Class 7 Gujarati Chapter 16 Swadhyay
Class 7 Gujarati Chapter 16 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 16નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 16 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 7
વિષય : ગુજરાતી
એકમ : 16 સિંહની દોસ્તી
સત્ર : દ્વિતીય
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :
(1) જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે એટલે…………
(ક) મોલ બરાબર થયો નથી.
(ખ) મોલ લીલોછમ છે.
(ગ) મોલ સારો થયો છે.
(ઘ) આંખ ઠરે છે.
જવાબ : (ખ) મોલ લીલોછમ છે.
(2) સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો. કારણ કે………….
(ક) આખા શરીરે એ લોહીલુહાણ થઈ ગયો હતો.
(ખ) તે થાકેલો હતો.
(ગ) તે ઘણા દિવસથી ભૂખ્યો હતો.
(ઘ) તે નિરાશ થયેલો હતો.
જવાબ : (ગ) તે ઘણા દિવસથી ભૂખ્યો હતો.
(3) દરબારને ત્યાં તો સિંહની ચોકી ! એટલે……….
(ક) સિંહ અને દરબાર મિત્ર હતા.
(ખ) દરબાર જંગલમાં રહેતા હતા.
(ગ) દરબારે સિંહને ચોકી કરવા ગોઠવ્યો હતો.
(ઘ) સિંહ દરબારના ઘેર જ રહેતો હતો.
જવાબ : (ઘ) સિંહ દરબારના ઘેર જ રહેતો હતો.
(4) ‘સિંહની દોસ્તી’ પાઠ…………
(ક) ગીર વિસ્તારનો છે.
(ખ) ભાલ વિસ્તારનો છે.
(ગ) નદીકિનારા વિસ્તારનો છે.
(ઘ) તળાવકિનારા વિસ્તારનો છે.
જવાબ : (ગ) નદીકિનારા વિસ્તારનો છે.
પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) ચોમાસું પૂરું થતાં લોકો કયા કામે લાગ્યાં છે?
ઉત્તર : ચોમાસું પૂરું થતાં લોકો લણણીના કામે લાગ્યાં છે.
(2) એક દિવસ નમતા બપોરે દરબાર માત્રા વાળાએ નદીમાં શું જોયું?
ઉત્તર : એક દિવસ નમતા બપોરે દરબાર માત્રા વાળાએ સિંહ-સિંહણને નદીમાં પાણી પીવા ઊતરતાં જોયાં.
(3) સિંહ નદીના કાંઠે કેટલા દિવસ બેસી રહ્યો?
ઉત્તર : સિંહ ભૂખ્યો ને તરસ્યો, નદીના પાણી સામે મીટ માંડીને બે-ત્રણ દિવસ સુધી નદીકાંઠે બેસી રહ્યો.
(4) સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું ?
ઉત્તર : મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો હતો, આનો બદલો લેવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું.
(5) ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું ક્યું કૌતુક જોયું?
ઉત્તર : ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક દરબાર માત્રા વાળાની સ્મશાનયાત્રામાં જોયું : દરબારની સ્મશાનયાત્રામાં સિંહ જોડાયો હતો અને દરબારની બળતી ચિતા સામે જોતો ક્યાંય સુધી બેસી રહ્યો હતો.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) સિંહ હવે શું કરશે? એ જોવા-જાણવાની ઇચ્છા દરબારને કેમ થઈ?
ઉત્તર : મગર સિંહણને પાણીમાં ખેંચી રહ્યો હતો. સિંહણે બચવા ખૂબ પ્રયત્ન કર્યો. સિંહ પણ સિંહણને બચાવવા પાછળ પાછળ ગયો, પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો. હતાશ થઈ તે પાછો ફર્યો. એના મોઢા પર વેદના હતી. દરબારને એ જોવા-જાણવાની ઇચ્છા થઈ કે સિંહ હવે શું કરશે?
(2) સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો?
ઉત્તર : સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને બે-ત્રણ દિવસ સુધી બેસી રહ્યો, કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માગતો હતો.
(3) દરબાર માત્રા વાળાએ સિંહની સેવા-ચાકરી શી રીતે કરી?
ઉત્તર : દરબાર માત્રા વાળાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ નદીની ઊંચી ઊંચી ભેખડો ઊતરીને સિંહ પાસે ગયા. એમણે સિંહના જખમ સાફ કર્યા અને વનસ્પતિનાં પાંદડાં વાટી તેના જખમ પર પાટા બાંધ્યા. પછી તેમણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. દરબારે થોડા દિવસ સુધી આ રીતે સિંહની સેવા કરી. એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો.
(4) સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. – આવું શી રીતે કહી શકાય?
ઉત્તર : દરબાર માત્રા વાળાના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. લોકો વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરી શકતા હતા, પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો નહોતો. એ પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો.
(5) તમારા જીવનમાં બનેલા પ્રાણીપ્રેમના પ્રસંગ વિશે લખો.
ઉત્તર : મારે ઘેર લાઇટ નહોતી. મારા ઘરથી થોડે દૂર રહેતા મારા મિત્રને ઘેર લાઇટ હતી. હું ત્યાં વાંચવા જતો. એને ત્યાં પાળેલો કૂતરો હતો. કૂતરો મારાથી હળીમળી ગયેલો. હું કોઈ વાર એને મારા ઘેર પણ લઈ જતો. એક વાર હું મિત્રને ઘેર જતો હતો, ત્યાં એક બીજો કૂતરો ભસતો-ભસતો મને કરડવા ધસી આવતો હતો. ત્યાં મારા મિત્રનો કૂતરો ભસતો-ભસતો આવ્યો ભસતા કૂતરાને ભગાડ્યો અને મારી આગળ ચાલવા લાગ્યો. જાણે મને કહેતો હોય, ‘ચાલો, મારી પાછળ. હવે એની તાકાત નથી કે તમને ભસે !’ પ્રેમની ભાષા પ્રાણી સમજે છે. આપણે તેને પ્રેમ આપીએ તો તેનો પ્રેમ મેળવી શકીએ.
પ્રશ્ન 2. સૂચવ્યા મુજબ કરો :
(1) પાઠમાં આવતા હોય તેવા, ઉપરાંત તમે જાણતા હો, તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો.
ઉત્તર : પ્રાદેશિક શબ્દોની યાદી : માથોડાં, વાંસજાળ, શેલારા, ઘૂનો, વેકુર, રૂંવાડાં.
(2) તમારી યાદીના શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો.
ઉત્તર :
માથોડાં – નદીને કાંઠે બબ્બે માથોડાં ઊંચી ભેખડો હતી.
વાંસજાળ – છોકરાં વાંસજાળ પાણીમાં તરે છે.
શેલારા – છોકરાં પાણીમાં શેલારા મારે છે.
ઘૂનો – નદીના પાણીમાં ઘૂનો જોવા મળે છે.
વેકૂર – વેકૂરમાં છોકરાં રમે છે.
રૂંવાડાં – એ દશ્ય જોઈને સૌનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં.
(3) આ વાક્યોનો ઉપયોગ કરી અર્થસભર ફકરો બનાવો.
ઉત્તર : નદીને કાંઠે બબ્બે માથોડાં ઊંચી ભેખડો છે. એ નદીનાં વાંસજાળ પાણીમાં છોકરાં શેલારા મારે છે. નદીના પાણીમાં ઘૂનો છે. કેટલાંક છોકરાં નદીની વેકૂરમાં આળોટે છે. એક છોકરું તરતું તરતું ઘૂના તરફ ગયું. કિનારે ઊભેલાં સોનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં.
(4) આ ફકરાને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તર : એક નદીનું દશ્ય
પ્રશ્ન 3. તમે બનાવેલી પ્રાદેશિક શબ્દોની યાદીમાંથી મનપસંદ દસ શબ્દો લઈ તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
માથોડાં, વાંસજાળ, શેલારા, ધૂનો, બેલાડ, વેકૂર, રૂંવાડાં, ખાતર, ઢોલિયો, સંચળ
ઉત્તર : ખાતર, ચૂનો, ઢોલિયો, બેલાડ, માથોડાં, રૂંવાડાં, વાંસજાળ, વૈકુર, શેલારા, સંચળ
પ્રશ્ન 4. આ પાઠમાંથી રૂઢિપ્રયોગો શોધી, તેમના અર્થ આપી વાક્યપ્રયોગ કરો :
(1) અધ્ધર જીવે – ઉચાટથી, ચિંતાથી
વાક્ય : પતિ માછલાં પકડવા મધદરિયે ગયો હતો અને તેની પત્ની કિનારે બેસી અધ્ધર જીવે તેની રાહ જોતી હતી.
(2) ડોળ કરવો – દેખાવ કરવો
વાક્ય : મુન્નો વાંચવાનો ડોળ કરીને મમ્મીપપ્પાને છેતરી રહ્યો હતો.
(3) જંગ ખેલવો – યુદ્ધ કરવું
વાક્ય : સિંહ મગર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો.
(4) બદલો લેવો – વેર વાળવું
વાક્ય : સિંહે મગરને મારીને સિંહણના મોતનો બદલો લીધો.
(5) ઢગલો થઈ ઢળી પડવું – લોથપોથ થઈને પટકાઈ પડવું
વાક્ય : મગર સાથેની લડાઈમાં સિંહ લોહીલુહાણ થતાં ઢગલો થઈ ઢળી પડ્યો.
(6) માયા બંધાવી – સ્નેહ થવો
વાક્ય : મીરાંબાઈને કૃષ્ણ સાથે માયા બંધાઈ હતી.
(7) હૃદય દ્રવી ઊઠવું – લાગણી થવી
વાક્ય : ભિખારીની વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઊઠ્યું.
(8) ખાતર પાડવું – ચોરી કરવી
વાક્ય : એક વાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું.
(9) રૂંવાડાં બેઠાં થવાં – ખૂબ અસર થવી
વાક્ય : અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ભયાનક વિનાશ જોઈને લોકોનાં રૂંવાડાં બેઠાં થઈ ગયાં.
(10) જાનની બાજી લગાવવી – જીવ જોખમમાં મૂકવો
વાક્ય : નદીના પાણીમાં ડૂબતા મિહિરને બચાવવા રાકેશે જાનની બાજી લગાવી.
પ્રશ્ન 5. નીચેનાં વાક્યોના પ્રકાર ઓળખાવો :
(1) ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે.
જવાબ : વિધાનવાક્ય
(2) તમારી માત્ર આશિષ માગું છું.
જવાબ : વિધાનવાક્ય
(3) આ ધનિકની પાસેથી શા માટે બહુ દ્રવ્ય લેવું નહિ?
જવાબ : પ્રશ્નવાક્ય
(4) રસે હવે દે ભરી પાત્ર બાઈ !
જવાબ : ઉદગારવાક્ય
(5) ઘરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઊઠે છે.
જવાબ : વિધાનવાક્ય
(6) અહો કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !
જવાબ : ઉદગારવાક્ય
(7) આ જાનવરનેય એકબીજા માટે કેવાં હેતપ્રીત છે !
જવાબ : ઉદગારવાક્ય
(8) પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે?
જવાબ : પ્રશ્નવાક્ય
(9) સિંહ ઢોલિયા નીચે સૂતો હતો.
જવાબ : વિધાનવાક્ય
(10) દરબારની સ્મશાનયાત્રામાં સિંહ પણ જોડાયો !
જવાબ : ઉદગારવાક્ય
પ્રશ્ન 6. આ વાર્તામાં માત્રા વાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરી જીવતદાન આપે છે. અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું જુઓ, તો તમે શું કરી શકો એ વિશે વિગતવાર નોંધ લખો. દા.ત.ગાય, કૂતરું વગેરે.
ઉત્તર : મારા જીવનમાં આવો પ્રસંગ બને તો હું પણ ઘાયલ પ્રાણીની સેવા-ચાકરી કરું. તેને પ્રાણીઓના દવાખાને લઈ જાઉં.
Also Read :
ધોરણ 7 ગુજરાતી પાઠ 17 અભ્યાસ અને સ્વાધ્યાય