Class 8 Gujarati Chapter 12 Swadhyay (ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય)

Spread the love

Class 8 Gujarati Chapter 12 Swadhyay
Class 8 Gujarati Chapter 12 Swadhyay

Class 8 Gujarati Chapter 12 Swadhyay

Class 8 Gujarati Chapter 12 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 12 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 12 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 12. નવા વર્ષના સંકલ્પો

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) લેખકે વહેલા ઊઠવાનો સંકલ્પ કર્યો, કારણ કે …

(ક) લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો.

(ખ) લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય તેમ હતો.

(ગ) વહેલા ઊઠીને ધ્યાન-યોગાસન કરવા માટે.

(ઘ) વહેલા ઊઠીને કસરત કરવા માટે.

જવાબ : (ખ) લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય તેમ હતો.

(2) ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો, કારણ કે …

(ક) એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઊઠ્યું.

(ખ) ચાની જાહેરખબરે એમને ચળાવી દીધા.

(ગ) માતાપિતા, પત્ની-બહેન અને મિત્રોના પ્રેમને કારણે .

(ઘ) માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી.

જવાબ : (ઘ) માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી.

(3) “નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ” એમ લેખક શા માટે કહે છે?

(ક) સાંજે નક્કી થાય છે અને સવારમાં તૂટી જાય છે.

(ખ) ઝાકળની જેમ અલ્પજીવી હોય છે.

(ગ) સંકલ્પો વિચારીને લેવાતા નથી.

(ઘ) સંકલ્પો દર બેસતા વર્ષે લેવામાં આવે છે.

જવાબ : (ખ) ઝાકળની જેમ અલ્પજીવી હોય છે.

(4) લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી, કારણ કે…

(ક) તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે.

(ખ) સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે.

(ગ) દેખાદેખીને કારણે લેવાયેલા હોય છે.

(ઘ) સંકલ્પો માત્ર લેવાના હોય છે.

જવાબ : (ક) તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો.

(1) લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે?

ઉત્તર : લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે.

(2) વહેલા ઊઠીને લેખક કેટલાં વર્ષ બચાવવા માગે છે?

ઉત્તર : વહેલા ઊઠીને લેખક 50 વર્ષ બચાવવા માગે છે.

(3) ઍલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું?

ઉત્તર : ઍલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું.

(4) ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો?

ઉત્તર : લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો.

(5) માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું?

ઉત્તર : માંદગીના બહાને ચા શરૂ કરનારનો ચા નહિ પીવાનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને તેનો ફરી કદી પુનર્જન્મ થયો નહિ.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 

(1) નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે?

ઉત્તર : નવા વર્ષે લેખકે આટલા સંકલ્પો કરે છે : (1) આખું વર્ષ વહેલા ઊઠવું. (2) નિયમિત નોંધપોથી લખવી. (3) આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. (4) કદી ચા ન પીવી. ( 5) હંમેશાં દોઢ કલાક કાંતવું. (6) ત્રણ કલાક વાંચવું, વાંચવું ને વાંચવું જ. (7) રોજ ગીતાનો એક-એક શ્લોક મોઢે કરવો. (8) પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો.

(2) બેસતા વર્ષે સામાન્યજનોના મનમાં કયા વિચારો આવે છે?

ઉત્તર : બેસતા વર્ષે સામાન્યજનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવું. તેમને જીવનનાં વર્ષો નિરર્થક સરી જતાં લાગે છે. તેથી એકદમ કંઈક કરી નાખવું, એવા વિચાર તેમના મનમાં આવે છે.

(3) નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે?

ઉત્તર : નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી; કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દરચના હરીફાઈના અરધા ભરાયેલા વ્યુહની જેમ એમ ને એમ પડ્યા રહે છે.

(4) આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો.

ઉત્તર : આ પાઠમાંનો એક વિનોદી ભાગ : લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે ત્યારે પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો, પણ એ પાળી બતાવો ત્યારે સાચા ! આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો.

પ્રશ્ન 2. પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો :

(1) નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ.

ઉત્તર : જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઊગે કે તરત ઊડી જાય છે એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી, તરત જ અદશ્ય થઈ જાય છે.

(2) વા વાતાં ચિડાવું ને પાન ખરતાં પીડાવું.

ઉત્તર : એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. તેણે પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી ત્યારે તેણે તરત જ વ્યંગમાં કહ્યું, “તમારો સંકલ્પ તો ગમ્યો, પણ પાળો તો ખરા.” આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો એ વ્યક્તિનો સ્વભાવ ‘વા વાતાં ચિડાવું અને પાન ખરતાં પીડાવું’ એવો હતો. જે વ્યક્તિ વાત વાતમાં ચિડાઈ જતી હોય તે ક્રોધ પર કાબૂ શી રીતે રાખી શકવાની? એ જ રીતે પાન ખરે ને જે પિડાય એટલે કે નાની એવી વાતમાં દુઃખી થતી હોય તે ક્રોધને કઈ રીતે જીતી શકવાની?

પ્રશ્ન 3. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો :

(1) આત્મસુધારણા

ઉત્તર : દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈ ને કોઈ સંકલ્પ કરવો જોઈએ.

(2) અઠવાડિયું

ઉત્તર : અઠવાડિયું વીતી ગયું છતાં વિદેશ ગયેલા દીકરાના કોઈ સમાચાર આવ્યા નહિ.

(3) ઝળઝળિયાં

ઉત્તર : દીકરીને સાસરે વળાવતાં માની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

(4) ઉચ્ચારણ

ઉત્તર : દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન આપવું જોઈએ.

પ્રશ્ન 4. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:

(1) રસ વગરનું – નીરસ

(2) પોતાની જાતને સુધારવી તે – આત્મસુધારણા

(3) ઇન્દ્રનું આસન – ઇન્દ્રાસન

(4) ફરીથી જન્મ લેવો તે – પુનર્જન્મ

(5) દઢ નિશ્ચયવાળું – દઢનિશ્ચયી

પ્રશ્ન 5. નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખો અને નીચે લીટી દોરો.

ઉત્તર : (1) મિત્રતા તો કૃષ્ણ-સુદામાની જ !

જવાબ : કૃષ્ણ-સુદામાની

(2) ઘરમાં અહીં-તહીં સામાન પડ્યો હતો.

જવાબ : અહીં-તહીં

(3) ઝાડ પર દસ-બાર પંખીઓ બેઠાં હતાં.

જવાબ : દસ-બાર

Also Read :

Class 8 Gujarati Chapter 13 Swadhyay


Spread the love
error: Content is protected !!
Scroll to Top