Class 8 Gujarati Chapter 6 Swadhyay
Class 8 Gujarati Chapter 6 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 6 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 6 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 8
વિષય : ગુજરાતી
એકમ : 6. ધૂળિયે મારગ
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
(1) કવિ આ કાવ્યમાં મનુષ્યજીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે?
(ક) ધન-સંપત્તિ
(ખ) જમીન-જાયદાદ
(ગ) મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો પ્રેમ
(ઘ) સોનું-ચાંદી
ઉત્તર : (ગ) મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો પ્રેમ
(2) આ કાવ્યમાં કવિએ ‘ધૂળિયો મારગ’ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે?
(ક) સાદા-સાત્ત્વિક જીવનના અર્થમાં
(ખ) ધન-સંપત્તિની લાલસાના અર્થમાં
(ગ) સુખ-વૈભવથી ભરપૂર જીવનના અર્થમાં
(ઘ) ધૂળ, માટી અને કાદવના અર્થમાં
ઉત્તર : (ક) સાદા-સાત્ત્વિક જીવનના અર્થમાં
(3) કવિ ‘ઉપરવાળી બૅન્ક’ કોને ગણાવે છે?
(ક) ઈશ્વરને
(ખ) આકાશને
(ગ) દેના બૅન્કને
(ઘ) સ્ટેટ બૅન્કને
ઉત્તર : (ક) ઈશ્વરને
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) મનુષ્યે બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ?
ઉત્તર : મનુષ્ય બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ.
(2) પ્રવર્તમાન સમયમાં મનુષ્યોએ શેની પાછળ દોટ મૂકી છે?
ઉત્તર : વર્તમાન સમયમાં મનુષ્યોએ પૈસા પાછળ દોટ મૂકી છે.
(૩) ખુલ્લાં ખેતર અડખેપડખે’ અને ‘માથે નીલું આભ’ શબ્દોના અર્થ સમજાવો.
ઉત્તર : ‘ખુલ્લાં ખેતર અડખેપડખે’ એટલે આજુબાજુ વિશાળ ખેતર છે અને ‘માથે નીલું આભ’ એટલે એની ઉપર નીલા રંગનું આકાશ છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ?
ઉત્તર : કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્ત્વિક હોવું જોઈએ.
(2) કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે?
ઉત્તર : કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ નીચે મુજબ છે :
(1) કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક? (2) એમાં તો શું બગડી ગયું? એમાં તે શી ખોટ? (૩) વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ?
આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે. કવિએ અહીં પરમેશ્વરમાં ભરોસો રાખી નૈસર્ગિક વાતાવરણમાં સ્વમાનથી જીવન જીવવાની વાત કરી છે.
(3) ‘ધૂળિયે મારગ’ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે?
ઉત્તર : ‘ધૂળિયે મારગ’ એટલે સાદું અને સાત્ત્વિક જીવન. આ માર્ગે ચાલવાના બે લાભ છે : (1) આપણા જેવું જ સાદું અને સાત્ત્વિક જીવન જીવનાર માણસોનો સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાનાં સુખદુઃખની વાતો કરી શકીએ ને આપણે હળવા થઈ જઈએ. (2) ધૂળિયા મારગની અડખેપડખે
ખુલ્લાં ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય.
પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાં મળવાનો? આથી કવિ ધૂળિયો મારગ પસંદ કરે છે.
(4) કવિ પાસે શું નથી? એની એમના મન પર શી અસર થાય છે?
ઉત્તર : કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં એની કવિ પ૨ કોઈ માઠી અસર થતી નથી. પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય તેવું કવિને લાગતું નથી.
પ્રશ્ન 2. જૂથમાં ચર્ચા કરો :
(1) પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ?
ઉત્તર : પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે અનેક રમણીય દશ્યો જોવાનો લાભ ગુમાવીએ છીએ. જેમ કે,
(1) સવારે અને સાંજે ખેતરોમાં રેલાતો સૂર્યનો સોનેરી રંગનો તડકો. (2) વસંતઋતુમાં ખીલેલાં પુષ્પોની મહેક. (3) વર્ષાઋતુમાં ખળખળ વહેતાં ઝરણાંનો મધુર કલરવ, ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, આકાશને સૌંદર્યથી મઢી દેતું સપ્તરંગી મેઘધનુષ્ય, મોરનું કલામય અને મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરે. (4) વૃક્ષોની શીતળ છાયા, વૃક્ષો દ્વારા મળતાં રંગબેરંગી ફૂલો, જાતજાતનાં ફળો વગેરે.
(2) ‘સંતોષી નર સદા સુખી.’ અને (3) ‘હું માનવી માનવ થાઉં તો ઘણું.’
ઉત્તર : ઉપર જણાવ્યા પ્રમાણે (2) અને (૩) ૫૨ વિદ્યાર્થીઓએ વર્ગમાં ચર્ચા કરવી.
પ્રશ્ન 3. ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો જેવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો :
ઉદાહરણ : રાંક – આંક
ઉત્તર :
(1) નોટ – ખોટ
(2) માલ – કાલ
(3) સાથ – બાથ
(4) આભ – લાભ
(5) હેત – પ્રેત
(6) વ્હાલ – ચાલ
પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :
(1) મારગ = રસ્તો, પંથ
(2) હેત = પ્રેમ, સ્નેહ
(3) સોનું = હેમ, કંચન
(4) સાથ = સંગાથ
(5) રાંક = ગરીબ, નિર્ધન
Also Read :
Class 8 Gujarati Chapter 7 Swadhyay