Class 8 Science Chapter 13 Swadhyay
Class 8 Science Chapter 13 Swadhyay. Std 8 Science Chapter 13 Swadhyay. ધોરણ 8 વિજ્ઞાન વિષયના એકમ 13 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 13 સ્વાધ્યાય.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 13 | પ્રકાશ |
સ્વાધ્યાય
પ્રશ્ન 1. ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો.
ઉત્તર : વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ. અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહિ. ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઓરડની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતાં પ્રકાશનાં કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે.
પ્રશ્ન 2. નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે?
ઉત્તર :
નિયમિત પરાવર્તન
(1) સમતલ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશનાં કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે.
(2) આપાતકિરણો એકબીજાને સમાંતર હોય, તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે.
(3) સમતલ અરીસા પર પ્રકાશનાં કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે.
અનિયમિત પરાવર્તન
(1) ખરબચડી સપાટી પર પ્રકાશનાં કિરણોઆપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે.
(2) આપાતકિરણો એકબીજાને સમાંતરહોય, તોપણ પરાવર્તિત કિરણોએકબીજાને સમાંતર હોતાં નથી.
(3) કાગળ, લાકડું જેવા પદાર્થો પર પ્રકાશનાં કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે.
અનિયમિત પરાવર્તન પરાવર્તનના નિયમોની નિષ્ફળતાથી નહિ, પરંતુ અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે.
નીચેની આકૃતિ પરથી આ સ્પષ્ટ થશે.
A, B, C, D પરસ્પરને સમાંતર કિરણો છે. તેમનાં પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમને અનુસરે છે. સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી.
પ્રશ્ન 3. નીચેના પ્રત્યેક પર પ્રકાશનું બીમ અથડાય ત્યારે પરાવર્તન નિયમિત થશે કે અનિયમિત થશે તે પ્રત્યેકની સામે લખો. તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો.
(1) ચકચકિત લાકડાનું ટેબલ (2) ચૉકનો ભૂકો (3) કાર્ડબોર્ડની સપાટી (4) પાણી ફેલાયેલા આરસનું ભોંયતળિયું (5) અરીસો (0) કાગળનો ટુકડો
ઉત્તર :
(1) ચકચકિત લાકડાના ટેબલ પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે ટેબલની સપાટી સમતલ અને ચકચકિત છે.
(2) ચૉકના ભૂકા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે ચૉકના ભૂકાની સપાટી અસમતલ (સપાટ નહિ તેવી) છે.
(3) કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી ખરબચડી છે.
(4) પાણી ફેલાયેલા આરસના ભોંયતળિયા પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તે અરીસાની જેમ વર્તે છે.
(5) અરીસાથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી સમતલ અને ચકચકિત છે.
(6) કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી અસમતલ છે.
પ્રશ્ન 4. પરાવર્તનના નિયમો જણાવો.
ઉત્તર :
પરાવર્તનના નિયમો : (1) આપાતકોણ અને પરાવર્તનકોણનાં માપ સમાન હોય છે. (2) આપાતકિરણ, આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે.
પ્રશ્ન 5. આપાતકિરણ, પરાવર્તિત કિરણ અને આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવો.
ઉત્તર : એક સફેદ કાર્ડ પેપર ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તેનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. પેપરના બહાર નીકળેલા ભાગ પર નાનો કાપો મૂકો. એકસરખા દાંતાવાળો કાંસકો લો. તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા કાગળની પટ્ટી વડે બંધ કરો. કાંસકાને પેપર પર લંબરૂપે રહે તેમ પકડો. કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટૉર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. ટૉર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો. (પેપર પર પ્રકાશનો લિસોટો દેખાય.) પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. પરાવર્તિત કિરણ જુઓ જે પેપરના ટેબલની બહાર રાખેલા ભાગ પર પણ દેખાય. હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો. આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે?
પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહિ. વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણ જોઈ શકાશે.
આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાતકિરણ, આપાતબિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે.
પ્રશ્ન 6. નીચેનામાં ખાલી જગ્યા પૂરો :
(1) એક સમતલ અરીસાની સામે 1 m દૂર ઊભેલી એક વ્યક્તિ પોતાન પ્રતિબિંબથી ……………………m દૂર દેખાય છે.
ઉત્તર : 2
(2) કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથથી…………… કાનને સ્પર્શી, તો અરીસામાં એવું લાગશે કે તમારો જમણો કાન………….. હાથથી સ્પશર્યા છો.
ઉત્તર : ડાબા, ડાબા
(3) જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો, ત્યારે કીકીનું કદ…………… છે.
ઉત્તર : વધે
(4) નિશાચરોને સળીકોષો કરતાં………………….કોષો વધારે હોય છે.
ઉત્તર : ઓછા
પ્રશ્ન 7 અને 8 માં યોગ્ય વિકલ્પ પસંદ કરો :
પ્રશ્ન 7. આપાતકોણ અને પરાવર્તનકોણ સમાન હોય છે.
(A) હંમેશાં
(B) ક્યારેક
(C) ચોક્કસ પરિસ્થિતિમાં
(D) ક્યારેય નહિ
ઉત્તર : (A) હંમેશાં
પ્રશ્ન 8. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ……………હોય છે.
(A) આભાસી, અરીસાની પાછળ અને મોટું
(B) આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું
(C) વાસ્તવિક, અરીસાની સપાટી પર અને મોટું
(D) વાસ્તવિક, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું
ઉત્તર : (B) આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું
પ્રશ્ન 9. કેલિડોસ્કોપની રચના વર્ણવો.
ઉત્તર :
રચના : (1) કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 cm લાંબી અને 4 cm પહોળી લંબચોરસ આકારની ત્રણ પટ્ટીઓ હોય છે. (2) ત્રણે અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરવામાં આવે છે. (3) પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધબેસતી ગોઠવેલી હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. (4) નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવામાં આવે છે. (5) તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોટાડેલી હોય છે. (6) નળીના બીજે છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ (બંને વર્તુળાકાર) એકબીજાથી થોડા અંતરે રહે તેમ ગોઠવેલા હોય છે. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે.
પ્રશ્ન 10. મનુષ્ય આંખની નામનિર્દેશવાળી આકૃતિ દોરો.
ઉત્તર :
પ્રશ્ન 11. ગુરમીત નામની છોકરી લેઝર ટૉર્ચનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 16.8 કરવા ઇચ્છતી હતી. તેના શિક્ષકે તેને તેમ ન કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહનો આધાર સમજાવી શકો?
ઉત્તર : લેઝર ટૉર્ચનો પ્રકાશ આંખ માટે હાનિકારક છે. તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે. કદાચ તેણી દષ્ટિ પણ ગુમાવે. આમ, શિક્ષકની સલાહ યોગ્ય હતી.
પ્રશ્ન 12. તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો? સમજાવો.
ઉત્તર :
(1) બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહિ.
(2) આંખો સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ.
(3) સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું જોવું જોઈએ નહિ.
(4) આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહિ.
(5) યોગ્ય દષ્ટિ માટે હંમેશાં સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ.
(6) આંખની તકલીફ હોય, તો આંખના ડૉક્ટરની સલાહ લેવી.
પ્રશ્ન 13. જો પરાવર્તિત કિરણ આપાતકિરણ સાથે 90 અંશનો કોણ બનાવે, તો આપાતકોણ કેટલો હોય?
ઉત્તર : આપાતકોણ 45 અંશનો હોય.
પ્રશ્ન 14. એકબીજાને સમાંતર 40 cm અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતાં તેનાં કેટલાં પ્રતિબિંબો મળે?
ઉત્તર : અસંખ્ય પ્રતિબિંબો મળે.
પ્રશ્ન 15. બે અરીસાઓ એકબીજાને 90 અંશના કોણે ગોઠવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસા પર 30 અંશના કોણે આપાત થાય છે. બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો.
પ્રશ્ન 16. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બુઝો સમતલ અરીસાની બાજુ પર A પાસે ઊભો છે. શું તે પોતાને અરીસામાં જોઈ શકે છે? શું તે P, Q અને R પાસે મૂકેલી વસ્તુનાં પ્રતિબિંબ પણ જોઈ શકે છે?
પ્રશ્ન-આકૃતિ
ઉત્તર : બૂઝો પોતાને અરીસામાં જોઈ શકે નહિ. તે P અને B આગળની વસ્તુઓને અરીસામાં જોઈ શકે. R આગળ મૂકેલી વસ્તુને અરીસામાં જોઈ શકે નહિ.
ઉત્તર-આકૃતિ :
પ્રશ્ન 17. (1) A પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો.
(2) શું B પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે?
(3) શું C પાસેથી બૂઝો પ્રતિબિંબ જોઈ શકે છે?
(4) જ્યારે પહેલી B પરથી C પર જતી રહે છે, ત્યારે Aનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે?
પ્રશ્ન-આકૃતિ :
ઉત્તર :
(1) બાજુની આકૃતિમાં A પર મૂકેલી વસ્તુનું સમતલ અરીસામાં પ્રતિબિંબ A’ બતાવ્યું છે.
(2) હા
(3) હા
(4) A ના પ્રતિબિંબ A’ ના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહિ.
Also Read :
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય