6 Gujarat No Itihas Mcq Gujarati (ગુજરાતનો ઈતિહાસ MCQ)

6 Gujarat No Itihas Mcq Gujarati
6 Gujarat No Itihas Mcq Gujarati

6 Gujarat No Itihas Mcq Gujarati, ગુજરાતનો ઈતિહાસ MCQ, Gujarat no Itihas Gujarati ma pdf, Gujarat no Itihas pdf free download, Gujarat no Itihas Question Answer PDF, Gujarat no Itihas MCQ, Gujarat History mcq pdf in Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતનો ઈતિહાસ
ભાગ : 6
MCQ :251 થી 300
6 Gujarat No Itihas Mcq Gujarati

6 Gujarat No Itihas Mcq Gujarati (251 To 260)

(251) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી?

(A) અમરસિંહ ચૌધરી

(B) માધવસિંહ સોલંકી

(C) છબીલદાસ મહેતા

(D) બાબુભાઈ જશાભાઈ પટેલ

જવાબ : (B) માધવસિંહ સોલંકી

(252) ગુજરાતના સૌપ્રથમ મહિલા રજ્યપાલ કોણ હતા?

(A) શારદાબેન મહેતા

(B) શારદાબેન મુખર્જી

(C) પુષ્પાબેન મહેતા

(D) ઉષા મહેતા

જવાબ : (B) શારદાબેન મુખર્જી

(253) ‘પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો?

(A) ભાવનગર

(B) પંચમહાલ

(C) દાહોદ

(D) રાજપીપળા

જવાબ : (A) ભાવનગર

Play Quiz :

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 6

(254) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા?

(A) ડૉ.પી.કે.દાસ

(B) પ્રવિણ લહેરી

(C) આર.એમ.પટેલ

(D) કૈલાશનાથન

જવાબ : (A) ડૉ.પી.કે.દાસ

(255) ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા?

(A) માધવસિંહ સોલંકી

(B) ચીમનભાઈ પટેલ

(C) અમરસિંહ ચૌધરી

(D) શંકરસિંહ વાઘેલા

જવાબ : (C) અમરસિંહ ચૌધરી

(256) નીચે દર્શાવેલ આંદોલનોને કાળક્રમ અનુસાર ગોઠવો.

(1) અનામત વિરોધી આંદોલન (2) નવ નિર્માણ આંદોલન (3) મહાગુજરાત આંદોલન (4) પાટીદાર આંદોલન
6 Gujarat No Itihas Mcq Gujarati

(A) 3, 2, 1, 4

(B) 4, 2, 3, 1

(C) 2, 4, 1, 3

(D) 1, 4, 2, 3

જવાબ : (A) 3, 2, 1, 4

(257) ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા?

(A) રાઘવજી લેઉઆ

(B) કલ્યાણજી મહેતા

(C) માનસિંહ રાણા

(D) કુંદનલાલ ધોળકિયા

જવાબ : (B) કલ્યાણજી મહેતા

(258) ‘આરસ પર કોતરાયેલી કવિતા’ તરીકે ક્યું જાણીતું છે?

(A) ખજૂરાહો

(B) દેલવાડા

(C) અજંતાની ગુફાઓ

(D) ખજૂરાહોની ગુફાઓ

જવાબ : (B) દેલવાડા

(259) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં ક્યા ગામમાં આવેલો છે?

(A) જૈસવાડા

(B) ઝીંઝુવાડા

(C) નગવાડા

(D) માણેકવાડા

જવાબ : (B) ઝીંઝુવાડા

(260) ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર ક્યા સ્થળે બાંધેલ છે?

(A) દ્વારકા

(B) સોમનાથ

(C) મુળ દ્વારકા

(D) ડાકોર

જવાબ : (B) સોમનાથ

6 Gujarat No Itihas Mcq Gujarati (261 To 270)

(261) ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હરપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર ક્યું હતું?

(A) હરપ્પા

(B) મોહેં-જો-દડો

(C) દેશળપર

(D) લોથલ

જવાબ : (D) લોથલ

(262) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archelogy of Gujarat ના લેખક કોણ છે?

(A) રમેશ જમીનદાર

(B) હરિભાઈ ગોદાણી

(C) હિરાનંદ શાસ્ત્રી

(D) હસમુખ સાંકળીયા

જવાબ : (D) હસમુખ સાંકળીયા

(263) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે?

(A) ભીમદેવ પહેલો

(B) કર્ણદેવ

(C) જયસિંહ સિદ્ધરાજ

(D) ઉદયાદિત્ય

જવાબ : (B) કર્ણદેવ

(264) ગિરનારની તળેટીમાં આવેલ જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ ‘મુસ્તફાબાદ’ કયા રાજવીએ આપ્યું હતું?

(A) બહાદુર શાહ

(B) મુઝફ્ફરશાહ બીજો

(C) મેહમુદ બેગડો

(D) એહમશાહ

જવાબ : (C) મેહમુદ બેગડો

(265) ગુજરાતના સુલ્તાન બહાદુરશાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું?

(A) પોર્ટુગીઝ

(B) મોગલ

(C) આરબો

(D) મરાઠા

જવાબ : (A) પોર્ટુગીઝ

(266) ગુજરાતના કયા સુલ્તાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા?

(A) મહમદ બેગડા

(B) બહાદુરશાહ

(C) અહમદશાહ પહેલો

(D) અહમદશાહ ત્રીજો

જવાબ : (C) અહમદશાહ પહેલો

(267) 1857 ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો?

(A) ઓખામંડળના વાઘેર

(B) પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ

(C) માતરના ઠાકુર હિરસિંહ

(D) લુણાવાડાના રામક્રિપા

જવાબ : (A) ઓખામંડળના વાઘેર

(268) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસનું 18મું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા?

(A) હરકોઈબાઈ અને રાકમબાઈ

(B) વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા

(C) જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ

(D) કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ

જવાબ : (B) વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા

(269) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?

(A) ભોલા ભીમ

(B) કુમારપાળ

(C) કર્ણદેવ વાઘેલા

(D) લવણપ્રસાદ

જવાબ : (C) કર્ણદેવ વાઘેલા

(270) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું?

(A) દયારામ સાહની

(B) આર.એસ. વિષ્ટ

(C) રખાલદાસ બેનર્જી

(D) એસ. આર.રાવ

જવાબ : (D) એસ.આર.રાવ

6 Gujarat No Itihas Mcq Gujarati (271 To 280)

(271) સલ્તનકાળ દરમ્યાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી?

(A) મુહમ્મદાબાદ – મહેમદાબાદ

(B) મુસ્તફાબાદ – જૂનાગઢ

(C) અહમદગર – હિંમતનગર

(D) મુહમ્મદાબાદ – ચાંપાનેર

જવાબ : (A) મુહમ્મદાબાદ – મહેમદાબાદ

(272) અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ‘‘ખિચડી’’ કહેવામાં આવતી હતી?

(A) સરદેશમુખી

(B) ચૌથ

(C) મુલ્કગીરી

(D) ભાગ

જવાબ : (C) મુલ્કગીરી

(273) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરૂદ્ધ તોફાનો થયાં હતા?

(A) દાંડી

(B) સુરત

(C) નવસારી

(D) રાજકોટ

જવાબ : (B) સુરત

(274) જયારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર-પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં…….નું શાસન હતું?

(A) ગારુલક વંશ

(B) સૈન્ધવ વંશ

(C) સામંતસિંહ

(D) રાષ્ટ્રકૂટો

જવાબ : (D) રાષ્ટ્રકૂટો

(275) ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા?

(A) ગુર્જર-પ્રતિહાર

(B) મૈત્રક

(C) રાષ્ટ્રકૂટો

(D) ચાલુક્ય

જવાબ : (B) મૈત્રક

(276) ઈ.સ.1423માં અહેમદશાહે ક્યા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી?

(A) વડોદરા

(B) સુરત

(C) રાજકોટ

(D) અમદાવાદ

જવાબ : (D) અમદાવાદ

(277) દેવિગિરમાં કોનું શાસન હતું?

(A) યાદવોનું

(B) ચોલ વંશનું

(C) ચાલુક્યોનું

(D) રાષ્ટ્રકૂટોનું

જવાબ : (A) યાદવોનું

(278) સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે?

(A) છ

(B) સાત

(C) આઠ

(D) પાંચ

જવાબ : (B) સાત

(279) દાંડીકૂચની શરૂઆત ક્યા દિવસે થઈ હતી?

(A) 12 માર્ચ, 1929

(B) 12 માર્ચ, 1931

(C) 12 એપ્રિલ, 1930

(D) 12 માર્ચ, 1930

જવાબ : (D) 12 માર્ચ, 1930

(280) ગુજરાતના 16માં મુખ્યમંત્રી કોણ છે?

(A) છબીલદાસ મહેતા

(B) આનંદીબેન પટેલ

(C) કેશુભાઈ પટેલ

(D) વિજયભાઈ રૂપાણી

જવાબ : (D) વિજયભાઈ રૂપાણી

6 Gujarat No Itihas Mcq Gujarati (281 To 290)

(281) ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો?

(A) 1920

(B) 1918

(C) 1915

(D) 1930

જવાબ : (B) 1918

(282) ભગવદોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ ક્યા રાજ્યના રાજવી હતા?

(A) જૂનાગઢ

(B) ગોંડલ

(C) ભાવનગર

(D) વાંકાનેર

જવાબ : (B) ગોંડલ

(283) આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો.

6 Gujarat No Itihas Mcq Gujarati
6 Gujarat No Itihas Mcq Gujarati

(A) ચાંગદેવ

(B) ઋષભદેવ

(C) જીનદેવ

(D) હેમદેવ

જવાબ : (A) ચાંગદેવ

(284) સ્થિરમતિ અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા?

(A) વિક્રમશીલા

(B) તક્ષશીલા

(C) વલભી

(D) નાલંદા

જવાબ : (C) વલભી

(285) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી?

(A) સુલ્તાન અહમદશાહ પહેલો

(B) સુલ્તાન અહમદશાહ બીજો

(C) સુલ્તાન અહમદશાહ ત્રીજો

(D) સુલ્તાન અહમદશાહ ચોથો

જવાબ : (A) સુલ્તાન અહમદશાહ પહેલો

(286) ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો?

(A) ચંદ્રગુપ્ત મૌર્ય

(B) અશોક

(C) રૂદ્રદામા

(D) સ્કન્દગુપ્ત

જવાબ : (C) રૂદ્રદામા

(287) અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો?

(A) કુલીજખાન

(B) મીરઝા અબ્દુલ રહીમખાન

(C) શિહાબુદ્દિન અહમદખાન

(D) મીરઝા અઝીઝ કોકા

જવાબ : (D) મીરઝા અઝીઝ કોકા

(288) ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી?

(A) 1957

(B) 1962

(C) 1964

(D) 1967

જવાબ : (B) 1962

(289) ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે?

(A) 182

(B) 180

(C) 172

(D) 192

જવાબ : (A) 182

(290) સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો.

(A) વજુભાઈ ભાનુશાળી

(B) ઉચ્છંગરાય ઢેબર

(C) પ્રતાપભાઈ ઢેબર

(D) મધુપ્રસાદ ગાંગલિયા

જવાબ : (B) ઉચ્છંગરાય ઢેબર

6 Gujarat No Itihas Mcq Gujarati (291 To 300)

(291) સન 1884 – 85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

(A) મહારાજા ઉપેન્દ્રસિંહજી

(B) મહારાજા તખતસિંહજી

(C) મહારાજા શામળસિંહજી

(D) મહારાજા ભાવસિંહજી

જવાબ : (B) મહારાજા તખતસિંહજી

(292) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા?

(A) અનસુયાબેન

(B) ઈન્દુલાલ યાજ્ઞિક

(C) શંકરલાલ બેંકર

(D) નરહિર પરીખ

જવાબ : (A) અનસુયાબેન

(293) ક્યા શહેર પાસે અશોકનો શિલાલેખ છે?

(A) સુરત

(B) અમદાવાદ

(C) જામનગર

(D) જૂનાગઢ

જવાબ : (D) જૂનાગઢ

(294) ગુજરાતનો ઈતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે?

6 Gujarat No Itihas Mcq Gujarati
6 Gujarat No Itihas Mcq Gujarati

(A) એદલજી ડોસાભાઈ

(B) ગોવર્ધનરામ ત્રિપાઠી

(C) કનૈયાલાલ મુનશી

(D) ૨મણભાઈ નીલકંઠ

જવાબ : (A) એદલજી ડોસાભાઈ

(295) ભગવદ્ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે?

(A) ચાર

(B) આઠ

(C) નવ

(D) બાર

જવાબ : (C) નવ

(296) અમીર નગરીના ગરીબ ફકીરનું બીરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે?

(A) ન્હાનાલાલ

(B) ઈન્દુલાલ યાજ્ઞિક

(C) રા.વિ.પાઠક

(D) ૨મણભાઈ નીલકંઠ

જવાબ : (B) ઈન્દુલાલ યાજ્ઞિક

(297) ગુજરાતનું ક્યું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું?

(A) વડોદરા

(B) ગોંડલ

(C) ભાવનગર

(D) જૂનાગઢ

જવાબ : (D) જૂનાગઢ

(298) ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા?

(A) વલ્લભભાઈ પટેલ

(B) મોહનલાલ પંડ્યા

(C) ગાંધીજી

(D) વિઠ્ઠલભાઈ પટેલ

જવાબ : (C) ગાંધીજી

(299) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો?

(A) ખેડૂતોનું દેવું માફ કરવા

(B) મહેસૂલ માફ કરવા

(C) અનાજ ઉપરની જકાત માફ કરવા

(D) ખેતમજૂરોને પૂરતા નાણાં અપાવવા

જવાબ : (B) મહેસૂલ માફ કરવા

(300) ભરૂચનું પ્રાચીન નામ શું હતું?

(A) ભૃગુપુર

(B) સ્તંભતીર્થ

(C) દધીપ્રદ્ર

(D) ભૃગુકચ્છ

જવાબ : (D) ભૃગુકચ્છ

Also Read :

ભારતનો ઈતિહાસ MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
ગુજરાતી વ્યાકરણ MCQ
6 Gujarat No Itihas Mcq Gujarati
error: Content is protected !!
Scroll to Top