Class 6 Science Chapter 2 Swadhyay
Class 6 Science Chapter 2 Swadhyay. ધોરણ 6 વિજ્ઞાન વિષયના એકમ 2 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 2 સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : વિજ્ઞાન
એકમ : 2. વસ્તુઓનાં જૂથ બનાવવાં
સ્વાધ્યાય
પ્રશ્ન 1. લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુઓનાં નામ જણાવો.
ઉત્તર : (1) ખુરશી (2) ટેબલ (3) કાળું પાટિયું (4) બારી (5) બારણું (6) ઘોડિયું.
પ્રશ્ન 2. નીચેનામાંથી ચમકતા પદાર્થોની પસંદગી કરો :
કાચનો પ્યાલો, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ.
ઉત્તર : આપેલ વસ્તુઓમાંથી ચમક્તા પદાર્થો નીચે મુજબ છે : કાચનો પ્યાલો અને સ્ટીલની ચમચી.
પ્રશ્ન 3. નીચે આપેલ વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો. યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોમાંથી બનેલી હોઈ શકે છે અને આપેલ પદાર્થનો ઉપયોગ ઘણીબધી વસ્તુઓ બનાવવાં માટે કરી શકાય છે.
વસ્તુઓ = પદાર્થ
પુસ્તક = કાચ
પ્યાલો = લાકડું
ખુરશી = કાગળ
રમકડું = ચામડું
ચંપલ = પ્લાસ્ટિક
ઉત્તર :
વસ્તુઓ = પદાર્થ
પુસ્તક = કાગળ
પ્યાલો = કાચ, પ્લાસ્ટિક
ખુરશી = લાકડું, પ્લાસ્ટિક
રમકડું = લાકડું, પ્લાસ્ટિક
ચંપલ = ચામડું
પ્રશ્ન 4. નીચે આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો :
(1) પથ્થર પારદર્શક હોય છે, જ્યારે કાચ અપારદર્શક હોય છે.
ઉત્તર : ખોટું
(2) નોટબુકમાં ચમક હોય છે, જ્યારે રબરમાં નથી હોતી.
ઉત્તર : ખોટું
(3) ચૉક પાણીમાં દ્રાવ્ય છે.
ઉત્તર : ખોટું
(4) એક લાકડાનો ટુકડો પાણી પર તરે છે.
ઉત્તર : સાચું
(5) ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી.
ઉત્તર : ખોટું
(6) તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે.
ઉત્તર : ખોટું
(7) રેતી પાણીમાં તળિયે બેસી જાય છે.
ઉત્તર : સાચું
(8) સરકો (વિનેગર) પાણીમાં દ્રાવ્ય હોય છે.
ઉત્તર : સાચું
પ્રશ્ન 5. નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોનાં નામ આપેલાં છે :
પાણી, બાસ્કેટ બૉલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ઘડો.
તેને આ પ્રકારે જૂથમાં મૂકો:
(a) ગોળાકાર અને અન્ય આકાર
(b) ખાવાલાયક અને બિનખાવાલાયક
ઉત્તર :
(a) ગોળાકાર : બાસ્કેટ બૉલ, નારંગી, પૃથ્વીનો ગોળો, સફરજન, માટીનો ઘડો
(a) અન્ય આકાર : પાણી, ખાંડ
(b) ખાવાલાયક : પાણી, નારંગી, ખાંડ, સફરજન
(b) બિનખાવાલાયક : બાસ્કેટ બૉલ, પૃથ્વીનો ગોળો, માટીનો ઘડો
પ્રશ્ન 6. તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો. તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પર તરે છે?
ઉત્તર :
પાણી પર તરતી વસ્તુઓ (પદાર્થો) : (1) બરફ (2) લાકડું (3) પિત્તળની વાડકી (4) કાગળની હોડી (5) પોચા લાકડાનો બુચ (6) સોડિયમ (7) સફરજન (8) પેટ્રોલ
ઉપરની વસ્તુઓ (કે પદાર્થો) પૈકી તેલ તથા કેરોસીન પર તરતી વસ્તુઓ : (1) લાકડું (2) પિત્તળની વાડકી (3) કાગળની હોડી ( 4) પાંચા લાકડાનો બૂચ (5) સફરજન (6) પેટ્રોલ
પ્રશ્ન 7. નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો :
(a) ખુરશી, પલંગ, ટેબલ, બાળક, તિજોરી
ઉત્તર : બાળક
(b) ગુલાબ, ચમેલી, હોડી, હજારીગોટો, કમળ
ઉત્તર : હોડી
(c) ઍલ્યુમિનિયમ, લોખંડ, તાંબું, ચાંદી, રેતી
ઉત્તર : રેતી
(d) ખાંડ, મીઠું, રેતી, કૉપર સલ્ફટ
ઉત્તર : રેતી