55 Gujarati Bal Varta । 55. કીડી અને કબૂતર
55 Gujarati Bal Varta. 55 કીડી અને કબૂતર વાર્તા વાંચો. ગુજરાતી વાર્તા. ગુજરાતી બાળવાર્તા. Gujarati Bal Varta Story. Gujarati Varta Story. Gujarati Varta.
એક તરસી કીડી નદી ઉપર પાણી પીવાને ગઈ હતી. પાણીનો વેગ વધારે હોવાથી તે તણાતી ચાલી. તે એક કબૂતરે દીઠી અને તેને દયા આવી, તેથી ચાંચ વતી ઝાડનું એક પાંદડું તોડીને પાણીમાં નાખ્યું. તેને વળગીને પેલી કીડી કિનારે આવી અને તેનો જીવ બચી ગયો.
પછી એક દિવસ એવી વાત થઈ કે તે જ કબૂતર એક ઠેકાણે બેઠું કતું, તે ન જાણે એમ એક શિકારી તેના ઉપર જાળ નાખતો હતો. તે કીડીએ જાણ્યું એટલે તે વખતે જ જઈને કબૂતરને પગે ચટકો ભર્યો, તેથી તે ઝટ લઈને ઉડી ગયું.
આ વાત ઉપરથી એ સમજવું કે આપણે બીજા ઉપર ઉપકાર કરતા રહેવું, અને કોઈએ આપણું ભલું કર્યું હોય તો તે વાત મનમાં રાખીને તક આવે ત્યારે તેનો બદલો વાળવાનું ચૂકવું નહીં. એવું કીધાથી ભગવાન રાજી રહે છે, લોકમાં આબરું વધે છે, ને આપણું સારું થાય છે.
આ વાર્તા પણ વાંચો :