Class 6 Gujarati Chapter 10 Swadhyay
Class 6 Gujarati Chapter 10 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 10નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 10 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 10. આલાલીલા વાંસડિયા
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલાં બોક્ષમાં લખો :
(1) કવિ વાંસડિયામાંથી શું ઉતરાવવા માગે છે?
(ક) પ્રભુજી
(ખ) વાંસળી
(ગ) પોપટ
(ઘ) મોર
જવાબ : (ખ) વાંસળી
(2) વાંસળી કોણ વગાડે છે?
(ક) શ્રીકૃષ્ણ
(ખ) ગોવાળ
(ગ) ખેડૂત
(ઘ) ગોપી
જવાબ : (ક) શ્રીકૃષ્ણ
પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) વાંસળીએ શું લટકે છે?
ઉત્તર : વાંસળીએ ચાર ફૂમતાં લટકે છે.
(2) મેહ કઈ દિશાએથી આવે છે?
ઉત્તર : મેહ ઉત્તર દિશાએથી આવે છે.
(3) ખેતરમાં શું ઝૂલી રહ્યું છે?
ઉત્તર : ખેતરમાં પાક ખૂલી રહ્યો છે.
(4) ગીતમાં કયાં કયાં પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
ઉત્તર : ગીતમાં હંસ, પોપટ ને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(5) ગીતમાં શ્રીકૃષ્ણ માટે ક્યા કયા શબ્દો વપરાયા છે?
ઉત્તર : ગીતમાં શ્રીકૃષ્ણ માટે આ શબ્દો વપરાયા છે : પ્રભુજી, નંદજીનો લાડકો, હરિ અને પરભુજી.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) વાંસળી ‘ઉતરાવવી’ એમ કવિ શા માટે કહે છે? ‘બનાવવી’ એમ શા માટે નહિ?
ઉત્તર : ‘ઉતરાવવું’ એટલે છોલીને, કાપીને ઘાટ આપવો. વાંસમાંથી વાંસળી બનાવવા માટે છોલીને, કાપીને એની રચના કરવામાં આવે છે, તેથી ‘વાંસળી ઉતરાવવી’ કહેવાય, વાંસળી બનાવવી નહિ.
(2) ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો.
ઉત્તર : વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે. વાંસળી ઉપર હંસ, પોપટ ને મોર મૂકવામાં આવ્યાં છે. વાંસળીની શોભા માટે તેને ચાર ફૂમતાં લગાડેલાં છે. આમ, વાંસળી સુંદર રીતે શણગારેલી છે.
(૩) ગીતમાં ‘મોતીડાં’ શબ્દ કોના માટે વપરાયો છે? શા માટે?
ઉત્તર : ગીતમાં ‘મોતીડાં’ શબ્દ ખેતરમાં ઝૂલતાં ડૂડાંમાં રહેલા દાણા માટે વપરાયો છે. મોતી કિંમતી છે. મોતી જેવા અનાજના ‘દાણા’ પણ કિંમતી છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :
(1) વાંસળીવાદકોનાં નામ શોધીને લખો.
ઉત્તર : વાંસળીવાદકોનાં નામ : હરિપ્રસાદ ચૌરસિયા, રોનું મજુમદાર, પંડિત અમરનાથ, શશાંક સુબ્રહ્મણ્યમ, પ્રવીણ ગોદખિન્દી, પ્રેમ જોશુવા, કે. એસ. રાજેશ, કેશવ એલ. ગિન્દે વગેરે.
(2) વાંસળી કેવી રીતે વાગતી હશે?
ઉત્તર : વાંસળી ફૂંક મારીને વગાડવામાં આવે છે. વાંસળી પર સાત છિદ્ર (કાણાં) પાડેલાં હોય છે. છિદ્રો ઉપર આંગળીઓ દાબીને કે છિદ્રો પરથી આંગળીઓ ઉઠાવીને સાત પ્રકારના સૂરો કાઢવામાં આવે છે.
(૩) વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતાં વાદ્યોનાં નામ લખો.
ઉત્તર : વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતાં વાઘો શૃંગવાઘ (રણશિંગુ), શંખ, ભૂંગળ, શરણાઈ વગેરે.
(4) તમારા વિસ્તારના આવા વાદકોનાં નામ લખો.
ઉત્તર : અમારા વિસ્તારના આવા વાદકોનાં નામ :
સિતાર – મંજુ મહેતા, ભાનુભાઈ, દિનકર વ્યાસ
સંતૂર – કૌશલ ભાનુશાળી, નૌશિલ પંડ્યા
તબલાં – મનીષી જાની, શ્રીપાદ કંસારા, ઋત્વા શ્રીમાળી
તંબૂરો – કશ્યપ ઓઝા, કુણાલ શાસ્ત્રી, સુધા કશ્યપ
(5) અન્ય વાદ્યોનાં નામ લખી, તેના પ્રસિદ્ધ વાદકોનાં નામ લખો.
ઉત્તર : અન્ય વાદ્યો અને તેમના વાદકો :
સિતાર – ઉસ્તાદ વઝીરખાં, ઉસ્તાદ બંદે અલીખાં, મુરાદખાં, ઉસ્તાદ ઝિયા મોઈઉદ્દીન ડાગર.
સરોદ – પંડિત રવિશંકર, ઉસ્તાદ અમજદઅલીખાં, વિલાયતખાં, શરણરાણી, અન્નપૂર્ણાદિવી.
સારંગી – ઉસ્તાદ સુલતાનખાન
સંતૂર – ઉમાદત્ત શર્મા, પંડિત શિવકુમાર શર્મા.
શરણાઈ – ઉસ્તાદ બિસ્મિલ્લાખાન
તબલાં – પંડિત ચતુરલાલ, ઉસ્તાદ ઝાકિર હુસેન, પંડિત કિશન મહારાજ, પંડિત કુમાર બોઝ.
(6) શ્રીકૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો શોધીને લખો.
ઉત્તર : શ્રીકૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો : બંસીધર, મુરલીધર, ગિરિધર, ગોપાળ, વાસુદેવ, મુરારિ.
પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો :
ઉદાહરણ : આંગળી – અંગૂઠી
(1) કાન – કુંડળ
(2) નાક – નથણી
(3) હાથ – કંકણ, કડું
(4) પગ – ઝાંઝર, નૂપુર
(5) ડોક – હાર, સાંકળી
(6) કેડ – કંદોરો
પ્રશ્ન 4. નીચેના શબ્દો માટે ગીતમાં વપરાયેલા શબ્દો શોધીને લખો :
(1) ઉત્તર – ઓતરા
(2) ખેતર – ખેતરડાં
(3) વરસાદ – મેહ
(4) પાક – મોલ
(5) દિશા – દશ
(6) પ્રભુ – પરભુજી
પ્રશ્ન 5. નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો :
ખેતરિયે કાંઈ ઝૂલી રહ્યા છે મોલ,
મોલે-મોલે ગૂંથી દીધાં પરભુજીએ મોતીડાં રે લોલ……આલાલીલા……
ઉત્તર : ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે, પાકનાં ડુંડાં દાણાથી ભરેલો છે. જાણે પ્રભુએ મોતી ન ગૂંથ્યાં હોય !
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 11 અભ્યાસ અને સ્વાધ્યાય