Class 7 Science Chapter 1 Swadhyay
Class 7 Science Chapter 1 Swadhyay. Std 7 Science Chapter 1 Swadhyay. ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 1 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 1 સ્વાધ્યાય.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 1 | વનસ્પતિમાં પોષણ |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે?
ઉત્તર : સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે.
પ્રશ્ન 2. પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો.
ઉત્તર :
પરોપજીવી
(1) તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે.
(2) તે યજમાન વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે.
(3) તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે.
મૃતોપજીવી
(1) તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે.
(2) તે સડતા પદાર્થો પર પાચકરસોનો સ્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્ત્વો શોષે છે.
(3) તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે.
પ્રશ્ન 3. પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો?
ઉત્તર : પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે :
(1) સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો.
(2) પર્ણને પાણી ભરેલા બીક૨માં લઈ 5 – 6 મિનિટ માટે ઉકાળો.
(3) પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો.
(4) આ પર્ણ પર બે ટીપાં આયોડિનનાં દ્રાવણનાં નાખી તેનો રંગ તપાસો.
(5) પર્ણનો રંગ ભૂરો-કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે.
પ્રશ્ન 4. લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો.
ઉત્તર : લીલી વનસ્પતિનાં પર્ણોમાં લીલું રંજકદ્રવ્ય આવેલું હોય છે. જેને હરિતદ્રવ્ય (ક્લૉરોફિલ) કહે છે. તે પર્ણને સૂર્ય-ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઊર્જા પર્ણમાં કાર્બન ડાયૉક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ, લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયૉક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે. આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છેઃ
કાર્બન ડાયૉક્સાઇડ + પાણી સૂર્યપ્રકાશ (with હરિતદ્રવ્ય) → કાર્બોદિત પદાર્થ + ઑક્સિજન
પ્રશ્ન 5. રેખાચિત્ર દ્વારા દર્શાવો કે, ‘વનસ્પતિ એ ખોરાક માટેનો અદ્વિતીય સ્રોત છે.
ઉત્તર :
પ્રશ્ન 6. ખાલી જગ્યા પૂરો :
(a) લીલી વનસ્પતિ……………કહેવાય છે, કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે.
ઉત્તર : સ્વાવલંબી
(b) વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક……………સ્વરૂપે સંગ્રહ પામે છે.
ઉત્તર : સ્ટાર્ચ
(c) પ્રકાશસંશ્લેષણમાં સૂર્ય-ઊર્જા……….. નામના રંજકદ્રવ્ય દ્વારા શોષણ પામે છે.
ઉત્તર : હરિતદ્રવ્ય (ક્લૉરોફિલ)
(d) પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ……….. વાયુ લે છે અને ……….. વાયુ મુક્ત કરે છે.
ઉત્તર : કાર્બન ડાયૉક્સાઇડ, ઑક્સિજન
પ્રશ્ન 7. નીચેનાનાં નામ આપો :
(1) પીળી, પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ
ઉત્તર : અમરવેલ
(2) સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ
ઉત્તર : કળશપર્ણ
(3) પર્ણમાં વાતવિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તે
ઉત્તર : પર્ણરંધ્રો
પ્રશ્ન 8. સાચો વિકલ્પ પસંદ કરો :
(1) અમરવેલ એ…………….નું ઉદાહરણ છે.
(A) સ્વયંપોષી
(B) પરપોષી
(C) મૃતોપજીવી
(D) યજમાન
ઉત્તર : (B) પરપોષી
(2) આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે.
(A) અમરવેલ
(B) જાસૂદ
(C) કળશપર્ણ
(D) ગુલાબ
ઉત્તર : (C) કળશપર્ણ
પ્રશ્ન 9. કૉલમ A અને કૉલમ B નાં જોડકાં જોડો :
કૉલમ A
(1) હરિતદ્રવ્ય
(2) નાઇટ્રોજન
(3) અમરવેલ
(4) પ્રાણીઓ
(5) કીટકો
કૉલમ B
(a) બૅક્ટેરિયા
(b) પરપોષી
(c) કળશપર્ણ
(d ) પર્ણ
(e) પરોપજીવી
ઉત્તર : (1 – d), (2 – a), (3 – e), (4 – b), (5 – c)
પ્રશ્ન 10. સાચા વિધાન સામે T અને ખોટાં વિધાન સામે F પર નિશાની કરો :
(1) પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત થાય છે.
ઉત્તર : F
(2) જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને મૃતોપજીવી કહે છે.
ઉત્તર : F
(૩) પ્રોટીન એ પ્રકાશસંશ્લેષણની પેદાશ નથી.
ઉત્તર : T
(4) પ્રકાશસંશ્લેષણ દરમિયાન સૂર્ય-ઊર્જા એ રાસાયણિક-ઊર્જામાં રૂપાંતરિત થાય છે.
ઉત્તર : T
પ્રશ્ન 11. નીચે આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો :
(1) પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઇડ લે છે?
(A) મૂળરોમ
(B) પર્ણરંધ્ર
(C) પર્ણશિરા
(D) વજ્રપત્ર
ઉત્તર : (B) પર્ણરંધ્ર
પ્રશ્ન 12. નીચે આપેલા વિકલ્પોમાંથી આપેલ વિધાન માટે ખરો વિકલ્પ પસંદ કરો.
(1) વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઇડ મુખ્યત્વે……… દ્વારા લે છે.
(A) મૂળ
(B) પ્રકાંડ
(C) પુષ્પો
(D) પર્ણ
ઉત્તર : (D) પર્ણ
Also Read :
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 સ્વાધ્યાય