Class 6 Science Chapter 10 Swadhyay (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 10 સ્વાધ્યાય)

Spread the love

Class 6 Science Chapter 10 Swadhyay
Class 6 Science Chapter 10 Swadhyay

Class 6 Science Chapter 10 Swadhyay

Class 6 Science Chapter 10 Swadhyay. ધોરણ 6 વિજ્ઞાન વિષયના એકમ 10 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 10 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : વિજ્ઞાન

એકમ : 10. ચુંબક સાથે ગમ્મત

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેની ખાલી જગ્યા પૂરો :

(1) કૃત્રિમ ચુંબક………………. , ………………….અને…………….. જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે.

જવાબ : લંબઘન પટ્ટી, ઘોડાની નાળ, નળાકાર

(2) જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને………………..કહે છે.

જવાબ : ચુંબકીય પદાર્થો

(3) કાગળ એ…………………પદાર્થ નથી.

જવાબ : ચુંબકીય

(4) જૂના જમાનામાં, નાવિકો દિશા જાણવા માટે………………….ના ટુકડાને લટકાવતા હતા.

જવાબ : કુદરતી ચુંબક

(5) ચુંબકને હંમેશાં…………….ધ્રુવ હોય છે.

જવાબ : બે

પ્રશ્ન 2. નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :

(1) નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે.

જવાબ : ખોટું

(2) કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ.

જવાબ : ખોટું

(3) ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે.

જવાબ : ખરું

(4) જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે મહત્તમની રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે.

જવાબ : ખોટું

(5) ગજિયો ચુંબક હંમેશાં ઉત્તર-દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે.

જવાબ : ખરું

(6) કોઈ પણ સ્થળે હોકાયંત્રનો ઉપયોગ પૂર્વ-પશ્ચિમ દિશા જાણવા માટે થાય છે.

જવાબ : ખરું

(7) રબર એ ચુંબકીય પદાર્થ છે.

જવાબ : ખોટું

પ્રશ્ન 3. એવું જોવામાં આવ્યું કે, પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. સંચાનો થોડોક ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય એવા પદાર્થનું નામ આપો.

ઉત્તર : પેન્સિલની અણી કાઢવાના સંચાની બ્લેડ લોખંડની બનેલી હોય છે. તે ચુંબકીય પદાર્થ હોવાથી ચુંબના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે.

પ્રશ્ન 4. કૉલમ 1માં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના ક્યા ધ્રુવ નજીક રાખેલો છે, તે જણાવતી વિવિધ સ્થિતિઓ દર્શાવી છે. કૉલમ 2 આ દરેક પરિસ્થિતિમાં પરિણામી ફેરફારને દર્શાવે છે. ખાલી જગ્યા ભરો :

કોલમ – 1

(1) N – N

(2) N – ………….

(3) S – N

(4) …………. – S

કોલમ – 2

(a) ……………….

(b) આકર્ષણ

(c) ……………….

(d) અપાકર્ષણ

જવાબ :

(1) N – N = (b) આકર્ષણ

(2) N – ……S……. = (b) આકર્ષણ

(3) S – N = (b) આકર્ષણ

(4) S – S = (d) અપાકર્ષણ

પ્રશ્ન 5. ચુંબકના કોઈ પણ બે ગુણધર્મો લખો :

ઉત્તર : ચુંબકના બે ગુણધર્મો નીચે મુજબ છે :

(1) ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે.

(2) ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતાં તે ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.

પ્રશ્ન 6. ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે?

ઉત્તર : ગજિયા ચુંબકના ધ્રુવો તેના બે છેડાની નજીક આવેલા હોય છે.

પ્રશ્ન 7. એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો?

ઉત્તર : આપેલ ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો. જ્યારે ગજિયો ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય.

પ્રશ્ન 8. તમને લોખંડની પટ્ટી આપેલી છે. તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો?

ઉત્તર : (1) આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. (2) એક ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. (3) ચુંબકને ઊંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો. (4) હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. (5) ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. (6) આ ક્રિયાનું 30 – 40 વખત પુનરાવર્તન કરો. (7) લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ. (8) તે લોખંડના ભૂકાને આકર્ષ તે પરથી ખાતરી થશે.

Class 6 Science Chapter 10 Swadhyay
Class 6 Science Chapter 10 Swadhyay

પ્રશ્ન 9. દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે ?

ઉત્તર : હોકાયંત્રમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે. ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોય હંમેશાં ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે. આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી દિશા જાણી શકાય છે.

પ્રશ્ન 10. પાણીના ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાંથી ચુંબક લાવવામાં આવે છે. તેના પર થતી અસરને કૉલમ – 1 માં દર્શાવેલી છે. આ અસર માટેનાં શક્ય કારણોને કૉલમ – 2 માં દર્શાવેલાં છે. કૉલમ – 1 નાં વિધાનોને કૉલમ –  2 નાં વિધાનો સાથે યોગ્ય રીતે જોડો :

કૉલમ – 1

(1) હોડી ચુંબક તરફ આકર્ષાય છે.

(2) હોડીને ચુંબકની અસર થતી નથી.

(3) જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે, તો હોડી ચુંબક તરફ ગતિ કરે છે.

(4) જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે, તો હોડી ચુંબકથી દૂર જાય છે.

(5) હોડી દિશા બદલ્યા વગર ગતિ કરે છે.

કૉલમ – 2

(A) હોડીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે.

(B) હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે.

(C) હોડીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું છે.

(D) હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે.

(E) હોડી બિનચુંબકીય પદાર્થની બનેલી છે.

જવાબ :

(1) = D

(2) = E

(3) = B

(4) = A

(5) = C


Spread the love
error: Content is protected !!
Scroll to Top