9 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ભારતનું બંધારણ |
ભાગ : | 9 |
MCQ : | 401 થી 450 |
9 Bharat Nu Bandharan MCQ Gujarati (401 To 410)
(401) માન.રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે?
(A) 277
(B) 279
(C) 280
(D) 282
જવાબ : (C) 280
(402) રાજય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે?
(A) માન. રાષ્ટ્રપતિશ્રી
(B) માન.ગવર્નરશ્રી
(C) માન.મુખ્યમંત્રીશ્રી
(D) માન.કાયદા મંત્રીશ્રી
જવાબ : (B) માન.ગવર્નરશ્રી
(403) “નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રીત ફંડ ખાતે ઉધારવામા આવે છે” આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે?
(A) 149
(B) 148
(C) 147
(D) 146
જવાબ : (B) 148
Play Quiz :
(404) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા?
(A) 40 માં
(B) 42 માં
(C) 43 માં
(D) 44 માં
જવાબ : (B) 42 માં
(405) 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
(A) અનુચ્છેદ 21
(B) અનુચ્છેદ 22
(C) અનુચ્છેદ 21-ક
(D) અનુચ્છેદ 20
જવાબ : (C) અનુચ્છેદ 21-ક
(406) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે?
(A) અનુચ્છેદ – 16
(B) અનુચ્છેદ – 13
(C) અનુચ્છેદ – 12
(D) અનુચ્છેદ – 19
જવાબ : (A) અનુચ્છેદ – 16
(407) જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થયને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે?
(A) અનુચ્છેદ – 24
(B) અનુચ્છેદ – 23
(C) અનુચ્છેદ – 22
(D) અનુચ્છેદ – 25
જવાબ : (D) અનુચ્છેદ – 25
(408) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી?
(A) અનુચ્છેદ – 45
(B) અનુચ્છેદ – 48
(C) અનુચ્છેદ – 48-ક
(D) અનુચ્છેદ – 46
જવાબ : (C) અનુચ્છેદ – 48-ક
(409) ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે?
(A) માનનીય રાષ્ટ્રપતિ
(B) રાજયસભા
(C) લોકસભા
(D) માનનીય રાષ્ટ્રપતિ, રાજયસભા અને લોકસભા
જવાબ : (D) માનનીય રાષ્ટ્રપતિ, રાજયસભા અને લોકસભા
(410) એંગ્લો ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રધિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુકત કરી શકાશે?
(A) 2
(B) 3
(C) 4
(D) 5
જવાબ : (A) 2
9 Bharat Nu Bandharan MCQ Gujarati (411 To 420)
(411) રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે?
(A) વડાપ્રધાનને
(B) ઉપરાષ્ટ્રપતિ
(C) ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
(D) લોકસભાના સ્પીકર
જવાબ : (B) ઉપરાષ્ટ્રપતિ
(412) કોઈપણ રાજયના રાજયપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે?
(A) વડાપ્રધાનના
(B) સંબંધિત રાજયના મુખ્યપ્રધાનના
(C) વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના
(D) રાષ્ટ્રપતિના
જવાબ : (D) રાષ્ટ્રપતિના
(413) લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે?
(A) 25
(B) 35
(C) 30
(D) 28
જવાબ : (A) 25
(414) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ………હતા.
(A) ડૉ. હામિદ અન્સારી
(B) ડૉ. રાધાકૃષ્ણન
(C) ડૉ. ઝાકિર હૂસેન
(D) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
જવાબ : (B) ડૉ. રાધાકૃષ્ણન
(415) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું?
(A) 11
(B) 182
(C) 26
(D) 37
જવાબ : (C) 26
(416) ભારતની સંસદ એટલે :
(1) લોકસભા |
(2) રાજયસભા |
(3) સર્વોચ્ચ ન્યાયમૂર્તિ |
(4) રાષ્ટ્રપતિ |
(A) (1), (2), (3)
(B) (1), (2), (4)
(C) (1), (3), (4)
(D) બધા જ
જવાબ : (B) (1), (2), (4)
(417) નીચેની કઈ ગુજરાતી વ્યકિત બંધારણસભામાં સભ્ય ન હતી?
(A) હંસા મહેતા
(B) કનૈયાલાલ મુનશી
(C) સરદાર પટેલ
(D) રવિશંકર મહારાજ
જવાબ : (D) રવિશંકર મહારાજ
(418) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો?
(A) 15 ઓગસ્ટ, 1950
(B) 26 જાન્યુઆરી, 1950
(C) 26 જાન્યુઆરી, 1947
(D) 15 ઓગસ્ટ, 1947
જવાબ : (B) 26 જાન્યુઆરી, 1950
(419) ક્યો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે?
(A) વિશેષ ખરડો
(B) નાણાકીય ખરડો
(C) બંધારણીય ખરડો
(D) પ્રશાસકીય ખરડો
જવાબ : (B) નાણાકીય ખરડો
(420) ‘સત્યમેવ જયતે‘ શબ્દ ક્યા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે?
(A) ઋગ્વેદ
(B) શતપથ બ્રાહ્મણ
(C) મુંડકોપનિષદ
(D) રામાયણ
જવાબ : (C) મુંડકોપનિષદ
9 Bharat Nu Bandharan MCQ Gujarati (421 To 430)
(421) નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે?
(A) માન. રાષ્ટ્રપતિ
(B) માન.વડાપ્રધાન
(C) માન.નાણામંત્રી
(D) માન.RBIના ગવર્નર
જવાબ : (A) માન. રાષ્ટ્રપતિ
(422) માન.રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે?
(A) 14
(B) 12
(C) 13
(D) 11
જવાબ : (A) 14
(423) સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ……………..
(A) ભાગ લઈ શકતા નથી
(B) પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે.
(C) સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી.
(D) સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે.
જવાબ : (C) સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી.
(424) સપ્ટેમ્બર 16માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો?
(A) ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)
(B) ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ
(C) નેશનલ જયુડીશ્યલ એપોઈન્ટમેન્ટ કમિશન
(D) ઉપરોકત પૈકી એક પણ નહી
જવાબ : (A) ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)
(425) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે?
(A) સંસદની સંખ્યાના 12%
(B) સંસદની સભ્ય સંખ્યાના 15%
(C) લોકસભાની સભ્ય સંખ્યાના 15%
(D) રાજયસભાની સભ્ય સંખ્યાના 15%
જવાબ : (B) સંસદની સભ્ય સંખ્યાના 15%
(426) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે?
(A) લોકસભાના સ્પીકર
(B) ચૂંટણી કમિશ્નર
(C) વડાપ્રધાન
(D) માન.રાષ્ટ્રપતિ
જવાબ : (D) માન.રાષ્ટ્રપતિ
(427) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે?
(A) વિધાનસભાના સ્પીકરશ્રી
(B) ચૂંટણી કમિશનરશ્રી
(C) માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ
(D) માન.રાજયપાલશ્રી
જવાબ : (D) માન.રાજયપાલશ્રી
(428) ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે?
(A) 9
(B) 10
(C) 11
(D) 12
જવાબ : (C) 11
(429) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે?
(A) 71મો સુધારો
(B) 72મો સુધારો
(C) 73મો સુધારો
(D) 74મો સુધારો
જવાબ : (C) 73મો સુધારો
(430) ‘નીતિ આયોગ‘ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી?
(A) બંધારણમાં જરૂરી સુધારો કરીને
(B) મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી
(C) સંસદમાં કાયદો સુધારીને
(D) કોર્ટના ચુકાદાનું પાલન કરવા
જવાબ : (B) મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી
9 Bharat Nu Bandharan MCQ Gujarati (431 To 440)
(431) દેશમાં “રાજકીય પક્ષ” તરીકે નોંધણી કોણ કરે છે?
(A) ભારતનું નિર્વાચન આયોગ (ECI)
(B) ભારતીય રીઝર્વ બેંક
(C) લોકસભાનાં માન.અધ્યશ્રી
(D) માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી
જવાબ : (A) ભારતનું નિર્વાચન આયોગ (ECI)
(432) બંધારણની જોગવાઈઓ મુજબ “ચોખ્ખી આવક” માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક – મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
(A) 277
(B) 278
(C) 279
(D) 280
જવાબ : (C) 279
(433) લઘુમતીઓને અપાયેલા મૂળભૂત હકો ક્યા અનુચ્છેદમાં વર્ણિત છે?
(A) અનુચ્છેદ – 24 થી 29
(B) અનુચ્છેદ – 29 અને 30
(C) અનુચ્છેદ – 29 થી 31
(D) અનુચ્છેદ – 25 થી 28
જવાબ : (B) અનુચ્છેદ – 29 અને 30
(434) નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતિ) જરૂરી નથી?
(A) અધિકાર પૃચ્છા
(B) બંદી પ્રત્યક્ષીકરણ
(C) પરમાદેશ
(D) ઉત્પ્રેષણ
જવાબ : (A) અધિકાર પૃચ્છા
(435) દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના ક્યા ભાગમાં વર્ણિત છે?
(A) પાંચમા
(B) ચોથા
(C) છઠ્ઠા
(D) એકપણ નહીં
જવાબ : (D) એકપણ નહીં
(436) મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં ક્યા વર્ષે ઉમેરવામાં આવી?
(A) વર્ષ 1969
(B) વર્ષ 1971
(C) વર્ષ 1976
(D) વર્ષ 1978
જવાબ : (C) વર્ષ 1976
(437) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
(A) અનુચ્છેદ-14 થી 18
(B) અનુચ્છેદ-19 થી 22
(C) અનુચ્છેદ-25 થી 28
(D) અનુચ્છેદ-23 થી 24
જવાબ : (B) અનુચ્છેદ-19 થી 22
(438) બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના ક્યા ભાગમાં જણાવાયું છે?
(A) રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
(B) મૂળભૂત હકો
(C) મૂળભૂત ફરજો
(D) ઉપર પૈકી એકપણ
જવાબ : (D) ઉપર પૈકી એકપણ
(439) ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે?
(A) વિધાનસભા
(B) રાજ્યપાલ
(C) સામાન્ય વહીવટ વિભાગ
(D) મુખ્યમંત્રી
જવાબ : (A) વિધાનસભા
(440) સંવિધાનના અનુચ્છેદ-352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે?
(A) 1
(B) 2
(C) 3
(D) 4
જવાબ : (C) 3
9 Bharat Nu Bandharan MCQ Gujarati (441 To 450)
(441) નીચેના પૈકી કોણ સંસદનાં બન્ને ગૃહોમાં બોલી શકે છે?
(A) સોલીસીટર જનરલ
(B) એડવોકેટ જનરલ
(C) એટર્ની જનરલ
(D) ઉપરના તમામ
જવાબ : (C) એટર્ની જનરલ
(442) ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે, એંગ્લો-ઈંડિયન સમૂદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે?
(A) અનુચ્છેદ 331
(B) અનુચ્છેદ 332
(C) અનુચ્છેદ 333
(D) અનુચ્છેદ 334
જવાબ : (C) અનુચ્છેદ 333
(443) ભારતનાં સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષાા ફરમાવવાની સત્તા મળે છે?
(A) અનુચ્છેદ 124
(B) અનુચ્છેદ 129
(C) અનુચ્છેદ 141
(D) અનુચ્છેદ 142
જવાબ : (B) અનુચ્છેદ 129
(444) 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ?
(A) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
(B) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ
(C) નેશનલ જયુડીશીયલ કમિશન
(D) નીતિ આયોગની રચના
જવાબ : (B) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ
(445) નીચેના પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે?
(A) 221
(B) 226
(C) 323
(D) 392
જવાબ : (B) 226
(446) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
(A) અનુચ્છેદ 14
(B) અનુચ્છેદ 15
(C) અનુચ્છેદ 16
(D) અનુચ્છેદ 17
જવાબ : (D) અનુચ્છેદ 17
(447) રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર……………
(A) રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે.
(B) લોકસભાને રજૂ કરવામાં આવે છે.
(C) રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે.
(D) રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે.
જવાબ : (B) લોકસભાને રજૂ કરવામાં આવે છે.
(448) સંઘના હિસાબો લગતનાં કમ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે?
(A) લોકસભાને
(B) સંસદનાં દરેક ગૃહને
(C) રાષ્ટ્રપતિને
(D) રાજ્યસભાને
જવાબ : (C) રાષ્ટ્રપતિને
(449) વટહુકમ કરવાની સત્તા કોની છે?
(A) મુખ્યમંત્રી
(B) મંત્રી પરિષદ
(C) રાજ્યપાલ
(D) વિધાનસભા
જવાબ : (C) રાજ્યપાલ
(450) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને “બંધારણનાં મુખ્યસ્તંભ” તરીકે વર્ણવ્યા છે?
(A) આઈવર જેનીંગસ્
(B) એ.વી. ડાઈસી
(C) હેરોલ્ડ લાસ્કી
(D) ડૉ.બી.આર. આંબેડકર
જવાબ : (A) આઈવર જેનીંગસ્
Also Read :
ભારતનું બંધારણ MCQ |
ગુજરાતની ભૂગોળ MCQ |
સામાન્ય વિજ્ઞાન MCQ |