Class 8 Science Chapter 6 Swadhyay (ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 સ્વાધ્યાય)

Spread the love

Class 8 Science Chapter 6 Swadhyay
Class 8 Science Chapter 6 Swadhyay

Class 8 Science Chapter 6 Swadhyay

Class 8 Science Chapter 6 Swadhyay. Std 8 Science Chapter 6 Swadhyay. ધોરણ 8 વિજ્ઞાન વિષયના એકમ 6 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 સ્વાધ્યાય.

Class 8 Science Chapter 6 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. સજીવોમાં પ્રજનનનું મહત્ત્વ સમજાવો.

ઉત્તર : સજીવોમાં પ્રજનનનું મહત્ત્વ : (1) પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ થાય છે. (2) જે-તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે. (3) સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. (4) જાતિઓનું સાતત્ય જાળવી રાખે છે.

પ્રશ્ન 2. મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો.

ઉત્તર : મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે. તેને અંતઃફલન કહે છે. મૈથુનક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે. ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે. ફલનની ક્રિયાના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે.

પ્રશ્ન 3. યોગ્ય ઉત્તરની પસંદગી કરો :

(1) અંતઃફલન…………થાય છે.

(A) માદાના શરીરમાં

(B) માદાના શરીરની બહાર

(C) નરના શરીરમાં

(D) નરના શરીરની બહાર

ઉત્તર :  (A) માદાના શરીરમાં

(2) એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં વિકસિત થાય છે તે પ્રક્રિયા……….છે.

(A) ફલન

(B) કાયાંતરણ

(C) સ્થાપન

(D) કલિકાસર્જન

ઉત્તર :  (B) કાયાંતરણ

(3) એક યુગ્મનજમાં જોવા મળતા કોષકેન્દ્રની સંખ્યા…………હોય છે.

(A) શૂન્ય

(B) એક

(C) બે

(D) ચાર

ઉત્તર : (B) એક

પ્રશ્ન-4 નીચેનાં સાચાં વાક્યો માટે (T) અને ખોટાં વાક્યો માટે (F) દર્શાવો :

(1) અંડપ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે.

ઉત્તર : F

(2) પ્રત્યેક શુક્રકોષ એકકોષીય રચના છે.

ઉત્તર : T

(3) દેડકામાં બાહ્ય ફલન થાય છે.

ઉત્તર : T

(4) જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે, તેને જન્યુ કહેવાય છે.

ઉત્તર : F

(5) ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એકકોષીય રચના છે.

ઉત્તર : T

(6) અમીબા કલિકાસર્જન દ્વારા પ્રજનન કરે છે.

ઉત્તર : F

(7) અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે.

ઉત્તર : F

(8) દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે.

ઉત્તર : T

(9) ફલનના પરિણામસ્વરૂપે યુગ્મનજ બને છે.

ઉત્તર : T

(10) ભૂણ એક જ કોષનો બનેલ હોય છે.

ઉત્તર : F

પ્રશ્ન 5. ફલિતાંડ અને ગર્ભ વચ્ચે બે તફાવત જણાવો.

ઉત્તર :

ફિલિતાંડ

(1) તે એકકોષી છે.

(2) શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ નિર્માણ પામે છે.

(3) ફલનની ક્રિયાથી ફલિતાંડ બને છે.

ગર્ભ

(1) તે બહુકોષી છે.

(2) ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે.

(3) ગર્ભવિકાસ ક્રિયાથી ગર્ભ બને છે.

પ્રશ્ન 6. અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ વર્ણવો.

ઉત્તર :

અલિંગી પ્રજનન : એક જ પિતૃ ભાગ લેતો હોય અને જન્યુઓના નિર્માણ વગર નવા બાળ સજીવનું નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને અલિંગી પ્રજનન કહે છે.

પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓ :

(1) કલિકાસર્જન : હાઈડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઊપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઊપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે. તેને કલિકા કહે છે. આ કલિકા બાળ હાઈડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે. પિતૃ હાઇડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આવા અલિંગી પ્રજનનને કલિકાસર્જન કહે છે.

Class 8 Science Chapter 6 Swadhyay
Class 8 Science Chapter 6 Swadhyay

(2) દ્વિભાજન : અમીબા એકકોષી પ્રાણી છે. દ્વિભાજનની શરૂઆત કોષકેન્દ્રના બે ભાગમાં વિભાજનથી થાય છે. ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે. કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષકેન્દ્ર અને કોષરસ હોય છે. આમ એક પિતૃ અમીબામાંથી બે સંતતિ ઉત્પન્ન થાય છે. આ અલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે.

Class 8 Science Chapter 6 Swadhyay
Class 8 Science Chapter 6 Swadhyay

પ્રશ્ન 7. માદાના ક્યા પ્રજનન અંગમાં ગર્ભનું સ્થાપન થાય છે?

ઉત્તર : માદાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે.

પ્રશ્ન-8. કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપો.

ઉત્તર : કેટલાંક પ્રાણીઓમાં નવજાત બાળપ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય છે. નવજાત બાળપ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસની સાથે વિશેષ પરિવર્તનો થાય છે. આ પરિવર્તનો વડે પુખ્ત પ્રાણી જેવા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આ ક્રિયાને કાયાંતરણ કહે છે.

ઉદાહરણ : (1) રેશમના કીડાની ઇયળ(પ્યુપા) નું રેશમના કીડામાં કાયાંતરણ

(2) નવજાત ટેડપોલનું પુખ્ત દેડકામાં કાયાંતરણ

પ્રશ્ન 9. અંતઃફલન અને બાહ્ય ફલનનો તફાવત જણાવો.

ઉત્તર :

અંત : ફલન

(1) નર અને માદા પ્રજનનકોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે.

(2) મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે.

બાહ્ય ફલન

(1) નર અને માદા પ્રજનનકોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે.

(2) તારા માછલી, માછલી, દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે.

પ્રશ્ન 10. નીચે આપેલ ચાવીઓની મદદથી આપેલ શબ્દના અંગ્રેજી શબ્દ વડે કોયડાને પૂર્ણ કરો.

(OVARY, FERTILIZATION, ZYGOTE, INTERNAL, TESTIS, BUDS, OVIPAROUS, BINARY)

આડી ચાવી :

(1) એ પદ્ધતિ કે જેમાં જન્યુઓનું જોડાણ થાય છે.

(6) મરઘીમાં ફલનનો પ્રકાર

(7) હાઇડ્રાના શરીર પર ઊપસેલી રચનાઓ માટે કયો શબ્દ વપરાય છે.

(૩) અંડકોષો અહીં ઉત્પન્ન થાય છે.

ઊભી ચાવી :

(2) નરના આ પ્રજનન અંગમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે.

(3) ફલિત અંડકોષનો અન્ય શબ્દ

(4) આ પ્રાણી ઈંડાં મૂકે છે.

(5) અમીબામાં જોવા મળતા વિભાજનનો પ્રકાર

ઉત્તર :

Class 8 Science Chapter 6 Swadhyay
Class 8 Science Chapter 6 Swadhyay

Also Read :

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 સ્વાધ્યાય


Spread the love
error: Content is protected !!
Scroll to Top