Std 7 Social Science Chapter 11 Mcq Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 11 MCQ)

Spread the love

Std 7 Social Science Chapter 11 Mcq Gujarati
Std 7 Social Science Chapter 11 Mcq Gujarati

Std 7 Social Science Chapter 11 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ, Class 7 Social Science Chapter 11 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 11 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 11પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો
સત્ર :પ્રથમ
MCQ :25
Std 7 Social Science Chapter 11 Mcq Gujarati

Std 7 Social Science Chapter 11 Mcq Gujarati (1 To 10)

(1) સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે?

(A) બુધને

(B) શુક્રને

(C) ગુરુને

(D) પૃથ્વીને

જવાબ : (D) પૃથ્વીને

(2) માનવજીવનના અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિનું પ્રેરકબળ કયું છે?

(A) પર્યાવરણ

(B) જલાવરણ

(C) મૃદાવરણ

(D) વાતાવરણ

જવાબ : (A) પર્યાવરણ

(3) પૃથ્વીના સૌથી ઉપરના ઘન પોપડા (સ્તર)ને શું કહે છે?

(A) જીવાવરણ

(B) મૃદાવરણ

(C) પર્યાવરણ

(D) જલાવરણ

જવાબ : (B) મૃદાવરણ

(4) પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (C) ચાર

(5) પર્યાવરણનો કયો ઘટક સજીવ સૃષ્ટિને સૂર્યનાં પારજાંબલી કિરણોનું શોષણ કરી રક્ષણ કરે છે?

(A) જીવાવરણ

(B) મૃદાવરણ

(C) જલાવરણ

(D) વાતાવરણ

જવાબ : (D) વાતાવરણ

Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ QUIZ

(6) કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ?

(A) જલાવરણના

(B) વાતાવરણના

(C) મૃદાવરણના

(D) જીવાવરણના

જવાબ : (B) વાતાવરણના

(7) પ્રાણીસૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો પર્યાવરણના કયા ઘટકમાંથી પ્રાપ્ત કરે છે?

(A) જીવાવરણના

(B) વાતાવરણના

(C) જલાવરણના

(D) મૃદાવરણનો

જવાબ : (A) જીવાવરણના

(8) પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે?

(A) પાંચ

(B) ચાર

(C) ત્રણ

(D) બે

જવાબ : (D) બે

(9) માનવનિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે?

(A) બૌદ્ધિક

(B) ઔદ્યોગિક

(C) સાંસ્કૃતિક

(D) પ્રાકૃતિક

જવાબ : (C) સાંસ્કૃતિક

(10) જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

(A) 71 %

(B) 97 %

(C) 68 %

(D) 78 %

જવાબ : (A) 71 %

Std 7 Social Science Chapter 11 Mcq Gujarati (11 To 20)

(11) પેસિફિક મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખીણો છે?

(A) 14 થી 15

(B) 10 થી 11

(C) 8 થી 9

(D) 5 થી 6

જવાબ : (B) 10 થી 11

(12) પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે?

(A) 78 %

(B) 71.7 %

(C) 80.4 %

(D) 97.3 %

જવાબ : (D) 97.3 %

(13) સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી-ઓટ આવે છે?

(A) ચાર વખત

(B) બે વખત

(C) ત્રણ વખત

(D) પાંચ વખત

જવાબ : (B) બે વખત

(14) બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે?

(A) 12 કલાક અને 25 મિનિટ

(B) 10 કલાક અને 30 મિનિટ

(C) 8 કલાક અને 15 મિનિટ

(D) 11 કલાક અને 40 મિનિટ

જવાબ : (A) 12 કલાક અને 25 મિનિટ

Std 7 Social Science Chapter 11 Mcq Gujarati
Std 7 Social Science Chapter 11 Mcq Gujarati

(15) સમુદ્રના પ્રવાહોના ઉદ્ભવનાં કારણોમાં એક કારણ સાચું નથી, તે શોધીને લખો.

(A) સૂર્યશક્તિ

(B) પવનો

(C) પૃથ્વીનું પરિભ્રમણ

(D) ધરતીકંપ

જવાબ : (D) ધરતીકંપ

(16) પર્યાવરણના તમામ ઘટકોમાં કોણ કેન્દ્રસ્થાને છે?

(A) પ્રકૃતિ

(B) માનવી

(C) સમુદ્ર પ્રવાહો

(D) પૃથ્વી

જવાબ : (B) માનવી

(17) વાહન માટે કયું બળતણ પ્રદૂષણમુક્ત છે?

(A) કેરોસીન

(B) CNG

(C) ડીઝલ

(D) પેટ્રોલ

જવાબ : (B) CNG

(18) કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે?

(A) હવા

(B) જળ

(C) ભૂમિ

(D) ધ્વનિ

જવાબ : (D) ધ્વનિ

(19) પર્યાવરણમાં ક્યા આવરણનો સમાવેશ કરી શકાય નહિ?

(A) મૃદાવરણ

(B) જલાવરણ

(C) વાતાવરણ

(D) ભાવાવરણ

જવાબ : (D) ભાવાવરણ

(20) વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે?

(A) મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરે

(B) ખડક, ખનીજ, મેદાનો, ખીણો વગેરે

(C) વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો

(D) વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવો

જવાબ : (C) વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો

Std 7 Social Science Chapter 11 Mcq Gujarati (21 To 25)

(21) પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીના વિતરણની કઈ વિગત અયોગ્ય છે?

(A) મહાસાગર – 97.3 ટકા

(B) હિમશિખરો / હિમશીલાઓ – 2.0 ટકા

(C) ભૂમિગત પાણી – 0.68 ટકા

(D) મીઠા પાણીનાં સરોવર – 90.00 ટકા

જવાબ : (D) મીઠા પાણીનાં સરોવર – 90.00 ટકા

(22) જળ-પ્રદૂષણ માટે કઈ એક બાબત જવાબદાર નથી?

(A) રાસાયણિક ખાતરો

(B) જંતુનાશકો

(C) ગટરનું પાણી

(D) હવામાં ઊડતા રજકણો

જવાબ : (D) હવામાં ઊડતા રજકણો

Std 7 Social Science Chapter 11 Mcq Gujarati
Std 7 Social Science Chapter 11 Mcq Gujarati

(23) વૃક્ષો ઓછાં થવાથી કયા વાયુનું પ્રમાણ વધી ગયું છે?

(A) ઑક્સિજન

(B) નાઇટ્રોજન

(C) નાઇટ્રસ ઑક્સાઇડ

(D) કાર્બન ડાયૉક્સાઇડ

જવાબ : (D) કાર્બન ડાયૉક્સાઇડ

(24) માનવનિર્મિત સમસ્યાઓમાં કયું પ્રદૂષણ અગ્રસ્થાને છે?

(A) હવાનું

(B) પાણીનું

(C) ઘોંઘાટનું

(D) ભૂમિનું

જવાબ : (B) પાણીનું

(25) નીચેના પૈકી કયા પ્રદૂષણને સહેલાઈથી જોઈ શકાતું નથી?

(A) જળ-પ્રદૂષણને

(B) ધ્વનિ-પ્રદૂષણને

(C) ભૂમિ-પ્રદૂષણને

(D) હવા-પ્રદૂષણને

જવાબ : (C) ભૂમિ-પ્રદૂષણને

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
Std 7 Social Science Chapter 11 Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top