Std 10 Social Science Chapter 19 Mcq Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 19 MCQ)

Std 10 Social Science Chapter 19 Mcq Gujarati
Std 10 Social Science Chapter 19 Mcq Gujarati

Std 10 Social Science Chapter 19 Mcq Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ, Class 10 Social Science Chapter 19 MCQ Gujarati, Std 10 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 10 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 19 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 19માનવવિકાસ
MCQ :60
Std 10 Social Science Chapter 19 Mcq Gujarati

Std 10 Social Science Chapter 19 Mcq Gujarati (1 To 10)

(1) માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને…………….

(A) સ્વાસ્થ્ય

(B) શિક્ષણ

(C) સશક્તીકરણ

(D) એકપણ નહીં

જવાબ : (C) સશક્તીકરણ

(2) ભારતીય મૂળના અર્થશાસ્ત્રી……………ને નોબેલ પારિતોષિક મળેલ છે.

(A) અમર્ત્ય સેન

(B) રવીન્દ્રનાથ ટાગોર

(C) સી. વી. રામન

(D) એકપણ નહીં

જવાબ : (A) અમર્ત્ય સેન

(3) ભારતીય મૂળના અર્થશાસ્ત્રી……………માનવવિકાસ આંક(HDI)ની વિભાવના કરી હતી.

(A) મહબૂબ ઉલ હકે

(B) સી. વી. રામને

(C) અમર્ત્ય સેને

(D) એકપણ નહીં

જવાબ : (C) અમર્ત્ય સેને

(4) ………………દ્વારા દર વર્ષે માનવવિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

(A) HDR

(B) UNDP

(C) HDI

(D) એકપણ નહીં

જવાબ : (B) UNDP

(5) સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા પ્રકાશિત થયેલ માનવવિકાસ અહેવાલમાં……………(HDI)નો ખ્યાલ પ્રસ્તુત થયો હતો.

(A) માનવવિકાસ આંક

(B) અપેક્ષિત આયુષ્ય આંક

(C) જીવનધોરણ આંક

(D) એકપણ નહીં

જવાબ : (A) માનવવિકાસ આંક

(6) માનવવિકાસ અહેવાલ – 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક (Life Expectancy Index – LEI) ……………..વર્ષ છે.

(A) 58

(B) 68

(C) 78

(D) એકપણ નહીં

જવાબ : (B) 68

(7) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક(Expected Years of Schooling – EYS)……………….વર્ષ છે.

(A) 11.7

(В) 5.4

(С) 13.3

(D) એકપણ નહીં

જવાબ : (A) 11.7

(8) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (Gross National Income per Capita – GNI) ………ડૉલર છે.

(A) 5458

(B) 5520

(С) 5497

(D) એકપણ નહીં

જવાબ : (С) 5497

(9) UNDP દ્વારા વર્ષ…………..થી દર વર્ષે માનવવિકાસ અહેવાલ (HDR) બહાર પાડવામાં આવે છે.

(A) 1995

(Β) 1990

(С) 1985

(D) એકપણ નહીં

જવાબ : (Β) 1990

(10) ……………..સૌથી ઊંચો માનવવિકાસ આંક ધરાવતો દેશ છે.

(A) ભારત

(B) નૉર્વે

(C) બ્રાઝિલ

(D) એકપણ નહીં

જવાબ : (B) નૉર્વે

Std 10 Social Science Chapter 19 Mcq Gujarati (11 To 20)

(11) માનવવિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે……………..સંસ્થા કામ કરે છે.

(A) UNDP

(B) UNICEF

(C) UNESCO

(D) એકપણ નહીં

જવાબ : (A) UNDP

(12) ભારત 0.609 માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં…………….મું સ્થાન ધરાવે છે.

(A) 128

(Β) 130

(C) 147

(D) એકપણ નહીં

જવાબ : (Β) 130

Std 10 Social Science Chapter 19 Mcq Gujarati
Std 10 Social Science Chapter 19 Mcq Gujarati

(13) ભારત…………..માનવવિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે.

(A) ઉચ્ચતમ

(B) ઉચ્ચ

(C) મધ્યમ

(D) એકપણ નહીં

જવાબ : (C) મધ્યમ

(14) માનવવિકાસ અહેવાલમાં સૌથી નીચેના 188મા ક્રમે…………..દેશ છે.

(A) બ્રાઝિલ

(B) નાઇઝર

(C) ઇરાક

(D) એકપણ નહીં

જવાબ : (B) નાઇઝર

(15) ભારતના પડોશી દેશોમાં……………..માનવવિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે.

(A) શ્રીલંકા

(B) પાકિસ્તાન

(C) બાંગ્લાદેશ

(D) એકપણ નહીં

જવાબ : (A) શ્રીલંકા

(16) ભારતના પડોશી દેશોમાં………….માનવવિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે.  

(A) માલદીવ

(B) શ્રીલંકા

(C) મ્યાનમાર

(D) એકપણ નહીં

જવાબ : (C) મ્યાનમાર

(17) ઈ. સ. 2011ના વસ્તી-ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના………………..% સ્ત્રીઓ છે.

(A) 48.46

(B) 51.54

(C) 47.45

(D) એકપણ નહીં

જવાબ : (A) 48.46

(18) ઈ. સ. 2011ના વસ્તી-ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના……………% પુરુષો છે.

(Α) 47.46

(B) 48.46

(C) 51.54

(D) એકપણ નહીં

જવાબ : (C) 51.54

(19) ભારતની સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર…………….% જેટલું જ છે.

(A) 10.2

(B) 12.2

(C) 8.9

(D) એકપણ નહીં

જવાબ : (B) 12.2

(20) મહિલા સશક્તીકરણ માટે………………સ્વતંત્રતા અનિવાર્ય છે.

(A) ધાર્મિક

(B) આર્થિક

(C) સામાજિક

(D) એકપણ નહીં

જવાબ : (B) આર્થિક

Std 10 Social Science Chapter 19 Mcq Gujarati (21 To 30)

(21) ભારતમાં ઈ. સ…………….માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી.

(Α) 1985

(Β) 1990

(C) 1992

(D) એકપણ નહીં

જવાબ : (C) 1992

(22) યુનાઈટેડ નેશન્સે ઈ. સ. 1975ના વર્ષને……………..તરીકે જાહેર કર્યું હતું.

(A) મહિલા વર્ષ

(B) મહિલા દસકા

(C) મહિલા સશક્તીકરણ વર્ષ

(D) એકપણ નહીં

જવાબ : (A) મહિલા વર્ષ

Std 10 Social Science Chapter 19 Mcq Gujarati
Std 10 Social Science Chapter 19 Mcq Gujarati

(23) યુનાઇટેડ નેશન્સે ઈ. સ. 1975 – 1985ના દસકાને………………તરીકે જાહેર કરેલ છે.

(A) મહિલાવિકાસ

(B) મહિલાશક્તિ

(C) મહિલા દસકા

(D) એકપણ નહીં

જવાબ : (C) મહિલા દસકા

(24) ભારતમાં ઈ. સ……………..ના વર્ષને મહિલા સશક્તીકરણવર્ષ તરીકે ઊજવ્યું હતું.

(A) 2000

(B) 2002

(C) 2004

(D) એકપણ નહીં

જવાબ : (B) 2002

(25) મહિલા સુરક્ષા અંતર્ગત હિંસાથી પીડિત મહિલાઓને માત્ર એક જ કૉલથી મદદ મળી રહે તે માટે ગુજરાત સરકારે…………….અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે.

(A) 109

(Β) 181

(C) 108

(D) એકપણ નહીં

જવાબ : (Β) 181

(26) …………..અન્વયે દર વર્ષે દોઢ લાખ કન્યાઓને વિનામૂલ્યે સાઈકલો આપવામાં આવે છે.

(A) સરસ્વતી સાધના યોજના

(B) મિશન મંગલમ્ યોજના

(C) બેટી બચાવો અભિયાન

(D) એકપણ નહીં

જવાબ : (A) સરસ્વતી સાધના યોજના

(27) ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં…………..% અનામતની જોગવાઈ કરી છે.

(A) 45

(Β) 50

(C) 33

(D) એકપણ નહીં

જવાબ : (C) 33

(28) ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 33 %થી વધારીને…………..% કરી છે.

(A) 50

(B) 60

(C) 52

(D) એકપણ નહીં

જવાબ : (A) 50

(29) મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા સરકાર…………યોજના હેઠળ આર્થિક મદદ કરે છે.

(A) રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના

(B) મિશન મંગલમ્ યોજના

(C) સરસ્વતી સાધના યોજના

(D) એકપણ નહીં

જવાબ : (B) મિશન મંગલમ્ યોજના

(30) માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને…………….

(A) સ્વાસ્થ્ય

(B) શિક્ષણ

(C) સશક્તીકરણ

(D) એકપણ નહીં

જવાબ : (C) સશક્તીકરણ

Std 10 Social Science Chapter 19 Mcq Gujarati (31 To 40)

(31) માનવવિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીએ દર્શાવી હતી?

(A) જે. કૃષ્ણમૂર્તિએ

(B) અમર્ત્ય સેને

(C) બચેન્દ્ર પાલે

(D) અમર્ત્ય શર્માએ

જવાબ : (B) અમર્ત્ય સેને

(32) માનવવિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે?

(A) UNESCO

(B) UNICEF

(C) FAO

(D) UNDP

જવાબ : (D) UNDP

(33) ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે?

(A) મહબૂબ ઉલ હકને

(B) અમર્ત્ય સેનને

(C) રવીન્દ્રનાથ ટાગોરને

(D) સી. વી. રામનને

જવાબ : (B) અમર્ત્ય સેનને

(34) માનવવિકાસ આંકમાં કેટલા નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે છે?

(A) ત્રણ

(B) છ

(C) પાંચ

(D) ચાર

જવાબ : (A) ત્રણ

(35) માનવવિકાસ અહેવાલ – 2015માં વિશ્વના કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

(A) 178

(B) 188

(C) 181

(D) 140

જવાબ : (B) 188

(36) નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવવિકાસ આંક ધરાવતો દેશ કયો છે?

(A) ભારત

(B) નાઇઝર

(C) નૉર્વે

(D) બ્રાઝિલ

જવાબ : (C) નૉર્વે

(37) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો માનવવિકાસ આંક કયો છે?

(A) 0.944

(Β) 0.609

(C) 0.935

(D) 0.930

જવાબ : (Β) 0.609

(38) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે?

(A) 120મું

(B) 140મું

(C) 150મું

(D) 130મું

જવાબ : (D) 130મું

(39) માનવવિકાસ અહેવાલ – 2015માં માનવવિકાસ આંકના આધારે ભારત કયા દેશોની શ્રેણીમાં સામેલ છે?

(A) ઉચ્ચ માનવવિકાસવાળા

(B) ઉચ્ચતમ માનવવિકાસવાળા

(C) નિમ્ન માનવવિકાસવાળા

(D) મધ્યમ માનવવિકાસવાળા

જવાબ : (D) મધ્યમ માનવવિકાસવાળા

(40) બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ક્ષયવિરોધી કઈ રસી આપવામાં આવે છે?

(A) ઓ.પી.વી.

(B) એમ.એમ.આર.

(C) ડી.પી.ટી.

(D) બી.સી.જી.

જવાબ : (D) બી.સી.જી.

Std 10 Social Science Chapter 19 Mcq Gujarati (41 To 50)

(41) બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને પોલિયોવિરોધી કઈ રસી આપવામાં આવે છે?

(A) ડી.પી.ટી.

(B) ઓ.પી.વી.

(C) બી.સી.જી.

(D) એમ.એમ.આર.

જવાબ : (B) ઓ.પી.વી.

(42) નીચેના દેશોને માનવવિકાસ આંકમાં ઊતરતા ક્રમે ગોઠવતાં કઈ જોડ સાચી બનશે?

(A) ભારત, શ્રીલંકા, નેપાળ, ભૂતાન

(B) શ્રીલંકા, ભૂતાન, ભારત, નેપાળ

(C) શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ

(D) શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂતાન

જવાબ : (C) શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ

(43) ભારતમાં…………..ના વર્ષને મહિલા વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું.

(A) 2001

(B) 1975

(C) 1990

(D) 2002

જવાબ : (B) 1975

(44) ભારતમાં મહિલા સશક્તીકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઊજવવામાં આવ્યું હતું?

(A) 1975

(B) 2002

(C) 1985

(D) 1999

જવાબ : (B) 2002

(45) સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ કયા વર્ષને ‘મહિલા વર્ષજાહેર કર્યું હતું?

(Α) 1980

(B) 1975

(C) 1985

(D) 1992

જવાબ : (B) 1975

(46) સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ ઈ. સ. 1975-1985ના દસકાને………….તરીકે જાહેર કર્યો હતો.

(A) સ્ત્રી-જાગૃતિ દસકા

(B) મહિલા દસકા

(C) સ્ત્રી-શિક્ષા દસકા

(D) મહિલા જાગૃતિ દસકા

જવાબ : (B) મહિલા દસકા

(47) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા અનામતની જોગવાઈ થયેલી છે?

(A) 33

(B) 28

(C) 30

(D) 50

જવાબ : (D) 50

(48) ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ કરેલી છે?

(A) 30

(Β) 33

(C) 35

(D) 40

જવાબ : (Β) 33

(49) મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા ગુજરાત સરકાર કઈ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે?

(A) સ્વાશ્રય મંગલમ્

(B) મિશન મંગલમ્

(C) ઈ-મમતા મંગલમ્

(D) સબલા મંગલમ્

જવાબ : (B) મિશન મંગલમ્

(50) જાતિભેદ (Gender Discrimination) નાબૂદી માટે કયું અભિયાન ચલાવવામાં આવે છે?

(A) બેટી બચાવો

(B) માતા બચાવો

(C) બેટા બચાવો

(D) બેટી પઢાઓ

જવાબ : (A) બેટી બચાવો

Std 10 Social Science Chapter 19 Mcq Gujarati (51 To 60)

(51) ‘UNDP’નું પૂરું નામ શું છે?

(A) માનવવિકાસ આયોગ

(B) સંયુક્ત રાષ્ટ્રો વિકાસ કાર્યક્રમ

(C) માનવવિકાસ આંક

(D) માનવવિકાસ અહેવાલ

જવાબ : (B) સંયુક્ત રાષ્ટ્રો વિકાસ કાર્યક્રમ

(52) નીચે માનવવિકાસના આવશ્યક સ્તંભો આપ્યા છે, તેમાં એક આવશ્યક સ્તંભ નથી, તો તેને શોધીને ઉત્તર લખો.

(A) સમાનતા

(B) સ્વતંત્રતા

(C) સ્થિરતા

(D) ઉત્પાદકતા

જવાબ : (B) સ્વતંત્રતા

(53) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક કેટલાં વર્ષનો છે?

(A) 68

(B) 70

(C) 72

(D) 75

જવાબ : (A) 68

(54) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં ઑસ્ટ્રેલિયાનું સ્થાન કેટલામું છે?

(A) બીજું

(B) ત્રીજું

(C) ચોથું

(D) પાંચમું

જવાબ : (A) બીજું

(55) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં સ્વિટ્ઝરલૅન્ડનું સ્થાન કેટલામું છે?

(A) પ્રથમ

(B) બીજું

(C) ત્રીજું        

(D) ચોથું

જવાબ : (C) ત્રીજું       

(56) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં સિંગાપુરનું સ્થાન કેટલામું છે?

(A) આઠમું

(B) નવમું

(C) દસમું

(D) અગિયારમું

જવાબ : (D) અગિયારમું

(57) મહિલા સશક્તીકરણ માટે કઈ સ્વતંત્રતા અનિવાર્ય છે?

(A) સામાજિક

(B) ધાર્મિક

(C) આર્થિક

(D) માનસિક

જવાબ : (C) આર્થિક

(58) નીચે દર્શાવેલ વિકલ્પમાંથી કયા વિકલ્પ માટે 181 અભયમ્ હેલ્પલાઇનની સુવિધા શરૂ કરવામાં આવી છે?

(A) અકસ્માત મદદ માટે

(B) ગ્રાહક સુરક્ષા માટે

(C) મહિલા સંરક્ષણ માટે

(D) આપઘાત નિવારણ માટે

જવાબ : (C) મહિલા સંરક્ષણ માટે

(59) એક યુવતી એકલી જઈ રહી છે. કેટલાક અસામાજિક વૃત્તિ ધરાવતા યુવકો તેની છેડતીના ઇરાદે તેને રંજાડી રહ્યા છે, તો તે યુવતી નીચેનામાંથી કયા નંબર પર ડાયલ કરવાનું યોગ્ય માનશે?

(A) 108

(Β) 118

(С) 181

(D) 101

જવાબ : (С) 181

(60) માનવવિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીએ દર્શાવી હતી?

(A) જે. કૃષ્ણમૂર્તિએ

(B) અમર્ત્ય સેને

(C) બચેન્દ્ર પાલે

(D) અમર્ત્ય શર્માએ

જવાબ : (B) અમર્ત્ય સેને

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 20 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 18 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
Std 10 Social Science Chapter 19 Mcq Gujarati
error: Content is protected !!
Scroll to Top