Class 7 Science Chapter 4 Swadhyay (ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 સ્વાધ્યાય)

Spread the love

Class 7 Science Chapter 4 Swadhyay
Class 7 Science Chapter 4 Swadhyay

Class 7 Science Chapter 4 Swadhyay

Class 7 Science Chapter 4 Swadhyay. Std 7 Science Chapter 4 Swadhyay. ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 4 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 સ્વાધ્યાય.

Class 7 Science Chapter 4 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. ઍસિડ તથા બેઇઝ વચ્ચેનો તફાવત જણાવો.

ઉત્તર :

ઍસિડ

(1) તે સ્વાદે ખાટા હોય છે.

(2) તે ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે.

(૩) તે ફિનોલ્ફથેલીનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે છે.

બેઇઝ

(1) તે સ્વાદે તૂરા અને સ્પર્શે ચીકણા હોય છે.

(2) તે લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે.

(3) તે ફિનોલ્ફથેલીનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે.

પ્રશ્ન 2. ઘરની ચીજવસ્તુઓ સાફ કરવામાં જેમ કે, બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસને ભૂરું બનાવે છે. તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે?

ઉત્તર : એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે. (કારણ કે તે લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે.)

પ્રશ્ન 3. લિટમસના દ્રાવણનો સ્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે?

ઉત્તર : લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષણ કરીને મેળવાય છે. તેનો ઉપયોગ આપેલ દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા સૂચક તરીકે થાય છે.

પ્રશ્ન 4. શું નિસ્યંદિત પાણી ઍસિડિક / બેઝિક / તટસ્થ હોય છે? તમે કેવી રીતે નક્કી કરશો?

ઉત્તર : નિસ્યંદિત પાણી તટસ્થ છે. આપણે ભૂરા અને લાલ લિટમસપત્રનો ઉપયોગ કરી તેની ખાતરી કરી શકીએ.

નિસ્યંદિત પાણીમાં ભૂરું લિટમસપત્ર અડકાડતાં તેમજ લાલ લિટમસપત્ર અડકાડતાં તેના રંગમાં કોઈ ફેરફાર થતો નથી. આમ, તે ઍસિડિક નથી તેમજ બેઝિક નથી. તેથી તે તટસ્થ છે.

પ્રશ્ન 5. એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો.

ઉત્તર : ઍસિડ અને બેઇઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે.

ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક ઍસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ (બેઇઝ) વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ (ક્ષાર) અને પાણી ઉત્પન્ન થાય છે. આ તટસ્થીકરણની પ્રક્રિયા છે.

ઍસિડ + બેઇઝ = ક્ષાર + પાણી

ઉદા : હાઇડ્રોક્લોરિક + સોડિયમ = સોડિયમ + પાણી

ઍસિડ = હાઇડ્રોક્સાઇડ = ક્લોરાઇડ

પ્રશ્ન 6. સાચાં વિધાનમાં T પર અને ખોટાં વિધાનમાં F પર નિશાની કરો :

(1) નાઇટ્રિક ઍસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે.

ઉત્તર : F

(2) સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે.

ઉત્તર : F

(૩) સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક ઍસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે.

ઉત્તર : T

(4) સૂચક એવા પદાર્થો છે કે જે ઍસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ બનાવે છે.

ઉત્તર : T

(5) બેઇઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે.

ઉત્તર : F

પ્રશ્ન 7. દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડાં પીણાંની થોડી બૉટલો છે. પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી. તેને આ બૉટલો ગ્રાહકોના ઑર્ડર મુજબ પીરસવી પડે છે. એક ગ્રાહક ઍસિડિક પીણું, બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માગે છે, તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને ક્યાં પીણાંની બૉટલ પીરસવી?

ઉત્તર : દોરજી ઍસિડિક પીણું, બેઝિક પીણું અને તટસ્થ પીણું લિટમસપત્રની કસોટી વડે નક્કી કરી શકશે.

=> જે પીણું ભૂરા લિટમસપત્રને લાલ બનાવે તે ઍસિડિક પીણું.

=> જે પીણું લાલ લિટમસપત્રને ભૂરું બનાવે તે બેઝિક પીણું.

=> જે પીણું ભૂરા લિટમસપત્ર કે લાલ લિટમસપત્ર પર કંઈ અસર ન કરે તે તટસ્થ પીણું.

પ્રશ્ન 8. સમજાવો : આવું કેમ થાય છે?

(a) જ્યારે આપણને ઍસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ.

ઉત્તર : ઍસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક ઍસિડ બનવાને કારણે થાય છે. એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મૅગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના ઍસિડને તટસ્થ કરે છે. આથી ઍસિડિટીમાં રાહત થાય છે.

(b) જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ.

ઉત્તર : કીડી કરડે છે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફૉર્મિક ઍસિડ દાખલ થાય છે. આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે. કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલ ઝિંક કાર્બોનેટ બેઝિક પદાર્થ હોવાથી ફૉર્મિક ઍસિડને તટસ્થ કરે છે. આથી પીડામાં રાહત રહે છે.

(c) કારખાનાંઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે.

ઉત્તર : કારખાનાંઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે ઍસિડિક હોય છે. જો તેને પાણીમાં વહેવડાવામાં આવે, તો પાણીમાં રહેતાં પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તેથી કચરાને પાણીમાં નિકાલ કરતાં પહેલાં તટસ્થ કરવો જોઈએ.

પ્રશ્ન 9. તમારી પાસે માત્ર હળદરનું જ સૂચક છે. તમને હાઇડ્રોક્લોરિક ઍસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવેલાં છે, તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો?

ઉત્તર : (1) આપેલ રસાયણોની ત્રણ બૉટલ ૫૨ (1), (2), (૩) લેબલ લગાડો.

(2) હળદરનું સૂચક પ્રવાહી કે પેસ્ટ હોય, તો તેના પાંચ હળદરપત્ર બનાવો.

(૩) હવે ત્રણ હળદરપત્ર લઈ તે દરેક પર બૉટલ (1), (2), (3) માંના દ્રાવણનાં બે ટીપાં નાખો.

(4) જે બૉટલનું દ્રાવણ હળદરપત્રને લાલ બનાવે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ બૉટલ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખો.

(5) હવે બાકી રહેલી બે અજ્ઞાત બૉટલ પૈકી એકમાંથી દ્રાવણ લઈ એક કસનળી અડધી ભરો અને બીજામાંથી દ્રાવણ લઈ બીજી કસનળી અડધી ભરો.

(6) પછી દરેક કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનાં દસ-દસ ટીપાં નાખો. મિશ્રણને બરાબર હલાવો.

(7) દરેક કસનળીમાં હળદરપત્ર નાખો.

(8) જે કસનળીમાં હળદરપત્ર લાલ રંગનો બને તે કસનળીમાં નાખેલ અજ્ઞાત બૉટલનું દ્રાવણ ખાંડનું દ્રાવણ છે. બાકીની બૉટલમાં હાઇડ્રોક્લોરિક ઍસિડ છે.

પ્રશ્ન 10. ભૂરા લિટમસપત્રને દ્રાવણમાં ડુબાડતાં તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે? સમજાવો.

ઉત્તર : ભૂરા લિટમસપત્રને દ્રાવણમાં ડુબાડતાં તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોય.

સમજૂતી : દ્રાવણ બેઝિક હોય ત્યારે તે ભૂરા લિટમસપત્ર પર કંઈ અસર કરતું નથી. એટલે કે તે ભૂરા રંગનું જ રહે છે.

દ્રાવણ તટસ્થ હોય, તો તેની બંને પ્રકારના લિટમસપત્ર પર કોઈ અસર થતી નથી એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસપત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. આમ, દ્રાવણ બેઝિક હોય કે તટસ્થ તે ભૂરા લિટમસપત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે.

પ્રશ્ન 11. નીચેનાં વિધાનોને ધ્યાનથી વાંચો :

(a) ઍસિડ તથા બેઇઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે.

(b) જો કોઈ સૂચક, ઍસિડ માટે રંગનું પરિવર્તન દર્શાવે તો તે બેઇઝ માટે રંગપરિવર્તન દર્શાવતું નથી.

(c) જો કોઈ સૂચક, બેઇઝ માટે રંગપરિવર્તન દર્શાવે તો તે ઍસિડ માટે રંગપરિવર્તન દર્શાવતું નથી.

(d) ઍસિડ તથા બેઇઝનું રંગપરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે.

ઉપરોક્ત વિધાનોમાંથી કયાં વિધાનો સત્ય છે?

(A) ચારેય

(B) (a) અને (d)

(C) (b), (c) અને (d)

(D) માત્ર (d)

ઉત્તર : (D) માત્ર (d)

Also Read :

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 5 સ્વાધ્યાય


Spread the love
error: Content is protected !!
Scroll to Top