Class 6 Gujarati Chapter 7 Swadhyay
Class 6 Gujarati Chapter 7 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 7 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 7 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 7. પગલે-પગલે
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો :
(1) કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે?
(ક) ધીરે ધીરે
(ખ) ઉતાવળે
(ગ) અંતર ઉજાળીને
(ઘ) નામ ઉજાળીને
ઉત્તર : (ગ) અંતર ઉજાળીને
(2) ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે?
(ક) સાચવીને
(ખ) ધીરજથી
(ગ) ગંભીરતાથી
(ઘ) સમય-સંજોગો જોઈને
ઉત્તર : (ખ) ધીરજથી
(3) કવિ કોને અજવાળવાનું કહે છે?
(ક) ઓરડાને
(ખ) શેરીને
(ગ) અંતરને
(ઘ) ગામને
ઉત્તર : (ગ) અંતરને
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે?
ઉત્તર : કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે, કારણ કે માણસે નિઃસ્વાર્થી બનીને જીવવું જોઈએ, જેથી બીજાને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળી રહે.
(2) રસ્તે ચાલતાં વચ્ચે શું શું આવે છે?
ઉત્તર : રસ્તે ચાલતાં વચ્ચે કાંટા, કાંકરા અને તડકામાં તપેલી રેતી આવે છે.
(૩) કવિ સૌને શું આપવા કહે છે?
ઉત્તર : કવિ સૌને શિસ્ત, શાંતિ ને સેવાનો બોધ આપવા કહે છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે?
ઉત્તર : જીવનનો માર્ગ મુશ્કેલીઓ, દુ:ખો તેમજ યાતનાઓથી ભરેલો છે. આપણે હિંમત ખોઈ બેસીએ તો એ માર્ગે આગળ વધી શકાય નહિ. તેથી કવિ હિંમત ખોવાની ના પાડે છે.
(2) કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે?
ઉત્તર : જીવનમાં ડગલે અને પગલે આવતી અડચણો, મુશ્કેલીઓ તેમજ દુઃખો સામે લડવા પ્રેમળતા જ એકમાત્ર અમોઘ શસ્ત્ર છે. એ અમોઘ શસ્ત્રથી આપણા વ્યવહારોમાં સુગંધ ફેલાવીને, જીવનને સાર્થક કરવા માટે કવિ પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે.
પ્રશ્ન 2. માગ્યા પ્રમાણે કરો :
(A) સમાનાર્થી શબ્દો
(1) સાવધ = સાવચેત
(2) અજવાળું = પ્રકાશ
(૩) પંથ = રસ્તો
(4) કાંટા = શૂળ, કંટક
(5) ધૈર્ય = ધીરજ
(B) વિરુદ્ધાર્થી શબ્દો
(1) સાવધ × અસાવધ
(2) અજવાળું x અંધારું
(૩) પ્રેમ × ઘૃણા
(4) દુર્ગમ × સુગમ
(5) સ્વાર્થ × પરમાર્થ
પ્રશ્ન 3. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી, તેમનો શબ્દકોશમાંથી અર્થ શોધો :
ધૈર્ય, પ્રેમળતા, શિસ્ત, પાદર, કંકર, હિંમત, પ્રસ્તુત, અપેક્ષા, ગાંસડી, જ્ઞાન, ક્ષમા, ત્રિવિધ
ઉત્તર : શબ્દકોશના ક્રમમાં : અપેક્ષા, કંકર, ક્ષમા, ગાંસડી, જ્ઞાન, ત્રિવિધ, ધૈર્ય, પાદર, પ્રસ્તુત, પ્રેમળતા, શિસ્ત, હિંમત
શબ્દકોશ પ્રમાણે અર્થ :
(1) અપેક્ષા – ઇચ્છા (2) કંકર – કાંકરો (3) ક્ષમા – માફી (4) ગાંસડી – પોટલી (5) જ્ઞાન – સમજ, જાણ (6) ત્રિવિધ – ત્રણ પ્રકારનું (7) ધૈર્ય – ધીરજ (8) પાદર – ગોંદરું (9) પ્રસ્તુત – રજૂ કરેલું (10) પ્રેમળતા – પ્રેમભાવ (11) શિસ્ત – અનુશાસન (12) હિંમત – બહાદુરી
પ્રશ્ન 4. નીચેની પંક્તિમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે. તેમને યોગ્ય ક્રમમાં ગોઠવો અને મૂળ પંક્તિ સાથે સરખાવો. શો ફેર પડ્યો?
(1) સાવધ પગલે રહીને પગલે જા પ્રેમળતા પ્રગટાવ્યું.
ઉત્તર : (1) સાવધ રહીને પગલે-પગલે પ્રેમળતા પ્રગટાવ્યે જા.
મૂળ પંક્તિ : પગલે-પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવ્યે જા.
(2) ના તારી ખોતો હિંમત, જોતો સ્વાર્થ ના સામે.
ઉત્તર : તારી હિંમત ખોતો ના, ના જોતો સ્વાર્થ સામે;
મૂળ પંક્તિ : હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના;
પદક્રમના ફેરફારથી કોઈ ફેર પડ્યો નથી.
પ્રશ્ન 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધો :
(1) સભર (2) પંથ (3) સ્તંભ (4) આજીજી (5) નિર્ભય (6) જોર (7) ઉર (8) સ્મિત (9) કંચન
ઉત્તર :
(1) સભર = ભરપૂર
(2) પંથ = રસ્તો
(3) સ્તંભ = થાંભલો
(4) આજીજી = વિનંતી
(5) નિર્ભય = નીડર
(6) જોર = બળ
(7) ઉર = હ્રદય
(8) સ્મિત = હાસ્ય
(9) કંચન = સોનું
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 8 અભ્યાસ અને સ્વાધ્યાય