67 Gujarati Bal Varta । 67. ઉંદરીના સ્વયંવર

67 Gujarati Bal Varta
67 Gujarati Bal Varta

67 Gujarati Bal Varta । 67. ઉંદરીના સ્વયંવર

67 Gujarati Bal Varta. 67 ઉંદરીના સ્વયંવર વાર્તા વાંચો. ગુજરાતી વાર્તા. ગુજરાતી બાળવાર્તા. Gujarati Bal Varta Story. Gujarati Varta Story. Gujarati Varta.

ગંગા નદીના કાંઠે એક ધર્મશાળા હતી. ત્યાં એક ગુરૂજી રહેતા હતા. તે દિવસભર તપ અને ધ્યાનમાં લીન થઈ તેમનો જીવન ગુજારતા હતા.

એક દિવસ જ્યારે ગુરૂજી નદીમાં સ્નાન કરી રહ્યા હતા તે સમયે એક ગરૂડ તેમના પંજામાં એક ઉંદરી લઈને ઉડી રહ્યો હતો. જ્યારે ગરૂડ ગુરૂજીના ઉપરથી નીકળ્યો તો ઉંદરી અચાનક ગરૂડના પંજાથી ખસકીને ગુરૂજીની અંજલિમાં આવીને પડી ગઈ.

ગુરૂજીએ વિચાર્યુ કે જો તેણે ઉંદરીને આમ જ છોડી દેશે તો ગરૂડ તેને ખાઈ જશે. તેથી તેણે ઉંદરીને એકલી નહી છોડી અને તેને પાસના વડના ઝાડની નીચે રાખી દીધી અને પોતાને શુદ્ધ કરવા માટે ફરીથી નહાવા માટે નદીમાં ચાલ્યા ગયા.

સ્નાન પછી ગુરૂજીએ તેમની શક્તિઓનો ઉપયોગ કરી ઉંદરીને એક નાની છોકરીમાં બદલી દીધી. અને તેમની સાથે આશ્રમમાં લઈ ગયા. ગુરૂજીએ આશ્રમમાં પહોંચીને આખી વાત તેમની પત્નીને જણાવી અને કહ્યુ કે અમારી કોઈ સંતાન નથી તેથી ઈશ્વરનો વરદા સમજીને સ્વીકાર કરો અને તેમનો સારી રીતે ભરણપોષણ કરો.

પછી તે છોકરીએ પોતે ગુરૂજીની દેખરેખમાં ધર્મશાળામાં ભણવા અને અભ્યાસ શરૂ કર્યો. છોકરી અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી. આ જોઈને ગુરૂજી અને તેમની પત્નીને તેમની દીકરી પર ખૂબ ગર્વ થતો હતો.

એક દિવસ ગુરૂજી તેમની પત્નીને જણાવ્યુ કે તેમની છોકરી લગ્ન યોગ્ય થઈ ગઈ છે. ત્યારે ગુરૂજીએ કહ્યુ કે આ ખાસ બાળકી ખાસ પતિનિ હકદાર છે.

આવતી સવારે તેમની શ્ક્તિઓનો ઉપયોગ કરતા ગુરૂજી સૂર્યદેવની પ્રાર્થના કરી અને પૂછ્યું “હે સૂર્યદેવ શું તમે મારી દીકરી સાથે લગ્ન કરશો?”

આ સાંભળી છોકરી બોલી પિતાજી સૂર્યદેવ આખી દુનિયાને રોશન કરે છે, પણ તે અસહનીય રૂપથી ગર્મ અને ઉગ્ર સ્વભાવના છે. હું તેમની સાથે લગ્ન નહી કરી શકું. કૃપ્યા મારા માટે એક સારા પતિની શોધ કરો.

ગુરૂજીએ અચરજથી પૂછ્યું “સૂર્યદેવથી સારું કોણ હોઈ શકે છે” તેના પર સૂર્યદેવે સલાહ આપી, “તમે વાદળના રાજાથી વાત કરી શકો છો તે મારાથી સારા છે કારણ તે મને અને મારા પ્રકાશને ઢાકી શકે છે.”

ત્યારબાદ ગુરૂજીએ તેમની શક્તિઓનો ઉપયોગ કરતા વાદળોના રાજાને બોલાવ્યા અને કહ્યુ “કૃપ્યા મારી દીકરી ને સ્વીકાર કરો” હું ઈચ્છુ છુ કે જો દીકરીની સ્વીકૃતિ હોય તો તમે તેનાથી લગ્ન કરો.

તેના પર દીકરી કહ્યુ “પિતાજી વાદળોનો રાજા કાળો, ભીનો અને ખૂબ ઠંડો હોય છે. હું તેમની સાથે લગ્ન નહી કરું” કૃપ્યા મારા માટે એક સારા પતિની શોધ કરો.

ગુરૂજીએ ફરી અચરજમાં પૂછ્યું “વાદળોના રાજાથી સારું કોણ હોઈ શકે છે” વાદળોના રાજાએ સલાહ આપી. “ગુરૂજી તમે હવાના ભગવાન વાયુદેવથી વાત કરો. તે મારીથી સરસ છે કારણ કે તે મને પણ ઉડાડીને લઈ જઈ શકે છે.”

ત્યારબાદ ગુરૂજીએ ફરીથી તેમની શક્તિઓનો ઉપયોગ કરતા, વાયુદેવને બોલાવ્યા અને કહ્યુ “કૃપ્યા મારી દીકરીને સાથે લગ્ન સ્વીકાર કરો” જો તે તમને પસંદ કરે છે તો.

પણ દીકરીએ વાયુદેવથી પણ લગ્ન કરવાની ના પાડી દીધી અને કહ્યુ” પિતાજી વાયુદેવ ખૂબ તીવ્ર છે.” તે તેમની દીશાઓ બદલતા રહે છે. હું તેમની સાથે લગ્ન નહી કરું. કૃપ્યા મારા માટે એક સારા પતિની શોધ કરો.

ગુરૂજી ફરી વિચારવા લાગ્યા “વાયુદેવથી સારું કોણ હોઈ શકે છે?” તેના પર વાયુદેવએ સલાહ આપી “તમે પર્વતોના રાજાને આ વિષય પર વાત કરો. તે મારાથી સારા છે કારણ કે તે મને વહેવાથી રોકી શકે છે”

તે પછી ગુરૂજીએ તેમની શક્તિઓનો ઉપયોગ કરતા પર્વતોના રાજાને બોલાવ્યા અને કહ્યુ “કૃપ્યા મારી દીકરીનો હાથ સ્વીકારો. હું ઈચ્છુ છું કે  જો તે તમને પસંદ કરે તો તમે તેનાથી લગ્ન કરો.”

પછી દીકરીએ કહ્યુ “પિતાજી પર્વતોના રાજા ખૂબ સખ્ત છે. તે અચળ છે હું તેમનાથી લગ્ન કરવા નહી ઈચ્છતી. કૃપ્યા મારા માટે સારા પતિની શોધ કરો.

ગુરૂજી વિચારવા લાગ્યા ” પર્વતોના રાજાથી સારું કોણ હોઈ શકે છે?” પર્વતોના રાજાએ સલાહ આપી “ગુરૂજી તમે ઉંદરના રાજાથી વાત કરીને જુઓ તે મારાથી પણ સારા છે કારણ કે તે મારામાં છિદ્ર કરી શકે છે.”

આખરે ગુરૂજીએ તેમની શક્તિઓનો ઉપયોગ ઉંદરના રાજાને બોલાવ્યા અને કહ્યુ “કૃપ્યા મારી દીકરીનો હાથ સ્વીકારો. હું ઈચ્છુ છું કે તમે તેની સાથે લગ્ન કરો જો તે તમારી સાથે લગ્ન કરવા ઈચ્છે તો.”

જ્યારે દીકરી ઉંદરના રાજાથી મળી તો તે ખુશ થઈને લગ્ન માટે રાજી થઈ ગઈ. ગુરૂએ તેમની દીકરીને સુંદર ઉંદરીના રૂપમાં પરત બદલી દીધી. આ રીતે ગુરૂજીની દીકરી ઉંદરીનો સ્વયંવર સમપન્ન થયો.

 શીખ – જે જન્મથી જેવો હોય છે તેમનો સ્વભાવ ક્યારે નહી બદલી શકે. 

આ વાર્તા પણ વાંચો :

68. દેડકા અને ઉંદરની મિત્રતા

Leave a Reply