Std 8 Science Chapter 2 Mcq Gujarati (ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 Mcq)

Std 8 Science Chapter 2 Mcq Gujarati
Std 8 Science Chapter 2 Mcq Gujarati

Std 8 Science Chapter 2 Mcq Gujarati, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 MCQ, ધોરણ 8 વિજ્ઞાન Mcq, Std 8 Science Mcq Gujarati, Class 8 Science Chapter 2 Mcq Gujarati, Class 8 Science Mcq Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 2સૂક્ષ્મ જીવો : મિત્ર કે શત્રુ
સત્ર :પ્રથમ
MCQ :60
Std 8 Science Chapter 2 Mcq Gujarati

Std 8 Science Chapter 2 Mcq Gujarati (1 To 10)

(1) સૂક્ષ્મજીવોને જોવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો?

(A) બેરોમીટર

(B) થરમૉમિટર

(C) સૂક્ષ્મદર્શક યંત્ર

(D) કેલિડોસ્કોપ

જવાબ : (C) સૂક્ષ્મદર્શક યંત્ર

(2) સૂક્ષ્મજીવોને મુખ્ય કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે?

(A) ચાર

(B) છ

(C) પાંચ

(D) ત્રણ

જવાબ : (A) ચાર

(3) નીચેનાં પૈકી કયો સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે?

(A) લીલ

(B) વાઇરસ

(C) બેક્ટેરિયા

(D) પ્રજીવ

જવાબ : (B) વાઇરસ

(4) નીચેનાં પૈકી કયો સૂક્ષ્મજીવ અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન છે?

(A) પ્રજીવ

(B) બેક્ટેરિયા

(C) વાઇરસ

(D) ફૂગ

જવાબ : (C) વાઇરસ

(5) TB નું પુરું નામ આપો.

Std 8 Science Chapter 2 Mcq Gujarati
Std 8 Science Chapter 2 Mcq Gujarati

(A) ટ્યુબરક્લોનિક

(B) ટ્યુબરકયુલોસીસ

(C) ટેલિક્લિનિક

(D) એકપણ નહી

જવાબ : (B) ટ્યુબરકયુલોસીસ

Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ

(6) ટી.બી. અને ટાઈફોઈડ થવા માટે નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે?

(A) બેક્ટેરિયા

(B) પ્રજીવ

(C) વાઇરસ

(D) ફૂગ

જવાબ : (A) બેક્ટેરિયા

(7) નીચે આપેલ આકૃતિઓના ક્રમિક નામ પરથી સાચો વિકલ્પ પસંદ કરો.

Std 8 Science Chapter 2 Mcq Gujarati
Std 8 Science Chapter 2 Mcq Gujarati

(A) અમીબા, કલેમિડોમોનાસ, પેરામિશીયમ, સ્પાયરોગાયરા

(B) અમીબા, સ્પાયરોગાય, પેરામિશીયમ, કલેમિડોમોનાસ

(C) પેરામિશીયમ, કલેમિડોમોનાસ, અમીબા, સ્પાયરોગાયરા

(D) પેરામિશીયમ, સ્પાયરોગાયરા, કલેમિડોમોનાસ, અમીબા

જવાબ : (B) અમીબા, સ્પાયરોગાય, પેરામિશીયમ, કલેમિડોમોનાસ

(8) ફૂગ : યીસ્ટ : : લીલ : ………………

(A) પેનિસિલિયમ

(B) મોલ્ડ

(C) સ્પાયરોગાયરા

(D) એસ્પરજીલસ

જવાબ : (C) સ્પાયરોગાયરા

(9) નીચે આપેલ પૈકી કઈ ફૂગ નથી?

(A) પેનેસિલિયમ

(B) બ્રેડ મોલ્ડ

(C) સ્પાયરોગાયરા

(D) એસ્પરજીલસ

જવાબ : (C) સ્પાયરોગાયરા

(10) નીચેનામાંથી કયો સજીવ અનિયમિત આકાર ધરાવે છે?

(A) અમીબા

(B) સ્પાયરોગાયરા

(C) પેરામિશીયમ

(D) કલેમિડોમોનાસ

જવાબ : (A) અમીબા

Std 8 Science Chapter 2 Mcq Gujarati (11 To 20)

(11) નીચેનામાંથી કયા સજીવનો આકાર ચંપલના તળિયા જેવો છે?

(A) અમીબા

(B) સ્પાયરોગાયરા

(C) પેરામિશીયમ

(D) કલેમિડોમોનાસ

જવાબ : (C) પેરામિશીયમ

(12) સૂક્ષ્મજીવોનો ઉપયોગ નીચેનામાંથી શામાં થાય છે?

(A) કેક બનાવવા

(B) દહીં બનાવવા

(C) બ્રેડ બનાવવા

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(13) દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે?

(A) ટ્યુબરકયુલોસિસ

(B) મેલેના

(C) લેકટોબેસિલસ

(D) યીસ્ટ

જવાબ : (C) લેકટોબેસિલસ

(14) આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે?

(A) ઑક્સિજન

(B) કાર્બન ડાયોકસાઈડ

(C) નાઇટ્રોજન

(D) હાઇડ્રોજન

જવાબ : (B) કાર્બન ડાયોકસાઈડ

(15) ……………… એ આથવણની શોધ કરી.

(A) લૂઈ પાશ્વર

(B) એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

(C) એડવર્ડ જેનર

(D) રોબર્ટ કોશ

જવાબ : (A) લૂઈ પાશ્વર

(16) શર્કરાનું………………માં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે.

(A) કાર્બોદિત

(B) ગ્લુકોઝ

(C) આલ્કોહોલ

(D) સ્ટાર્ચ

જવાબ : (C) આલ્કોહોલ

(17) યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે?

(A) ઑક્સિજન

(B) આલ્કોહોલ

(C) શર્કરા

(D) હાઈડ્રોક્લોરિક એસિડ

જવાબ : (B) આલ્કોહોલ

(18) ખમણ – ઢોકળાની કણક ફૂલવાનું કારણ………………છે.

(A) ઠંડી

(B) ગરમી

(C) યીસ્ટકોષોની વૃદ્ધિ

(D) એકપણ નહિ

જવાબ : (C) યીસ્ટકોષોની વૃદ્ધિ

(19) એલેકઝાન્ડર ફ્લેમિંગના પ્રાયોગિક કાર્ય દરમિયાન સંવર્ધન પ્લેટ પર બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવનાર સૂક્ષ્મજીવ કયા હતા?

(A) મોલ્ડ

(B) પ્રજીવ

(C) વાઈરસ

(D) લીલ

જવાબ : (A) મોલ્ડ

(20) મોલ્ડમાંથી પેનિસિલિન બનાવવાની પ્રક્રિયાના શોધક કોણ છે?

(A) લૂઈ પાશ્વર

(B) એલેકઝાન્ડર ફ્લેમિંગ

(C) એડવર્ડ જેનર

(D) જગદીશચંદ્ર બોઝ

જવાબ : (B) એલેકઝાન્ડર ફ્લેમિંગ

Std 8 Science Chapter 2 Mcq Gujarati (21 To 30)

(21) નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે?

(A) વાઇરસ

(B) બેક્ટેરિયા

(C) ફૂગ

(D) પ્રજીવ

જવાબ : (B) બેક્ટેરિયા

(22) શાના દ્વારા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે?

(A) રસી

(B) ફૂગ

(C) લીલ

(D) બેક્ટેરિયા

જવાબ : (A) રસી

(23) નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ નથી?

(A) ટેટ્રાસાયક્લિન

(B) સોડિયમ બાયકાર્બોનેટ

(C) એરિથ્રોમાઈસીન

(D) સ્ટ્રેપ્ટોમાઈસીન

જવાબ : (B) સોડિયમ બાયકાર્બોનેટ

(24) શીતળાની રસીની શોધ કોણે કરી હતી?

(A) લૂઈ પાશ્વર

(B) એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

(C) એડવર્ડ જેનર

(D) રોબર્ટ કોશ

જવાબ : (C) એડવર્ડ જેનર

(25) વિશ્વવ્યાપી અભિયાન અંતર્ગત નીચેનાં પૈકી કયો રોગ મોટે ભાગે દૂર કરી શકાયો છે?

(A) મેલેરિયા

(B) ટી.બી.

(C) શીતળા

(D) કમળો

જવાબ : (C) શીતળા

(26) મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે…

(A) કૂલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહિ.

(B) ચોમાસામાં ધાબા પર ખુલ્લા ટાયર રાખવાં નહિ.

(C) ફૂલદાનીમાં પાણી ભરી રાખવું જોઈએ નહિ.

(D) ઉપર આપેલ તમામ

જવાબ : (D) ઉપર આપેલ તમામ

(27) કયો સૂક્ષ્મજીવ એન્થ્રક્સ રોગ માટે જવાબદાર છે?

(A) વાઇરસ

(B) બેક્ટેરિયા

(C) ફૂગ

(D) પ્રજીવ

જવાબ : (B) બેક્ટેરિયા

(28) શિરીષભાઈ પોતાના ઘરે મચ્છર ભગાડવાના રસાયણનો ઉપયોગ કરે છે તો તેમને કઈ બીમારી સામે રક્ષણ મળશે?

(A) કોલેરા

(B) ટાઈફોઈડ

(C) કેન્સર

(D) ડેન્ગ્યુ

જવાબ : (D) ડેન્ગ્યુ

(29) ઓરી અને અછબડા કયા સૂક્ષ્મજીવથી થાય છે?

(A) વાઇરસ

(B) બેક્ટેરિયા

(C) ફૂગ

(D) પ્રજીવ

જવાબ : (A) વાઇરસ

(30)………… મચ્છર ડેન્ગ્યુના રોગનો વાહક ગણાય છે.

(A) માદા એનોફિલિસ

(B) વિબ્રિયો કોલેરી

(C) માદા એડિસ

(D) માઉથ ડિસીઝ

જવાબ : (C) માદા એડિસ

Std 8 Science Chapter 2 Mcq Gujarati (31 To 40)

(31) ચેપી રોગોનું મુખ્ય વાહક ………… છે.

(A) કરોળિયો

(B) ઘરમાખી

(C) ડ્રેગન માખી

(D) મધમાખી

જવાબ : (B) ઘરમાખી

(32) હિપેટાઇટિસ – A (કમળો) કયા સૂક્ષ્મજીવથી થાય છે?

(A) વાઇરસ

(B) બેક્ટેરિયા

(C) ફૂગ

(D) પ્રજીવ

જવાબ : (A) વાઇરસ

(33) રોગકારક સૂક્ષ્મજીવોના વાહક કોણ છે?

(A) મચ્છર

(B) હવા

(C) માખી

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(34) રૂબેલા શાનાથી થતો રોગ છે?

(A) વાઇરસ

(B) બેક્ટેરિયા

(C) ફૂગ

(D) પ્રજીવ

જવાબ : (A) વાઇરસ

(35) આપેલ પૈકી ફૂગથી ન થતો રોગ કયો છે?

(A) ખસ

(B) ખરજવું

(C) ડિફ્થેરિયા

(D) દાદર

જવાબ : (C) ડિફ્થેરિયા

(36) કોલેરાનો રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે?

(A) વાઇરસ

(B) બેક્ટેરિયા

(C) ફૂગ

(D) પ્રજીવ

જવાબ : (B) બેક્ટેરિયા

(37) મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે?

(A) માખી

(B) મચ્છર

(C) વંદો

(D) પતંગિયું

જવાબ : (B) મચ્છર

(38) નીચેનામાંથી કચો રોગ વાઇરસ દ્વારા ફેલાતો નથી?

(A) ઓરી

(B) પોલિયો

(C) કોલેરા

(D) અછબડા

જવાબ : (C) કોલેરા

(39) એન્થ્રક્સ રોગ કયા સજીવમાં જોવા મળે છે?

(A) મનુષ્ય

(B) ઢોર

(C) મનુષ્ય અને ઢોર

(D) એકપણ નહિ

જવાબ : (C) મનુષ્ય અને ઢોર

(40) વનસ્પતિમાં ઘઉંનો રસ્ટ કયા સૂક્ષ્મજીવથી થાય છે?

(A) વાઇરસ

(B) બેક્ટેરિયા

(C) ફૂગ

(D) પ્રજીવ

જવાબ : (C) ફૂગ

Std 8 Science Chapter 2 Mcq Gujarati (41 To 50)

(41) વનસ્પતિમાં સાઈટ્રસ કેન્કર કચા સૂક્ષ્મજીવથી થાય છે?

(A) વાઇરસ

(B) બેક્ટેરિયા

(C) ફૂગ

(D) પ્રજીવ

જવાબ : (B) બેક્ટેરિયા

(42) વનસ્પતિમાં ભીંડાનો પિત્ત (ઓકરા) કયા સૂક્ષ્મજીવથી થાય છે?

(A) વાઇરસ

(B) બેક્ટેરિયા

(C) ફૂગ

(D) પ્રજીવ

જવાબ : (A) વાઇરસ

(43) નીચેનામાંથી કચો રોગ માનવરોગ નથી?

(A) રૂબેલા

(B) અછબડા

(C) સાઇટ્રસ કેન્કર

(D) ઓરી

જવાબ : (C) સાઇટ્રસ કેન્કર

(44) કયો જાળવણીકારક પદાર્થ ભેજનું પ્રમાણ ઘટાડે છે?

(A) સોડિયમ મેટાબાયસલ્ફાઈટ

(B) સોડિયમ બેન્ઝોએટ

(C) મીઠું

(D) શર્કરા

જવાબ : (D) શર્કરા

(45) નીચેનામાંથી કયો રોગ વનસ્પતિજન્ય નથી?

(A) ઓકરા

(B) રૂબેલા

(C) ઘઉંનો રસ્ટ

(D) સાઈટ્રસ કેન્કર

જવાબ : (B) રૂબેલા

(46) અથાણાને બગડતા કોણ અટકાવે છે?

(A) ઍસિડ

(B) શર્કરા

(C) બેઈઝ

(D) તેલ અને વિનેગર

જવાબ : (D) તેલ અને વિનેગર

(47) નીચેનામાંથી કયો જાળવણીકારક પદાર્થ નથી?

(A) મીઠું

(B) તેલ

(C) મરચું

(D) સોડિયમ મેટાબાયસલ્ફાઈટ

જવાબ : (C) મરચું

(48) માછલીઓને લાંબો સમય સાચવવા શાનો ઉપયોગ થાય છે?

(A) મીઠું

(B) તેલ

(C) એસિડ

(D) સોડિયમ બેન્ઝોએટ

જવાબ : (A) મીઠું

(49) પેશ્ચ્યુરાઈઝડ દૂધ બનાવવા માટે તેને કેટલા તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે?

(A) 100°C

(B) 70°C

(C) 80°C

(D) 50°C

જવાબ : (B) 70°C

(50) પેશ્ચ્યુરાઈઝડ પદ્ધતિની શોધ કોણે કરી હતી?

(A) લૂઈ પાશ્વર

(B) એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

(C) એડવર્ડ જેનર

(D) રોબર્ટ કોશ

જવાબ : (A) લૂઈ પાશ્વર

Std 8 Science Chapter 2 Mcq Gujarati (51 To 60)

(51) આપેલ જોડકાં પૈકી ખોટું જોડકું કયું છે?

(A) લૂઈ પાશ્વર – પોલિયોની રસી

(B) એલેક્ઝાન્ડર ફ્લેમિંગ – પેનિસિલિન

(C) એડવર્ડ જેનર – શીતળાની રસી

(D) રોબર્ટ કોશ – એન્થેસિસ બેક્ટેરિયા

જવાબ : (A) લૂઈ પાશ્વર – પોલિયોની રસી

(52) વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે?

(A) હાઇડ્રોજન

(B) નાઇટ્રોજન

(C) કાર્બન ડાયોકસાઈડ

(D) ઑક્સિજન

જવાબ : (B) નાઇટ્રોજન

(53) વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે?

(A) 87%

(B) 21%

(C) 78%

(D) 0.07%

જવાબ : (C) 78%

(54) રાઇઝોબિયમ નામના …………… દ્વારા ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે.

(A) બેક્ટેરિયા

(B) ફૂગ

(C) પ્રજીવ

(D) વાઈરસ

જવાબ : (A) બેક્ટેરિયા

(55) નીચેનાં પૈકી કયો રોગ ચેપી છે?

(A) શરદી

(B) કૉલેરા

(C) ઓરી

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(56) નીચેનામાંથી કયો રોગ વાઇરસ દ્વારા ફેલાય છે?

(A) ટાઈફોઇડ

(B) કોલેરા

(C) ટીબી

(D) ઇન્ફ્લુએન્ઝા

જવાબ : (D) ઇન્ફ્લુએન્ઝા

(57) નીચે આપેલ વિધાનો પૈકી ખોટું વિધાન કયું છે?

(A) આપણે જયારે છીંકતા હોઈએ ત્યારે આપણા નાક રૂમાલ રાખવો જોઈએ.

(B) હંમેશાં ઉકાળીને ઠંડુ પાડેલું પાણી પીવું જોઈએ.

(C) હંમેશાં દર્દીને અન્ય વ્યક્તિઓને જોડે જ રાખવો જોઈએ.

(D) હંમેશાં મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.

જવાબ : (C) હંમેશાં દર્દીને અન્ય વ્યક્તિઓને જોડે જ રાખવો જોઈએ.

(58) નીલહરિત લીલ વાતાવરણમાંથી ભૂમિમાં શાનું સ્થાપન કરે છે?

(A) ઑક્સિજન

(B) નાઇટ્રોજન

(C) હાઇડ્રોજન

(D) કાર્બન ડાયોકસાઈડ

જવાબ : (B) નાઇટ્રોજન

(59) નીચે દર્શાવેલ આકૃતિ કોની છે?

Std 8 Science Chapter 2 Mcq Gujarati
Std 8 Science Chapter 2 Mcq Gujarati

(A) વાઈરસ

(B) બેક્ટેરિયા

(C) પ્રજીવ

(D) ફૂગ

જવાબ : (A) વાઈરસ

(60) ઝાડા અને મેલેરિયા જેવા રોગો શાનાથી ફેલાય છે?

(A) વાઈરસ

(B) બેક્ટેરિયા

(C) પ્રજીવ

(D) ફૂગ

જવાબ : (C) પ્રજીવ

Also Read :

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 MCQ
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 MCQ
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 MCQ
Std 8 Science Chapter 2 Mcq Gujarati
error: Content is protected !!
Scroll to Top