Class 6 Gujarati Chapter 1 Swadhyay
Class 6 Gujarati Chapter 1 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 1 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 1 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 1. રેલવે-સ્ટેશન
સત્ર : પ્રથમ
અભ્યાસ
(1) ચિત્ર જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે?
ઉત્તર : ચિત્રમાં મુસાફરો, ચાવાળો, ફેરિયો, બે કુલી, રેંકડીવાળો, પુસ્તક વેચનાર અને ગ્રાહક તેમજ ટિકિટ-ચૅકર નજરે પડે છે.
(2) કયા કયા સ્ટૉલ નજરે પડે છે?
ઉત્તર : ચિત્રમાં પ્રભાત બુકસ્ટૉલ અને ટીસ્ટૉલ નજરે પડે છે.
(૩) ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
ઉત્તર : ઘડિયાળમાં ચાર વાગીને ચાળીસ મિનિટ થઈ છે. (4:40)
(4) કયા કયા ફેરિયાઓ નજરે પડે છે?
ઉત્તર : ચિત્રમાં ફળ વેચનારો એક ફેરિયો નજરે પડે છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. તમે રેલવે સ્ટેશન કે બસ-સ્ટેશન ગયા જ હશો. તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) કયા કયા સ્ટૉલ જોવા મળે છે?
ઉત્તર : રેલવે સ્ટેશન કે બસ-સ્ટેશન ઉપર આ સ્ટૉલ જોવા મળે છે. (1) બુકસ્ટૉલ (2) ટીસ્ટૉલ (3) ફ્રૂટસ્ટૉલ (4) ફરસાણ અને મીઠાઈના સ્ટૉલ (5) સીંગચણાના સ્ટૉલ (6) ઠંડાં પીણાંના સ્ટૉલ
(2) કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે?
ઉત્તર : રેલવે સ્ટેશન કે બસ-સ્ટેશન ઉપર આ સૂચનાઓ લખેલી હોય છે.
(1) ખિસ્સાકાતરુથી સાવધ રહો. (2) કચરો કચરાપેટીમાં જ નાખો. (૩) ધૂમ્રપાન કરવાની મનાઈ છે. (4) અજાણી વસ્તુ પડેલી જુઓ તો સ્ટેશનના અધિકારીને જાણ કરો. (5) લાઇનમાં ઊભાં રહો, ધક્કામુક્કી કરશો નહિ વગેરે.
(3) ક્યા ક્યા વિભાગો અને બારીઓ હોય છે?
ઉત્તર : રેલવે સ્ટેશન કે બસ-સ્ટેશન ઉપર આ વિભાગો અને બારીઓ હોય છે.
વિભાગો : (1) પ્રતીક્ષાખંડ (2) મહિલાખંડ (3) વિશ્રામખંડ (4) વર્કશોપ (રિપૅરિંગ) વિભાગ (5) પાર્સલ વિભાગ (6) રિઝર્વેશન વિભાગ (7) વૉટરરૂમ (8) લૉકરરૂમ (9) પોલીસરૂમ
બારીઓ : (1) પૂછપરછ-બારી (2) ટિકિટબારી (3) બુકિંગબારી (4) કૅન્સલેશન-બારી
(4) લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે?
ઉત્તર : રેલવે સ્ટેશન કે બસ-સ્ટેશન ઉપર લાઉડસ્પીકર દ્વારા નીચે પ્રમાણેની સૂચનાઓ અપાતી હોય છે :
(1) ટ્રેઇન કે બસ ક્યારે આવશે, કયા પ્લેટફૉર્મ પર આવશે તથા ક્યારે ઊપડશે તે અંગેની સૂચનાઓ. (2) ટ્રેઇન કે બસ સંજોગોવશાત્ મોડી પડવાની હોય તો તે અંગેની સૂચનાઓ. (૩) કોઈ બાળક ખોવાયું હોય તો તે અંગેની સૂચના. (4) ખિસ્સાકાતરુથી સાવધાન રહેવા અંગેની સૂચના. (5) અજાણી વસ્તુ કે અજાણ્યો પદાર્થ જુઓ તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અંગેની સૂચના.
(5) ક્યા ક્યા ફેરિયાઓ જોવા મળે છે?
ઉત્તર : રેલવે સ્ટેશન કે બસ-સ્ટેશન ઉપર નીચેના ફેરિયા જોવા મળે છે.
(1) છાપાં તેમજ વિવિધ સામયિકો વેચનાર. (2) પાણીનાં પાઉચ કે પાણીની બૉટલ વેચનાર. (3) ચા-કૉફી વેચનાર. (4) સીંગચણા-મમરા વેચનાર. (5) ફ્રૂટ્સ (ફળફળાદિ) વેચનાર. (6) રમકડાં તેમજ કટલરીની ચીજવસ્તુઓ વેચનાર.
(6) જાહેરસ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો?
ઉત્તર : (1) અમે હંમેશાં કચરો કચરાપેટીમાં જ નાખીશું. (2) મિત્રોની મદદથી સ્વચ્છતા અંગેનાં સૂત્રો અને સુવાક્યો લખીને, જાહેરસ્થળોએ ચોટાડીશું. (3) અમે જાહેર શૌચાલયોની સ્વચ્છતાનું ધ્યાન રાખીશું. (4) અમે થૂંકવા માટે થૂંકદાનીનો જ ઉપયોગ કરીશું. (5) જાહેર સ્થળોની દીવાલો બગાડીશું નહિ.
પ્રશ્ન 2. નીચેનાં જાહેરસ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરો :
(1) શાળા
ઉત્તર : (1) શાળાનો સમય સવારના 11.00થી સાંજના 5.00 સુધીનો રહેશે. (2) વાલીઓએ આચાર્યશ્રીને મળવાનો સમય : બપોરના 12.00થી 2.00. (3) પ્રાર્થના સમયે શાંતિ જાળવવી. (4) પાણીનો બગાડ કરવો નહિ. પાણી પીવા માટે ગ્લાસનો ઉપયોગ કરવો. (5) વર્ગમાં હારબંધ જવું-આવવું. (6) પગરખાં અહીં વ્યવસ્થિત મૂકો. (7) શાળાના બાગનાં ફૂલછોડને નુકસાન કરવું નહિ.
(2) દૂધમંડળી
ઉત્તર : (1) દરેક ગ્રાહકે માંજેલા, સ્વચ્છ વાસણમાં દૂધ ઢાંકીને લાવવું. (2) સવારે અને સાંજે, નક્કી કરેલા સમયે જ મંડળીમાં દૂધ ભરાવવા આવવું. (3) રૂમ નં. 3માં દૂધનું ફેટ મપાવ્યા પછી જ દૂધ ભરાવવું. (4) દૂધ ભરાવતી વખતે નોંધણીકાર્ડ સાથે રાખવું અને એમાં નોંધ કરાવવી. (5) લાઇનમાં ઊભા રહેવું. વારાફરતી દૂધ ભરાવવું. (6) દર મહિનાની 30મી તારીખે દૂધનો હિસાબ થશે. દૂધનો હિસાબ લેવા આવનારે નોંધણીપત્રક | ચોપડી સાથે રાખવી. (7) પશુઓના ડૉક્ટર દર શુક્ર-શનિએ સાંજે 4.00થી 8.00 મળશે. પશુની બીમારી તેમજ ઇલાજ અંગે તેમની સલાહ લેવી.
(૩) આરોગ્યકેન્દ્ર (દવાખાનું)
ઉત્તર : (1) બે બાળકો બસ. / ઓછાં બાળ જય ગોપાળ. (2) નિયત સમયે બાળકોને રસી મૂકાવો. (3) દૂધ સંપૂર્ણ આહાર છે. (4) પાણી ગાળીને પીઓ. (5) ડૉક્ટરથી તમારા દર્દ અંગે કશું છુપાવશો નહિ. (6) શાંતિ જાળવો. (7) ડૉક્ટરે આપેલા સંમતિપત્રકમાં સહી કરતાં પહેલાં સંપૂર્ણ લખાણ વાંચી જવું.
(4) ગ્રામપંચાયત
ઉત્તર : (1) જન્મ તેમજ મરણની નોંધ એકવીસ દિવસમાં કરાવી લેવી. પંદર દિવસ બાદ એ અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવું. (2) ઘરવેરો, પાણીવેરો અને જમીનવેરો નિયમિત ભરો. (૩) આપણા ગામમાંથી નિરક્ષરતા, અંધશ્રદ્ધા, વહેમ, વ્યસન, કુરિવાજો અને કુસંપ દૂર કરીએ. (4) દરેક પરિવાર દર વર્ષે એક વૃક્ષ ઉછેરી પર્યાવરણનું જતન કરે. (5) 7 – 12 અને 8 – અના જમીનના ઉતારાની નકલ તલાટી પાસેથી તરત મેળવી શકાશે. (6) ગ્રામસભામાં હાજરી આપી, ગામના વિકાસમાં રસ લો. (7) ગામની મિલકતને પોતાની મિલક્ત ગણી તેનું જતન કરવું. (8) માહિતી અધિકાર(RTI)ના કાયદા પ્રમાણે કોઈ પણ માહિતી મેળવવાનો દરેકને અધિકાર છે. (9) ગામમાં સામાજિક સમરસતા અને પારિવારિક ભાવના જાળવવી, દરેકની ફરજ છે.
(5) બસ-સ્ટેશન
ઉત્તર : (1) ખિસ્સાકાતરુઓથી સાવધાન રહેવું. (2) થૂંકવા માટે થૂંકદાનીનો ઉપયોગ કરો. (૩) કચરો કચરાપેટીમાં નાખો. (4) તમારી ફરિયાદ લખીને ફરિયાદપેટીમાં નાખો. (5) બિનવારસી ચીજવસ્તુ મળે તો કાર્યાલયમાં જમા કરાવો.
પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ શબ્દ બનાવો :
ઉદાહરણ : રેલવે – રેલવે સ્ટેશન
(1) બસ – બસ-સ્ટેશન
(2) જહાજ – બંદર
(3) વિમાન – વિમાનમથક (એરપૉર્ટ)
(4) રિક્ષા – રિક્ષાસ્ટૅન્ડ
(5) હેલિકૉપ્ટર – હેલિપૅડ
પ્રશ્ન 4. સ્વચ્છતા, ધૂમ્રપાન નિષેધ કે સારા વર્તનને લગતાં સૂત્રો લખો કે બનાવો.
ઉત્તર :
(1) સ્વચ્છતા :
ઉત્તર : (1) ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા.’ (2) ‘સ્વચ્છતા એટલે સંસ્કારિતાની પારાશીશી.’ (૩) ‘સ્વચ્છતાનું બીજું નામ પવિત્રતા.’ (4) ‘સ્વચ્છ હોય તન અને મન, તો ધન્ય થાયે જીવન.
(2) ધૂમ્રપાન નિષેધ
ઉત્તર : (1) ‘ધૂમ્રપાન છોડો, જીવન બચાવો.’ (2) ‘તમે બીડીને પીતા નથી, બીડી તમને પીએ છે.’ (૩) ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.’ (4) ‘ધૂમ્રપાન કૅન્સર નોતરે છે.’
(3) સારું વર્તન (સદ્વર્તન) :
ઉત્તર : (1) ‘સદવર્તન એ જ સદ્ધર્મ.’ (2) ‘સદ્વર્તનથી શત્રુ મિત્ર બને.’ (3) ‘સારું વર્તન એ સંસ્કારિતાની નિશાની છે.’ (4) ‘આપ ભલા તો જગ ભલા.’ (5) ‘જિતાય જગ સદવર્તનથી.’
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 2 અભ્યાસ અને સ્વાધ્યાય