Std 7 Social Science Chapter 7 Mcq In Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7 Mcq)

Std 7 Social Science Chapter 7 Mcq In Gujarati
Std 7 Social Science Chapter 7 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 7 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, Class 7 Social Science Chapter 7 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 7ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો
સત્ર :દ્વિતીય
MCQ :55
Std 7 Social Science Chapter 7 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 7 Mcq In Gujarati (1 To 10)

(1) ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના કઈ છે?

(A) અસ્પૃશ્યતાનિવારણ ચળવળ

(B) વ્યસનમુક્તિ ચળવળ

(C) ભક્તિ અને સૂફી ચળવળ

(D) રંગભેદ નાબૂદ ચળવળ

જવાબ : (C) ભક્તિ અને સૂફી ચળવળ

(2) ભક્તિ અને સુફી-આંદોલને શાનાં દ્વાર બધાં માટે ખોલી નાખ્યાં હતાં?

(A) ભક્તિમાર્ગનાં

(B) જ્ઞાનપ્રાપ્તિનાં

(C) વેપાર-રોજગારનાં

(D) અર્થપ્રાપ્તિનાં

જવાબ : (A) ભક્તિમાર્ગનાં

(3) સંતો શાના વિરોધી હતા?

(A) પુખ્તવયના લગ્નના

(B) વિધવા પુનર્લગ્નના

(C) મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના

(D) વિદ્યાભ્યાસના

જવાબ : (C) મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના

(4) આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી?

(A) સમર્થ ગુરુ રામદાસે

(B) રામાનુજાચાર્યે

(C) સંત જ્ઞાનેશ્વરે

(D) શંકરાચાર્યે

જવાબ : (D) શંકરાચાર્યે

(5) શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ દક્ષિણ ભારતમાં કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી?

(A) રામાનુજાચાર્યે

(B) ગુરુ નાનકે

(C) રામાનંદે

(D) સમર્થ ગુરુ રામદાસે

જવાબ : (A) રામાનુજાચાર્યે

(6) ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?

(A) રામાનંદથી

(B) શંકરાચાર્યથી

(C) રામાનુજાચાર્યથી

(D) ચૈતન્ય મહાપ્રભુથી

જવાબ : (C) રામાનુજાચાર્યથી

(7) શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?

(A) તલવંડી

(B) કાલડી

(C) પેરૂમલતૂર

(D) ચંપારણ્ય

જવાબ : (B) કાલડી

(8) શંકરાચાર્યના પિતાનું નામ શું હતું?

(A) હરિકૃષ્ણ

(B) રામગુરુ

(C) શિવગુરુ

(D) કેશવ

જવાબ : (C) શિવગુરુ

(9) શંકરાચાર્યની માતાનું નામ શું હતું?

(A) કાત્તિમતિ

(B) જયાબાઈ

(C) રાધાબાઈ

(D) અંબાબાઈ (આઇમ્બા)

જવાબ : (D) અંબાબાઈ (આઇમ્બા)

(10) રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે?

(A) પેરૂમલતૂર

(B) કૃષ્ણગિરિ

(C) મલપ્પુરમ

(D) વિલ્લૂપુરમ

જવાબ : (A) પેરૂમલતૂર

Std 7 Social Science Chapter 7 Mcq In Gujarati (11 To 20)

(11) રામાનુજાચાર્યના પિતાનું નામ શું હતું?

(A) ગુણવંત

(B) નરોત્તમ

(C) ગિરિરાજ

(D) કેશવ

જવાબ : (D) કેશવ

(12) રામાનુજાચાર્યની માતાનું નામ શું હતું?

(A) શાન્તિમતિ

(B) કાન્તિમતિ

(C) દિવ્યામતિ

(D) શિવકાશી

જવાબ : (B) કાન્તિમતિ

(13) કયા સંતો વૈષ્ણવ હતા?

(A) નિર્ગુણ

(B) નયનાર

(C) સગુણ

(D) અલવાર

જવાબ : (D) અલવાર

(14) ક્યા સંતો શૈવ હતા?

(A) નયનાર

(B) અલવાર

(C) મનમાર

(D) તલવાર

જવાબ : (A) નયનાર

(15) ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ક્યો મંત્ર ગુંજતો કર્યો હતો?

(A) ‘હરિબોલ’

(B) ‘ગોવિંદબોલ”

(C) ‘રામબોલ’

(D) ‘ભક્તિબોલ’

જવાબ : (A) ‘હરિબોલ’

(16) ઉત્તર ભારતમાં ક્યા સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો?

(A) તુલસીદાસે

(B) રામાનુજાચાર્યે

(C) રામાનંદે

(D) શંકરાચાર્યે

જવાબ : (C) રામાનંદે

(17) એકેશ્વર પરંપરામાં ક્યા સંત મુખ્ય હતા?

(A) તુલસીદાસ

(B) જ્ઞાનેશ્વર

(C) કબીર

(D) ગુરુ નાનક

જવાબ : (C) કબીર

(18) કબીરના કવિતાસંગ્રહનું નામ શું છે?

(A) બીજક

(B) જનક

(C) તુકાન

(D) સાહિક

જવાબ : (A) બીજક

(19) કબીર કયો વ્યવસાય કરતા હતા?

(A) સુથારનો

(B) વણકરનો

(C) મોચીનો

(D) સોનીનો

જવાબ : (B) વણકરનો

(20) સંત રૈદાસ કઈ શાખાના સંત હતા?

(A) નિર્ગુણ

(B) સગુણ

(C) નયનાર

(D) અલવાર

જવાબ : (A) નિર્ગુણ

Std 7 Social Science Chapter 7 Mcq In Gujarati (21 To 30)

(21) શીખ ધર્મના સ્થાપક કોણ હતા?

(A) તુલસીદાસ

(B) ગુરુનાનક

(C) જયદેવ

(D) કબીર

જવાબ : (B) ગુરુનાનક

(22) ‘રામચરિતમાનસગ્રંથની રચના કોણે કરી છે?

(A) તુલસીદાસે

(B) શંકરાચાર્યે

(C) રામાનંદે

(D) નરસિંહ મહેતાએ

જવાબ : (A) તુલસીદાસે

(23) ગુજરાતની પ્રજાને ભક્તિરસથી કયા સંતે તરબોળ કર્યું હતું?

(A) જ્ઞાનેશ્વરે

(B) તુકારામે

(C) નરસિંહ મહેતાએ

(D) એકનાથે

જવાબ : (C) નરસિંહ મહેતાએ

(24) ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે?

(A) દલપતરામ

(B) દયારામ

(C) નરસિંહ મહેતા

(D) પ્રેમાનંદ

જવાબ : (C) નરસિંહ મહેતા

(25) ‘વૈષ્ણવજન તો તેને કહીએ …ભજન કોણે રચ્યું છે?

(A) નરસિંહ મહેતાએ

(B) પ્રેમાનંદે

(C) મીરાંબાઈએ

(D) દયારામે

જવાબ : (A) નરસિંહ મહેતાએ

(26) કયા સંતનાં પદો ‘પ્રભાતિયાંતરીકે જાણીતાં છે?

(A) મીરાંબાઈનાં

(B) એકનાથનાં

(C) જ્ઞાનેશ્વરનાં

(D) નરસિંહ મહેતાનાં

જવાબ : (D) નરસિંહ મહેતાનાં

(27) નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિંદી ભાષામાં પદો રચ્યાં હતાં?

(A) દયારામે

(B) મીરાંબાઈએ

(C) પ્રેમાનંદે

(D) નરસિંહ મહેતાએ

જવાબ : (B) મીરાંબાઈએ

(28) કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?

(A) રામાનુજાચાર્ય

(B) શંકરાચાર્ય

(C) સૂરદાસ

(D) રામાનંદ

જવાબ : (C) સૂરદાસ

(29) ક્યા સંતે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણનાં પદો રચ્યાં હતાં?

(A) તુલસીદાસે

(B) રામાનુજાચાર્યે

(C) જ્ઞાનેશ્વરે

(D) સૂરદાસે

જવાબ : (D) સૂરદાસે

(30) પંઢરપુરનું ક્યું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું?

(A) રાધાજી

(B) વિઠોબા

(C) રાધાવલ્લભ

(D) રામજી

જવાબ : (B) વિઠોબા

Std 7 Social Science Chapter 7 Mcq In Gujarati (31 To 40)

(31) મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો?

(A) જ્ઞાનેશ્વર

(B) એકનાથે

(C) તુકારામે

(D) સ્વામી રામદાસે

જવાબ : (A) જ્ઞાનેશ્વર

(32) તેમણે ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો અને તેઓ સૌને સમાન માનતા હતા. આ સંતનું નામ શું હતું?

(A) ગુરુ રામદાસ

(B) તુકારામ

(C) એકનાથ

(D) જ્ઞાનેશ્વર

જવાબ : (C) એકનાથ

(33) સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા?

(A) રાજા ભોજના

(B) કૃષ્ણદેવરાયના

(C) મહારાણા પ્રતાપના

(D) છત્રપતિ શિવાજીના

જવાબ : (D) છત્રપતિ શિવાજીના

(34) સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે?

(A) બોધાયન

(B) દાસભોજ

(C) રામામૃત

(D) દાસબોધ

જવાબ : (D) દાસબોધ

(35) રાજપૂત રાજકુમારી મીરાંબાઈ કયા રાજવીનાં પુત્રી હતાં?

(A) મેડતા

(B) જોધપુર

(C) બુંદી

(D) કિસનગઢ

જવાબ : (A) મેડતા

(36) મીરાંબાઈનાં લગ્ન કયા રાજપરિવારમાં થયાં હતાં?

(A) કોટા

(B) મેવાડ

(C) જોધપુર

(D) બુંદી

જવાબ : (B) મેવાડ

(37) ક્યો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે?

(A) શેખ

(B) સૂફી

(C) ખ્વાજા

(D) મુરીદ

જવાબ : (B) સૂફી

(38) સૂફી-આંદોલનમાં કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી?

(A) ચિશ્તી અને કાદરી

(B) સુહરાવર્દી અને કાદરી

(C) ચિશ્તી અને સુહરાવર્દી

(D) કાદરી અને નકશબંદી

જવાબ : (C) ચિશ્તી અને સુહરાવર્દી

(39) અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી?

(A) કુતુબુદીન બખ્તિયારે

(B) અહેમદ ખટુ ગંજબક્ષે

(C) નિઝામુદ્દીન ઓલિયાએ

(D) મોઇનુદ્દીન ચિશ્તીએ

જવાબ : (D) મોઇનુદ્દીન ચિશ્તીએ

(40) સૂફી-આંદોલનના મહાન સૂફીસંત તરીકે કોણ પ્રખ્યાત બન્યા હતા?

(A) મોઇનુદ્દીન ચિશ્તી

(B) શેખ અહમદ સરહિંદી

(C) શેખ બુરહાનુદ્દીન

(D) અહેમદ ખટુ ગંજબક્ષ

જવાબ : (A) મોઇનુદ્દીન ચિશ્તી

Std 7 Social Science Chapter 7 Mcq In Gujarati (41 To 50)

(41) કયા સંતના શિષ્યોમાં હિંદુ-મુસ્લિમોનો સમાવેશ થતો હતો?

(A) જ્ઞાનદેવના

(B) નરસિંહ મહેતાના

(C) કબીરના

(D) શંકરાચાર્યના

જવાબ : (C) કબીરના

(42) નીચેના પૈકી કોણ વિંધ્યાચળનાં એકાંત સ્થળોમાં હિંદુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા?

(A) કુતુબુદ્દીન બખ્તિયાર

(B) નિઝામુદ્દીન ઓલિયા

(C) શેખ અહમદ સરહિંદી

(D) સૈયદ મુહમ્મદ છૌસ

જવાબ : (D) સૈયદ મુહમ્મદ છૌસ

(43) સૂફીઓએ હિંદુઓની અપનાવેલી ધાર્મિક ક્રિયાઓમાં કઈ એક ધાર્મિક ક્રિયાનો સમાવેશ થતો નથી?

(A) મૃતદેહને અગ્નિસંસ્કાર કરવો

(B) ઝનબીન (ભિક્ષાપાત્ર) રાખવું

(C) મુલાકાતીઓને પાણી ધરવું

(D) સંગીતના મુશાયરા યોજવા

જવાબ : (A) મૃતદેહને અગ્નિસંસ્કાર કરવો

(44) નીચે આપેલ સંત અને તેમણે રચેલા ગ્રંથની કઈ જોડી ખોટી છે?

(A) સંત કબીર – બીજક

(B) તુકારામ – વિનયપત્રિકા

(C) સંત તુલસીદાસ – રામચરિતમાનસ

(D) સ્વામી રામદાસ – દાસબોધ

જવાબ : (B) તુકારામ – વિનયપત્રિકા

(45) મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન કરનાર સંતોમાં નીચેના પૈકી કયા સંતનો સમાવેશ થતો નથી?

(A) એકનાથ

(B) તુકારામ

(C) જ્ઞાનેશ્વર

(D) જયદેવ

જવાબ : (D) જયદેવ

(46) ભક્તિમાર્ગના સંતો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટી છે?

(A) દક્ષિણ ભારત – રામાનુજાચાર્ય

(B) બંગાળ – જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ

(C) ગુજરાત – સૂરદાસ અને કબીર

(D) મહારાષ્ટ્ર – જ્ઞાનેશ્વર

જવાબ : (C) ગુજરાત – સૂરદાસ અને કબીર

(47) નરસિંહ મહેતાનું કયું પદ (પ્રભાતિયું) આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે?

(A) ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’

(B) ‘વૈષ્ણવજન તો તેને કહીએ …’

(C) ‘સુખ-દુ:ખ મનમાં ન આણીએ’

(D) ‘જાગને જાદવા તું, કૃષ્ણ ગોવાળિયા’

જવાબ : (B) ‘વૈષ્ણવજન તો તેને કહીએ …’

(48) કબીરનો કવિતાસંગ્રહ કયા નામે ઓળખાય છે?

(A) બીજક

(B) જ્ઞાનેશ્વરી

(C) વિનયપત્રિકા

(D) અનુભવબિંદુ

જવાબ : (A) બીજક

(49) અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફીસંત કોણ હતા?

(A) મોઇનુદ્દીન ચિશ્તી

(B) કુતબુદીન બખ્તિયાર

(C) નિઝામુદીન ઓલિયા

(D) શેખ બુરહાનુદીન

જવાબ : (A) મોઇનુદ્દીન ચિશ્તી

(50) નીચેના પૈકી ક્યું સ્થળ શંકરાચાર્યનું જન્મસ્થળ છે?

(A) કામલી

(B) કેશોદ

(C) કાલરી

(D) કાલડી

જવાબ : (D) કાલડી

Std 7 Social Science Chapter 7 Mcq In Gujarati (51 To 55)

(51) નીચેના પૈકી કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?

(A) સંત રૈદાસ

(B) સંત કબીર

(C) સંત સૂરદાસ

(D) રામાનુજાચાર્ય

જવાબ : (C) સંત સૂરદાસ

(52) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે. ઉપરની રચના ક્યા સંતની છે?

(A) મીરાંબાઈની

(B) તુલસીદાસની

(C) નરસિંહ મહેતાની

(D) કબીરની

જવાબ : (C) નરસિંહ મહેતાની

(53) મુજ અબળાને મોરી મિરાત બાઈ, શામળો ઘરેણું મોર સાચું…રે… ઉપરની રચના કયા સંતની છે?

(A) નરસિંહ મહેતાની

(B) મીરાંબાઈની

(C) કબીરની

(D) જ્ઞાનેશ્વરની

જવાબ : (B) મીરાંબાઈની

(54) ગુરુ નાનક કઈ શાખાના સંત હતા?

(A) અલવારના

(B) નયનારના

(C) નિર્ગુણના

(D) એકેશ્વરના

જવાબ : (C) નિર્ગુણના

(55) જ્ઞાનેશ્વરે ભગવદગીતા ઉપર લખેલ ટીકા ક્યાં નામે ઓળખાય છે?

(A) બીજક

(B) જ્ઞાનેશ્વર

(C) રામચરિતમાનસ  

(D) વિનયપત્રિકા

જવાબ : (B) જ્ઞાનેશ્વર

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 19 Mcq

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 Mcq

error: Content is protected !!
Scroll to Top