું અને નબળું હોય તેવી વનસ્પતિ મની પ્લાન્ટ છે. તેને ‘વેલા’ પ્રકારની વનસ્પતિમાં વર્ગીકૃત કરાય.

પ્રશ્ન 4. વનસ્પતિમાં પ્રકાંડનું કાર્ય શું છે?

ઉત્તર :

પ્રકાંડનું કાર્ય : પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજ ક્ષારોનું પ્રકાંડની શાખાઓ અને પર્ણો તરફ વહન કરવાનું છે.

પ્રશ્ન 5. નીચેનામાં ક્યાં પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે?

ઘઉં, તુલસી, મકાઈ, ઘાસ, કોથમીર, જાસૂદ.

ઉત્તર : પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓ : તુલસી, કોથમીર અને જાસૂદ.

પ્રશ્ન 6. જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય, તો તેનાં પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે?

ઉત્તર : જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય, તો તેનાં પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય.

પ્રશ્ન 7. જો કોઈ વનસ્પતિનાં પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે, તો તેનાં મૂળ કયા પ્રકારના હશે?

ઉત્તર : જો કોઈ વનસ્પતિનાં પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે, તો તેનાં મૂળ સોટીમૂળ હોય.

પ્રશ્ન 8. કોઈ પર્ણની કાગળ પર લીધેલ છાપને જ જોઈને શું એ વનસ્પતિનાં મૂળ તંતુમૂળ છે કે સોટીમૂળ એ કહેવું શક્ય છે?

ઉત્તર : હા. કોઈ પર્ણની કાગળ પર લીધેલ છાપ જોતાં તે વનસ્પતિનાં પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય, તો તેનાં મૂળ તંતુમૂળ હોય અને પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ હોય, તો તેનાં મૂળ સોટીમૂળ હોય તેમ કહી શકાય.

પ્રશ્ન 9. પુષ્પના ભાગોનાં નામ લખો.

ઉત્તર : પુષ્પના ભાગોનાં નામ : (1) વજ્રપત્ર (2) દલપત્ર (3) પુંકેસર (4) સ્ત્રીકેસર.

પ્રશ્ન 10. નીચેનામાંથી કઈ વનસ્પતિ તમે જોઈ છે? તમે જોયેલી હોય તેમાંથી કેટલી વનસ્પતિને પુષ્પો હોય છે?

ઘાસ, મકાઈ, ઘઉં, મરચાં, ટમેટાં, તુલસી, પીપળો, સીસમ, વડ, આંબો, જાંબુ, જામફળ, દાડમ, પપૈયું, કેળ, લીબુ, શેરડી, બટાકા અને મગફળી.

ઉત્તર : આપેલી બધી જ વનસ્પતિને અમે જોઈ છે. અમે જોયેલી બધી જ વનસ્પતિને પુષ્પો હોય છે.

પ્રશ્ન 11. વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો. આ પ્રક્રિયાનું નામ જણાવો.

ઉત્તર : વનસ્પતિનાં પર્ણો ખોરાક બનાવે છે. વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.

પ્રશ્ન 12. પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળશે?

ઉત્તર : પુષ્યના સ્ત્રીકેસર ભાગમાં બીજાશય જોવા મળે છે.

પ્રશ્ન 13. જોડાયેલાં તથા છૂટાં વજ્રપત્ર હોય, તેવાં બે પુષ્પોનાં નામ આપો.

ઉત્તર : જોડાયેલાં વજ્રપત્રવાળાં પુષ્પો : (1) ધતૂરો (2) જાસુદ

છૂટાં વજ્રપત્રવાળાં પુષ્પો : (1) ગુલાબ (2) રાઈ


Spread the love
error: Content is protected !!
Scroll to Top