3 Gujarat No Sanskrutik Varso Mcq, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ, Gujarat No Sanskrutik Varso Mcq pdf, Gujarat No Sanskrutik Varso Test, ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો |
ભાગ : | 3 |
MCQ : | 101 થી 150 |
3 Gujarat No Sanskrutik Varso Mcq (101 To 110)
(101) ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક ક્યા જિલ્લામાં આવેલ છે?
(A) કચ્છ
(B) મહીસાગર
(C) પાટણ
(D) સુરેન્દ્રનગર
જવાબ : (B) મહીસાગર
(102) ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક ક્યા જિલ્લામાં આવેલ છે?
(A) અમદાવાદ
(B) ભાવનગર
(C) સાબરકાંઠા
(D) આણંદ
જવાબ : (A) અમદાવાદ
(103) જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલી છે?
(A) સુરેન્દ્રનગર જિલ્લો
(B) કચ્છ જિલ્લો
(C) દેવભૂમિ દ્વારકા જિલ્લો
(D) પાટણ જિલ્લો
જવાબ : (B) કચ્છ જિલ્લો
(104) મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ક્યુ સુવિખ્યાત મંદિર આવેલ છે?
(A) સૂર્ય મંદિર
(B) શનિદેવ મંદિર
(C) બહુચર માતાનું સ્થાનક
(D) બાલકૃષ્ણ લાલજીની હવેલી
જવાબ : (A) સૂર્ય મંદિર
(105) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન ક્યા નામે જાણીતું છે?
(A) મોહન મંદિર
(B) કિર્તી મંદિર
(C) મહાત્મા મંદિર
(D) ગાંધી નિવાસ
જવાબ : (B) કિર્તી મંદિર
Play Quiz :
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 3
(106) સરોવર /તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે?
(A) સૂરસાગર = વડોદરા
(B) રણમલ = જામનગર
(C) હમીરસર = અંજાર
(D) શર્મિષ્ઠા = વડનગર
જવાબ : (C) હમીરસર = અંજાર
(107) પારસીઓના કાશી તરીકે ક્યું સ્થળ ઓળખાય છે?
(A) ઉદવાડા
(B) નારગોલ
(C) સંજાણ
(D) નવસારી
જવાબ : (A) ઉદવાડા
(108) “ભવાઈ”ના પૂર્વજ નીચેના પૈકી કોણ છે?
(A) નરસિંહ
(B) અસાઈત
(C) બૈજનાથ
(D) માનસિંહ
જવાબ : (B) અસાઈત
(109) ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે?
(A) ભક્તિધારાના
(B) જ્ઞાનધારાના
(C) પ્રશિષ્ટધારાના
(D) રોમેંટિક ધારાના
જવાબ : (B) જ્ઞાનધારાના
(110) ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
(1) મોચી ભરત | (A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર |
(2) કાઠી ભરત | (B) સૌરાષ્ટ્ર વિસ્તાર |
(3) કણબી ભરત | (C) ખાવડા, બન્ની વિસ્તાર |
(4) મોતી ભરત | (D) અમરેલી જીલ્લો |
(A) 1-D, 2-C, 3-B, 4-A
(B) 1-A, 2-D, 3-C, 4-B
(C) 1-B, 2-A, 3-D, 4-C
(D) 1-C, 2-B, 3-A, 4-D
જવાબ : (D) 1-C, 2-B, 3-A, 4-D
3 Gujarat No Sanskrutik Varso Mcq (111 To 120)
(111) અમદાવાદની જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમુનો ગણાય છે?
(A) હિન્દુ સ્થાપત્ય કલા શૈલી
(B) ગુજરાતી શૈલી
(C) મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી
(D) હિન્દુ-ઈસ્લામી સ્થાપત્ય કલા શૈલી
જવાબ : (B) ગુજરાતી શૈલી
(112) છાયલ, છેલારિયું, બિરોદક અને શાલપોત – એ શાનાં નામો છે?
(A) વસ્ત્ર-પોશાક
(B) ભીંતચિત્રો
(C) લિંપણ
(D) રંગોળી
જવાબ : (A) વસ્ત્ર-પોશાક
(113) ગુજરાતની સાક્ષરભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે?
(A) વડોદરા
(B) સૂરત
(C) ભાવનગર
(D) નડિયાદ
જવાબ : (D) નડિયાદ
(114) સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોને અનુસરે છે?
(A) મંડપ
(B) પુનિત
(C) શિકારા
(D) વિમના
જવાબ : (B) પુનિત
(115) અડાલજની વાવ અન્ય ક્યા નામે ઓળખાય છે?
(A) રૂડીબાઈની વાવ
(B) શ્રીમાળીની વાવ
(C) ભીમાની વાવ
(D) ઝરણાવાળી વાવ
જવાબ : (A) રૂડીબાઈની વાવ
(116) “ભવાઈ” ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે?
(A) કરતાલ
(B) ઢોલક
(C) ભૂંગળ
(D) એકતારો
જવાબ : (C) ભૂંગળ
(117) નીચેના પૈકી કયું સંગ્રહાલય (મ્યુઝીયમ) સૌથી જૂનું છે?
(A) બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર
(B) બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા
(C) કચ્છ મ્યુઝિયમ, ભૂજ
(D) વેર્સ્ટન મ્યુઝિયમ, રાજકોટ
જવાબ : (C) કચ્છ મ્યુઝિયમ, ભૂજ
(118) “પિઠોરા” શું છે?
(A) આદિવાસી તહેવાર
(B) આદિવાસી ચિત્રકળા
(C) આદિવાસી નૃત્ય
(D) આદિવાસી સંગીત
જવાબ : (B) આદિવાસી ચિત્રકળા
(119) જોવાલાયક સ્થળ અને તેના સ્થાન ને યોગ્ય રીતે ગોઠવો.
(1) હ્રદય કુંજ | (A) રાજકોટ |
(2) કીર્તિ મંદિર | (B) પોરબંદર |
(3) કબા ગાંધીનો ડેલો | (C) અમદાવાદ |
(4) સહસ્રલીંગ તળાવ | (D) પાટણ |
(A) 1 – B, 2 – A, 3 – D, 4 – C
(B) 1 – C, 2 – B, 3 – A, 4 – D
(C) 1 – A, 2 – D, 3 – C, 4 – B
(D) 1 – D, 2 – C, 3 – B, 4 – A
જવાબ : (B) 1 – C, 2 – B, 3 – A, 4 – D
(120) ‘અકીક’ની નમુનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે?
(A) ખંભાત
(B) અમદાવાદ
(C) બાલાસિનોર
(D) પાટણ
જવાબ : (A) ખંભાત
3 Gujarat No Sanskrutik Varso Mcq (121 To 130)
(121) ગુજરાતનાં સ્થાપત્ય/સ્થાનોને યોગ્ય રીતે ગોઠવો.
(1) ઝૂલતા મિનારા | (A) પાટણ |
(2) હીરા ભાગળ | (B) ચાંપાનેર |
(3) જુમા મસ્જિદ | (C) ડભોઈ |
(4) રાણકીવાવ | (D)અમદાવાદ |
(A) 1-D, 2-C, 3-B, 4-A
(B) 1-C, 2-B, 3-A, 4-D
(C) 1-B, 2-A, 3-D, 4-C
(D) 1-A, 2-D, 3-C, 4-B
જવાબ : (A) 1-D, 2-C, 3-B, 4-A
(122) રાજયમાં હાલમાં કયા તોરણો જોવાલાયક છે?
(A વડનગર
(B) દેવમાલ
(C) કપડવંજ
(D) ઉપરોકત બધાજ
જવાબ : (D) ઉપરોકત બધાજ
(123) ગામ / સ્થળનું નામ = જોવાલાયક સ્થળ
(1) અંજાર | (A) ભુવનેશ્વરી શકિતપીઠ |
(2) માંડવી | (B) જેસલ તોરલ સમાધી |
(3) મોરબી | (C) વિજય વિલાસ પૅલેસ |
(4) ગોંડલ | (D) મણિમંદિર |
(A) 1-D, 2-A, 3-B, 4-C
(B) 1-C, 2-D, 3-A, 4-B
(C) 1-A, 2-B, 3-C, 4-D
(D) 1-B, 2-C, 3-D, 4-A
જવાબ : (D) 1-B, 2-C, 3-D, 4-A
(124) રાજયના ગ્રંથભંડારો અને તેના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
(1) ભો.જે. વિદ્યાભવન | (A)અમદાવાદ |
(2) પ્રાચ્ય વિદ્યામંદિર | (B) વડોદરા |
(3) શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર | (C) કોબા |
(4) ફાર્બસ ગુજરાતી સભા | (D) મુંબઈ |
(A) 1-B, 2-C, 3-D, 4-A
(B) 1-A, 2-B, 3-C, 4-D
(C) 1-C, 2-D, 3-A, 4-B
(D) 1-D, 2-A, 3-B, 4-C
જવાબ : (B) 1-A, 2-B, 3-C, 4-D
(125) નૃત્ય પ્રકાર અને તેના સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
(1) ટિપ્પણી નૃત્ય | (A) ચોરવાડ પંથક |
(2) રાસ અને રાસડા | (B) પંથક સૌરાષ્ટ્ર |
(3) ઠાગા નૃત્ય | (C) ઉત્તર ગુજરાત |
(4) ભાયાનૃત્ય | (D) ડાંગ જીલ્લો |
(A) 1-D, 2-B, 3-C, 4-D
(B) 1-B, 2-C, 3-D, 4-A
(C) 1-C, 2-D, 3-A, 4-B
(D) 1-D, 2-A, 3-B, 4-C
જવાબ : (A) 1-D, 2-B, 3-C, 4-D
(126) મહેલો અને તેનાં સ્થાનોને યોગ્ય રીતે ગોઠવો.
(1) આયનાં મહેલ | (A) રાજપીપળા |
(2) લક્ષ્મી વિલાસ પેલેસ | (B) વડોદરા |
(3) વિજય પેલેસ | (C) વાંકાનેર |
(4) અમર પેલેસ | (D) ભૂજ |
(A) 1-D, 2-B, 3-A, 4-C
(B) 1-B, 2-A, 3-C, 4-D
(C) 1-A, 2-C, 3-D, 4-B
(D) 1-C, 2-D, 3-B, 4-A
જવાબ : (A) 1-D, 2-B, 3-A, 4-C
(127) ગુજરાતનો અગત્યનો ‘પશુમેળો’ નીચેનામાંથી ક્યો છે?
(A) ભવનાથનો મેળો
(B) તરણેતરનો મેળો
(C) શામળાજીનો મેળો
(D) વૌઠાનો મેળો
જવાબ : (D) વૌઠાનો મેળો
(128) સુપ્રખ્યાત તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં થાય છે?
(A) અમદાવાદ
(B) અમરેલી
(C) જૂનાગઢ
(D) સુરેન્દ્રનગર
જવાબ : (D) સુરેન્દ્રનગર
(129) પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઈ લોકકલા લોકો માણે છે?
(A) તાંડવ નૃત્ય
(B) ગરબા
(C) ભવાઈ
(D) નાટક
જવાબ : (C) ભવાઈ
(130) ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે?
(A) આદિવાસી
(B) ભરવાડ
(C) ઠાકોર
(D) રબારી
જવાબ : (A) આદિવાસી
3 Gujarat No Sanskrutik Varso Mcq (131 To 140)
(131) નીચેનામાંથી ક્યુ નામ ‘‘ભવાઈ” સાથે સંકળાયેલું છે?
(A) અખો
(B) મીરાબાઈ
(C) નરસિંહ મહેતા
(D) અસાઈત
જવાબ : (D) અસાઈત
(132) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે?
(A) આસો નવરાત્રી
(B) ચૈત્ર નવરાત્રી
(C) માઘ નવરાત્રી
(D) અસાઢ નવરાત્રી
જવાબ : (A) આસો નવરાત્રી
(133) ‘હૂડો’ શું છે?
(A) રાગનો પ્રકાર
(B) સંગીતવાદ્ય
(C) નૃત્યનો પ્રકાર
(D) ચિત્રકાળ
જવાબ : (C) નૃત્યનો પ્રકાર
(134) નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?
(A) ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે.
(B) ગરબી એ પુરુષોનું નૃત્ય છે.
(C) ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે.
(D) ભક્તકવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી.
જવાબ : (A) ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે.
(135) ‘‘તરણેતર’’ નો મેળો કયા મહિના દરમ્યાન યોજાય છે?
(A) ભદ્રપદ
(B) અષાઢ
(C) શ્રાવણ
(D) માઘ
જવાબ : (A) ભદ્રપદ
(136) ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ કયાં આવેલું છે?
(A) સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ
(B) કેલીકો મ્યુઝિયમ, અમદાવાદ
(C) વોટસન મ્યુઝિયમ, રાજકોટ
(D) સરદાર પટેલ મ્યુઝિયમ, સુરત
જવાબ : (A) સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ
(137) વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886 માં સંગીત-કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતાં?
(A) પંડીત ભાસ્કરભુવા
(B) ઉસ્તાદ મૌલા બક્ષ
(C) ઈનાયત ખાન
(D) ઉસ્તાદ ફૈયાઝ ખાન
જવાબ : (B) ઉસ્તાદ મૌલા બક્ષ
(138) નીચેના પૈકી ક્યું ગુજરાતનું લોકનૃત્ય છે?
(A) ઘેરીયા
(B) ઝુમર
(C) પઢાર
(D) ઉપરના તમામ
જવાબ : (D) ઉપરના તમામ
(139) વજૂપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે?
(A) ઢાંક
(B) ઉપરકોટ
(C) ખંભાલીડા
(D) આબુ
જવાબ : (C) ખંભાલીડા
(140) ધર્મ – સંપ્રદાય અને મંદિર – પુજા સ્થાને યોગ્ય રીતે ગોઠવો.
(1) વૈષ્ણવ સંપ્રદાય | (A) અમદાવાદ |
(2) જરથોસ્તી ધર્મ | (B) ઉદવાડા |
(3) ખ્રિસ્તી ધર્મ | (C) દ્વારકા |
(4) બહાઈ ધર્મ | (D) ખંભાત |
(A) 1-B, 2-D, 3-A, 4-C
(B) 1-C, 2-B, 3-D, 4-A
(C) 1-D, 2-A, 3-C, 4-B
(D) 1-A, 2-C, 3-B, 4-D
જવાબ : (B) 1-C, 2-B, 3-D, 4-A
3 Gujarat No Sanskrutik Varso Mcq (141 To 150)
(141) પ્રાચીન સ્મારક/મકાન અને તેના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
(1) એન્ડ્રુઝ લાયબ્રેરી | (A) પાટણ |
(2) લક્ષ્મીવિલાસ પેલેસ | (B) સુરત |
(3) સંતરામ મંદિર | (C) વડોદરા |
(4) રાણકીવાવ/રાણીની વાવ | (D) નડિયાદ |
(A) A-4, B-1, C-2, D-3
(B) A-3, B-4, C-1, D-2
(C) A-4, B-1, C-2, D-3
(D) A-1, B-2, C-3, D-4
જવાબ : (C) A-4, B-1, C-2, D-3
(142) ચિત્રવિચિત્રશ્વરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
(A) સાબરકાંઠા
(B) બનાસકાંઠા
(C) પંચમહાલ
(D) ડાંગ
જવાબ : (A) સાબરકાંઠા
(143) નીચેની પૈકી કઈ જોડી અયોગ્ય છે?
(A) રાઠવા- પીઠોરાના ચિત્રો
(B) ભીલો – ભારાડીના ચિત્રો
(C) કુંકણીઓ – ગોગજના ચિત્રો
(D) ચૌધરીઓ – નવાના ચિત્રો
જવાબ : (C) કુંકણીઓ – ગોગજના ચિત્રો
(144) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી?
(A) આ મંદિરનું ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.
(B) આ મંદિરનું નકક્ષીકામ ગાંધારશૈલીમાં થયેલું છે.
(C) મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના 108 જેટલા મંદિરો આવેલા છે.
(D) આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે.
જવાબ : (B) આ મંદિરનું નકક્ષીકામ ગાંધારશૈલીમાં થયેલું છે.
(145) હાલી નૃત્ય કઈ આદિજાતિનુ લોકનૃત્ય છે?
(A) ભીલ
(B) દૂબળા
(C) પઢાર
(D) ચારણ
જવાબ : (B) દૂબળા
(146) ભવાઈના પિતા અસાઈત ઠાકર કયાંના વતની હતા?
(A) મહેસાણા
(B) પાટણ
(C) સિધ્ધપુર
(D) પાલનપુર
જવાબ : (C) સિધ્ધપુર
(147) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે, આ ફિલ્મ 1932 ના વર્ષમાં રજુ થયેલ હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી.
(A) નરસિંહ મહેતા
(B) લીલુડી ધરતી
(C) મુંબઈની શેઠાણી
(D) કંકુ
જવાબ : (A) નરસિંહ મહેતા
(148) નીચેનામાંથી કયું જોડકુ બંધ બેસતું નથી?
(A) લક્ષ્મીવિલાસ પેલેસ = ભૂજ
(B) વિજયવિલાસ પેસેલ = ભૂજ
(C) અડાલજની વાવ = ગાંધીનગર
(D) પ્રાગમહલ = ભૂજ
જવાબ : (A) લક્ષ્મીવિલાસ પેલેસ = ભૂજ
(149) ‘ભૂજોડી’ શું છે?
(A) કચ્છમાં વસ્તી એક જાતિ
(B) અંજારમાં બનતી ચપ્પલ કે મોજડીનું નામ
(C) ભૂજની બાંધણીનું સ્થાનિક નામ
(D) ભૂજની એમ્બ્રોડરીની એક જાતનું નામ
જવાબ : (D) ભૂજની એમ્બ્રોડરીની એક જાતનું નામ
(150) કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે?
(A) બૌદ્ધ
(B) પારસી
(C) હિન્દુ
(D) જૈન
જવાબ : (D) જૈન
Also Read :
ગુજરાતનો ઈતિહાસ MCQ |
ગુજરાતના જિલ્લા MCQ |
ભારતનો ઈતિહાસ MCQ |