Std 8 Science Chapter 13 Mcq Gujarati, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 13 MCQ, ધોરણ 8 વિજ્ઞાન Mcq, Std 8 Science Mcq Gujarati, Class 8 Science Chapter 13 Mcq Gujarati, Class 8 Science Mcq Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 8 વિજ્ઞાન પાઠ 13 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
પ્રકરણ : 13 | પ્રકાશ |
સત્ર : | દ્વિતીય |
MCQ : | 45 |
Std 8 Science Chapter 13 Mcq Gujarati (1 TO 10)
(1) વસ્તુ ક્યારે દ્રશ્યમાન થાય છે?
(A) વસ્તુ સફેદ હોય ત્યારે
(B) વસ્તુ અંધારામાં હોય ત્યારે
(C) વસ્તુ પર પ્રકાશ પડે ત્યારે
(D) વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તિત થઇ આપણી આંખોમાં પ્રવેશે ત્યારે
જવાબ : (D) વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તિત થઇ આપણી આંખોમાં પ્રવેશે ત્યારે
(2) પરાવર્તક સપાટી પરથી પરાવર્તન પામીને પાછા આવતા પ્રકાશના કિરણને શું કહે છે?
(A) આપાત કિરણ
(B) પરાવર્તિત કિરણ
(C) લંબ
(D) એકપણ નહિ
જવાબ : (B) પરાવર્તિત કિરણ
(3) આપેલ આકૃતિમાં લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને શું કહે છે?
(A) પરાવર્તન કોણ
(B) કાટકોણ
(C) આપાતકોણ
(D) ગુરૂકોણ
જવાબ : (C) આપાતકોણ
(4) આપાતકોણ અને પરાવર્તનકોણના માપ કેવા હોય છે?
(A) આપાતકોણ < પરાવર્તનકોણ
(B) આપાતકોણ > પરાવર્તનકોણ
(C) આપાતકોણ ≠ પરાવર્તનકોણ
(D) આપાતકોણ = પરાવર્તનકોણ
જવાબ : (D) આપાતકોણ = પરાવર્તનકોણ
(5) આપાત કિરણ લંબ સાથે 40° નો ખૂણો બનાવે તો પરાવર્તનકોણ કેટલો હોય?
(A) 50°
(B) 40°
(C) 20°
(D) 80°
જવાબ : (B) 40°
(6) સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનો એ જ વંચાતો નથી?
(A) P
(B) A
(C) I
(D) H
જવાબ : (A) P
(7) સમતલ અરીસા સામે 30cm અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય?
(A) 30 cm
(B) 90 cm
(C) 60 cm
(D) 15 cm
જવાબ : (C) 60 cm
(8) આપેલ આકૃતિમાં રહેલ સપાટી કેવા પ્રકારની છે?
(A) લીસી
(B) ખરબચડી
(C) સમતલ
(D) A અને C બંને
જવાબ : (D) A અને C બંને
(9) નીચે પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો નથી?
(A) ચંદ્ર
(B) તારો
(C) સૂર્ય
(D) વિદ્યુતબલ્બ
જવાબ : (A) ચંદ્ર
(10) બે સમતલ અરીસા વચ્ચે 90° નો ખૂણો છે તો બે અરીસાની વચ્ચે રહેલ સિકકાનાં કેટલાં પ્રતિબિંબો મળે?
(A) 4
(B) 3
(C) 5
(D) 6
જવાબ : (B) 3
Std 8 Science Chapter 13 Mcq Gujarati (11 TO 20)
(11) સૂર્યનો શ્વેત પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે?
(A) પાંચ
(B) આઠ
(C) સાત
(D) ત્રણ
જવાબ : (C) સાત
(12) આંખનું બહારનું આવરણ કેવું હોય છે?
(A) સફેદ, નરમ
(B) સફેદ, સખત
(C) કાળો, નરમ
(D) કાળો, સખત
જવાબ : (B) સફેદ, સખત
(13) કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ કોણ કરે છે?
(A) આઇરિસ
(B) કોર્નિયા
(C) રેટિના
(D) દ્રષ્ટિ ચેતા
જવાબ : (A) આઇરિસ
(14) કોના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે?
(A) દ્રષ્ટિ ચેતા
(B) અંધ બિંદુ
(C) સળી કોષો
(D) શંકુ કોષો
જવાબ : (D) શંકુ કોષો
(15) નિશાચર પક્ષીની આંખમાં કયા ચેતાકોષોની સંખ્યા વધુ હોય છે?
(A) સળી કોષો
(B) શંકુ કોષો
(C) સ્નાયુ કોષો
(D) એકપણ નહિ
જવાબ : (A) સળી કોષો
(16) વિટામિન A ની ઊણપથી કઇ ખામી સર્જાય છે?
(A) કાનની ખામી
(B) આંખની ખામી
(C) નાકની ખામી
(D) ત્રણેય
જવાબ : (B) આંખની ખામી
(17) ખામીરહિત આંખ માટે વાંચવા માટેનું લઘુતમ અંતર કેટલું રાખવું જોઇએ?
(A) 52 cm
(B) 2.5 cm
(C) 12.5 cm
(D) 12.5 x 2 cm
જવાબ : (D) 12.5 x 2 cm
(18) આંખમાં કઈ જગ્યાએ વસ્તુનું પ્રતિબિંબ રચાતું નથી?
(A) અંધબિંદુ
(B) રેટિના
(C) નેત્રપટલ
(D) કોર્નિયા
જવાબ : (A) અંધબિંદુ
(19) નીચેનામાંથી કયા મૂળાક્ષરમાં પાશ્વ વ્યુતક્રમની ઘટના સ્પષ્ટ જોવા મળે છે?
(A) M
(B) O
(C) P
(D) H
જવાબ : (C) P
(20) બ્રેઇલ લિપીમાં કેટલા ટપકાંની તરાહો કે ચિન્હો હોય છે?
(A) 61
(B) 63
(C) 36
(D) 603
જવાબ : (B) 63
Std 8 Science Chapter 13 Mcq Gujarati (21 TO 30)
(21) જ્યારે ગોપાલ ઝાંખા પ્રકાશને જુએ છે ત્યારે તેની કીકીના કદમાં શું ફેરફાર થાય છે?
(A) વધે છે.
(B) ઘટે છે.
(C) ફેરફાર ન થાય.
(D) આપેલ તમામ
જવાબ : (A) વધે છે.
(22) અરીસાની સામે ઉભા રહીને મગન ડાબા હાથથી……….કાનને સ્પર્શે તો અરીસામાં લાગશે કે મગનનો ડાબો કાન ………હાથથી સ્પર્શે છે.
(A) ડાબા, ડાબા
(B) જમણા, ડાબા
(C) જમણા, જમણા
(D) ડાબા, જમણા
જવાબ : (C) જમણા, જમણા
(23) સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
(A) આભાસી, અરીસાની પાછળ અને મોટું
(B) આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું
(C) આભાસી, અરીસાની પાછળ અને નાનું
(D) વાસ્તવિક, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું
જવાબ : (B) આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું
(24) બે સમતલ અરીસા 30cm અંતરે સમાંતર ગોઠવેલા છે. તેમની વચ્ચે એક પાસો મૂકતા તેના કેટલાં પ્રતિબિંબો મળે?
(A) 30
(B) 15
(C) 60
(D) અસંખ્ય
જવાબ : (D) અસંખ્ય
(25) ત્રણ સમતલ અરીસા તેમની ધાર પાસે પરસ્પર 60° ખૂણે ગોઠવાયેલા હોય, તો કયું સાધન બને છે?
(A) કેલિડોસ્કોપ
(B) પેરિસ્કોપ
(C) દૂરબીન
(D) ટેલિસ્કોપ
જવાબ : (A) કેલિડોસ્કોપ
(26) નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન 1. આપાત કિરણ, આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે.
વિધાન 2. આપણી આંખોમાં વસ્તુનું પ્રતિબિંબ લેન્સ પર રચાય છે.
(A) વિધાન – 1 સાચું છે.
(B) વિધાન – 2 ખોટું છે.
(C) વિધાન – 1 ખોટું છે.
(D) A અને B બંને
જવાબ : (D) A અને B બંને
(27) નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(A) નિશાચર પક્ષી – ઘુવડ
(B) સમતલ અરીસા વડે પ્રતિબિંબ – વાસ્તવિક અને ઉલટું
(C) આપાતકોણ 60° – પરાવર્તનકોણ ૩0°
(D) આપેલ તમામ
જવાબ : (A) નિશાચર પક્ષી – ઘુવડ
(28) આપેલ આકૃતિમાં કોણ પોતાનું પ્રતિબિંબ અરીસામાં જોઇ શકે છે?
(A) મગન
(B) રાધા
(C) છગન
(D) ગોપાલ
જવાબ : (C) છગન
(29) નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.
(1) વસ્તુ સફેદ હોય ત્યારે જ જોઇ શકાય છે.
(2) સમતલ સપાટી પરથી નિયમિત પરાવર્તન થાય છે.
(3) માનવ આંખનો રંગ આઇરિસને આભારી છે.
(A) 1 અને 2 સાચાં
(B) 1 અને 3 સાચાં
(C) 2 અને 3 સાચાં
(D) એકપણ નહિ
જવાબ : (C) 2 અને 3 સાચાં
(30) નીચેના પૈકી શામાં અનિયમિત પરાવર્તન થાય છે?
(A) ગતિમાં રહેલ પાણીની સપાટીમાં
(B) ઉબળ – ખાબળ રસ્તા પર
(C) ખરબચડી સપાટીવાળી ચળકતી વસ્તુમાં
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
Std 8 Science Chapter 13 Mcq Gujarati (31 TO 40)
(31) નીચેનામાંથી નિશાચરને ઓળખો.
(A) પતંગિયું
(B) બાજ
(C) ચામાચીડિયું
(D) કોયલ
જવાબ : (C) ચામાચીડિયું
(32) જે વસ્તુ પ્રકાશ ઉત્સર્જિત કરે છે, તેને કઈ વસ્તુ કહેવાય?
(A) સ્વયંપ્રકાશિત
(B) પરપ્રકાશિત
(C) અદ્રશ્ય વસ્તું
(D) એકપણ નહિ
જવાબ : (A) સ્વયંપ્રકાશિત
(33) અંધ વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ કોણે વિકસાવી?
(A) હેલન એ કેલર
(B) લૂઇસ બ્રેઇલ
(C) રવિન્દ્ર જૈન
(D) આપેલ તમામ
જવાબ : (B) લૂઇસ બ્રેઇલ
(34) વિટામીન A વિપુલ માત્રામાં મળી શકે એવું ફળ ક્યું છે?
(A) પપૈયું
(B) ચીકું
(C) પાલક
(D) A અને B બંને
જવાબ : (A) પપૈયું
(35) કેલિડોસ્કોપનો ઉપયોગ ક્યાં થાય છે?
(A) ભીંત ચિત્રો બનાવવા
(B) વસ્ત્રોની ડિઝાઇન બનાવ
(C) રમકડાને આકર્ષક બનાવવા
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(36) નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન – (1) નિશાચરોને સળી કોષો કરતાં શંકુ કોષો વધારે હોય છે.
વિધાન – (2) આપાતકોણ અને પરાવર્તક કોણ સમાન છે.
(A) વિધાન 1 સાચું છે.
(B) વિધાન 2 સાચું છે.
(C) બંને સાચા છે.
(D) બંને ખોટાં છે.
જવાબ : (B) વિધાન 2 સાચું છે.
(37) એકબીજાને લંબ મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે ગોપાલ ઉભો છે, તો ગોપાલને તેનાં કેટલાં પ્રતિબિંબો જોવા મળે?
(A) 80
(B) 40
(C) 3
(D) 90
જવાબ : (C) 3
(38) મગનને આંખની ખામી છે, ડૉકટરે તેને કયા ફળ ખાવાની સૂચના આપી હશે?
(A) કેરી
(B) ગાજર
(C) પપૈયું
(D) A, B અને C
જવાબ : (D) A, B અને C
(39) બ્રેઇલ લિપિમાં ઉભા સ્તંભમાં વધુમાં વધુ કેટલાં ટપકાં હોય છે?
(A) 2
(B) 3
(C) 4
(D) 63
જવાબ : (B) 3
(40) નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન – (1) જેન્સીની આંખમાં સિલિયરી સ્નાયુઓ, કીકી અને આઇરિસ હોય છે.
વિધાન – (2) ગોપાલની આંખમાં રેટિના, કોર્નિયા અને કર્ણચેતાઓ છે.
(A) વિધાન 1 સાચું છે.
(B) વિધાન 2 સાચું છે.
(C) બંને સાચાં છે.
(D) બંને ખોટાં છે.
જવાબ : (A) વિધાન 1 સાચું છે.
Std 8 Science Chapter 13 Mcq Gujarati (41 TO 45)
(41) નીચેનામાંથી ક્યું જોડકું સાચું નથી?
(A) ચકલી – શંકુકોષો વધારે
(B) ઘુવડ – સળીકોષો ઓછા
(C) સમડી – સળીકોષો ઓછા
(D) વિટામીન – A પપૈયું અને કેરી
જવાબ : (B) ઘુવડ – સળીકોષો ઓછા
(42) બે અપારદર્શક અરીસા વચ્ચેના કોણનું માપ ઘટાડતા જઇએ તો તેમની વચ્ચે રાખેલી વસ્તુના પ્રતિબિંબની સંખ્યામાં શો ફેર પડે?
(A) પ્રતિબિંબોની સંખ્યામાં વધારો થાય.
(B) પ્રતિબિંબોની સંખ્યામાં ઘટાડો થાય.
(C) પ્રતિબિંબોની સંખ્યા શરૂઆતમાં વધે પછી ઘટે.
(D) એકપણ નહિ
જવાબ : (D) એકપણ નહિ
(43) પ્રકાશનું કિરણ આંખમાં પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે, તેને શું કહે છે?
(A) કીકી
(B) નેત્રપટલ
(C) આઇરિસ
(D) કોર્નિયા
જવાબ : (B) નેત્રપટલ
(44) પરાવર્તન કોણ ક્યા બે કિરણોની વચ્ચે જણાય છે?
(A) આપાતકિરણ અને લંબ
(B) આપાતકિરણ અને પરાવર્તિત કિરણ
(C) લંબ અને ગુણકકિરણ કોર્નિયા
(D) પરાવર્તિત કિરણ અને લંબ
જવાબ : (D) પરાવર્તિત કિરણ અને લંબ
(45) કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે, તેને શું કહે છે?
(A) આઇરિસ
(B) રેટિના
(C) નેત્રપટલ
(D) કીકી
જવાબ : (A) આઇરિસ
Also Read :
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 10 MCQ |
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 11 MCQ |
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 12 MCQ |