66 Gujarati Bal Varta । 66. પેમલો પેમલી

Spread the love

66 Gujarati Bal Varta
66 Gujarati Bal Varta

66 Gujarati Bal Varta । 66. પેમલો પેમલી

66 Gujarati Bal Varta. 66 પેમલો પેમલી વાર્તા વાંચો. ગુજરાતી વાર્તા. ગુજરાતી બાળવાર્તા. Gujarati Bal Varta Story. Gujarati Varta Story. Gujarati Varta.

એક હતો પેમલો ને એક હતી પેમલી. લાકડાં કાપવાથી થાકીપાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું – પેમલી! આજ તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું.

પેમલી કહે – કોણ ના કહે છે? લો પેલો હાંડો; ઊંચકો જોઈએ!

પેમલે હાંડો ઊંચક્યો ને કહે – હવે?

પેમલી કહે – હવે બાજુના કુવામાંથી પાણી ભરી આવો.

પેમલો પાણી ભરી આવ્યો ને કહે – હવે?

પેમલી કહે – હવે હાંડો ચૂલે ચડાવો.

પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે – હવે?

પેમલી કહે – હવે લાકડાં સળગાવો.

પેમલે લાકડાં સળગાવ્યાં ને કહે – હવે?

પેમલી કહે – હવે ફૂંક્યા કરો; બીજું શું?

પેમલે ચૂલો ફૂંકીને તાપ કર્યો ને કહે – હવે?

પેમલી કહે – હવે હાંડો નીચે ઉતારો.

પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે – હવે?

પેમલી કહે – હવે હાંડો ખાળે મૂકો.

પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે – હવે?

પેમલી કહે – જાઓ હવે નાહી લો.

પેમલો નાહ્યો ને પછી કહે – હવે?

પેમલી કહે – હવે હાંડો ઠેકાણે મૂકો.

પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો – હાશ! જો, શરીર કેવું મજાનું હળવુંફૂલ થઈ ગયું! રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું!

પેમલી કહે – હું ક્યાં ના પાડું છું? પણ આમાં આળસ કોની?

પેમલો કહે – આળસ મારી ખરી; પણ હવે નહિ કરું!

પેમલી કહે – તો ઠીક, હવે શાન્તિથી સૂઈ જાઓ.

આ વાર્તા પણ વાંચો :

67. ઉંદરીના સ્વયંવર


Spread the love
error: Content is protected !!
Scroll to Top