5 Gujarat No Itihas Mcq Gujarati (ગુજરાતનો ઈતિહાસ MCQ)

5 Gujarat No Itihas Mcq Gujarati
5 Gujarat No Itihas Mcq Gujarati

5 Gujarat No Itihas Mcq Gujarati, ગુજરાતનો ઈતિહાસ MCQ, Gujarat no Itihas Gujarati ma pdf, Gujarat no Itihas pdf free download, Gujarat no Itihas Question Answer PDF, Gujarat no Itihas MCQ, Gujarat History mcq pdf in Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતનો ઈતિહાસ
ભાગ : 5
MCQ :201 થી 250
5 Gujarat No Itihas Mcq Gujarati

5 Gujarat No Itihas Mcq Gujarati (201 To 210)

(201) નીચેના બનાવોને સમયાનુક્રમમાં ગોઠવો.

(1) બોરસદ સત્યાગ્રહ (2) ખેડા સત્યાગ્રહ (3) ધરાસણા સત્યાગ્રહ (4) બારડોલી સત્યાગ્રહ
5 Gujarat No Itihas Mcq Gujarati

(A) 2,1,4,3

(B) 3,4,2,1

(C) 2,3,4,1

(D) 4,1,3,2

જવાબ : (A) 2,1,4,3

(202) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે?

(A) અહમદાવાદ

(B) કચ્છ

(C) રાજકોટ

(D) સુરેન્દ્રનગર

જવાબ : (C) રાજકોટ

(203) દેલવાડાનાં દેરાંની બહારના ભાગમાં આવેલાં બે ગોખ કોના નામે ઓળખાય છે?

(A) રિદ્ધી અને સિદ્ધી

(B) ગંગા અને યમુના

(C) જયા અને પાર્વતી

(D) લલિતાદેવી અને અનુપમાદેવી

જવાબ : (D) લલિતાદેવી અને અનુપમાદેવી

Play Quiz :

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 5

(204) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયાં જિલ્લામાં આવેલી છે?

(A) કચ્છ

(B) જૂનાગઢ

(C) રાજકોટ

(D) સાબરકાંઠા

જવાબ : (C) રાજકોટ

(205) કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી?

(A) ગાંધીજી

(B) કુંવરજીભાઈ

(C) વિઠ્ઠલભાઈ

(D) રવિશંકર મહારાજ

જવાબ : (B) કુંવરજીભાઈ

(206) મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી?

(A) મોહનલાલ પંડયા

(B) જુગતરામ દવે

(C) સરોજિની નાયડુ

(D) મહાદેવભાઈ દેસાઈ

જવાબ : (C) સરોજિની નાયડુ

(207) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું?

(A) કર્ણાવતી

(B) પાટણ

(C) સિદ્ધપુર

(D) વલભી

જવાબ : (C) સિદ્ધપુર

(208) ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો કયાંથી મળી આવ્યા છે?

(A) રોજડી

(B) ભૂજ

(C) રાણપુર

(D) ધોળાવીરા

જવાબ : (D) ધોળાવીરા

(209) કઈ વ્યકિત દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે?

(A) સરદાર વલ્લભભાઈ પટેલ

(B) મૌલાના આઝાદ

(C) મહાદેવભાઈ દેસાઈ

(D) સુભાષચંદ્ર બોઝ

જવાબ : (C) મહાદેવભાઈ દેસાઈ

(210) ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું?

(A) સિવિલ હોસ્પિટલ

(B) મણિનગર

(C) આંબાવાડી

(D) ભદ્ર

જવાબ : (C) આંબાવાડી

5 Gujarat No Itihas Mcq Gujarati (211 To 220)

(211) ‘આરઝી હકૂમત’ની સ્થાપના………..ખાતે કરવામાં આવી હતી.

(A) મુંબઈ

(B) અમદાવાદ

(C) જૂનાગઢ

(D) સુરત

જવાબ : (A) મુંબઈ

(212) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટેનું નીચેનું ક્યું વિધાન સાચું છે?

(A) કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો.

(B) પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યાર બાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી.

(C) બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી.

(D) પહેલા સાબરમતી આશ્રમ અને ત્યાર બાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી.

જવાબ : (B) પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યાર બાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી.

(213) મહંમદ ગઝનીની સોમનાથ ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલ હતા?

(A) લાઠીનો ગોહિલ રાજવંશ

(B) મેવાડનો ગોહિલ રાજવંશ

(C) મહુવાનો ગોહિલ રાજવંશ

(D) ભાવનગરનો ગોહિલ રાજવંશ

જવાબ : (A) લાઠીનો ગોહિલ રાજવંશ

(214) ‘અભયઘાટ’ કોની સમાધિ છે?

(A) રાજીવ ગાંધી

(B) લાલાબહાદુર શાસ્ત્રી

(C) મોરારજી દેસાઈ

(D) ઈન્દિરા ગાંધી

જવાબ : (C) મોરારજી દેસાઈ

(215) ગુજરાતના ક્યા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા?

(A) વઢવાણ

(B) સાણંદ

(C) મોરબી

(D) લીંબડી

જવાબ : (B) સાણંદ

(216) ‘સિદ્ધહેમશબ્દાનુંશાસન’ કયા વિષયનો ગ્રંથ છે?

(A) સંગીત

(B) વ્યાકરણ

(C) રાજય વહીવટ

(D) જ્યોતિષ શાસ્ત્ર

જવાબ : (B) વ્યાકરણ

(217) અમદાવાદનો ‘શાહીબાગ’ બગીચો કોણે બંધાવેલ હતો?

(A) અકબર

(B) દારા-શુકોહ

(C) શાહજહા

(D) મુરદબક્ષ

જવાબ : (C) શાહજહા

(218) જૂનાગઢની મૂકિત માટે રચાયેલ આરઝી હકૂમતનાં વડા કોણ હતા?

(A) દયાશંકર દવે

(B) રસિકલાલ પરીખ

(C) રતુભાઈ અદાણી

(D) શામળદાસ ગાંધી

જવાબ : (D) શામળદાસ ગાંધી

(219) મહાગુજરાતમાં ચળવળમાં નીચેનાં પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા?

(A) ઈંદુલાલ યાજ્ઞિક

(B) પ્રબોધ રાવળ

(C) હરિહર ખંભોળજા

(D) ૨મણલાલ શેઠ

જવાબ : (A) ઈંદુલાલ યાજ્ઞિક

(220) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો?

(A) ભીમદેવ પહેલો

(B) વિસલદેવ

(C) કુમારપાળ

(D) દેવસૂરિ

જવાબ : (A) ભીમદેવ પહેલો

5 Gujarat No Itihas Mcq Gujarati (221 To 230)

(221) કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિકસે તે સારૂ રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો?

((A) માંડવી

(B) કંડલા

(C) જખાઉં

(D) મુંદ્રા

જવાબ : (B) કંડલા

(222) પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

(A) સેનાપતિ ભટ્ટાર્ક

(B) ધરાસેના-II

(C) દ્રોણાસિંહમા

(D) ધ્રુવાસેના-I

જવાબ : (A) સેનાપતિ ભટ્ટાર્ક

(223) કાઠીયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો?

(A) રાયસિંહ

(B) રાઉ કરણ સિંહ

(C) ચંપત રાય

(D) ચક્રધ્વજ

જવાબ : (A) રાયસિંહ

(224) ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે?

(A) બી.બી.લાલ

(B) એસ.આર.રાવ

(C) બી.એન.મિશ્રા

(D) આર.એસ.બિસ્ત

જવાબ : (B) એસ.આર.રાવ

(225) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે?

(A) અશોક

(B) સમુદ્રગુપ્ત

(C) હર્ષ

(D) ઉપર પૈકી એક પણ નહી

જવાબ : (A) અશોક

(226) સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાકનકર્તા હતા કે જેઓએ….

(A) વડોદરામાં સ્વાતંત્ર્ય ચળવળની શરૂઆત કરી.

(B) ભારતીય સંઘમાં જોડાયા

(C) રાજયમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.

(D) રણજી ટ્રોફીને પ્રયોજીત કરી.

જવાબ : (C) રાજયમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.

(227) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુએ આપ્યાનું કહેવાય છે?

(A) શંકરાચાર્ય

(B) કલકાચાર્ય

(C) વલ્લભાચાર્ય

(D) આચાર્ય નાગાર્જુન

જવાબ : (B) કલકાચાર્ય

(228) કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી?

(A) ઈન્સિંગ

(B) હ્યુએનસંગ

(C) ઈન્સિંગ અને હ્યુએનસંગ બંને

(D) ઉપરના કોઈપણ નહી

જવાબ : (C) ઈન્સિંગ અને હ્યુએનસંગ બંને

(229) ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપની એ સૌ પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી?

(A) મુસલીપટ્ટમ

(B) સુરત

(C) પોંડીચેરી

(D) કલકત્તા

જવાબ : (B) સુરત

(230) હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી ક્યા સ્થળેથી મળી આવ્યા છે?

5 Gujarat No Itihas Mcq Gujarati
5 Gujarat No Itihas Mcq Gujarati

(A) લોથલ

(B) રંગપુર

(C) ધોળાવીરા

(D) રોજડી

જવાબ : (D) રોજડી

5 Gujarat No Itihas Mcq Gujarati (231 To 240)

(231) પુરાતત્વવિદ્દ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં ક્યા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છ?

(A) આદિઅશ્મયુગ

(B) નવાશ્મયુગ

(C) લોહયુગ

(D) ઉપર પૈકી એકપણ નહીં

જવાબ : (A) આદિઅશ્મયુગ

(232) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો?

(A) ભીમદેવ સોલંકી પહેલો

(B) ભીમદેવ સોલંકી બીજો

(C) વિજય દેવ

(D) ઉપર પૈકી એકપણ નહીં

જવાબ : (B) ભીમદેવ સોલંકી બીજો

(233) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ ક્યા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમ્યાન શાસન કરેલ હતું?

(A) મૈત્રક વંશ

(B) સોલંકી વંશ

(C) ચાલુક્ય વંશ

(D) પરિહાર વંશ

જવાબ : (A) મૈત્રક વંશ

(234) સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS) કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી ક્યું બન્યું?

(A) મહારાષ્ટ્ર

(B) ગોવા

(C) ગુજરાત

(D) મધ્યપ્રદેશ

જવાબ : (C) ગુજરાત

(235) ગુજરાતના ક્યા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના નિશાનીવાળા કે નામવાળા પાટિયાં કે બોર્ડ” મળી આવ્યા છે?

(A) રોજડી

(B) લોથલ

(C) ધોળાવીરા

(D) સુરકોટડા

જવાબ : (C) ધોળાવીરા

(236) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનકાળ દરમ્યાન ક્યા અધિકારીને નિઝામુલમુલ્ક’ કહેવામાં આવતો?

(A) વજીર

(B) વજીર મંડળનો વડો

(C) સેનાપતિ કે સૈન્યનો વડો

(D) સુલ્તાન સ્વયં આ હોદો ધરાવતા

જવાબ : (B) વજીર મંડળનો વડો

(237) વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે?

(A) ખંડણી

(B) લશ્કરી ખર્ચ

(C) મહેસૂલ

(D) ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ

જવાબ : (A) ખંડણી

(238) વન મહોત્સવ 2016 અંતર્ગત જાહેર કરાયેલા નવા વનોમાં ‘‘શહિદ વન” ક્યાં બનાવવામાં આવશે?

(A) બારડોલી

(B) બાલાચડી

(C) ભૂચરમોરી

(D) વેરાખડી

જવાબ : (C) ભૂચરમોરી

(239) પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદ્ભવ ક્યા શાસકોના સમયમાં થયેલ હતો?

(A) સોલંકી

(B) મૈત્રક

(C) ચાવડા

(D) ગુર્જર

જવાબ : (A) સોલંકી

(240) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો?

(A) મીરાબેન

(B) દિનબંધુ એન્ડ્રુજ

(C) જવાહરલાલ નેહરુ

(D) મહાદેવભાઈ દેસાઈ

જવાબ : (D) મહાદેવભાઈ દેસાઈ

5 Gujarat No Itihas Mcq Gujarati (241 To 250)

(241) ‘ભગવદ ગોમંડળશબ્દકોશના સંપાદક કોણ હતા?

(A) રતિલાલ સો. નાયક

(B) ચંદુલાલ બહેચરદાસ પટેલ

(C) કે.કા.શાસ્ત્રી

(D) યોગેન્દ્ર વ્યાસ

જવાબ : (B) ચંદુલાલ બહેચરદાસ પટેલ

(242) જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે ‘હુમાયો’ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું?

(A) શેરશાહ

(B) બહાદુર શાહ

(C) શાહ હુસૈન

(D) રાણા વિક્રમ

જવાબ : (B) બહાદુર શાહ

(243) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી?

5 Gujarat No Itihas Mcq Gujarati
5 Gujarat No Itihas Mcq Gujarati

(A) પુષ્પગુપ્ત

(B) તુરાધ્યા

(C) પર્ણદત્ત

(D) ઉપર પૈકી એકપણ નહીં

જવાબ : (C) પર્ણદત્ત

(244) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી?

(A) પાટણ

(B) અમદાવાદ

(C) સોમનાથ

(D) સુરત

જવાબ : (A) પાટણ

(245) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી ક્યો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો?

(A) યાસ્તન

(B) રુદ્રદામા

(C) અશોક

(D) ચન્દ્રગુપ્ત મૌર્ય

જવાબ : (B) રુદ્રદામા

(246) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે ક્યા વર્ષમાં સ્થાપિત કરી?

(A) ઈ.સ.1411

(B) ઈ.સ.1413

(C) ઈ.સ.1423

(D) ઈ.સ.1443

જવાબ : (A) ઈ.સ.1411

(247) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ?

(A) 30 ડિસેમ્બર, 1948

(B) 30 જાન્યુઆરી, 1950

(C) 30 જાન્યુઆરી, 1948

(D) 30 જાન્યુઆરી, 1949

જવાબ : (C) 30 જાન્યુઆરી, 1948

(248) ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઊના તાલુકાના દેલવાડાને પ્રથમ ડિજિટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ ક્યારે જાહેર કર્યું?

(A) 1લી ડિસેમ્બર, 2016

(B) 24મી ડિસેમ્બર, 2016

(C) 26મી ડિસેમ્બર, 2016

(D) 31મી ડિસેમ્બર 2016

જવાબ : (B) 24મી ડિસેમ્બર, 2016

(249) ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજમથકની શરૂઆત થઈ હતી?

(A) ડૉ. જીવરાજ મહેતા

(B) બળવંતરાય મહેતા

(C) હિતેન્દ્રભાઈ દેસાઈ

(D) ચીમનભાઈ પટેલ

જવાબ : (B) બળવંતરાય મહેતા

(250) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી?

(A) મહીતપરામ રૂપરામ

(B) દયારામ

(C) સૂરદાસ

(D) રણછોડદાસ

જવાબ : (A) મહીતપરામ રૂપરામ

Also Read :

ભારતનો ઈતિહાસ MCQ
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ
ગુજરાતી વ્યાકરણ MCQ
5 Gujarat No Itihas Mcq Gujarati
error: Content is protected !!
Scroll to Top