Class 6 Gujarati Chapter 12 Swadhyay (ધોરણ 6 ગુજરાતી પાઠ 12 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 6 Gujarati Chapter 12 Swadhyay
Class 6 Gujarati Chapter 12 Swadhyay

Class 6 Gujarati Chapter 12 Swadhyay

Class 6 Gujarati Chapter 12 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 12નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 12 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : ગુજરાતી

એકમ : 12. રાવણનું મિથ્યાભિમાન

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલાં બોક્ષમાં લખો :

(1) સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું?

(ક) ત્ર્યંબક

(ખ) ગાંડીવ

(ગ) પરાશર

(ઘ) અનુષ્કા

જવાબ : (ક) ત્ર્યંબક

(2) સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું?

(ક) શિવનું

(ખ) કૃષ્ણનું

(ગ) રામનું

(ઘ) જનકનું

જવાબ : (ક) શિવનું

(3) ‘રાવણનું મિથ્યાભિમાન’ કાવ્યમાં આખરે રાવણ…………

(ક) ઘવાયો

(ખ) દબાયો

(ગ) બેભાન થયો

(ઘ) મૃત્યુ પામ્યો

જવાબ : (ખ) દબાયો

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :

(1) સભામંડપમાં રાવણ કેવી રીતે બોલ્યો?

ઉત્તર : સભામંડપમાં રાવણ અભિમાન સાથે બોલ્યો.

(2) શિવ-ઉમિયાની સ્તુતિ કોણે કરી?

ઉત્તર : સતી સીતાએ શિવ-ઉમિયાની સ્તુતિ કરી.

(3) રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે?

ઉત્તર : રાવણથી શિવધનુષ્ય ખસ્યું નહિ એટલે એના મનમાં સંતાપ થયો, આથી તે ક્રોધથી પોતાના હોઠ દાંત વડે પીસે છે.

(4) જનકરાજાએ સ્વયંવર વખતે શી શરત મૂકી હતી?

ઉત્તર : જનકરાજાએ સીતાજીના સ્વયંવર વખતે આ શરત મૂકી હતી : જે વ્યક્તિ ત્ર્યંબક ધનુષ્યને ઉઠાવશે તેને સીતા વરમાળા પહેરાવશે.

(5) રાવણના મતે જનકરાજાને કોણ મારશે?

ઉત્તર : રાવણના મતે જનકરાજાને કુંભકર્ણ અને ઇંદ્રજિત મારશે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) રાવણને પોતાનાં કયાં ક્યાં પરાક્રમોનું અભિમાન હતું?

ઉત્તર : રાવણે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો. દેવોને કેદ કર્યા હતા. મેરુ અને મંદ્રાચળ પર્વતોને તે દડાની જેમ ઉછાળી શકતો હતો. સમગ્ર બ્રહ્માંડને તે ગોળ ગોળ ફેરવી શકતો હતો. રાવણને પોતાનાં આ પરાક્રમોનું અભિમાન હતું.

(2) સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી?

ઉત્તર : જો રાવણ ધનુષ્ય ઊંચકે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવવી પડે. સીતાજી એવું ઇચ્છતાં નહોતાં, તેથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે એમનું ત્ર્યંબક  ધનુષ્ય રાવણ ઊંચકી ન શકે એવું કંઈક કરીને તમે મારી લાજ રાખજો.

(3) ધનુષ્ય ઉપાડવા જતાં રાવણની શી દશા થઈ?

ઉત્તર : ધનુષ્ય ઉપાડવા જતાં રાવણને ખૂબ જોર કરવું પડ્યું. તે પરસેવે રેબઝેબ થઈ ગયો. તેને શ્વાસ ચઢ્યો. તેણે જેવું ધનુષ્ય સહેજ ઊંચું કર્યું કે તે હાથમાંથી છટકી ગયું. રાવણ ભોંય પર પટકાયો અને ધનુષ્ય તેના ઉપર પડ્યું. તે ધનુષ્ય નીચે દબાયો અને ઘાયલ થયો. તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું.

(4) ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું?

ઉત્તર : ધનુષ્ય નીચે દબાયેલા રાવણે પોતાને બહાર કાઢવા જનકને કહ્યું. જો જનક તેને બહાર નહિ કાઢે તો તેના પ્રાણ જશે, એવું થશે તો કુંભકર્ણ અને ઇંદ્રજિત જનકને મારશે અને રાક્ષસો જનકના નગરનો નાશ કરી તેનું વેર લેશે.

(5) રાવણ ઉપર ધનુષ્ય પડતાં શી દશા થઈ?

ઉત્તર : રાવણ ઉપર ધનુષ્ય પડતાં રાવણ તેની નીચે દબાયો. ત્યાં ઘણી ધૂળ ઊડી. તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. તે ખૂબ ઘવાયો. તેના શરીરે અસહ્ય પીડા થવા લાગી.

પ્રશ્ન 2. નીચેનાં પાત્રો વિશે બે-ત્રણ વાક્યો લખો :

(1) રાવણ (2) જનક (3) સીતા (4) રામ (5) કુંભકર્ણ (6) ઇંદ્રજિત

ઉત્તર :

(1) રાવણ : રાવણ લંકાનો રાજા હતો. તેને દશ માથાં હતાં, તેથી તે ‘દશાનન’ કહેવાતો. તે ખૂબ અભિમાની હતો.

(2) જનક : જનક મિથિલા દેશના રાજા હતા. તેઓ બ્રહ્મજ્ઞાની હોવાથી ‘વિદેહી’ કહેવાતા હતા. તે સીતાના પિતા હતા.

(3) સીતા : સીતા મિથિલાના રાજા જનકની પુત્રી હતી. શ્રીરામ સાથે સીતાનાં લગ્ન થયાં હતાં.

(4) રામ : રામના પિતાનું નામ દશરથ અને માતાનું નામ કૌશલ્યા હતું. તેમનાં લગ્ન રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં.

(5) કુંભકર્ણ : કુંભકર્ણ રાવણનો ભાઈ હતો. લંકાના યુદ્ધમાં રામના હાથે એનું મૃત્યુ થયું હતું.

(6) ઇંદ્રજિત : તે રાવણ અને મંદોદરીનો પુત્ર હતો. તેણે યુદ્ધમાં ઇંદ્રને હરાવ્યો હતો તેથી ‘ઇંદ્રજિત’ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 3. ‘સીતા સ્વયંવર’ વિશે વધુ માહિતી મેળવીને લખો.

ઉત્તર : સીતા જનકરાજાની દીકરી હતી. રાજા જનકને યજ્ઞભૂમિ ખેડતાં તે મળી આવી હતી. તે નાની હતી ત્યારે શિવધનુષ્ય ‘ત્ર્યંબક’ વડે રમતી હતી. એ જોઈને પરશુરામે જનકરાજાને કહ્યું કે એ ધનુષ્ય ઊંચકીને ચાપ ચઢાવી શકે એવા બળવાન વર સાથે એને પરણાવજો. સીતાનો સ્વયંવર યોજાયો ત્યારે જનકે આ જ શરત રાખી હતી. સીતાને પરણવા ઇચ્છતા અનેક ઉમેદવારો સ્વયંવરમાં આવ્યા હતા. બધા નિષ્ફળ ગયા. શ્રીરામે શિવધનુષ્ય ઊંચક્યું અને રામ-સીતાનાં લગ્ન થયાં.

પ્રશ્ન 4. આ કાવ્યની પ્રસંગકથાનું વર્ણન તમારા શબ્દોમાં લખો :

ઉત્તર : સીતાના સ્વયંવરમાં પિતા જનકરાયે શરત મૂકી હતી કે, જે ત્ર્યંબક ધનુષ્યની ચાપ ચઢાવશે તેને સીતા વરશે. સ્વયંવરમાં અનેક રાજાઓ અને રાજકુમારો આવ્યા હતા. રાવણ પણ આવ્યો હતો. રાવણને પોતાના બળનું ખૂબ અભિમાન હતું. સીતા રાવણને વરમાળા પહેરાવવા ઇચ્છતાં નથી. આથી સીતા શિવને પ્રાર્થના કરે છે કે રાવણ ધનુષ્ય ન ઉપાડી શકે તો સારું. તેની પ્રાર્થના ફળે છે. રાવણ ધનુષ્ય ઊંચકવા જાય છે, ત્યારે તેના હાથમાંથી છટકીને પડી જાય છે. રાવણ ધનુષ્ય નીચે દબાય છે અને ઘાયલ થાય છે. તેના મોંમાંથી લોહી નીકળે છે. ધનુષ્ય નીચેથી બહાર કાઢવા તે જનકને કહે છે અને કુંભકર્ણ, ઇંદ્રજિત તેમજ રાક્ષસોનો તેને ડર બતાવે છે.

પ્રશ્ન 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :

(1) તત્કાળ = તરત

(2) રક્ત = લોહી

(3) કંદુક = દડો

(4) લોચન = આંખ

(5) ભૂષણ = ઘરેણું

(6) નિશિચર = રાક્ષસ

(7) અધર = નીચલો હોઠ

(8) પુર = નગર

પ્રશ્ન 6. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :

મેરુ, ચાપ, ભૂષણ, અભિમાન, નિશિચર

ઉત્તર : અભિમાન, ચાપ, નિશિચર, ભૂષણ, મેરુ

Also Read :

ધોરણ 6 ગુજરાતી પાઠ 13 અભ્યાસ અને સ્વાધ્યાય

error: Content is protected !!
Scroll to Top