Class 6 Science Chapter 1 Swadhyay (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 1 સ્વાધ્યાય)

Class 6 Science Chapter 1 Swadhyay
Class 6 Science Chapter 1 Swadhyay

Class 6 Science Chapter 1 Swadhyay

Class 6 Science Chapter 1 Swadhyay. ધોરણ 6 વિજ્ઞાન વિષયના એકમ 1 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 1 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : વિજ્ઞાન

એકમ : 1. આહારના ઘટકો

સ્વાધ્યાય

પ્રશ્ન 1. આપણા ખોરાકનાં મુખ્ય પોષક ઘટકોનાં નામ લખો.

ઉત્તર : (1) કાબૉદિત (2) પ્રોટીન (3) ચરબી (4) વિટામિન (5) ખનીજ ક્ષાર. આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ છે, જે શરીરને ઉપયોગી છે.

પ્રશ્ન 2. નીચે આપેલાનાં નામ લખો :

(a) પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે.

ઉત્તર : કાર્બોદિત અને ચરબી

(b) પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે.

ઉત્તર : પ્રોટીન

(c) વિટામિન કે જે આપણી સારી દષ્ટિ માટે જવાબદાર છે.

ઉત્તર : વિટામિન A

(d) ખનીજ કે જે હાડકાં માટે આવશ્યક છે.

ઉત્તર : કૅલ્શિયમ અને ફૉસ્ફરસ

પ્રશ્ન 3. બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે :

(a) ચરબી (b) સ્ટાર્ચ (c) પાચક રેસા (રૂક્ષાંશ) (d) પ્રોટીન

ઉત્તર :

(a) ચરબી : ઘી, તેલ, માંસ, ઈંડાં

(b) સ્ટાર્ચ : ચોખા, ઘઉં, મકાઈ, બટાટા

(c) પાચક રેસા (રૂક્ષાંશ) : આખા અનાજ, લીલાં શાકભાજી

(d) પ્રોટીન : કઠોળ, માંસ, માછલી, દૂધ

પ્રશ્ન 4. આપેલમાંથી સાચાં વિધાનો માટે V ની નિશાની કરો :

(a) માત્ર ભાત (ચોખા) ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યક્તાઓ પૂરી કરી શકીએ છીએ.

ઉત્તર : ખોટું

(b) ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે.

ઉત્તર : સાચું (V)

(c) શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ.

ઉત્તર : સાચું (V)

(d) શરીરને બધાં જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે.

ઉત્તર : ખોટું

પ્રશ્ન 5. ખાલી જગ્યાની પૂર્તિ કરો.

(a) …………..વિટામિન D ની ઊણપથી થાય છે.

ઉત્તર : સુકતાન

(b) ……………ની ત્રુટિ(ઊણપ)થી બેરીબેરીનો રોગ થાય છે.

ઉત્તર : વિટામિન B

(c) વિટામિન C ની ત્રુટિ (ઊણપ) થી…………નો રોગ થાય છે.

ઉત્તર : સ્કર્વી

(d) આપણા આહારમાં……….ના અભાવથી રતાંધળાપણું થાય છે.

ઉત્તર : વિટામિન A

error: Content is protected !!
Scroll to Top