Class 6 Social Science Chapter 17 Swadhyay
Class 6 Social Science Chapter 17 Swadhyay. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 17 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 17 સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 17 જીવનનિર્વાહ
સત્ર : દ્વિતીય
સ્વાધ્યાય
પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :
(1) ગામડાંમાં મોટે ભાગે સૌ…………..કામ સાથે જોડાયેલ હોય છે.
ઉત્તર : ખેતી
(2) ઔદ્યોગિક રોજગારી………….માં વધુ મળી રહે છે.
ઉત્તર : શહેર
પ્રશ્ન 2. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :
(1) ગામડાંમાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે?
(A) સરકારી નોકરી
(B) ખેતી
(C) ઉદ્યોગ
(D) બધું જ સાચું
ઉત્તર : (B) ખેતી
(2) શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે?
(A) પાસેના ગામથી
(B) અન્ય રાજ્યથી
(C) અન્ય શહેરથી
(D) બધું જ સાચું
ઉત્તર : (D) બધું જ સાચું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે?
ઉત્તર : ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ગામડાંમાં જોવા મળે છે.
(2) રોડ ઉપર ક્યા ક્યા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે?
ઉત્તર : શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાઇકલનાં પંકચર અને તેની મરમ્મત કરનાર, બૂટપૉલિશ કરનાર, સોડા-શરબત વેચનાર, કરિયાણું વેચનાર, રમકડાં વેચનાર, હેરકટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાઇકલ પર સફાઈનાં સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે.
(૩) કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે?
ઉત્તર : શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે.
પ્રશ્ન 4. ટૂંક નોધ લખો :
(1) ગ્રામીણ જીવનનિર્વાહ
ઉત્તર : (1) ગામડાંની મોટી સંખ્યાના લોકો ખેતી, ખેત-મજૂરી અને પશુપાલન કરીને જીવનનિર્વાહ કરે છે. (2) ઘણા લોકો દરજીકામ, સુથારીકામ, લુહારીકામ, સોનીકામ, ધોબીકામ, માટલાં અને ઈંટો બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલાં પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે. (3) ગામડાંમાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજીની, કાપડની, કપડાંની, ચા-નાસ્તાની, ખાતર અને બિયારણોના વેચાણની વગેરે દુકાનો ધરાવે છે. (4) ગામડાંમાં કેટલાક ખેતમજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવનનિર્વાહ કરે છે. (ડ) ગામડાંની કેટલીક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ-મજૂર તરીકે તેમજ ટ્રક-ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. (6) ગામડાંના કેટલાક લોકો નિયમિત રીતે ગામડાંમાંથી દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવનનિર્વાહ કરે છે.
(2) શહેરી જીવનનિર્વાહ
ઉત્તર : (1) શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવનનિર્વાહ કરે છે. (2) શહેરના બજારમાં દુકાનોની અનેક લાઇનો હોય છે. તેમાં દુકાનદારો, સેલ્સમૅનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે. (3) શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂરી તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. (4) શહેરમાં ઘણા લોકો ફૅક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. (5) શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા-કૉલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે. તેમજ નાની-મોટી ઑફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને જીવનનિર્વાહ કરે છે.
(3) શહેરમાં છૂટક રોજગારી
ઉત્તર : (1) શહેરમાં હજારો લોકો છૂટક મજૂર તરીકે કામ કરે છે. દા. ત., ‘કડિયાનાકા’ પર મજૂરો પોતાનાં ઓજારો સાથે બેસે છે. કૉન્ટ્રાક્ટરો અહીં આવીને તેમને કામ પર લઈ જાય છે. (2) શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરો તરીકે ફેક્ટરીઓમાં કામ કરીને રોજગારી મેળવે છે. (3) શહેરમાં અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરીકામ કરીને રોજગારી મેળવે છે. દા. ત., ચૉકલેટ, આઇસક્રીમ, સ્વીટ્સ, ફરસાણ વગેરે બનાવવાં. (4) શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયો કરીને સ્વરોજગારી મેળવે છે. દા. ત., ભાડું લઈને રિક્ષા અને મોટરકાર ચલાવવી, દરજીકામ કરવું, બૂટપૉલિશ કરવી, સાઇકલનાં પંકચર અને તેની મરમ્મત કરવાં વગેરે.
(4) પશુપાલન અને ખેતમજૂરી
ઉત્તર : ગામડાંમાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવનનિર્વાહ કરે છે. નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ પાળે છે. તેઓ એ પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળીમાં આપે છે. દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિનખેતીના ચારેક મહિના સુધી જીવનનિર્વાહ કરી શકે છે.
આપણા દેશનાં ગ્રામીણ કુટુંબોમાં લગભગ 40 % કુટુંબો ખેતમજૂરો છે. તેઓ જમીનવિહોણા છે. તેથી તેઓ ખેતમજૂરો તરીકે મોટા ખેડૂતોનાં ખેતરોમાં વાવણી, નિંદામણ, લણણી, કાપણી જેવાં મજૂરીનાં કામો કરે છે. કેટલાક ખેતમજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે. ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ ખેતરોમાં કામ મળે છે. બાકીના સમયમાં તેઓને બેકાર બેસી રહેવું પડે છે. આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે. કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે.
પ્રશ્ન 5. બંધબેસતાં જોડકા જોડો :
વિભાગ “અ”
(1) ખેતમજૂરી
(2) કૌશલ્ય આધારે કામ
(3) ઔદ્યોગિક રોજગારી
વિભાગ “બ”
(1) કાયમી કામ મળી રહે છે.
(2) એક કરતાં વધુ રીતે કમાઈ શકાય છે.
(3) બારેમાસ કામ ન પણ મળે.
ઉત્તર : (1 – 3), (2 – 2), (3 – 1)
Also Read :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 7 સ્વાધ્યાય