
8 Gujarati Balgeet Lyrics, ગુજરાતી બાળગીત-વાહન ગીત, ગુજરાતી બાળગીત Lyrics, નવા બાળગીત, બાળગીત લખેલા pdf, અભિનય ગીત ગુજરાતી, બાળગીત pdf, Gujarati Balgeet.
8 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-વાહન ગીત) (1 To 5)
1. મારી ચાલે ખબ ખુબ ગાડી
મારી ચાલે ખબ ખબ ગાડી
કે ભાઇ હું તો ગાડી વાળો ગાડી વાળો
નવી ગાડીને ઘોડો મજાનો
અલી બાબા હું તો લાવ્યો ખજાનો
મારી ચાલે…
બેઠાં ગાડીમાં છોકરાં પંદર,
એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ,
સાત, આઠ… કેટલાં? પંદર…..
મારે જાઉં ચોપાટી બોરી બંદર
મારી ચાલે…
મારી ગાડીને કાફી ઇશારો
તેને ચાબૂક કદી ન મારો..
મારી ચાલે…
2. ગાડી મારી ધરરર જાય
ગાડી મારી ધરરર જાય,
બળદ શિંગડાં ડોલાવતો જાય
ધમ-ધમ ઘૂઘરા વાગતા જાય
ડોશીમા ડોશીમા ચાલ્યાં તે કયાં?
લાકડી લઈને ચાલ્યાં તે કયાં?
મારી ગાડીમાં બેસો તમે
રાજી રાજી બહુ થાશું અમે
ખેડુભાઈ ખેડુભાઇ ચાલ્યા તે કયાં?
કોદાળી લઇને ચાલ્યા તે કયાં?
મારી ગાડીમાં બેસો તમે
રાજી રાજી બહુ થાશું અમે
બચુભાઇ બચુભાઇ ચાલ્યા તે કયાં?
દોડતા દોડતા ચાલ્યા તે કયાં?
કૂદીને ગાડીમાં બેસો તમે
ગાતા ગાતા ઘેર જાશું અમે.
3. ગાડી ગાડી રમીએ ચાલો
ગાડી ગાડી રમીએ ચાલો છોકરાંઓ આજે
હું બનું એન્જિન ને, ડબ્બા સૌ થઈ જાઓ
નથી કોલસાનું કામ, નથી પાણીનું કામ
વગર પાટે પહોંચી જાશું, આપણે ગામે ગામ
ગાડી…
એમાં છોકરાં ભર્યાં, ખજૂર ટોપરા ભર્યાં
ચોકલેટના ડબ્બા ને, બિસ્કીટ બોર ભર્યાં
ગાડી…
કોઈ ઝંડી બતાવે, કોઈ સીટી વગાડે
ભખ છૂક… ભખ છૂક…(૨) સૌ ગીત ગાઓ
ગાડી…
4. ચાલો રમીએ હોડી હોડી
ચાલો ચાલોને રમીએ હોડી હોડી
વરસ્યો વરસાદ ખૂબ મૂશળધાર
ઝરણાં નાનાં જાય, દોડી દોડી
ચાલોને…
બાપુના છાપા નકામા થોથાં
કાપી કૂપીને કરીએ હોડી-હોડી
ચાલોને..
સાદીને સઢવાળી નાની ને મોટી
મૂકીએ પવનમાં છોડી – છોડી
ચાલોને…
ખાલી રાખેલી ઊંધી વળે તો
પાંદડાંને ફૂલ ભરું તોડી- તોડી
ચાલોને…
જાશે દરિયા પાર પરીઓના દેશમાં
સૌથી પહેલી દોસ્ત મારી હોડી
ચાલોને…
5. સાયકલ મારી સરર જાય
સાયકલ મારી સર્ જાય (૨)
ટીન ટીન ટોકરી વગાડતી જાય
ડોશીમા ડોશીમા ચાલ્યાં છો કયાં?
છીંકણી સૂંઘતાં ચાલ્યાં છો કયાં?
રસ્તામાં છીંકણી સૂંઘાય નહી
સાયકલ…
મનુભાઇ મનુભાઇ ચાલ્યા છો કયાં?
એકડો ઘૂંટતા ચાલ્યા છો કયાં?
રસ્તામાં એકડો ઘૂંટાય નહી
બાલમંદિરે એકડો ઘૂંટાય.
સાયકલ…

8 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-વાહન ગીત) (6 To 10)
6. ગાડી આવી ગાડી આવી ગાડી આવી
ગાડી આવી, ગાડી આવી, ગાડી આવી
શું લાવી.., શું લાવી.., શું લાવી?
મગ લાવી, ચણા લાવી, વટાણા એ લાવી
પ્રોટીન લાવી (૨).. ગાડી આવી..
શું શું લાવી? (૨)
રીંગણાં લાવી, દૂધી લાવી, કારેલાં એ લાવી
વિટામિન લાવી (૨).. ગાડી આવી..
શું શું લાવી? (૨)
ઘઉં લાવી, ચોખા લાવી, બાજરી લાવી
કેલેરી લાવી, શકિત લાવી, શકિત લાવી
ગાડી આવી, ગાડી આવી, ગાડી આવી
7. ચકડોળ
ચક્કર ચક્કર ચક્કર ચક્કર
ફરે પેલું ચકડોળ (૨)
હાથી ઘોડા પાલખી ઘોડા..ચક્કર…
મુંબઈ આવ્યું, વડોદરા આવ્યું
સુરત આવ્યું, ગોધરા આવ્યું?
એ ભાઇ ભાવનગર આવ્યું?
જેનું ગામ આવે તે ઊતરે (૨)
ચકકર…
મીનાબેનને ચક્કર આવ્યાં
સુવર્ણાબેન તો ગબડી પડયાં
ગોઠણ એના છોલાઇ ગયાં
હંસાબેને પાટો બાંધ્યો
ચક્કર…
ચાલો ગાડી આપણી ઉપડે
પેલાં ઝાડ બધાં ફરે
પેલાં છોકરા બધાં ફરે
પેલી ટેકરી આપણી ફરે
ભલે દુનિયા આપણી ફરે
ચક્કર…
8. ગાડા વાળા, ગાડાવાળા
ગાડાવાળા, ગાડાવાળા, ગાડાવાળા રે
ધીમેથી હંકાવ તારું ગાડું આજે રે
ધોળા.. ધોળા.. બળદિયા ને શિંગડાં બબ્બે
તારા રે ગાડામાં વીરા બેસવાને દે
થાક લાગ્યો… (૨) ધીમેથી હંકાવ તારું…
રાજકોટ મારે જાવું છે ને રસ્તો ઘણો દૂર છે.
વચ્ચે મોટી નદી આવે તેમાં ઘણું પૂર છે
જલ્દી જાવું… (૨) ધીમેથી હંકાવ તારું…
રીટાબેન તો આવશે ને કિષ્નાબેનને લાવશે
પૂજાબેન તો આવશે ને આરતીબેનને લાવશે
સાથે એ તો વાણીબેનને આવવા લલચાવશે
સૌ એ સાથે… (૨) ધીમેથી હંકાવ તારું…
ગાડાવાળા……
9. ટપ ટપ ટપતા
ટપ ટપ ટપતા (૨)
છૂન છૂન છૂન છૂન ઘૂઘરા ..(૨)
કિચૂડ કિચૂડ કિચૂડ પૈડાં બોલે (૨)
ગાડી દોડમ દોડ મારી ગાડી દોડમ દોડ
એ પાધડીવાળા હાલો (૨)
એ ટોપીવાળા હાલો (૨)
બે રૂપિયામાં બે રૂપિયામાં
એ હાલો હાલો હાલો …. ટપ ટપ ટપ
એ પેન્ટવાળા હાલો (૨)
એ કોટવાળા હાલો (૨)
પાંચ રૂપિયામાં પાંચ રૂપિયામાં
એ હાલો હાલો હાલો …. ટપ ટપ ટપ
એ લાકડીવાળા હાલો (૨)
એ છત્રીવાળા હાલો
દશ રૂપિયામાં દશ રૂપિયામાં
એ હાલો હાલો હાલો ….ટપ ટપ ટપ
10. મામાને ઘેર જાવાદે
ઓ મમ્મી મને રે મામાને ઘેર જાવા દે
રસ્તા પર પેલું કેવું એ ટ્રીન ટ્રીન કરતું જાય
સાઇકલમાં બેસીને મામાને ઘેર જાવા દે
ઓ મમ્મી મને…
રસ્તા પર પેલું કેવું એ તબડક-તબડક જાય
ઘોડા પર બેસીને મામાને ઘેર જાવા દે
ઓ મમ્મી મને…
પાણીમાં પેલું કેવું એ સરર.. કરતું જાય
હોડીમાં બેસીને મામાને ઘેર જાવા દે
ઓ મમ્મી મને…
આકાશમાં પેલું કેવું ઘરર.. કરતું જાય
વિમાનમાં બેસીને મામાને ઘેર જાવા દે
ઓ મમ્મી મને…
રસ્તા પર પેલું કેવું એ ભરરર.. કરતું જાય
મોટરમાં બેસીને મામાને ઘેર જાવા દે
ઓ મમ્મી મને…
8 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-વાહન ગીત) (11 To 15)
11. ઘોડાગાડી… ઘોડાગાડી…
ઘોડાગાડી… ઘોડાગાડી…
ઘોડાગાડીમાં બેસો મારા માડી
મા મા તુજને દૂર દેશ લઇ જાઉં
સિંધુ, ગંગા, યમુના નદીના (૨)
પુલ ઓળંગી જાઉં
લાવું બ્રહ્મદેશની સાડી… ધોડાગાડી…
મા મા તુજને ચંદ્રલોક લઇ જાઉં
રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ ને …(૨)
શુક્ર, શનિ બતલાવું
એ સાત ગ્રહોની જોડી… ઘોડાગાડી…
મા મા તુજને પરીલોક લઇ જાઉં
રંગબેરંગી પાંખોવાળી (૨) એક પરી લઇ આવું
તેને બનાવું તારી નાની લાડી… ઘોડાગાડી…
12. મમ્મી રે મમ્મી મને નાની ના સમજો
મમ્મી રે મમ્મી મને નાની ના સમજો
કે તો મમ્મી હું સાયકલ ચલાવી દઉં
સાયકલ ચલાવી દઉ ને સૂરત બતાવી દઉં
મમ્મી રે…
કે તો મમ્મી હું પ્લેન ચલાવી દઉં
પ્લેન ચલાવી દઉંને પોરબંદર બતાવી દઉં
મમ્મી રે…
કે તો મમ્મી હું મોટર ચલાવી દઉં
મોટર ચલાવી દઉંને મુંબઇ બતાવી દઉં
મમ્મી રે…
કે તો મમ્મી હું ગાડી ચલાવી દઉં
ગાડી ચલાવી દઉંને ગોંડલ બતાવી દઉં
મમ્મી રે…
13. ચલ મેરી ગાડી છૂક-ક
ચલ મેરી ગાડી છૂક-છૂક-છૂક
પાવો વગાડતી પીપ પીપ પીપ
શિયાળે પણ ચાલી જાય
ઉનાળે પણ ચાલી જાય
ચોમાસે પણ ચાલી જાય
ચલ મેરી…
દાળભાત ખાય નહીં
શાક રોટલી ખાય નહીં
કોલસા એ ખૂબ ખાતી ભૂક ભૂક
ચલ મેરી…
ગુજરાતી એ બોલે નહીં
અંગ્રેજી એ બોલે નહીં
બોલી એની સાવ નિરાળી છૂક છૂક
ચલ મેરી…
14. લીલી પીળી બસ ચાલી જાય
લીલી પીળી બસ ચાલી જાય
ચાલી જાય ચાલી જાય
એક ટકોરે અટકે તો બે એ ઉપડી જાય
લીલીપીળી…
કાળા ડામરના રસ્તા
આવે છે સામા ધસતા
નદીઓની રેતી સરકી જાય સરકી જાય (૨)
લીલીપીળી..
રસ્તામાં આવે ફાટક
ગાડી ભાગે ખટાપટ
મોટરનું ભોંયુ પીપ પીપ થાય (૨)
લીલીપીળી…
બારી પાસે હું બેસુ
જોતો હું ગાયો ભેંસુ
ઊંટની વણજાર ચાલી જાય ચાલી જાય (૨)
લીલીપીળી…
15. સાગરમાં નાવ મારી સરરર્ જાય
સાગરમાં નાવ મારી સરરર્ જાય
કાંઠે ઊભાં ઝાડ કેવાં નાના-મોટા થાય
દૂર દૂર પંખીઓનો કલરવ થાય
સમીરની મંદ મંદ વાંસલડી વાય
સફેદ સઢમાં કેવો પવન ભરાય
હલેસાં મારું તો નાવ દોડી – દોડી જાય
સાગરમાં…
ઊંચે ભૂરું આકાશ કેવું વિશાળ જણાય
નીચે કાળાં કાળાં પાણી જોયા નવ જાય
તોફાનમાં નાવ મારી ડગમગ થાય,
પ્રભુને સ્મરું તો નાવ દોડી – દોડી જાય
સાગરમાં…

8 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-વાહન ગીત) (16 To 20)
16. એક બળદનો એકડો ચાલે બે બળદનું મારું
એક બળદનો એકડો ચાલે બે બળદનું ગાડું
દડબડ્ દડબડ્ દડબડ્ દડબડ્તું એ ગાડું
એક ઘોડાનો ટાંગો ચાલે ખબ ખબ ખબ ખબ
બે ઘોડાની ગાડી (૨)
દોડે ઘોડા, દોડે ઘોડા આવે ગમ્મત ગાડી (૨)
પાણીમાં તો હોડી ચાલે હૈ હો હૈ હો
વહાણ સરરર સરતું (૨)
દરિયો ત્યાં સ્ટીમર ચાલે (૨) જાણે મકાન તરતું
એક બળદ…
પાટા ઉપર છૂક છૂક કરતી દોડી જાતી ટ્રેન
ઊંચે ઊંચે આકાશે તો ઊડે એરોપ્લેન
ઊડે એરોપ્લેન ભાઇ ઊડે એરોપ્લેન
એક બળદ…
17. મોર મુખી નાવડી મારી
મોર મુખી નાવડી મારી
ચાલો સાગર પાર રે
લીલમલીલા નાચતાં પાણી
નાચતું મારું મન સેલાણી
ભોમકા દીઠી આજ અજાણી
ઊગતા પોરે પહેલા સોનલ સૂરજના સથવારે
ચાલો સાગર પાર રે…
સાત સમંદર સામટા ખેડી
રંગ રંગીલા સોનલા કેરી
પાથરી પહેલા પ્રેમની વેણી
દરિયાની દુનિયામાં જયાં નેહની તારી
ચાલો સાગર પાર રે…
આવશું પાછા આપણા દેશે
બાને બેની ઓવારણાં લેશે
આવતા આંનદના પૂર સાથે, ચાલશે હેત ઉછાળી
ચાલો સાગર પાર રે…
18. અમે મોટરમાં ફરવા ગ્યાતા
અમે મોટરમાં ફરવા ગ્યાતાં
મોટર બોલે પમ પમ પમ
અમે જલેબી ગાંઠિયા ખાધાં
અમે ઝાડની ડાળીએ ઝૂલ્યાં
અમે ઊંચેથી ઠેકડા માર્યાં
મોટર બોલે પમ પમ પમ
અમે મોટરમાં…
અમે રેતીમાં ડુંગરા બનાવ્યાં
અમે પાણીમાં છબછબિયાં કર્યાં
અમે સાંજ પડી ઘેર આવ્યાં
મોટર બોલે પમ પમ પમ
અમે મોટરમાં…
રસ્તામાં છોકરાં સામા મળ્યા.
છોકરાં છોકારાં આઘા ખસો
મારી મોટર દોડી જાય
મોટર બોલે પમ પમ પમ
અમે મોટરમાં…
19. અમે રેલગાડી રમતાં’તા
અમે રેલગાડી રમતાં’તા, અમે છૂક છૂક છૂક છૂક કરતા તા
છૂક છૂક છૂક છૂક કર તા, છૂટી જવાની કેવી મજા
અમે…
અમે એક રંગી રમતાં’તા, અમે લાત લાત કરતાં’તા
લાત-લાત કરતા, લપાઇ જવાની કેવી મજા
અમે…
અમે ઝોળી ઝોળી રમતાં’તા, અમે ટીંગાટોળી કરતાં’તા
ટીંગા ટોળી કરતાં કરતાં, ટીંગાઈ જવાની કેવી મજા
અમે…
20. પીપ પીપ પીપ પીપ સીટી વાગે
પીપ પીપ પીપ પીપ સીટી વાગે
છૂક છૂક છૂક છૂકછૂક ગાડી ચાલે
ટિકિટ કપાઓ બેસી જાઓ
નહીંતર ગાડી ઉપડી જાશે
ટન ટન ટન ટન ટન ડંકા વાગે
સૂતેલા જબકીને જાગે
સિગ્નલ આપે ધજા બતાવે
લાઇન કિલયર કહેવાય
પીપ પીપ…
લાંબા લાંબા પાટે સરતી
પુલ ને પહાડો પર ચડતી
સ્ટેશન ફરતી પાણી ભરતી
વેગે દોડી જાય
પીપ પીપ…
દોડે દોડે એ કદી ના થાકે
હરદમ બઢતી આગે આગે
શીખવે એ તો કદમ બઢાઓ
સ્ટેશન પહોંચી
પીપ પીપ…
8 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-વાહન ગીત) (21 To 23)
21. ઊંચે ચડે છે વિમાન
ઊંચે ચડે છે વિમાન આકાશમાં ઊંચે ચડે છે.
જમીન ઉપરથી ગોળ ગોળ ગોળ ફરતું
ભરરર… ભય ભય કરતું જાય આકાશમાં
આકાશમાં ચડતું ફૂદરડી ફરતું
નાનું નાનું થાતું જાય… આકાશમાં..
આકાશે દોટ સીધી સીધી મૂકતું
મોટા મોટા શહેરે જાય.. આકાશમાં..
બાળક તેને જોઇને આમ તેમ કૂદતું
સાથે સાથે દોડતું જાય.. આકાશમાં..
બાળક આનંદથી ખૂબ ખૂબ હસતું
વિમાન વિમાન ફરતું જાય.. આકાશમાં..
22. છૂક છૂક ગાડી દોડે
છૂક.. છૂક.. છૂક.. ગાડી દોડે
ખટ.. ખટ.. ખટ.. પૈડાં બોલે
મનડું મારું ડોલે રે … (૨)
છૂક.. છૂક.. છૂક..
વાંકી ચૂંકી જાય ધસતી
જાણે નાગણ જાય સરતી
દુનિયા આખી ફરતી રે (૨)
છૂક.. છૂક.. છૂક..
ખેતર ગયાને ડુંગરા આવ્યા
ડુંગરા ગયાને ખેતર આવ્યા
જાણે જગ ચકડોળે ચડયા (૨)
છૂક.. છૂક.. છૂક..
અમે મુસાફર તરેહ તરેહના
નાના-મોટા કોઈ રૂપાળા
સૌને લઈ ધસતી રે (૨)
છૂક.. છૂક.. છૂક..
23. પી. પી. છૂક છૂક અવાજ કાઢી દોડે
પી…. પી…. છૂક છૂક અવાજ કાઢી દોડે આગગાડી
એન્જિન ડબ્બા ગાર્ડબનીને
રમીએ આગગાડી.. પી… પી…
ધૂમાડા ગોટા કાઢી
દોડે આગગાડી
નદી નાળાને પર્વત ખૂંદી
દોડે આગગાડી.. પી… પી…
સુખને દુઃખના સાથી સૌ જાણે
બેઠા વડની ડાળે
માનવ મેળાને લઇ
ફરવા નીકળી સૌની માડી.. પી… પી…
પૃથ્વીનો ફેરો ફરવાને
ધમ ધમ દોડે ગાડી
બાળક પીઠે બાંધી જાણે
ફરવા નીકળી માડી.. પી… પી…
Also Read :
ગુજરાતી બાળગીત |
ગુજરાતી બાળવાર્તા |
બત્રીસ પૂતળીની વાર્તાઓ |