Class 6 Gujarati Chapter 2 Swadhyay
Class 6 Gujarati Chapter 2 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 2 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 2 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 2. હિંદમાતાને સંબોધન
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો.
(1) આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે?
(ક) ધરતીને
(ખ) હિંદને
(ગ) હિંદમાતાને
(ઘ) સૌ સંતાનોને
ઉત્તર : (ગ) હિંદમાતાને
(2) કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે?
(ક) વેદોની
(ખ) કૃષ્ણની
(ગ) દેવોની
(ઘ) પુણ્યની
ઉત્તર : (ગ) દેવોની
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે?
ઉત્તર : કવિ દેવભૂમિ હિંદમાતાને વંદન સ્વીકારવાનું કહે છે.
(2) હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે?
ઉત્તર : હિંદમાતા સંતાનોનું પોષણ સારું ખાનપાન આપી કરે છે.
(૩) આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે?
ઉત્તર : આ કાવ્યમાં આપણે તમામ દેશવાસીઓએ પરસ્પર પ્રેમ અને ભાઈચારા સાથે રહેવું જોઈએ એવો ભાવ રજૂ થયો છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે?
ઉત્તર : ભારતમાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, શીખ, જૈન તેમજ બૌદ્ધ ધર્મ પાળતી પ્રજા વસે છે,
(2) ભારતભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે?
ઉત્તર : એક માતાની જેમ ભારતમાતા એનાં સૌ સંતાનોનું પોષણ કરે છે, ભેદભાવ વિના સરખો પ્રેમ આપે છે, તેથી ભારતભૂમિને કવિ માતા તરીકે સંબોધે છે.
(૩) ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે?
ઉત્તર : ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન ગણે છે, કારણ કે અહીં અલગ અલગ ધર્મ પાળતી જે પ્રજા વસે છે એ સૌની માતા (હિંદમાતા) એક જ છે. માતા એક હોય તો એ માતાનાં તમામ સંતાનો સમાન જ હોય, માટે અહીં કોઈ ઊંચ નથી કે કોઈ નીચ નથી.
(4) ભારતમાતાનાં સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે?
ઉત્તર : ભારતમાતાનાં સૌ સંતાનો નાત, જાત કે ધર્મના ભેદભાવ ભૂલીને એક્બીજા સાથે પ્રેમ અને સહકારથી રહે, તેમજ એકબીજાને મદદ કરે એવી પ્રાર્થના કરે છે.
(5) ‘પ્રાર્થના’ વિશે છ-સાત વાક્યો લખો.
ઉત્તર : ‘પ્રાર્થના’ એટલે અરજ, વિનંતી, માગણી, ઈશ્વરસ્તુતિ, ઉપાસના. પ્રાર્થના એ વ્યક્તિ અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે. શરીરને સ્વસ્થ રાખવા ખોરાકની જરૂર છે એમ મન, હૃદયને સ્વસ્થ રાખવા પ્રાર્થનાની જરૂર રહે છે. પ્રાર્થના આપણને શક્તિ આપે છે. તે આપણા મનને શાંત રાખે છે. પ્રાર્થના દુઃખી હૃદયનો પોકાર છે. પતિતને તે પાવન કરે છે.
પ્રશ્ન 2. માગ્યા મુજબ વિગતો લખો :
જવાબ :
પ્રશ્ન 3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો :
(1) જ્ઞાની × અજ્ઞાની
(2) નીરોગી × રોગી
(૩) તવંગર X ગરીબ
(4) ઉચ્ચ × નીચ
(5) સમાન x અસમાન
(6) સાક્ષર x નિરક્ષર
પ્રશ્ન 4. અધૂરી કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :
(1) પોષો તમે…………………………
……………….સંતાન સૌ તમારાં!
ઉત્તર : પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !
(2) સૌની સમાન………………………..
…………………….સંતાન સૌ તમારાં!
ઉત્તર : સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !
પ્રશ્ન 5. ‘વિવિધતામાં એકતા’ વિશે તમારા શિક્ષકની મદદથી આઠ-દસ વાક્યો લખો.
ઉત્તર : વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. દેશમાં જુદા જુદા પ્રદેશો છે. એ પ્રદેશોમાં વસતા લોકોનાં પહેરવેશ, ધર્મ, ભાષા, રીતરિવાજ જુદાં જુદાં છે. છતાંય બધાં દેશવાસીઓ સંપ અને સહકારથી રહે છે. લોકોમાં પરસ્પર પ્રેમ તેમજ ભાઈચારાની ભાવના છે. પરદેશીઓનાં અનેક આક્રમણો થયાં, છતાં ‘આપણે ભારતીય છીએ’ એ ભાવના અખંડિત રહી છે. આપણે સૌ ભારતમાતાનાં સંતાનો છીએ. તેથી એકબીજાને મદદ કરીએ છીએ. એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવીએ છીએ. સામાજિક પ્રસંગોમાં સહભાગી થઈએ છીએ. આ રીતે ‘વિવિધતા’ આપણી વિશેષતા છે ને ‘રાષ્ટ્રીય એકતા’ આપણું ગૌરવ છે.
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 3 અભ્યાસ અને સ્વાધ્યાય