Std 8 Science Chapter 7 Mcq Gujarati, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 MCQ, ધોરણ 8 વિજ્ઞાન Mcq, Std 8 Science Mcq Gujarati, Class 8 Science Chapter 7 Mcq Gujarati, Class 8 Science Mcq Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
પ્રકરણ : 7 | કિશોરાવસ્થા તરફ |
સત્ર : | દ્વિતીય |
MCQ : | 50 |
Std 8 Science Chapter 7 Mcq Gujarati (1 To 10)
(1) વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જન્મથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, શરીરમાં જોવા મળતી આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે?
(A) જન્મથી 10 કે 11 વર્ષના આયુષ્ય સુધી
(B) 10 કે 11 વર્ષના આયુષ્ય પછી
(C) જન્મથી 18 અથવા 19 વર્ષ સુધી
(D) જન્મથી મૃત્યુ સુધી પછી
જવાબ : (C) જન્મથી 18 અથવા 19 વર્ષ સુધી
(2) ‘તરુણાવસ્થા’ નો સમયગાળો કયાં સુધીનો હોય છે?
(A) 0 થી 11 વર્ષ સુધી
(B) 11 થી 19 વર્ષ સુધી
(C) 19 થી 45 વર્ષ સુધી
(D) નક્કી હોતો નથી
જવાબ : (B) 11 થી 19 વર્ષ સુધી
(3) તરુણોમાં પ્રજનન પરિપકવતાની સાથે જ યૌવનારંભ શરૂઆત થઈ જાય છે, જેને ……….. કહેવાય છે.
(A) બાલ્યાવસ્થા
(B) યૌવનાવસ્થા
(C) તરુણાવસ્થા
(D) વૃદ્ધાવસ્થા
જવાબ : (C) તરુણાવસ્થા
(4) તરુણાવસ્થા દરમિયાન માનવ શરીર ઘણા ફેરફાર તરફ જાય છે, આ બદલાવ ……. તરીકે ઓળખાય છે.
(A) શિશુઅવસ્થા
(B) યૌવનારંભ
(C) પ્રૌઢાવસ્થા
(D) વૃદ્ધાવસ્થા
જવાબ : (B) યૌવનારંભ
(5) યૌવનારંભમાં થતા ફેરફાર નીચેનામાંથી ક્યા છે?
(A) ઊંચાઈમાં વધારો
(B) શારીરિક આકારમાં બદલાવ
(C) અવાજમાં બદલાવ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(6) તરુણાવસ્થામાં તરુણોના ચહેરા પર થતા ખીલ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
(A) પ્રસ્વેદગ્રંથિ
(B) તૈલગ્રંથિ
(C) A અને B બંને
(D) લાળગ્રંથિ
જવાબ : (B) તૈલગ્રંથિ
(7) યૌવનારંભમાં ‘વોઈસ બોક્સ‘ નો વિકાસ થાય છે, જે સામાન્ય રીતે……….તરીકે ઓળખાય છે.
(A) કંઠની ગ્રંથિ
(B) કંઠમણિ
(C) સ્વર કંઠ
(D) સ્વરપેટી
જવાબ : (A) કંઠની ગ્રંથિ
(8) નીચેનામાંથી કઈ ગ્રંથિ શરીરમાંથી ‘ચીકણાં તૈલી‘ જેવા પદાર્થો ઉત્પન્ન કરે છે?
(A) થાઈરોઈડ ગ્રંથિ
(B) પિટ્યુટરી ગ્રંથિ
(C) તૈલ ગ્રંથિ
(D) પ્રસ્વેદ ગ્રંથિ
જવાબ : (C) તૈલ ગ્રંથિ
(9) નીચેનામાંથી કઈ ગ્રંથિ શરીરમાંથી પરસેવો ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે?
(A) થાઇરોઈડ ગ્રંથિ
(B) પિટ્યુટરી ગ્રંથિ
(C) તૈલ ગ્રંથિ
(D) પ્રસ્વેદ ગ્રંથિ
જવાબ : (D) પ્રસ્વેદ ગ્રંથિ
(10) ‘તરુણાવસ્થા’ માટે નીચેના વિધાનોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો.
(1) “તરુણાવસ્થા વ્યકતિની વિચારસરણીમાં પરિવર્તનની અવસ્થા છે.” |
(2) “આ અવસ્થામાં મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે.” |
(3) “અસુરક્ષા અનુભવવાની અવસ્થા છે.” |
(4) “માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપકવતા પ્રાપ્ત કરવાની અવસ્થા છે.” |
(A) વિધાન 1 અને 4 જ સાચાં છે.
(B) વિધાન 1,2 અને 4 સાચાં છે.
(C) વિધાન 2,3,4 સાચાં છે.
(D) બધા જ વિધાન સાચાં છે.
જવાબ : (D) બધા જ વિધાન સાચાં છે.
Std 8 Science Chapter 7 Mcq Gujarati (11 To 20)
(11) માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપકવતા પ્રાપ્ત કરવાની અવસ્થા એટલે …….
(A) બાલ્યાવસ્થા
(B) કિશોરાવસ્થા
(C) પ્રૌઢાવસ્થા
(D) વૃદ્ધાવસ્થા
જવાબ : (B) કિશોરાવસ્થા
(12) ‘અંતઃ સ્ત્રાવો’ માટેના અયોગ્ય વિધાનની પસંદગી કરો.
(A) અંતઃ સ્ત્રાવોને હોર્મોન પણ કહે છે.
(B) અંતઃ સ્ત્રાવોએ રાસાયણિક પદાર્થો છે.
(C) અંતઃ સ્ત્રાવોએ અંતઃ સ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે.
(D) થાઇરોઈડ ગ્રંથિ એ અંતઃ સ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે.
જવાબ : (D) થાઇરોઈડ ગ્રંથિ એ અંતઃ સ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે.
(13) છોકરાઓમાં તરુણાવસ્થામાં થતા જાતીય ફેરફાર માટે ક્યો અંતઃસ્ત્રાવ જવાબદાર છે?
(A) ટેસ્ટેસ્ટેરોન
(B) ઈસ્ટ્રોજન
(C) ઈન્સ્યુલિન
(D) એડ્રિનલ
જવાબ : (A) ટેસ્ટેસ્ટેરોન
(14) ‘માદા અંતઃસ્ત્રાવ’ તરીકે નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ જાણીતો છે?
(A) ટેસ્ટેસ્ટેરોન
(B) ઈસ્ટ્રોજન
(C) ઈન્સ્યુલિન
(D) એડ્રિનલ
જવાબ : (B) ઈસ્ટ્રોજન
(15) ‘નર અંતઃસ્ત્રાવ’ તરીકે નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ જાણીતો છે?
(A) ટેસ્ટેસ્ટેરોન
(B) ઈસ્ટ્રોજન
(C) ઈન્સ્યુલિન
(D) એડ્રિનલ
જવાબ : (A) ટેસ્ટેસ્ટેરોન
(16) છોકરાઓમાં યૌવનારંભની સાથે જ………… માં નર અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે.
(A) શુક્રપિંડ
(B) અંડપિંડ
(C) સ્વાદુપિંડ
(D) યકૃત
જવાબ : (A) શુક્રપિંડ
(17) અંડપિંડમાં અંડકોષ અને શુક્રપિંડમાં શુક્રકોષના પરિપકવતાને નિયંત્રણ કરવાનું કાર્ય કઈ ગ્રંથિ કરે છે?
(A) પિટ્યુટરી ગ્રંથિ
(B) થાઈરોઈડ ગ્રંથિ
(C) એડ્રિનલ ગ્રંથિ
(D) સ્વાદુપિંડ
જવાબ : (A) પિટ્યુટરી ગ્રંથિ
(18) છોકરીઓમાં યૌવનારંભની સાથે જ …..….. માં માદા અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે.
(A) શુક્રપિંડ
(B) અંડપિંડ
(C) સ્વાદુપિંડ
(D) એડ્રિનલ
જવાબ : (B) અંડપિંડ
(19) સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભથી સામાન્ય રીતે……………સુધી ચાલ્યા કરે છે.
(A) 20 થી 30 વર્ષ
(B) 45 થી 50 વર્ષ
(C) 30 થી 40 વર્ષ
(D) 50 થી મૃત્યુ સુધી
જવાબ : (B) 45 થી 50 વર્ષ
(20) સ્ત્રીઓમાં પ્રથમ ઋતુસ્ત્રાવ યૌવનની પ્રારંભની શરૂઆતમાં થાય છે, જેને…………….કહે છે.
(A) રજોસ્ત્રાવ
(B) રજોદર્શન
(C) રજો નિવૃત્તિ
(D) ઋતુચક્ર
જવાબ : (B) રજોદર્શન
Std 8 Science Chapter 7 Mcq Gujarati (21 To 30)
(21) પુરૂષમાં પ્રજનન અવસ્થા સામાન્ય રીતે………….સુધી ચાલ્યા કરે છે.
(A) જન્મથી મૃત્યુ
(B) તરુણાવસ્થાથી મૃત્યુ
(C) તરુણાવસ્થાથી 50 વર્ષ
(D) તરુણાવસ્થાથી 60 વર્ષ
જવાબ : (B) તરુણાવસ્થાથી મૃત્યુ
(22) સ્ત્રીઓમાં ‘રજો નિવૃત્તિ‘ લગભગ ………. વર્ષની ઉંમરે થાય છે.
(A) 35 થી 40
(B) 40 થી 45
(C) 45 થી 50
(D) 50 થી 60
જવાબ : (C) 45 થી 50
(23) સ્ત્રીઓમાં ‘રજો સ્ત્રાવ’ મહિનામાં કેટલીવાર થાય છે?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
જવાબ : (A) એક
(24) સ્ત્રીઓમાં ‘પ્રજનન કાળની અવધિ’…………..સુધીની હોય છે.
(A) રજોદર્શનથી 10 વર્ષ
(B) રજોદર્શનથી 20 વર્ષ
(C) રજોદર્શનથી 30 વર્ષ
(D) રજોદર્શનથી રજો નિવૃત્તિ
જવાબ : (D) રજોદર્શનથી રજો નિવૃત્તિ
(25) રંગસૂત્રો પ્રત્યેક કોષના……………..માં આવેલા હોય છે.
(A) કોષરસ
(B) કોષકેન્દ્ર
(C) અંતઃ કોષરસજાળ
(D) કોષદીવાલ
જવાબ : (B) કોષકેન્દ્ર
(26) અફલિત અંડકોષમાં…………. લીંગી રંગસૂત્ર આવેલા હોય છે.
(A) X અને Y
(B) ફક્ત X
(C) ફક્ત Y
(D) X અને X
જવાબ : (B) ફક્ત X
(27) શુક્રકોષમાં ……. પ્રકારના લિંગી સૂત્રો આવેલા હોય છે.
(A) X અને Y
(B) ફક્ત X
(C) ફક્ત Y
(D) X અને X
જવાબ : (A) X અને Y
(28) જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન કયા રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે?
(A) પુરૂષના X અને X
(B) પુરૂષના X અને Y
(C) સ્ત્રીના X અને X
(D) સ્ત્રીના X અને Y
જવાબ : (B) પુરૂષના X અને Y
(29) કઈ ગ્રંથિ શરીરના માથાના ભાગમાં આવેલી છે?
(A) પિટ્યુટરી ગ્રંથિ
(B) થાઇરોઈડ ગ્રંથિ
(C) એડ્રિનલ ગ્રંથિ
(D) સ્વાદુપિંડ
જવાબ : (A) પિટ્યુટરી ગ્રંથિ
(30) ગોઈટર નામનો રોગ શરીરના કયા ભાગ પર અસર દર્શાવે છે?
(A) પેટના
(B) જાંઘના
(C) ગળાના
(D) માથાના
જવાબ : (C) ગળાના
Std 8 Science Chapter 7 Mcq Gujarati (31 To 40)
(31) ‘ગોઈટર’ નો રોગ ક્યા તત્વની ઉણપથી થાય છે?
(A) સોડિયમ
(B) આયોડિન
(C) પોટેશિયમ
(D) મેગ્નેશિયમ
જવાબ : (B) આયોડિન
(32) ‘ગોઈટર’ કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના ઊણપથી ઉત્પન્ન થાય છે?
(A) પિટ્યુટરી ગ્રંથિ
(B) એડ્રિનલ ગ્રંથિ
(C) થાઇરોઇડ ગ્રંથિ
(D) ઈન્સ્યુલિન
જવાબ : (C) થાઇરોઇડ ગ્રંથિ
(33) મધુપ્રમેહ (ડાયાબિટીસ) નામનો રોગ ક્યા અંતઃસ્ત્રાવના ઊણપથી ઉત્પન્ન થાય છે?
(A) થાઈરોકિસન
(B) ઈન્સ્યુલિન
(C) એડ્રિનાલિન
(D) પિત્તરસ
જવાબ : (B) ઈન્સ્યુલિન
(34) શરીરની ઊંચાઈ અને વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે?
(A) થાઇરોઈડ
(B) એડ્રિનલ
(C) પિટ્યુટરી
(D) સ્વાદુપિંડ
જવાબ : (C) પિટ્યુટરી
(35) કીટકોનું લારવામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને ………. કહે છે.
(A) રૂપાંતરણ
(B) કાયાંતરણ
(C) પરિવર્તન
(D) ફુલન
જવાબ : (B) કાયાંતરણ
(36) નીચેનામાંથી ક્યું તત્વ રૂધિરના નિર્માણ માટે જવાબદાર છે?
(A) સોડિયમ
(B) મેગ્નેશિયમ
(C) આયર્ન
(D) આપેલ તમામ
જવાબ : (C) આયર્ન
(37) નીચેના ખોરાકના સમૂહમાંથી ‘સમતોલ આહાર‘ સમૂહને અલગ તારવો.
(A) ચિપ્સ, નૂડ્સ, કોકાકોલા
(B) રોટલી, દાળ, શાકભાજી
(C) ભાત, નૂડ્સ, બર્ગર
(D) માંસ, ચિપ્સ, ફળ
જવાબ : (B) રોટલી, દાળ, શાકભાજી
(38) વ્યક્તિગત સ્વચ્છતા અને શારીરિક વ્યાયામ તેમજ ઋતુસ્ત્રાવ માટે અયોગ્ય વિધાન અલગ તારવો.
(A) વ્યક્તિગત સ્વચ્છતાથી ચેપીગત રોગોથી બચી શકાય.
(B) તાજી હવા શરીરને ચુસ્ત અને સ્વસ્થ રાખે છે.
(C) ઋતુસ્ત્રાવની અવસ્થામાં સ્ત્રીઓએ રસોડામાં કામ કરવું જોઈએ નહિ.
(D) ઋતુસ્ત્રાવ દરમિયાન છોકરીઓએ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
જવાબ : (C) ઋતુસ્ત્રાવની અવસ્થામાં સ્ત્રીઓએ રસોડામાં કામ કરવું જોઈએ નહિ.
(39) HIV જેવા વાઈરસ માટે ક્યું વિધાન ખોટું છે?
(A) AIDS નામનો રોગ HIV જેવા વાઈરસથી થાય છે.
(B) આ વાઈરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સના ઉપયોગવાળી સિરિજ દ્વારા પણ થાય છે.
(C) HIVથી પીડાતા વ્યક્તિની સાથે જાતિય સંપર્કથી એઇડ્સ થઈ શકે છે.
(D) HIVથી પીડાતા વ્યક્તિની વસ્તુઓ જેવી કે થાળી, વાટકી, રજાઈ, તકીયા વાપરવાથી પણ એઇડ્સ થઈ શકે છે.
જવાબ : (D) HIVથી પીડાતા વ્યક્તિની વસ્તુઓ જેવી કે થાળી, વાટકી, રજાઈ, તકીયા વાપરવાથી પણ એઇડ્સ થઈ શકે છે.
(40) HIV વાઈરસથી કયો રોગ થાય છે?
(A) AIDS
(B) ડાયાબિટીસ
(C) ગોઈટર
(D) કુપોષણ સંબંધિત
જવાબ : (A) AIDS
Std 8 Science Chapter 7 Mcq Gujarati (41 To 50)
(41) નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ મગજ સાથે જોડાયેલ છે?
(A) એડ્રિનલ ગ્રંથિ
(B) થાઇરોઈડ ગ્રંથિ
(C) પિટ્યુટરી ગ્રંથિ
(D) ઈન્સ્યુલિન
જવાબ : (C) પિટ્યુટરી ગ્રંથિ
(42) પાણીમાં ‘આયોડિન‘ ની ઊણપથી જલીય સજીવ પર શું અસર થાય છે?
(A) માનસિક વિકાસ થતો નથી
(B) શારીરિક વિકાસ અટકી જાય
(C) જાતિય અંગોનો વિકાસ થતો નથી
(D) ઉપર આપેલ તમામ
જવાબ : (B) શારીરિક વિકાસ અટકી જાય
(43) ન જન્મેલા શિશુની જાતિનો આધાર એ ફલિતાંડમાં રહેલ……… પર છે.
(A) રંગસૂત્રો
(B) અંતઃસ્ત્રાવો
(C) સંતુલિત આહાર
(D) લોહતત્વ
જવાબ : (A) રંગસૂત્રો
(44) AIDS (એઈડ્સ) એ કયા પ્રકારના સૂક્ષ્મજીવોથી થતો રોગ છે?
(A) જીવાણું
(B) વાઈરસ
(C) ફૂગ
(D) પ્રજીવ
જવાબ : (B) વાઈરસ
(45) સામાન્ય રીતે સ્ત્રીમાં ‘ફલન અવધિ’ કેટલા વર્ષથી શરૂ થઈ શકે છે?
(A) 10 – 12
(B) 12 – 14
(C) 18 વર્ષ પછી
(D) જન્મના સાથે
જવાબ : (A) 10 – 12
(46) આપેલ આકૃતિમાં નિર્દેશિત P અને Q અંત:સ્ત્રાવી ગ્રંથિઓના સ્થાન માટે સાચો વિકલ્પ અનુક્રમે કયો છે?
(A) પિટ્યુટરી ગ્રંથિ, સ્વાદુપિંડ
(B) થાઇરોઇડ, એડ્રિનલ ગ્રંથિ
(C) અધિવૃક્ક, સ્વાદુપિંદ
(D) અંડપિંડ અને શુક્રપિંડ
જવાબ : (C) અધિવૃક્ક, સ્વાદુપિંદ
(47) આપેલ આકૃતિમાં લિંગ નિશ્વયન પરથી રંગસૂત્રો મુજબ જાતિ જણાવો.
(A) છોકરો, છોકરી
(B) છોકરી, છોકરો
(C) છોકરો, છોકરો
(D) છોકરી, છોકરી
જવાબ : (A) છોકરો, છોકરી
(48) નીચે વિભાગ A (અંતઃસ્ત્રાવો) અને વિભાગ B (કાર્યો) માટે યોગ્ય વિકલ્પની પસંદગી કરો.
વિભાગ – A (અંતઃસ્ત્રાવો) | વિભાગ – B (કાર્યો) |
(1) ઇન્સ્યુલીન | (P) શરીરમાં તણાવની સ્થિતિનું નિયંત્રણ |
(2) એડ્રિનાલિન | (Q) રુધિરમાં શર્કરાની માત્રાનું નિયંત્રણ |
(3) પિટયુટરીન | (R) સજીવમાં કાયાંતરણનું નિયંત્રણ |
(4) કીટ-અંતઃસ્ત્રાવ | (S) જાતીય અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ |
(A) 1-P, 2-Q, 3-R, 4-S
(B) 1-Q, 2-P, 3-S, 4-R
(C) 1-Q, 2-S, 3-P, 4-R
(D) 1-R, 2-S, 3-P, 4-Q
જવાબ : (B) 1-Q, 2-P, 3-S, 4-R
(49) નીચે આપેલા વિધાનો અને કારણો માટે યોગ્ય વિકલ્પની પસંદગી કરો.
વિધાન : પ્રસ્વેદ ગ્રંથિ, તૈલ ગ્રંથિ અને લાળ ગ્રંથિને નલિકાવિહીન ગ્રંથિ કહે છે |
કારણ : આ ગ્રંથિઓ પોતાનો સ્રાવ સીધા રૂધિર પ્રવાહમાં કરે છે. |
(A) વિધાન અને કારણ બંને સાચાં છે.
(B) વિધાન સાચું છે પણ કારણ ખોટું છે.
(C) વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.
(D) વિધાન અને કારણ બંને ખોટાં છે.
જવાબ : (D) વિધાન અને કારણ બંને ખોટાં છે.
(50) નીચે આપેલા સંતુલિત આહારના ઘટકો સાથે સંકળાયેલ અયોગ્ય વિકલ્પની પસંદગી કરો.
વિકલ્પ | ખોરકના ઘટકો | સ્ત્રોત | શરીરમાં કાર્ય |
(A) | શર્કરા | ફળો અને શાકભાજી | હાડકાના નિર્માણ અને પેશીઓના બંધારણ માટે જરૂરી |
(B) | પ્રોટીન | દૂધ, માંસ તેમજ કઠોળ | શરીરની વૃદ્ધિ માટે |
(C) | ચરબી | દૂધ, માખણ, બદામ, ખાદ્યતેલ | શરીરને ઉર્જા તેમજ શક્તિ પૂરી પાડે છે. |
(D) | આયર્ન | ગોળ, સંતરા, આમળા, લીલાં પાંદડાવાળા શાકભાજી | રુધિરનું નિર્માણ કરે છે. |
જવાબ : A
Also Read :
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 MCQ |
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 MCQ |
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 10 MCQ |