Class 8 Gujarati Chapter 1 Swadhyay
Class 8 gujarati chapter 1 swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 1 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 1 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 8
વિષય : ગુજરાતી
એકમ : 1. બજારમાં
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ?
(ક) અકસ્માતને
(ખ) ખરીદીને
(ગ) ફરવાને
(ઘ) ખાવાપીવાને
જવાબ : (ક) અકસ્માતને
(2) તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ?
(ક) 100
(ખ) 105
(ગ) 108
(ઘ) 111
જવાબ : (ગ) 108
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
(1) ચિત્રમાં ક્યાં ક્યાં વાહનો દેખાય છે?
ઉત્તર : ચિત્રમાં નીચે જણાવેલાં વાહનો દેખાય છે : (1) 108 ઍમ્બ્યુલન્સ (2) ટૅન્કર (3) રિક્ષા (4) કાર (5) મોટરબાઇક ( 6) પોલીસ જીપ (7) બસ (8) રેંકડી
(2) ચિત્રમાં શાની શાની દુકાનો દેખાય છે?
ઉત્તર : ચિત્રમાં આનંદ પ્રોવિઝન સ્ટોર, બુક સ્ટોર, સીડી કૉર્નર, લેડીઝ ટેલર, ચશ્માં ઘર, નાસ્તા હાઉસ વગેરે દુકાનો દેખાય છે.
(3) ચિત્રમાં કેટલાં વૃક્ષો દેખાય છે?
ઉત્તર : ચિત્રમાં છ વૃક્ષો દેખાય છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો.
ઉત્તર : ચિત્રમાં નીચે જણાવેલી વસ્તુઓ દેખાય છે :
(1) City Mall ( 2) રેંકડી (3) પ્રકાશ સ્કૂલ (4) સ્કૂલ બસ (5) રિક્ષા (6) ટાવર (7) વૃક્ષો (8) પીઠડ કૉપ્લેક્ષ 2 (9) આનંદ પ્રોવિઝન સ્ટોર (10) સીડી કૉર્નર (11) બુક સ્ટોર (12) લેડીઝ ટેલર (13) ચશ્માં ઘર (14) ટૅન્કર (15) મોટરબાઇક (16) પોલીસ જીપ (17) 108 ઍમ્બ્યુલન્સ (18) નાસ્તા હાઉસ (19) મંદિર (20) ઇલેક્ટ્રિક થાંભલો (21) બસ-સ્ટેશન (22) બસ (23) વાહનો તથા માણસોની અવરજવર (24) પોલીસ (25) કાર.
(2) ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે?
ઉત્તર : ટૅન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને ઍમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે.
(3) ચિત્રમાં દશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો.
ઉત્તર : (1) ઍમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હૉસ્પિટલમાં પહોંચાડવા માટે થાય છે. (2) પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત મેળવવા આગળની કાર્યવાહી કરવા માટે થાય છે. (3) ટૅન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજે સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે. (4) બસ મુસાફરોને એક ગામથી બીજે ગામ લઈ જાય છે. (5) રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે. (6) કાર કે મોટરબાઇક એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચવામાં મદદરૂપ થાય છે.
(4) હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો?
ઉત્તર : હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો.
(5) શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે?
ઉત્તર : શહેરમાં નીચે જણાવેલી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે :
(1) ઍમ્બ્યુલન્સ(2) હૉસ્પિટલ (3) શાળા (4) બસ-સ્ટેશન (5) જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળાં કૉમ્પ્લેક્ષ (6) પોલીસ જીપ (7) નાસ્તા-હાઉસ.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દોમાં આપો.
(1) ચિત્રમાં દેખાતાં આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે?
ઉત્તર : ચિત્રમાં દેખાતાં આનંદ પ્રોવિઝન સ્ટોરમાં નીચેની વસ્તુઓ મળતી હશે :
(1) ઘઉં, ચોખા, દાળ વગેરે અનાજ (2) શીંગનું તેલ, તલનું તેલ જેવાં ખાદ્યતેલ (3) ઘી (4) મરચું, હળદર, ધાણાજીરું વગેરે મરીમસાલા (5) સૂકો મેવો (6) ઘઉંનો લોટ તથા ચણાનો લોટ ( 7) પાપડ, વડી (8) નાહવાના તથા કપડાં ધોવાના સાબુ અને પાવડર, વાસણ સાફ કરવાનો સાબુ અને પાવડર (9) નમકીન (10) પીપરમીન્ટ, ચૉકલેટ વગેરે (11) માથામાં નાખવાનું તેલ (12) ચા, કૉફી, ચાનો મસાલો (13) જીવનજરૂરિયાતની અનેક વસ્તુઓ.
(2) અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે?
ઉત્તર : અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો એના વિશે જાતજાતની વાતચીત કરતા હોય છે. એક કહેશે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ. બીજો કહેશે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો નકસ્માત થાય જ ને ! ત્રીજો કહેશે બાઇક ચલાવનાર જુવાનિયા એટલી તેજ બાઇક દોડાવતા હોય છે કે આવા અકસ્માત થયા વગર રહે જ નહિ. કોઈ કહેશે સારું થયું બાઇક ચલાવનારે હેલ્મેટ પહેરી હતી, નહિતર ખોપરી જ ફાટી જાત.
(3) તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે?
ઉત્તર : મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવવા જતાં અકસ્માત થયો હશે.
(4) વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ?
ઉત્તર : વાહન ચલાવતી વખતે નીચે જણાવેલી બાબતોની સાવધાની રાખવી જોઈએ :
(1) જ્યાં માણસોની વધારે અવરજવર હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું નહિ. (2) ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી નહિ. (૩) ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહિ.
(5) અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે?
ઉત્તર : અકસ્માત સ્થળેથી કોઈએ 108ને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી હશે.
(6) જો બસ-સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે?
ઉત્તર : જો બસ-સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે. ટાઢ, તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે.
(7) કમ્પ્યુટર-સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો.
ઉત્તર : અમારા ઘરની નજીક ‘કમ્પ્યુટર કેર’ નામનું એક કમ્પ્યુટર સેન્ટર છે. એક વાર હું ત્યાં ગઈ હતી. ત્યાં મેં કમ્પ્યુટર માટે જરૂરી અનેક પાર્ટ્સ (Parts) જોયા, એક એન્જિનિયરભાઈએ મને કમ્પ્યુટરનો કોઈ પાર્ટ બગડી ગયો હોય તો કયો પાર્ટ કામ લાગશે તે વિગતે સમજાવ્યું. ઉપરાંત Internet કેમ ચલાવવું, e-mail કેમ કરવો તેની માહિતી પણ તેમણે મને આપી. ત્યાં લૅપટોપના પાર્ટ્સ પણ મળતા હતા.
(8) રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે. પેટ્રોલ પંપ પર કેવું દશ્ય હશે?
ઉત્તર : રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે, એ જાણીને આસપાસના વિસ્તારમાંથી કેટલીય ગાડીના માલિકો, રિક્ષા તથા ટેક્સિચાલકો પેટ્રોલ ભરાવવા દોડી આવ્યા હશે. રસ્તા પર ખાસ્સી લાંબી લાઇન લાગી હશે. સૌ અંદરોઅંદર પેટ્રોલ વધારા અંગે સરકારની ભારે ટીકા કરતા હશે, કેમ કે આ રીતે પેટ્રોલનો ભાવવધારો અવારનવાર થતો જ રહેશે.
Also Read :
Class 8 Gujarati Chapter 2 Swadhyay