Class 7 Gujarati Chapter 8 Swadhyay (ધોરણ 7 ગુજરાતી પાઠ 8 અભ્યાસ અને સ્વાધ્યાય)

Spread the love

Class 7 Gujarati Chapter 8 Swadhyay
Class 7 Gujarati Chapter 8 Swadhyay

Class 7 Gujarati Chapter 8 Swadhyay

Class 7 Gujarati Chapter 8 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના પાઠ 8 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 8 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : ગુજરાતી

એકમ : 8. માલમ હલેસાં માર

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો.

(1) ‘માલમ મોટાં હલેસાં તું માર…’ આ વાક્ય કોણ બોલે છે?

(ક) કવિ

(ખ) દિયર

(ગ) ભાભી

(ઘ) નાવિક

ઉત્તર : (ખ) દિયર

(2) દિયરને દરિયાપાર શા માટે જવાની ઈચ્છા છે?

(ક) રહેવા

(ખ) કમાવા

(ગ) ફરવા

(ઘ) પરણવા

ઉત્તર : (ખ) કમાવા

(3) મેણાં મારીને મારી મતિ સુધારી’ – અહીં ‘મતિ સુધારી’ એટલે…………

(ક) બુદ્ધિ આવી

(ખ) સાચું જ્ઞાન થયું

(ગ) કમાતો થયો

(ઘ) પરણવા તૈયાર થયો

ઉત્તર : (ખ) સાચું જ્ઞાન થયું

(4) દિયરે ભાભીને કેવાં કહ્યાં છે?

(ક) સમજદાર

(ખ) જ્ઞાની

(ગ) સ્નેહભીનાં

(ઘ) કેસરભીનાં

ઉત્તર : (ઘ) કેસરભીનાં

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

(1) માલમને ‘મોટાં હલેસાં માર’ એવું શા માટે કહ્યું છે?

ઉત્તર : માલમને મોટાં હલેસાં મારવાનું કહ્યું છે, કારણ કે દિયરને દરિયાની પેલે પાર (કિનારે) જવું છે.

(2) ભાભીએ દિયરને કેવું મહેણું માર્યું છે?

ઉત્તર : ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે તમે આળસના સરદાર છો અને તમારો અવતાર નકામો છે, કારણ કે તમે ભાઈની કમાણી પર જલસા કરો છો.

(૩) દિયરને જાવા બંદરે શા માટે જવું છે?

ઉત્તર : દિયરને જાવા બંદરે પૈસા કમાવા માટે જવું છે.

(4) દિયરને સિંહલદ્વીપ શા માટે જવું છે?

ઉત્તર : દિયરને સિંહલદ્વીપ પદમણી નાર(સુંદર સ્ત્રી)ને પરણવા માટે જવું છે.

(5) દિયરને જીવવામાં સાર ક્યારે લાગે છે?

ઉત્તર : દિયરને પૈસા કમાઈને તેમજ પદમણી નારને પરણીને ઘેર પાછો આવે ત્યારે ભાભી તેને મોતીથી પોંખે તો જ જીવવામાં સાર લાગે છે.

(6) ભાભીએ આળસુ દિયરની મતિ કેવી રીતે સુધારી?

ઉત્તર : ભાભીએ મહેણું માર્યું, ‘તું આળસનો સરદાર છે, ભાઈની કમાણી ઉપર જલસા કરે છે,’ – આ મહેણાથી આળસુ દિયરની મતિ સુધરી ગઈ.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નનો ઉત્તર લખો :

(1) દિયર ભાભી વિશે શું કહે છે? શા માટે?

ઉત્તર : ભાભીએ દિયરને મહેણું માર્યું. આથી દિયરની આળસ દૂર થઈ. એના મનનાં દ્વાર ખૂલ્યાં. એની બુદ્ધિ અને જિંદગી સુધરી ગઈ તેથી દિયરે ભાભીને જીભની ધારે જીવવા કહ્યું,

સ્વાધ્યાય

પ્રશ્ન 1. સૂચવ્યા મુજબ વિચારીને ઉત્તર લખો :

(1) આળસથી થતું નુકસાન ચાર-પાંચ વાક્યોમાં લખો.

ઉત્તર : આળસથી શરીર અને મન બગડે છે. આળસ સર્વ પ્રકારના દુરાચારની જનેતા છે. આળસુ માણસ દેવાદાર રહે છે ને બીજાને ભારરૂપ બને છે. આળસ આપણી ‘આજ’ લઈને ‘આવતી કાલ’ ઊધઈની જેમ ખાઈ જાય છે. આળસ શાંતિ અને સુખને હરનાર છે. આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.

(2) તમે કોઈ પાસેથી કાંઈ સારું શીખ્યાં હો તો તે પ્રસંગ લખો.

ઉત્તર : સમયપાલન હું શંકરકાકા પાસેથી શીખ્યો. શંકરકાકા અમારી સોસાયટીમાં રહે છે. સવારે અગિયાર વાગ્યે પોતાની પેઢી પર જવા નીકળે ત્યારે સૌ એમનાં ઘડિયાળ મેળવે. એક વાર સોસાયટીના સભ્યોની મીટિંગ અમારે ઘેર હતી. સમય રવિવારનો સાંજે આઠ વાગ્યાનો હતો. પોતે આઠ વાગ્યે આવી ગયા. સભ્યો નવ વાગ્યે આવ્યા. મને ખબર છે કે મારા પિતાજીએ શંકરકાકાના સમયપાલનના અનેક પ્રસંગો એ વખતે કહેલા. પછી તો શંકરકાકા જ્યાં હોય ત્યાં સૌ સમય સાચવતા. પરથી હું પણ સમયપાલનનું મહત્ત્વ સમજ્યો. તેઓ કહેતા કે તમે સમય સાચવશો તો સમય તમને સાચવશે. શંકરકાકાના જીવન પરથી હું પણ સમયપાલનનું મહત્વ સમજ્યો.

(૩) તમારા ગામમાં કોઈ સ્થાનિક કલાકાર પાસેથી આ ગીત જેવાં બે લોકગીતો મેળવીને એનું વર્ગસમક્ષ ગાન કરો.

પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો :

ઉત્તર :

(1) ભાભી – ભાભલડી

(2) લક્ષ્મી – લખમી

(૩) દિયર – દે’ર

(4) ગયા – ગિયા

(5) આળસ – આળહ

(6) નારી – નાર

(7) ઘોડા – ઘોડલાં

(8) જીભ – જીભલડી

પ્રશ્ન 3. નીચેની ખાલી જગ્યામાં જરૂરી શબ્દો મૂકી પંક્તિનું ગાન કરો.

(1) કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં

જીવો જીભલડી ની ધાર;

હે..મેણાં મારીને મારી મતિ સુધારી

ખોલ્યાં તે મનનાં દ્વાર રે… માલમ.

પ્રશ્ન 4. તમારી સ્થાનિક બોલીના દસ શબ્દો લખો. (આ શબ્દોનાં માન્ય ભાષારૂપો પણ લખો.)

ઉત્તર : મારું ગામ ઉત્તર ગુજરાતમાં છે. મારા ગામની બોલી ‘ઉત્તર ગુજરાતની બોલી’ (પટણી) તરીકે જાણીતી છે.

સ્થાનિક બોલી = માન્ય ભાષા

પૉણી = પાણી

ગૉમ = ગામ

દઈ = દહીં

ચેટલા = કેટલાક

વાયતર = વાવેતર

છેતર = ખેતર

ધોરો = ધોળો

બાયણું = બારણું

કહાડવું = કાઢવું

નેહાળ = નિશાળ

પ્રશ્ન 5. નીચે આપેલી કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :

(1) જાવું છે મારે……………..

…………………પદમણી નાર;

ઉત્તર : સિંહલદ્વીપમાં, પરણવા

(2) હે….મોતીડે……..જો ભાભલડી મારી

તો તો…………..સાર રે… માલમ

ઉત્તર : પોંખે, જીવવામાં

(3) કેસરભીનાં તમે………….ભાભલડી મારાં

જીવો………….ની ધાર;

ઉત્તર : જીવો, જીભલડી

(4) હે…………….મારીને મારી મતિ સુધારી

……………મનનાં દ્વાર રે… માલમ

ઉત્તર : મેણાં, ખોલ્યાં તે

પ્રશ્ન 6. આ કાવ્ય મુખપાઠ કરો.

Also Read :

ધોરણ 7 ગુજરાતી પાઠ 9 અભ્યાસ અને સ્વાધ્યાય


Spread the love
error: Content is protected !!
Scroll to Top