Class 6 Social Science Chapter 3 Swadhyay (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 3 સ્વાધ્યાય)

Spread the love

Class 6 Social Science Chapter 3 Swadhyay
Class 6 Social Science Chapter 3 Swadhyay

Class 6 Social Science Chapter 3 Swadhyay

Class 6 Social Science Chapter 3 Swadhyay. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 3 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 3 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 3 પ્રાચીન નગરો અને ગ્રંથો

સત્ર : પ્રથમ

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

(1) સિંધુખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા?

(A) હડપ્પા

(B) લોથલ

(C) મોહેં-જો-દડો

(D) કાલિબંગન

ઉત્તર : (A) હડપ્પા

(2) હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું?

(A) લોથલ

(B) મોહેં-જો-દડો

(C) કાલિબંગન

(D) ધોળાવીરા

ઉત્તર : (C) કાલિબંગન

(3) ઋગવેદમાં કેટલાં મંડળો છે?

(A) 12

(B) 15

(C) 10

(D) 4

ઉત્તર : (C) 10

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :

(1) હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો.

ઉત્તર : હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા. શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય, એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર રાત્રિપ્રકાશની વ્યવસ્થા હતી.

(2) ‘હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડાંમાં વ્યક્ત થાય છે.’ વિધાન સમજાવો.

ઉત્તર : હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડાં મળી આવ્યાં છે. તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા. સિંધુખીણની સભ્યતાના લોકોએ પોતાનાં બાળકો માટે વિવિધ પ્રકારનાં રમકડાં બનાવ્યાં હતાં. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડાં, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી-પુરુષ આકારનાં રમકડાં, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચઢતા વાનરની કરામત દર્શાવતાં રમકડાં મુખ્ય છે. આ પરથી કહી શકાય કે, હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડાંમાં વ્યક્ત થાય છે.

(3) લોથલ વિશે નોંધ લખો.

ઉત્તર : લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો (Dock Yard) માનવામાં આવે છે. અહીં આવતાં વહાણોને ભરતીના સમયે લાંગરીને માલસામાનને ચઢાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય. આ ઉપરાંત, લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દશાવે છે કે, લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારીમથક હતું.

પ્રશ્ન 3. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો :

(1) કાલિબંગન હાલ…………રાજ્યમાં આવેલ છે.

ઉત્તર : રાજસ્થાન

(2) હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ…………નગરમાં આવેલ છે.

ઉત્તર : મોહેં-જો-દડો

(3) ધોળાવીરા…………..જિલ્લામાં મળી આવેલ પુરાતત્ત્વીય સ્થળ છે.

ઉત્તર : કચ્છ

પ્રશ્ન 4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

(1) હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે.

ઉત્તર : ખોટું

(2) ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી.

ઉત્તર : ખરું

(3) ધોળાવીરાની નગરરચના બે ભાગમાં વહેંચાયેલ છે.

ઉત્તર : ખોટું

(4) વેદ મુખ્યત્વે સાત છે.

ઉત્તર : ખોટું

Also Read :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 10 સ્વાધ્યાય


Spread the love
error: Content is protected !!
Scroll to Top