1 Gujarati Vyakaran Mcq (ગુજરાતી વ્યાકરણ MCQ)

Spread the love

1 Gujarati Vyakaran Mcq
1 Gujarati Vyakaran Mcq

1 Gujarati Vyakaran Mcq, ગુજરાતી વ્યાકરણ MCQ, Gujarati Vyakaran pdf, ગુજરાતી વ્યાકરણ પ્રશ્નો, Gujarati Vyakaran Test, Gujarati Vyakaran, Gujarati Grammar mcq, Gujarati Grammar Test, Gujarati Grammar pdf.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતી વ્યાકરણ
ભાગ : 1 (પ્રથમ)
MCQ :1 થી 50
1 Gujarati Vyakaran Mcq

1 Gujarati Vyakaran Mcq (1 To 10)

(1) સાચી જોડણી શોધો.

(A) સુનમૂન

(B) સૂનમૂન

(C) સુનમુન

(D) ષૂનમુન

જવાબ : (B) સૂનમૂન

(2) ખોટી જોડણી શોધો.

(A) પરિચારિકા

(B) પરિચિત

(C) વીજળી

(D) હોશીયાર

જવાબ : (D) હોશીયાર

Play Quiz :

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 1

(3) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.

(1) લેખુ
1 Gujarati Vyakaran Mcq

(A) હિસાબ

(B) લખવું

(C) લાખ

(D) લડવું

જવાબ : (A) હિસાબ

(4) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.

(1) ઓછું આવવું.
1 Gujarati Vyakaran Mcq

(A) વધારે ન હોવું

(B) ખૂશ થવું

(C) દુ: ખ થવું

(D) કરકસર કરવી

જવાબ : (C) દુ: ખ થવું

(5) સંધિ છોડો.

(1) ખિન્ન
1 Gujarati Vyakaran Mcq

(A) ખિદ્ + ન

(B) ખિદ + ન

(C) ખિન્ + ન

(D) ખિદ + ન્

જવાબ : (A) ખિદ્ + ન

(6) સંધિ જોડો.

(1) સ + અંગ + ઉપ + અંગ
1 Gujarati Vyakaran Mcq

(A) સંગોપાગ

(B) સાંગોપાંગ

(C) સગોપાંગ

(D) સાંગાઉપાંગ

જવાબ : (B) સાંગોપાંગ

(7) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય

(A) અવલી

(B) કવલી

(C) સાવલી

(D) ઝાવલી

જવાબ : (B) કવલી

(8) નીચે આપેલ શબ્દોમાંથી ક્યો શબ્દ ‘પરિત્રાણ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો.

(A) આત્મરક્ષણ

(B) સંબંધિત

(C) અટકાવ

(D) કવચ

જવાબ : (B) સંબંધિત

(9) આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો.

(1) ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો.
1 Gujarati Vyakaran Mcq

(A) ને

(B) થી

(C) નો

(D) ની

જવાબ : (C) નો

(10) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) નરસિંહ
1 Gujarati Vyakaran Mcq

(A) તત્પુરુષ

(B) ઉપપદ

(C) કર્મધારય

(D) દ્વન્દ્વ

જવાબ : (C) કર્મધારય

1 Gujarati Vyakaran Mcq (11 To 20)

(11) અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.

(1) મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.
1 Gujarati Vyakaran Mcq

(A) વર્ણસગાઈ

(B) ઉપમા

(C) વ્યાજસ્તુતિ

(D) વ્યતિરેક

જવાબ : (C) વ્યાજસ્તુતિ

(12) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.

(1) દૂઝણી ગાયની લાત પણ સારી
1 Gujarati Vyakaran Mcq

(A) જાહેર ચીજ સૌના માટે હોય છે.

(B) દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી.

(C) ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા.

(D) દૂઝણી ગાય દૂધ આપતી નથી.

જવાબ : (C) ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા.

(13) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.

(1) ઉદધિ
1 Gujarati Vyakaran Mcq

(A) સરિતા

(B) માખણ

(C) આપગા

(D) અબ્ધિ

જવાબ : (D) અબ્ધિ

(14) નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.

(1) છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું.
1 Gujarati Vyakaran Mcq

(A) છાયા ગંધર્વને પ્રેમ કરે છે.

(B) છાયા ગંધર્વને પ્રેમ કરશે.

(C) છાયા ગંધર્વના પ્રેમમાં પડી.

(D) શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી?

જવાબ : (C) છાયા ગંધર્વના પ્રેમમાં પડી.

(15) નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.

(1) કુંવર રડી પડી.
1 Gujarati Vyakaran Mcq

(A) કુંવર રડી પડશે.

(B) કુંવરથી રડી પડાયું.

(C) કુંવરથી રડી પડાય છે.

(D) કુંવર રડશે નહીં.

જવાબ : (B) કુંવરથી રડી પડાયું.

(16) નીચે આપેલ વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો.

(1) તે ખાય છે.
1 Gujarati Vyakaran Mcq

(A) તેનાથી ખવાય છે.

(B) તેની પાસે ખવાશે.

(C) તેને ખવડાવે છે.

(D) તેને ખવડાવશે.

જવાબ : (C) તેને ખવડાવે છે.

(17) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.

(1) ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે.
1 Gujarati Vyakaran Mcq

(A) ભૂતકૃદંત

(B) વર્તમાન કૃદંત

(C) ભવિષ્યકૃદંત

(D) વિદ્યર્થકૃદંત

જવાબ : (B) વર્તમાન કૃદંત

(18) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.

(1) ભાઠો
1 Gujarati Vyakaran Mcq

(A) પથરો

(B) ભાલ

(C) દલાલી

(D) કલેડું

જવાબ : (A) પથરો

(19) નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

(A) કુરંગ

(B) સારંગ

(C) નીલકંઠ

(D) મૃગ

જવાબ : (C) નીલકંઠ

(20) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) આબરૂ
1 Gujarati Vyakaran Mcq

(A) તત્પુરુષ

(B) મધ્યમપદલોપી

(C) બહુવ્રીહિ

(D) અવ્યયીભાવ

જવાબ : (A) તત્પુરુષ

1 Gujarati Vyakaran Mcq (21 To 30)

(21) શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

(A) અતોલ, અતીવ, અતિચાર, અતલસ

(B) અતલસ, અતિચાર, અતીવ, અતોલ

(C) અતીવ, અતોલ, અતલસ, અતિચાર

(D) અતિચાર, અતલસ, અતોલ, અતીવ

જવાબ : (B) અતલસ, અતિચાર, અતીવ, અતોલ

(22) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.

(1) મિથુન જમીને ફરવા જતો.
1 Gujarati Vyakaran Mcq

(A) વર્તમાન કૃદંત

(B) ભૂતકૃદંત

(C) સંબંધક ભૂતકૃદંત                            

(D) હેત્વર્થકૃદંત

જવાબ : (C) સંબંધક ભૂતકૃદંત    

(23) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.

(1) આકાશે સંધ્યા ખીલી’તી માથે સાતમ કેરો ચાંદ
1 Gujarati Vyakaran Mcq

(A) ઝૂલણા

(B) દોહરો

(C) હરિગીત

(D) સવૈયા

જવાબ : (D) સવૈયા

(24) નીચે આપેલા શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો.

(1) અતડું
1 Gujarati Vyakaran Mcq

(A) અલગ

(B) તડું

(C) મિલનસાર

(D) અંતર

જવાબ : (C) મિલનસાર

(25) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો.

(1) ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું.
1 Gujarati Vyakaran Mcq

(A) ક્રમવાચક

(B) કારણવાચક

(C) સ્થળવાચક

(D) સમયવાચક

જવાબ : (D) સમયવાચક

(26) મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો.

(A) મતતભનગાગા

(B) મભતતનગાગા

(C) મતનભનગાગા

(D) મભનતતગાગા

જવાબ : (D) મભનતતગાગા

(27) નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.

(1) લાટ હોત તો લેત. કણબી છુ. નઈં લઉં.
1 Gujarati Vyakaran Mcq

(A) પણ, એટલે

(B) તો, પણ

(C) જ્યાં…ત્યાં

(D) અથવા, માટે

જવાબ : (A) પણ, એટલે

(28) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

(A) આંગલુ – ઝભલું

(B) આગલું – આંગળુ

(C) ઈનામ – બક્ષિસ

(D) ઈમાન – પ્રામાણિકતા

જવાબ : (B) આગલું – આંગળુ

(29) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.

(1) મારા ભાઈનું બારમું પતી ગયું.
1 Gujarati Vyakaran Mcq

(A) ઉપમા

(B) વ્યતિરેક

(C) શ્લેષ                                

(D) વ્યાજસ્તુતિ

જવાબ : (C) શ્લેષ       

(30) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

(A) ગિલો ગામમાં ગયો

(B) યામિનીનું મુખ ચંદ્ર

(C) દમયંતીનું મુખ જાણે ચંદ્ર

(D) સત્ય પરમેશ્વર છે.

જવાબ : (A) ગિલો ગામમાં ગયો

1 Gujarati Vyakaran Mcq (31 To 40)

(31) ‘બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં’ – પંક્તિ કયા છંદમાં છે?

(A) મંદાક્રાંતા

(B) પૃથ્વી

(C) હરિગીત

(D) હરિણી

જવાબ : (A) મંદાક્રાંતા

(32) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ – સૂત્ર કયું છે?

(A) જ સ જ સ ય લ ગા

(B) ય મ ન સ ભ લ ગા

(C) મ સ જ સ ત ત ગા

(D) મ ર ભ ન ય ય ય

જવાબ : (C) મ સ જ સ ત ત ગા

(33) નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.

(1) ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી

(A) હોલ

(B) આંગણુ

(C) સ્ટોરરૂમ

(D) ગજાર

જવાબ : (D) ગજાર

(34) નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનઢિ અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો.

(1) ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.

(A) કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કાંઈક આપવું જોઈએ

(B) યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ

(C) ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ

(D) ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ

જવાબ : (D) ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ

(35) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો.

(1) શ્રુતિ

(A) શ્વેત

(B) વેદ

(C) શ્રમ

(D) વિલાસી

જવાબ : (B) વેદ

(36) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો.

(1) હેત્વાભાસ

(A) હેતુ + આભાસ

(B) હેત્ + આભાસ

(C) હેતવ + આભાસ

(D) હેત્વ + ભાસ

જવાબ : (A) હેતુ + આભાસ

(37) નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી?

(A) અધમૂઓ

(B) ભજન મંડળી

(C) સિંહાસન

(D) રેવાશંકર

જવાબ : (A) અધમૂઓ

(38) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.

(1) ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’

(A) ઘરમાં સવારે છાશ વલોવવી

(B) ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી

(C) કપોળ કલ્પનામાં રાચવું

(D) ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી

જવાબ : (C) કપોળ કલ્પનામાં રાચવું

(39) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે?

(A) અતિરીક્ત

(B) અદ્ભૂત

(C) દિક્ષીત

(D) મોંસૂઝણું

જવાબ : (D) મોંસૂઝણું

(40) નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી?

(A) ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહર

(B) નવી નવી ઇચ્છાઓ થવી = ઉંકરાટા

(C) દુઃખનો પોકાર = આર્તનાદ

(D) હું પણાનો ભાર = સ્વાભિમાન

જવાબ : (D) હું પણાનો ભાર = સ્વાભિમાન

1 Gujarati Vyakaran Mcq (41 To 50)

(41) નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે?

(A) દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી

(B) ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો

(C) ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ

(D) ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ

જવાબ : (C) ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ

(42) નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

(1) પડો વજાડવો

(A) ઢોલ વગાડવો

(B) જાણ કરવી

(C) ખબર પડવી

(D) જાહેરાત કરવી

જવાબ : (D) જાહેરાત કરવી

(43) ‘ડોસો જાણે નરસિંહ અવતાર હતોઆ વાક્યમાં કયો અલંકાર છે?

(A) અનન્વય

(B) સજીવારોપણ

(C) ઉપમા

(D) ઉત્પ્રેક્ષા

જવાબ : (D) ઉત્પ્રેક્ષા

(44) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.

(A) દ્વિતીયા તત્પુરુષ

(B) પ્રથમા તત્પુરુષ

(C) તૃતીયા તત્પુરુષ                    

(D) ચતુર્થી તત્પુરુષ

જવાબ : (C) તૃતીયા તત્પુરુષ     

(45) “ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબનો રંગ’’- આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો.

(A) ઉત્પ્રેક્ષા

(B) ઉપમા

(C) યમક

(D) વર્ણાનુપ્રાસ

જવાબ : (D) વર્ણાનુપ્રાસ

(46) નીચેની પંક્તિઓનો છંદ જણાવો.

(1) પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યુ કહેતા વાત
ઠંડો ઠંડો મીઠો વ્હેતો વા, મીઠા કો હૈયાની હા

(A) અનુષ્ટુપ

(B) ચોપાઈ

(C) દોહરો

(D) મનહર

જવાબ : (B) ચોપાઈ

(47) ‘લોહીશબ્દનો સમાનાર્થી આપો.

(A) શર્વરી

(B) શેણીત

(C) શોણિત

(D) રજની

જવાબ : (C) શોણિત

(48) મધ્યાહ્ન શબ્દનીસંધિ છૂટી પાડો.

(A) મધ્ય + અહ્ન

(B) મધ્યા + અહ્

(C) મધ્ય + આહ્વ

(D) મધ્યા + આર્દ્ર

જવાબ : (A) મધ્ય + અહ્ન

(49) શુચિસ્મિતા શબ્દનો સમાસ ઓળખાવો.

(A) કર્મધારય

(B) તત્પુરુષ

(C) બહુવ્રીહિ

(D) દ્વન્દ્વ

જવાબ : (C) બહુવ્રીહિ

1 Gujarati Vyakaran Mcq
1 Gujarati Vyakaran Mcq

(50) સાચી જોડણી જણાવો.

(A) અભીસારીકા

(B) અભિસારીકા

(C) અભિસારિકા

(D) અભીસારિકા

જવાબ : (C) અભિસારિકા

Also Read :

ગુજરાતી વ્યાકરણ MCQ ભાગ 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top