Class 6 Gujarati Chapter 15 Swadhyay
Class 6 Gujarati Chapter 15 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 15નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 15 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 15. ગુજરાત મોરી મોરી રે
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો :
(1) ‘મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત’નો અર્થ……………
(ક) ગુજરાતમાં જન્મ થયો એ સદ્ભાગ્ય છે.
(ખ) ગુજરાત આઝાદ બન્યું.
(ગ) ગુજરાતમાં રહેવાની ખૂબ જ મજા છે.
(ઘ) ગુજરાત શાંત, સારું અને સુવિધાવાળું રાજ્ય છે.
જવાબ : (ખ) ગુજરાત આઝાદ બન્યું.
(2) કાવ્યમાં ગુજરાત મોરી મોરી રે …’ શબ્દો વારંવાર વપરાયા છે, એ શું બતાવે છે?
(ક) માલિકી ભાવ
(ખ) ગાવાની મજા માટે
(ગ) ગુજરાત પ્રત્યેનો પ્રેમ
(ઘ) ગુજરાતની વિશેષતા
જવાબ : (ગ) ગુજરાત પ્રત્યેનો પ્રેમ
(3) ‘ઈડરિયો ગઢ’ જોવા ક્યાં જવું પડે?
(ક) ગિરનાર પર્વત
(ખ) ઈડરના ડુંગરા
(ગ) પાવાગઢ
(ઘ) ગબ્બર
જવાબ : (ખ) ઈડરના ડુંગરા
પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) ગુજરાતને કવિએ કેવી કહી છે?
ઉત્તર : ગુજરાતને કવિએ મોંઘેરી કહી છે.
(2) નર્મદાનું બીજું નામ લખો.
ઉત્તર : નર્મદાનું બીજું નામ ‘રેવા’ છે.
(3) ‘ચરોતર’ પ્રદેશ ક્યાં આવેલો છે?
ઉત્તર : ‘ચરોતર’ પ્રદેશ મહી અને સાબર નદીઓ વચ્ચે આવેલો છે. ચરોતરમાં 104 ગામો આવેલાં છે.
(4) સારસની જોડી ક્યાં સહેલ કરે છે?
ઉત્તર : સારસની જોડી જલાશયના કિનારે સહેલ કરે છે.
(5) નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી?
ઉત્તર : નર્મદના સમયમાં ગુજરાતની સામાજિક સ્થિતિ સારી નહોતી, ગુજરાતનું જીવન દોહ્યલું હતું.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) કાવ્યમાં ગુજરાતના કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ થયો છે? એ પ્રદેશો શા માટે જાણીતા છે?
ઉત્તર : કાવ્યમાં ગુજરાતના ચરોતર અને ચોરવાડ પ્રદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચરોતર એની ફળદ્રુપ જમીન અને ઔદ્યોગિક વિકાસ માટે તેમજ ચોરવાડ દરિયાકિનારાના વિહારધામ તરીકે જાણીતા છે.
(2) ગુજરાતની કઈ કઈ નદીઓ અને પર્વતોનો ઉલ્લેખ થયેલો છે? એમની વિશિષ્ટતા જણાવો.
ઉત્તર : ગુજરાતની નદીઓ અને એમની વિશેષતાઓ.
સાબર : સાબરકાંઠાના ઇશાન ભાગથી વહેતી સાબરમતી હિંમતનગર નજીક હાથમતીને મળે છે, ત્યાં સુધી સાબરમતી ‘સાબર’ તરીકે અને પછી ‘સાબરમતી’ તરીકે ઓળખાય છે. કવિએ સાબરમતી સાથે સંકળાયેલી વીરગાથાઓનું સ્મરણ કર્યું છે.
રેવા : નર્મદાનું બીજું નામ ‘રેવા’ છે. ‘રેવા’ એટલે કૂદવું. નર્મદા ઠેકઠેકાણે ભૂસકા મારે છે. તેથી તેનું નામ ‘રેવા’ પડ્યું છે. રેવાના અમૃત જળના ધીમા અવાજનો કવિએ ઉલ્લેખ કર્યો છે.
ગુજરાતના પર્વતો અને એમની વિશેષતાઓ :
ગિરનાર : ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. એની ટૂકોનો ઉલ્લેખ કરીને, કવિએ એનું ઐતિહાસિક તથા ધાર્મિક મહત્ત્વ દર્શાવ્યું છે.
પાવાગઢ : પાવાગઢ પર્વત ઉપર કાલિકામાતાનું મંદિર છે. ત્યાંનું ધાર્મિક વાતાવરણ ભક્તોનાં હૃદય ભરી દે છે.
ઈડરિયો ગઢ : ઈડરના ઈડરિયા ગઢનું જૂનું નામ ‘ઈલ્વદુર્ગ’ હતું. અનેક કહેવતો, લોકોક્તિઓ અને લોકગીતોમાં ‘ઈડરિયા ગઢ’ નો ઉલ્લેખ થયો છે.
(3) ગુજરાતનું સૌદર્ય ક્યા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે?
ઉત્તર : ગુજરાતનું સૌંદર્ય આ શબ્દો દ્વારા નિરૂપવામાં આવ્યું છે : સાબરનાં મર્દીની સોણલાં, રેવાનાં અમૃત (જળ), સમદરનાં મોતીની છોળો, ગિરનારી ટૂંકો, ઈડરિયો ગઢ, પાવાગઢ, ચોરવાડ અને ચરોતર, કોયલ અને મોર, નમણી પનિહારીઓ, સારસ વગેરે.
(4) કાવ્યમાં જે-જે પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે, એમની વિશેષતાઓ જણાવો.
ઉત્તર : કાવ્યમાં કોયલ, મોર અને સારસ પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે. કોયલ મધુર અવાજે ગીતો ગાય છે. મોર ટહુકો કરે છે. સારસ, હંમેશાં સારસી સાથે જોવા મળે છે. સારસ બેલડી ઉત્તમ સ્નેહનું પ્રતીક છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :
(1) ગુજરાતમાં આવેલી નદીઓની યાદી તૈયાર કરીને કોઈ પણ એક નદી વિશે ચાર-પાંચ વાક્યો લખો.
ઉત્તર : ગુજરાતની મહત્ત્વની નદીઓ : નર્મદા, તાપી, મહી, સાબરમતી, સરસ્વતી, બનાસ, ભાદર અને શેત્રુંજી.
ગુજરાતની નાની નદીઓ : ભોગાવો, મરછુ, માજી, સુકભાદર, વાત્રક, હાથમતી, પૂર્ણા, અંબિકા અને ઔરંગા.
સાબરમતી : તે રાજસ્થાનની અરવલ્લી હારમાળાના નૈઋત્ય ઢોળાવમાંથી નીકળે છે. તેને ખારી, ભોગાવો, મેશ્વો, સુકભાદર, શેઢી, હાથમતી અને અંઘલી નદીઓ મળે છે. ધોળકાથી નૈઋત્ય વૌઠા નજીક સાત નદીઓનો સંગમ થાય છે સાબરમતી, હાથમતી, ખારી, માઝૂમ, મેશ્વો, વાત્રક અને શેઢી, સાબરમતી ઉપર ખેરાલુ તાલુકાના ધરોઈ નજીક બંધ બનાવવામાં આવ્યો છે.
(2) ગુજરાતમાં આવેલા પર્વતોની યાદી તૈયાર કરીને કોઈ પણ એક પર્વત વિશે ચાર-પાંચ વાક્યો લખો.
ઉત્તર : ગુજરાતમાં આવેલા પર્વતો : સૌરાષ્ટ્રમાં બરડો, ચોટીલો, શેત્રુંજો અને ગિરનાર પર્વતો છે. ગુજરાતની ઉત્તર અને પૂર્વ સરહદે અરવલ્લી, વિધ્ય, સાતપુડા અને પશ્ચિમ ઘાટ જેવી ગિરિમાળા છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં આરાસુર ગિરિમાળા છે. દાંતા તાલુકામાં ગુરુનો ભાંખરો છે; અમીરગઢ પાસે જાસોરનો ડુંગર છે. ગુજરાતના તારંગા અને ઈડરના ડુંગરો પણ પ્રસિદ્ધ છે.
ગિરનાર : ગિરનાર ગિરિમાળાનો સમૂહ છે. અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય તથા કાલિકા આ પાંચ તેનાં મુખ્ય શિખરો છે. ગિરનારની તળેટી તેમજ શિખરો ઉપર અનેક ધાર્મિક સ્થાનો છે. અહીં જૈનોનાં દેરાસરો પણ છે. ગિરનાર ઉપર જવા માટે સોપાન માર્ગ છે. આ પર્વત પર વિશિષ્ટ પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે. અહીં દીપડા, રોઝ, ભૂંડ, સાબર, હરણ, શિયાળ, ઘોરખોદિયાં, શાહુડી વગેરે રાની પશુઓ જોવા મળે છે.
(3) પ્રાસયુક્ત જોડકણાં બનાવવાનો પ્રયત્ન કરો. કોઈ પણ બે જોડકણાં બનાવો.
ઉત્તર : પ્રાસયુક્ત જોડકણાં
(1) નદીકિનારે હોડી,
બંને બાંધવની જોડી,
શોધે એમની ઘોડી;
રાત રહી છે થોડી.
(2) મોટો ભાઈ ઘેલો,
બીજો સાવ મેલો,
ત્રીજો એનો ચેલો;
ચોથો બાંધે મહેલો.
પ્રશ્ન 3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :
(1) ભોમ = ભૂમિ, જમીન
(2) સમંદર = સમુદ્ર, દરિયો
(3) હેત = પ્રેમ, સ્નેહ
(4) આંખ = નયન, લોચન
(5) હૈયું = હૃદય, ઉર
(6) નીર = પાણી, જળ
પ્રશ્ન 4. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :
(1) સાબરનાં મર્દાની……………………..નવરાવતી.
ઉત્તર : સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી.
(2) નર્મદની…………………………કેમ કરી ભૂલવી?
ઉત્તર : નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી?
પ્રશ્ન 5. ગુજરાત વિશે આઠ-દસ વાક્યો લખો.
ઉત્તર : ગુજરાત સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્ય છે. તેની ઉત્તરે રાજસ્થાન છે. અરવલ્લી ગિરિમાળામાં આબુ, આરાસુર, તારંગા, અને સાબરકાંઠાના ડુંગરો આવેલા છે. પશ્ચિમ તરફ અરબી સમુદ્ર છે. ગુજરાતના લોકજીવનમાં સ્વાભાવિક રીતે જ વૈવિધ્ય જોવા મળે છે. પહેરવેશ અને ભોજનની રીતભાતથી ગુજરાત ભારતમાં અલગ તરી આવે છે. અમદાવાદનું શાણપણ, સૂરતનું જમણ અને સૌરાષ્ટ્રનું આતિથ્ય વખણાય છે. ગુજરાતી પ્રજાના જીવનઘડતરમાં સૌથી મોટો ફાળો એના ભૌગોલિક સ્થાન અને ભવ્ય ઇતિહાસનો છે.
પ્રશ્ન 6. સૂચના પ્રમાણે કરો :
(1) શબ્દને અંતે ‘લે’ આવે તેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો.
ઉત્તર : ટોડલે, ડગલે, અંબોડલે, જોડલે
(2) આવા બીજા શબ્દો મેળવો અને લખો.
ઉત્તર : ખાટલે, બેડલે, ઓટલે, ઘોડલે
(3) આ શબ્દોનો ઉપયોગ કરી પ્રાસયુક્ત એક-બે પંક્તિ બનાવો.
ઉત્તર : ખાટલે મોટી ખોડ.
બેડલે બેડલે મેં તો પાણી ભર્યા રે લોલ.
બેની બેઠી વાટ જુએ ઓટલે;
વીર એનો આવે બેસીને ઘોડલે.
(4) તમે પંક્તિ કેવી રીતે બનાવી શક્યાં? તમે બનાવેલી પંક્તિ વર્ગ સમક્ષ ૨જૂ કરો.
ઉત્તર : કાવ્યમાંની ‘લે’ શબ્દો આવતા હોય એવી પંક્તિઓના અભ્યાસથી બીજી પંક્તિઓ બનાવી શકાય છે.
પ્રશ્ન 7. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
ટોડલો, મોજાં, ઊમટે, અમીમીટ, આંખ, ભોમ
ઉત્તર : અમીમીટ, આંખ, ઊમટે, ટોડલો, ભોમ, મોજાં
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 16 અભ્યાસ અને સ્વાધ્યાય