Class 6 Gujarati Chapter 17 Swadhyay
Class 6 Gujarati Chapter 17 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 17નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 17 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 17 સુગંધ કચ્છની !
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્ષમાં લખો :
(1) આજના સમયમાં પત્ર લખવાનું ઓછું થઈ ગયું છે, કારણ કે………
(ક) સૌ આળસુ થઈ ગયા.
(ખ) સંદેશાવ્યવહારનાં આધુનિક માધ્યમો વધ્યાં.
(ગ) પત્રો મોંઘા થયા.
(ઘ) પત્રો મળતા નથી.
જવાબ : (ખ) સંદેશાવ્યવહારનાં આધુનિક માધ્યમો વધ્યાં.
(2) સમગ્ર દેશમાં જિલ્લા તરીકે કચ્છનો બીજો નંબર છે. તેનું કારણ………
(ક) રણપ્રદેશ છે.
(ખ) વિસ્તાર મોટો છે.
(ગ) ઉદ્યોગો વિકસ્યા છે.
(ઘ) વિકસિત જિલ્લો છે.
જવાબ : (ખ) વિસ્તાર મોટો છે.
(3) કચ્છનું ધોળાવીરા ગામ શાના માટે પ્રખ્યાત છે?
(ક) જૂના અવશેષો
(ખ) ભરતગૂંથણ
(ગ) સફેદ રેતી
(ઘ) બંદરવિકાસ
જવાબ : (ક) જૂના અવશેષો
(4) કચ્છમાં નથી…………
(ક) નારાયણ સરોવર
(ખ) જેસલ-તોરલની સમાધિ.
(ગ) હાજીપીરની દરગાહ.
(ઘ) રુદ્રમહાલય.
જવાબ : (ઘ) રુદ્રમહાલય.
પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) પત્ર લખતી વખતે તમે તમારું સરનામું કઈ બાજુ લખશો?
ઉત્તર : પત્ર લખતી વખતે હું મારું સરનામું પત્રના મથાળે જમણી બાજુ લખીશ.
(2) આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે ક્યું સંબોધન કરીશું?
ઉત્તર : આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે ‘પૂજ્ય’, ‘આદરણીય’ કે ‘મુરબ્બી’ સંબોધન કરીશું.
(3) અત્યાર સુધી આપણે કચ્છને કેવા પ્રદેશ તરીકે ઓળખતા હતા?
ઉત્તર : અત્યાર સુધી આપણે કચ્છને રણપ્રદેશ તરીકે ઓળખતા હતા.
(4) કચ્છની સીમાઓ શાનાથી વીંટળાયેલી છે ?
ઉત્તર : કચ્છની સીમાઓ સમુદ્ર, રણ અને પર્વતથી વીંટળાયેલી છે.
(5) કચ્છની ઉત્તર-પૂર્વમાં કયું રાજ્ય આવેલું છે?
ઉત્તર : કચ્છની ઉત્તર-પૂર્વમાં રાજસ્થાન રાજ્ય આવેલું છે.
(6) ધોળાવીરા ક્યાં આવેલું છે?
ઉત્તર : કચ્છનો ખડીર નામે એક ભાગ ચારે તરફ રણથી ઘેરાયેલો છે. આ ખડીર બેટની વચ્ચે ધોળાવીરા નામનું નાનું ગામ આવેલું છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) કચ્છનું નામ કેવી રીતે પડ્યું?
ઉત્તર : વર્ષો પહેલાં કચ્છ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો ટાપુ હતો, એનો આકાર કાચબા જેવો હતો. તેથી તેનું નામ ‘કચ્છ’ પડ્યું.
(2) કચ્છ જિલ્લાની સરહદ સાથે જોડાયેલા વિસ્તાર વિશે લખો.
ઉત્તર : કચ્છ જિલ્લાની ઉત્તર-પૂર્વમાં રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ, દક્ષિણ-પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે. કચ્છની દક્ષિણ-પશ્ચિમે અરબી સમુદ્ર છે.
(૩) આ પત્રમાં કચ્છનાં કયાં-કયાં જાણીતાં સ્થળોનો ઉલ્લેખ થયો છે?
ઉત્તર : આ પત્રમાં કચ્છનાં આ જાણીતાં સ્થળોનો ઉલ્લેખ થયો છે : ધોળાવીરા, નારાયણ સરોવર, ધીણોધરનો ડુંગર, કાળો ડુંગર, ભુજિયો ડુંગર, ભદ્રેશ્વર, સુથરી-કોઠારા, રવેચી માતાનું મંદિર, હાજીપીરની દરગાહ અને કંડલા બંદર.
(4) કંડલા બંદર વિશે પાંચ-સાત વાક્યો લખો.
ઉત્તર : કંડલા કચ્છના અખાત ઉપર આવેલું ગુજરાતનું જાણીતું બંદર છે. 1947માં ભારતના ભાગલા પડ્યા અને કરાંચી બંદર પાકિસ્તાનમાં જતું રહ્યું. તેથી કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો છે. કંડલા ડીસા સાથે મીટરગેજથી અને અમદાવાદ સાથે બ્રૉડગેજથી જોડાયેલું છે. વિમાનમાર્ગે તે રાજકોટ-મુંબઈ સાથે જોડાયેલું છે. કંડલા બંદરેથી મુખ્યત્વે રશિયા, યુ.એસ.એ., કેનેડા, ઑસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વના દેશો, જાપાન, યુ.કે. તેમજ એશિયાઈ અને આફ્રિકન દેશોમાં માલસામાનની આયાત-નિકાસ થાય છે.
(5) દાદા મેકરણ વિશે પાંચ વાક્યો લખો.
ઉત્તર : દાદા મેકરણ કચ્છના સંત, કવિ અને મહાત્મા હતા. મેકરણદાદાના બે મૂંગા મિત્રો હતા. એક લાલિયો ગધેડો ને બીજો મોતિયો કૂતરો. દાદાનાં પરોપકારી કાર્યો આ બે પ્રાણીઓને આભારી હતાં. કચ્છ અને કાઠિયાવાડમાં ઠેરઠેર એમનાં ભજનો ને સાખીઓ ભાવપૂર્વક ગવાય છે. સંવત 1786ના આસો વદ 14ને શનિવારે સવારે કચ્છના ધ્રંગ ગામે પોતાના બાર સંતપુરુષોની મંડળી સાથે તેમણે જીવતાં સમાધિ લીધી હતી.
પ્રશ્ન 2. નીચેનાં સંદેશાવ્યવહારનાં માધ્યમો વિશે ચાર-પાંચ વાક્યો લખો :
(1) ફેક્સ
ઉત્તર : ફેક્સ (Fax) એ ફૅક્સીમલિ ઍનોડાઇઝડ ઝેરોક્સ(Facsimile Annodide Xerox) નું ટૂંકું રૂપ છે. સંદેશાવ્યવહારનું એ એક એવું વીજાણું યંત્ર છે કે જે લેખિત સંદેશા કે દસ્તાવેજની નકલ દૂરદૂરના સ્થળે મોકલી શકે છે અને ત્યાંથી દસ્તાવેજો મેળવી શકે છે.
(2) સેલફોન
ઉત્તર : 1979માં જાપાનમાં અને ત્યાર પછી 1983માં અમેરિકામાં સેલ્યુલર ટેલિફોન સેવા શરૂ થઈ. ભારતમાં 1997થી આ સેવા શરૂ થઈ. આ ચલિત (Mobile) ટેલિફોન સેવા માટે તારના જોડાણની જરૂરત પડતી નથી. આ ટેલિફોન-સેવા માઇક્રોવેવ રેડિયો-તરંગો દ્વારા ચાલે છે. મોબાઇલ ટેલિફોન દ્વારા ટૂંકા, લેખિત સંદેશાની સેવા (SMS – Short Messaging Service) પણ ચાલે છે.
(3) ઇ-મેઇલ
ઉત્તર : ઇન્ટરનેટ શરૂ થયા પછી ઇન્ફોર્મેશન-માહિતી-યુગ થયો. ઇન્ટરનેટના ઉપયોગથી ઇ-મેઇલ (Electronic Mail) નામની અત્યંત ઝડપી સંદેશાવ્યવહાર-સેવા ઉપલબ્ધ થઈ. આંખના પલકારાથી પણ ઓછા સમયમાં કમ્પ્યુટર દ્વારા સંદેશા મોકલી કે મેળવી શકાય છે; છબી તેમજ અહેવાલની નકલ મોકલી કે મેળવી શકાય છે. બે વ્યક્તિ વચ્ચે વાતચીત (Chatting) પણ થઈ શકે છે.
પ્રશ્ન 3. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડો :
વિભાગ : અ
(1) ખડીર
(2) ધીણોધર ડુંગર
(3) કાળો ડુંગર
(4) ભુજિયો ડુંગર
(5) ગાંધીધામ
વિભાગ : બ
(A) કચ્છનું આધુનિક ગામ
(B) બેટ
(C) ધોરમનાથની તપશ્ચર્યા
(D) ગુરુ દત્તાત્રેયનાં પગલાં
(E) ભુજ શહેર
જવાબ :
(1) ખડીર – (B) બેટ
(2) ધીણોધર ડુંગર – (C) ધોરમનાથની તપશ્ચર્યા
(3) કાળો ડુંગર – (D) ગુરુ દત્તાત્રેયનાં પગલાં
(4) ભુજિયો ડુંગર – (E) ભુજ શહેર
(5) ગાંધીધામ – (A) કચ્છનું આધુનિક ગામ
પ્રશ્ન 4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો :
તપશ્ચર્યા, ભદ્રેશ્વર, હાજીપીર, દરિયો, ધીણોધર, સંસ્કૃતિ
ઉત્તર : તપશ્ચર્યા, દરિયો, ધીણોધર, ભદ્રેશ્વર, સંસ્કૃતિ, હાજીપીર
પ્રશ્ન 5. નીચેના શબ્દોની જોડણી સુધારો :
(1) કચછ (2) પાકૃતીક (3) તીરથ (4) પ્રદેસ (5) સેત્રપાળ (6) લીખીતન
ઉત્તર :
(1) કચછ = કચ્છ
(2) પાકૃતીક = પ્રાકૃતિક
(3) તીરથ = તીર્થ
(4) પ્રદેસ = પ્રદેશ
(5) સેત્રપાળ = ક્ષેત્રપાળ
(6) લીખીતન = લિખિતંગ
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 18 અભ્યાસ અને સ્વાધ્યાય