Std 10 Social Science Chapter 7 Mcq Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 7 MCQ)

Spread the love

Std 10 Social Science Chapter 7 Mcq Gujarati
Std 10 Social Science Chapter 7 Mcq Gujarati

Std 10 Social Science Chapter 7 Mcq Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ, Class 10 Social Science Chapter 7 MCQ Gujarati, Std 10 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 10 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 7 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 7આપણા વારસાનું જતન
MCQ :50
Std 10 Social Science Chapter 7 Mcq Gujarati

Std 10 Social Science Chapter 7 Mcq Gujarati (1 To 10)

(1) વારસો એ દેશની…………….છે.

(A) સમૃદ્ધિ

(B) ઓળખ

(C) સંસ્કૃતિ

(D) એકપણ નહીં

જવાબ : (B) ઓળખ

(2) ઈ. સ. 1952માં ભારત સરકારે ભારતીય……………માટે બોર્ડની રચના કરી.

(A) વન્ય જીવો

(B) પુરાતત્ત્વીય સ્થળો

(C) પ્રાચીન સ્મારકો

(D) એકપણ નહીં

જવાબ : (A) વન્ય જીવો

(૩) ઈ. સ……………………માં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે.

(A) 1982

(B) 1962

(C) 1972

(D) 1980

જવાબ : (C) 1972

(4) ઈ. સ. 1883માં સ્થપાયેલી………………….સમિતિ સૌથી જૂની સંસ્થા છે.

(A) મુંબઈ

(B) દિલ્લી

(C) અમદાવાદ

(D) એકપણ નહીં

જવાબ : (A) મુંબઈ

(5) પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ઈ. સ. 1958માં પ્રાચીન…………….. પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો ને લગતો કાયદો પસાર કર્યો છે.

(A) કલાકૃતિઓ

(B) સ્થાનકો

(C) સ્મારકો

(D) એકપણ નહીં

જવાબ : (C) સ્મારકો

(6) કેન્દ્ર સરકારે મહત્ત્વનાં………………..સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કર્યાં છે.

(A) ઐતિહાસિક

(B) ધાર્મિક

(C) પુરાતત્ત્વીય

(D) એકપણ નહીં

જવાબ : (A) ઐતિહાસિક

(7)………………..રિફાઇનરીને પરિણામે આગરાના તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી ગયા હતા.

(A) હલ્દિયા

(B) મથુરા

(C) કોયલી

(D) એકપણ નહીં

જવાબ : (B) મથુરા

(8) રાષ્ટ્રીય સંગ્રહાલય………………..માં આવેલું છે.

(A) નવી દિલ્લી

(B) ભોપાલ

(C) કોલકાતા

(D) એકપણ નહીં

જવાબ : (A) નવી દિલ્લી

(9) ભારતીય સંગ્રહાલય………………………માં આવેલું છે.

(A) મુંબઈ

(B) કોલકાતા

(C) હૈદરાબાદ

(D) એકપણ નહીં

જવાબ : (B) કોલકાતા

(10) સાલારગંજ સંગ્રહાલય……………………માં આવેલું છે.

(A) કોલકાતા

(B) ભોપાલ

(C) હૈદરાબાદ

(D) એકપણ નહીં

જવાબ : (C) હૈદરાબાદ

Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 7 MCQ QUIZ

Std 10 Social Science Chapter 7 Mcq Gujarati (11 To 20)

(11) રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય……………..ખાતે આવેલું છે.

(A) ભોપાલ

(B) હૈદરાબાદ

(C) નવી દિલ્લી

(D) એકપણ નહીં

જવાબ : (A) ભોપાલ

(12) લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય……………..ખાતે આવેલું છે.

(A) પાટણ

(B) વડોદરા

(C) અમદાવાદ

(D) એકપણ નહીં

જવાબ : (C) અમદાવાદ

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 8 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 6 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 5 MCQ

(13) શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા………………ખાતે આવેલું છે.

(A) ગાંધીનગર

(B) પાટણ

(C) અમદાવાદ

(D) એકપણ નહીં

જવાબ : (A) ગાંધીનગર

(14) શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય……………..ખાતે આવેલું છે.

(A) રાજકોટ

(B) વડોદરા

(C) પાટણ

(D) એકપણ નહીં

જવાબ : (C) પાટણ

(15) ભારતે……………….ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.

(A) વસુધૈવ મનુષ્યકમ્

(B) વસુધૈવ સંસ્કૃતિકમ્

(C) વસુધૈવ કુટુંબકમ્

(D) એકપણ નહીં

જવાબ : (C) વસુધૈવ કુટુંબકમ્

(16) ‘અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.’ આ સંદેશ…………………આપ્યો છે.

(A) ઋગ્વેદે

(B) રામાયણે

(C) શ્રીમદ્ભગવદ્ગીતાએ

(D) એકપણ નહીં

જવાબ : (A) ઋગ્વેદે

(17) ભારતે વિશ્વમાં……………….સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે.

(A) સાંસ્કૃતિક

(B) આધ્યાત્મિક

(C) ધાર્મિક

(D) એકપણ નહીં

જવાબ : (C) ધાર્મિક

(18) સ્વામી……………….અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં હાજરી આપી હતી.

(A) રામદાસે

(B) રાજા રામમોહનરાયે

(C) વિવેકાનંદે

(D) એકપણ નહીં

જવાબ : (C) વિવેકાનંદે

(19) ભારત એક……………..દેશ છે.

(A) બિનસાંપ્રદાયિક

(B) સાંપ્રદાયિક

(C) સાંસ્કૃતિક

(D) એકપણ નહીં

જવાબ : (A) બિનસાંપ્રદાયિક

(20) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને……………એવું વિશાળ નામ આપ્યું હતું.

(A) આર્યાવર્ત

(B) ભારતવર્ષ

(C) ભરતખંડ

(D) એકપણ નહીં

જવાબ : (B) ભારતવર્ષ

Std 10 Social Science Chapter 7 Mcq Gujarati (21 To 30)

(21) દેશની પવિત્ર ગણાતી………………..નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે.

(A) બાર

(B) નવ

(C) સાત

(D) એકપણ નહીં

જવાબ : (C) સાત

(22) ………………..માં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટા છે.

(A) વારસા

(B) વિવિધતા

(C) વિશાળતા

(D) એકપણ નહીં

જવાબ : (B) વિવિધતા

(23) ભારતના વિવિધ લોકો……………..ની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.

(A) સમન્વય

(B) વિશ્વબંધુત્વ

(C) સહઅસ્તિત્વ

(D) એકપણ નહીં

જવાબ : (C) સહઅસ્તિત્વ

(24) ઈ. સ.…………માં ભારત સરકારે ભારતીય વન્ય જીવો માટે બોર્ડની રચના કરી.

(A) 1883

(B) 1972

(C) 1952

(D) 1980

જવાબ : (C) 1952

(25) આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે?

(A) ભારતની સંસદ

(B) આપણો વારસો

(C) ભારતના ઉત્સવો

(D) આપણા મેળાઓ

જવાબ : (B) આપણો વારસો

(26) વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે?

(A) યુનેસ્કો

(B) યુનિસેફ

(C) સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા

(D) સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ

જવાબ : (A) યુનેસ્કો

(27) ઈ. સ. 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી?

(A) પશુ-પક્ષી અને પ્રાણીઓના સંરક્ષણની સમિતિની

(B) મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની

(C) સંગ્રહાલય સંરક્ષણ અને વિકાસ સમિતિની

(D) વનવિકાસ અને પર્યાવરણ જતન સમિતિની

જવાબ : (B) મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની

(28) ભારત સરકારે ‘રાષ્ટ્રીય સ્મારકો’ની જાળવણીનું કામ કોને સોંપ્યું છે?

(A) પ્રવાસ અને પર્યટન ખાતાને

(B) પર્યાવરણ ખાતાને

(C) પુરાતત્ત્વ ખાતાને

(D) શિક્ષણ ખાતાને

જવાબ : (C) પુરાતત્ત્વ ખાતાને

(29) કઈ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહાલ ઝાંખો પડ્યો હતો?

(A) આગરાની

(B) કાનપુરની

(C) અલીગઢની

(D) મથુરાની

જવાબ : (D) મથુરાની

(30) સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબમાં જાય તેમ હતાં, તેથી તેમને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે?

(A) આલમપુર

(B) કાઝીકોટા

(C) આઝાદપુર

(D) હૈદરાબાદ

જવાબ : (A) આલમપુર

Std 10 Social Science Chapter 7 Mcq Gujarati (31 To 40)

(31) ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો?

(A) ઈ. સ. 1880માં

(B) ઈ. સ. 1888માં

(C) ઈ.સ. 1876માં

(D) ઈ. સ. 1952માં

જવાબ : (C) ઈ.સ. 1876માં

(32) સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો?

(A) ઈ. સ. 1968માં

(B) ઈ. સ. 1972માં

(C) ઈ. સ. 1978માં

(D) ઈ. સ. 1962માં

જવાબ : (B) ઈ. સ. 1972માં

(33) સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે?

(A) સંગ્રહાલયોમાં

(B) સરકારી સંસ્થાઓમાં

(C) પુસ્તકાલયોમાં

(D) બિનસરકારી સંસ્થાઓમાં

જવાબ : (A) સંગ્રહાલયોમાં

(34) હૈદરાબાદમાં કયું સંગ્રહાલય આવેલું છે?

(A) સુલતાનગંજ સંગ્રહાલય↑

(B) સાલારગંજ સંગ્રહાલય

(C) આબાદગંજ સંગ્રહાલય

(D) નિઝામ સંગ્રહાલય

જવાબ : (B) સાલારગંજ સંગ્રહાલય

(35) શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું?

(A) સ્વામી રામકૃષ્ણ પરમહંસે

(B) સ્વામી દયાનંદ સરસ્વતીએ

(C) રાજા રામમોહનરાયે

(D) સ્વામી વિવેકાનંદે

જવાબ : (D) સ્વામી વિવેકાનંદે

(36) સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મે જગતને ક્યા પાઠો શીખવ્યા છે?

(A) સંસ્કૃતિ અને સભ્યતાના

(B) સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના

(C) સહિષ્ણુતા અને સાંપ્રદાયિકતાના

(D) એકતા અને વિષમતાના

જવાબ : (B) સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના

(37) ભારતે વિશ્વમાં……………….સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે.

(A) સાંસ્કૃતિક

(B) આધ્યાત્મિક

(C) ધાર્મિક

(D) એકપણ નહીં

જવાબ : (C) ધાર્મિક

(38) નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?

(A) ભારતે ‘વસુધૈવ ટુમ્બકમ્’ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.

(B) ‘મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.’ – સ્વામી વિવેકાનંદ

(C) ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા.

(D) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.

જવાબ : (D) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.

(39) તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું?

(A) ભૂમિ-પ્રદૂષણ

(B) જળ-પ્રદૂષણ

(C) વાયુ પ્રદૂષણ

(D) ધ્વનિ-પ્રદૂષણ

જવાબ : (C) વાયુ પ્રદૂષણ

(40) સ્વામી વિવેકાનંદે જે વિશ્વધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ ……………………ભરાઈ હતી.

(A) ન્યૂ યૉર્કમાં

(B) શિકાગોમાં

(C) દિલ્લીમાં

(D) વૉશિંગ્ટનમાં

જવાબ : (B) શિકાગોમાં

Std 10 Social Science Chapter 7 Mcq Gujarati (41 To 50)

(41) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ આપણા દેશને ક્યું નામ આપ્યું હતું?

(A) આર્યાવર્ત

(B) રામરાજ્ય

(C) ભરતખંડ

(D) ભારતવર્ષ

જવાબ : (D) ભારતવર્ષ

(42) ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો?

(A) સંતોએ

(B) ઋષિ-મુનિઓએ

(C) જ્યોતિર્ધરોએ

(D) શાસકોએ

જવાબ : (C) જ્યોતિર્ધરોએ

(43) ‘અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.’’ આ સંદેશ કયો ગ્રંથ આપે છે?

(A) અથર્વવેદ

(B) રામાયણ

(C) ઋગ્વેદ

(D) મહાભારત

જવાબ : (C) ઋગ્વેદ

(44) નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો.

(A) ભારતીય સંગ્રહાલય – નવી દિલ્લી

(B) પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ – મુંબઈ

(C) સાલારગંજ સંગ્રહાલય – હૈદરાબાદ

(D) રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય – ભોપાલ

જવાબ : (A) ભારતીય સંગ્રહાલય – નવી દિલ્લી

(45) નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો.

(A) સહસ્રલિંગ તળાવ – પાટણ

(B) મલાવ તળાવ – ધોળકા

(C) રાણીની વાવ – અડાલજ

(D) નવઘણ કૂવો – જૂનાગઢ

જવાબ : (C) રાણીની વાવ – અડાલજ

(46) ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી?

(A) ઈ. સ. 1883માં

(B) ઈ. સ. 1882માં

(C) ઈ. સ. 1983માં

(D) ઈ. સ. 1915માં

જવાબ : (A) ઈ. સ. 1883માં

(47) ‘‘મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.’ આ વિધાન કોનું છે?

(A) ગાંધીજીનું

(B) સ્વામી વિવેકાનંદનું

(C) રામકૃષ્ણ પરમહંસનું

(D) જવાહરલાલ નેહરુનું

જવાબ : (B) સ્વામી વિવેકાનંદનું

(48) ઈ. સ. 1958માં કયો કાયદો પસાર થયો?

(A) જળસ્રોતોના સંરક્ષણને લગતો કાયદો

(B) પર્યાવરણના જતનના સંદર્ભનો કાયદો

(C) પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો

(D) વન્યસૃષ્ટિ અને જળસૃષ્ટિના સંરક્ષણનો કાયદો

જવાબ : (C) પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો

(49) નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો.

Std 10 Social Science Chapter 7 Mcq Gujarati
Std 10 Social Science Chapter 7 Mcq Gujarati

(A) રાષ્ટ્રીય સ્મારક

(B) વિવિધતામાં એકતા

(C) વન્ય જીવો અને પર્યાવરણ સંરક્ષણ

(D) પર્યટન ઉદ્યોગ

જવાબ : (C) વન્ય જીવો અને પર્યાવરણ સંરક્ષણ

(50) નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો.

Std 10 Social Science Chapter 7 Mcq Gujarati
Std 10 Social Science Chapter 7 Mcq Gujarati

(A) ભારતના ઇતિહાસનો વારસો

(B) ભારતની સંસ્કૃતિની ઓળખ

(C) ધાર્મિક સહિષ્ણુતા

(D) વિવિધતામાં એકતા

જવાબ : (D) વિવિધતામાં એકતા

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
Std 10 Social Science Chapter 7 Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top