Class 6 Gujarati Chapter 13 Swadhyay (ધોરણ 6 ગુજરાતી પાઠ 13 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 6 Gujarati Chapter 13 Swadhyay
Class 6 Gujarati Chapter 13 Swadhyay

Class 6 Gujarati Chapter 13 Swadhyay

Class 6 Gujarati Chapter 13 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 13નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 13 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : ગુજરાતી

એકમ : 13. સાગરકાંઠાનો પ્રવાસ

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલાં બોક્ષમાં લખો :

(1) વર્ગશિક્ષકે ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ કેમ નીમી હતી?

(ક) શાળાવ્યવસ્થા માટે

(ખ) વર્ગની શિસ્ત માટે

(ગ) પ્રવાસસ્થળ નક્કી કરવા

(ઘ) બોર્ડ પર સમાચાર લખવા

જવાબ : (ગ) પ્રવાસસ્થળ નક્કી કરવા

(2) શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા?

(ક) શુભેચ્છા

(ખ) મીઠાઈ

(ગ) પુસ્તકો

(ઘ) જીવન અંગે સૂચનો

જવાબ : (ક) શુભેચ્છા

(3) સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે?

(ક) વેરાવળને

(ખ) ભાવનગરને

(ગ) દીવને

(ઘ) માધવપુરને

જવાબ : (ઘ) માધવપુરને

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

(1) પ્રવાસ સમિતિમાં કયા ત્રણ વિદ્યાર્થીઓ હતા?

ઉત્તર : પ્રવાસ સમિતિમાં આ ત્રણ વિદ્યાર્થીઓ હતા : રેવતી, વરુણ અને સિંધુ.

(2) છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો?

ઉત્તર : છેલ્લે આબુ-અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો.

(૩) ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કર્યું ગીત ગાયેલું છે?

ઉત્તર : ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે ‘સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !’ ગીત ગાયેલું છે.

(4) સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું?

ઉત્તર : પ્રવાસસમિતિએ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તીથલ આ ત્રણમાંથી સાહેબ કહે તે સ્થળે પ્રવાસ યોજવાનું નક્કી કર્યું.

(5) વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો.

ઉત્તર : વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ મણાર-અલંગ છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

(1) પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી? આ પંક્તિઓ કેમ લખવામાં આવી હતી?

ઉત્તર : પાટિયા પર નીચેની પંક્તિઓ લખાયેલી હતી :

“રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની

સિન્ધુના ઉરમાંથી તો ઊઠશે અમીવાદળી.”

આ પંક્તિઓ, વર્ગના પ્રતિનિધિ સિન્ધુને, એના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે લખવામાં આવી હતી.

(2) માધવપુરનું વર્ણન પાઠના આધારે કરો.

ઉત્તર : માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીઓ જૂનાં આંબલી, રાયણ, પપૈયાં તથા નારિયેળીનાં પુષ્કળ ઝાડ છે. તાજામાજા પોપટ છે. માધવપુરનો મેળો જાણીતો છે. અહીં દર વર્ષે રુકિમણી-શ્રીકૃષ્ણનાં લગ્ન ઉજવાય છે. ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ અહીં સમુદ્રને મળે છે. આખા ઘેડવિસ્તારને એ હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયાકિનારો વિશાળ ને સ્વચ્છ છે. તેથી ઘણા પ્રવાસીઓ તેને પસંદ કરે છે. લોકો અહીંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જાય છે.

(3) ‘દ્વારકા’ વિશે ચાર-પાંચ વાક્ય લખો.

ઉત્તર : દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાનું મુખ્ય મથક છે. તે સમુદ્રમાર્ગે ભારતમાં પ્રવેશવાનું દ્વાર ‘ગેટવે ઑફ ઇન્ડિયા !’ હતું. આદિશંકરાચાર્યે ભારતમાં સ્થાપેલા ચાર મઠોમાં દ્વારકાનો શારદાપીઠ પણ એક છે. અહીં દ્વારકાધીશ મંદિર અને રુકિમણીના મંદિર ઉપરાંત ઘણાં મંદિરો છે.

(4) દાંડી શા માટે પ્રખ્યાત છે?

ઉત્તર : અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડીયાત્રા દ્વારા એનો વિરોધ કર્યો હતો. તેથી દાંડી ગાંધીજીની દાંડીયાત્રા માટે પ્રખ્યાત છે.

(5) આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાનાં ક્યાં ક્યાં સ્થળોનો ઉલ્લેખ થયો છે?

ઉત્તર : આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના આ સ્થળોનો ઉલ્લેખ થયો છે : માંડવી, માધવપુર, તીથલ, સોમનાથ, દ્વારકા, ભવનાથ, ચોરવાડ, પોરબંદર, ધોલેરા-લોથલ, મણાર-અલંગ, દીવ-દાંડી તથા જામનગ૨.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :

(1) તમારા જિલ્લામાંથી કઈ કઈ નદીઓ પસાર થાય છે?

ઉત્તર : મારા જિલ્લાનું નામ વડોદરા છે. આ જિલ્લામાંથી મહી નદી, વિશ્વામિત્રી, ઢાઢર, ઓરસંગ, ઉંછા, અશ્વિન અને મેણ નદીઓ પસાર થાય છે.

(2) આ નદીઓના કિનારે ક્યાં ક્યાં જોવાલાયક સ્થળો આવેલાં છે?

ઉત્તર : નદીકિનારે જોવાલાયક સ્થળો : વિશ્વામિત્રી નદી – વડોદરા. ઓરસંગ અને ઉછા નદીઓના સંગમ સ્થળે – સંખેડા. ઓરસંગ નદીના કાંઠે મળી આવેલા પાષાણયુગના અવશેષો. નર્મદાકાંઠે સિનોર સૌંદર્યધામ, દરિયાપુરા, કેદારેશ્વર, કૃષ્ણેશ્વર મંદિરો.

(૩) આ સ્થળો પૈકી કોઈ પણ બે સ્થળોની વિશેષતા લખો.

ઉત્તર : વડોદરા શહેર સુંદર મહેલો, બગીચા, શિક્ષણ સંસ્થાઓ તેમજ ઉદ્યોગો માટે જાણીતું છે. લક્ષ્મીવિલાસ મહેલ, નજરબાગ મહેલ, જ્યુબિલી બાગ, ગાંધી નગરગૃહ, લાલબાગની સુંદર છત્રી, સેન્ટ્રલ જેલ, નવલખી વાવ, ભદ્ર ઝરૂખો, દીપક ઓપનઍર થિયેટર, સુરસાગર સરોવર, ભાઉ જામ્બેકરનો બંગલો વગેરે જોવા જેવો છે.

‘દરિયાપુરા’ નર્મદાકાંઠે આવેલું છે. તે ‘બદ્રીનારાયણ’ મંદિર માટે જાણીતું છે. આ મંદિરના શ્રીધરાનંદ આશ્રમમાં સદાવ્રત ચાલે છે. તે બદ્રિકાશ્રમના નામથી જાણીતો છે.

(4) આ સ્થળો તમારી શાળાથી કેટલા અંતરે આવેલાં છે?

ઉત્તર : મારી શાળા વડોદરા શહેરમાં છે. વડોદરા શહેરનાં ઉપર દર્શાવેલાં સ્થળો મારી શાળાથી પંદરેક કિલોમીટરના વિસ્તારમાં આવેલાં છે. દરિયાપુરા, મારી શાળાથી દૂર, નર્મદા નદીને કાંઠે આવેલું છે.

(5) ગુજરાતીઓ ‘દરિયાખેડુ’ શા માટે કહેવાય છે?

ઉત્તર : ગુજરાતીઓ દરિયાને ખેડીને દૂરદૂર વેપાર માટે જાય છે. તેઓ સાહસિક છે, તેથી ‘દરિયાખેડુ’ કહેવાય છે.

પ્રશ્ન 3. શિક્ષકની મદદથી નીચેના ફકરાનું શ્રુતલેખન કરો :

“માધવપુર સૌરાષ્ટ્રના……………..મુગ્ધ થઈ જવાય છે.”

ઉત્તર : ‘માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ-સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂનાં ઝાડ છે : આંબલી, રાયણ, નારિયેળી બેશુમાર છે. પપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજામાજા છે. અહીં રુક્મિણી-શ્રીકૃષ્ણનાં લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. તે આખા ઘેડવિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયાકિનારો વિશાળ અને ઊજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયાકિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે.”

પ્રશ્ન 4. નીચેનાં વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને અલગ દર્શાવો :

(1) મહારાજ ઝાડ પરના માંચડે બેઠા હતા.

નામપદ : મહારાજ, ઝાડ, માંચડે

ક્રિયાપદ : બેઠા હતા

(2) પહેલવાન હસી પડ્યો.

નામપદ : પહેલવાન

ક્રિયાપદ : હસી પડ્યો

(3) લાકડાંમાંથી રમકડાં અને કાંસકી પણ બને છે.

નામપદ : લાકડાં, રમકડાં, કાંસકી

ક્રિયાપદ : બને છે

(4) કનુ શરમાઈ ગયો.

નામપદ : કનુ

ક્રિયાપદ : શરમાઈ ગયો

(5) મેં વાડીમાં રીંગણી વાવી છે.

નામપદ : વાડી, રીંગણી

ક્રિયાપદ : વાવી છે

પ્રશ્ન 5. પાઠમાં આવતા ‘સ’ થી શરૂ થતા પાંચ શબ્દોની યાદી તૈયાર કરી આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.

ઉત્તર : સમિતિ, સુભાષિત, સિંધુ, સ્થળ, સાગરકાંઠો

શબ્દકોશના ક્રમમાં – સમિતિ, સાગરકાંઠો, સિંધુ, સુભાષિત, સ્થળ

પ્રશ્ન 6. તમે તમારાં માતાપિતા, ભાઈબહેન, મામાની સાથે ક્યાંય ગયા હશો. તેને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

(1) તમે પ્રવાસમાં કોણ કોણ ગયાં હતાં?

ઉત્તર : પ્રવાસમાં મારાં માતાપિતા, મામા-મામી તથા અમે સૌ ભાઈબહેન ગયાં હતાં.

(2) તમે પ્રવાસે કઈ ઋતુમાં ગયાં હતાં?

ઉત્તર : અમે શિયાળાની ઋતુમાં પ્રવાસે ગયાં હતાં.

(3) તમે પ્રવાસે જવા માટે ઘેરથી કેટલા વાગ્યે નીકળ્યાં હતાં?

ઉત્તર : પ્રવાસે જવા અમે પાંચમી ઑક્ટોબરે સવારે પાંચ વાગ્યે ઘેરથી નીકળ્યાં હતાં.

(4) જતાં પહેલાં તમે શી તૈયારી કરી હતી?

ઉત્તર : જતાં પહેલાં અમે ટ્રેઇનનું રિઝર્વેશન કરાવી લીધું હતું.

(5) સામાનમાં સાથે શું શું લઈ ગયાં હતાં?

ઉત્તર : સામાનમાં જરૂરી કપડાં, દવા તેમજ ઇન્ડોર ગેમનાં સાધનો લઈ ગયાં હતાં.

(6) વચ્ચે ક્યાં ક્યાં સ્થળો આવ્યાં હતાં?

ઉત્તર : વચ્ચે રતલામ, કોટા, સવાઈ માધોપુર, મથુરા વગેરે સ્થળો આવ્યાં હતાં.

(7) મુસાફરીમાં કેટલો સમય લાગ્યો હતો?

ઉત્તર : મુસાફરીમાં જવા-આવવામાં આશરે ત્રણ દિવસ લાગ્યા હતા.

(8) તમે પીવાના પાણી અને જમવાની શી વ્યવસ્થા કરી હતી?

ઉત્તર : અમે પીવાના પાણી માટે સાથે મોટો જગ અને જમવા માટે ટિફિન ભરીને ખાવાનું તથા જાતજાતના નાસ્તા લીધા હતા. ગ્લાસ અને પેપર ડિશો પણ સાથે રાખ્યાં હતાં.

(9) વિસામો અને રાત્રિરોકાણ કયાં સ્થળોએ કર્યું હતું?

ઉત્તર : વિસામો અને રાત્રિરોકાણ દિલ્લી અને આગ્રામાં કર્યું હતું.

(10) તમે ત્યાં શું શું જોયું?

ઉત્તર : અમે ત્યાં અક્ષરધામ મંદિર, રાજઘાટ, રાષ્ટ્રપતિભવન, લાલ કિલ્લો, દીવાન-એ-ખાસ, દીવાન-એ-આમ, ફતેહપુર સિક્રી, તાજમહાલ વગેરે જોવાલાયક સ્થળો જોયાં.

(11) તમને આ પ્રવાસ કેવો લાગ્યો?

ઉત્તર : અમને આ પ્રવાસમાં ખૂબ મજા આવી. અમારો પ્રવાસ સુખદ અને યાદગાર રહ્યો.

Also Read :

ધોરણ 6 ગુજરાતી પાઠ 14 અભ્યાસ અને સ્વાધ્યાય