
6 Gujarat Ni Bhugol Mcq Gujarati, ગુજરાતની ભૂગોળ MCQ, Gujarat ni Bhugol, Gujarat Bhugol, Gujarat Ni Bhugol word inbox pdf, Gujarat Bhugol pdf, ગુજરાતની ભૂગોળ pdf, Girish Education
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતની ભૂગોળના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતની ભૂગોળ |
ભાગ : | 6 |
MCQ : | 251 થી 300 |
6 Gujarat Ni Bhugol Mcq Gujarati (251 To 260)
(251) પાલીતાણાના જૈન મંદિરો ક્યા પર્વત પર આવેલા છે?
(A) ગિરનાર
(B) શેત્રુંજય
(C) પાવાગઢ
(D) વિલ્સન હિલ
જવાબ : (B) શેત્રુંજય
(252) અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે?
(A) અરવલ્લી
(B) સહ્યાદ્રી
(C) પશ્ચિમઘાટ
(D) પૂર્વઘાટ
જવાબ : (A) અરવલ્લી
(253) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનોમેળો યોજાય છે. આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે?
(A) સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક
(B) માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી
(C) શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી
(D) હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી
જવાબ : (A) સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક
(254) ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી ‘કાઉસેંચરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો?
(A) અમરેલી
(B) પોરબંદર
(C) દેવધૂમિ દ્રારકા
(D) મોરબી
જવાબ : (B) પોરબંદર
(255) જેસોરની ટેકરીઓ ક્યા સ્થળોની વચ્ચે આવેલી છે?
(A) દાંતા અને પાલનપુર
(B) બોટાદ અને ગઢડા
(C) ગાંધીનગર – વિસનગર
(D) તળાજા – સાળંગપુર
જવાબ : (A) દાંતા અને પાલનપુર
Play Quiz :
(256) પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે?
(A) વાત્રક
(B) મહી
(C) તાપી
(D) બનાસ
જવાબ : (D) બનાસ
(257) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે?
(A) જીપ્સમ
(B) લિગ્નાઈટ કોલસો
(C) ડાયનાસોરના અવશેષો
(D) અશુદ્ધ લોખંડ
જવાબ : (B) લિગ્નાઈટ કોલસો
(258) કર્કવૃત્ત ગુજરાતના ક્યા ભાગમાંથી પસાર થાય છે?
(A) ઉત્તર ગુજરાત
(B) દક્ષિણ ગુજરાત
(C) મધ્ય ગુજરાત
(D) પસાર થતું નથી
જવાબ : (A) ઉત્તર ગુજરાત
(259) એસિડિક જમીનને તટસ્થ કરવા ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે?
(A) જિપ્સમ
(B) યૂરિયા
(C) એમોનિયા
(D) લાઈમ
જવાબ : (D) લાઈમ
(260) આ નગર ચિનાઈ માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે.
(A) સુરત
(B) થાન
(C) મોરબી
(D) વાંકાનેર
જવાબ : (C) મોરબી
6 Gujarat Ni Bhugol Mcq Gujarati (261 To 270)
(261) રાસ્કા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે?
(A) નર્મદા
(B) સાબરમતી
(C) તાપી
(D) મહી
જવાબ : (D) મહી
(262) “એનરોન પ્રોજેકટ’ શાના માટે છે?
(A) વીજળી પાવર ઉત્પાદન
(B) ધરતીકંપ પછી પુન: વસવાટ
(C) અનાથ બાળકો
(D) નહેર યોજના
જવાબ : (A) વીજળી પાવર ઉત્પાદન
(263) અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે?
(A) તાપી
(B) સાબરમતી
(C) નર્મદા
(D) મહી
જવાબ : (C) નર્મદા
(264) નળસરોવર અહીં આવેલું છે?
(A) ચરોતર
(B) ભાલપ્રદેશ
(C) કચ્છ
(D) આહવા
જવાબ : (B) ભાલપ્રદેશ
(265) બાલારામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
(A) મહેસાણા
(B) સાબરકાંઠા
(C) બનાસકાંઠા
(D) પંચમહાલ
જવાબ : (C) બનાસકાંઠા
(266) નીચેનામાંથી ગુજરાતનું ક્યું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે?
(A) ભરૂચ
(B) ઓખા
(C) ખંભાત
(D) ભાવનગર
જવાબ : (A) ભરૂચ
(267) વેળાવદરનું અભ્યારણ શાના માટે જાણીતું છે?
(A) કાળિયાર
(B) સુરખાબ
(C) સિંહ
(D) ઘુડખર
જવાબ : (A) કાળિયાર
(268) બનાસ નદીનું ઉદ્દભવસ્થાન ક્યાં છે?
(A) મધ્યપ્રદેશ
(B) રાજસ્થાન
(C) ગુજરાત
(D) હરિયાણા
જવાબ : (B) રાજસ્થાન
(269) સુરસાગર તળાવ ક્યા શહેરમાં આવેલું છે?
(A) સુરત
(B) જામનગર
(C) વિરમગામ
(D) વડોદરા
જવાબ : (D) વડોદરા
(270) મરીન નેશનલ પાર્ક ક્યા ટાપુ પર આવેલો છે?
(A) પિરમ
(B) બેટ દ્વારકા
(C) પિરોટન
(D) છાડ બેટ
જવાબ : (C) પિરોટન
6 Gujarat Ni Bhugol Mcq Gujarati (271 To 280)
(271) કાળો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે?
(A) જૂનાગઢ
(B) કચ્છ
(C) ડાંગ
(D) ભાવનગર
જવાબ : (B) કચ્છ
(272) સંખેડા શાના માટે વખણાય છે?

(A) શંખની વસ્તુઓ માટે
(B) સાડીઓ
(C) ફર્નિચર
(D) રમકડા
જવાબ : (C) ફર્નિચર
(273) નીચે દર્શાવેલ ક્યા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે?
(A) ભુજથી દ્વારકા
(B) વલસાડથી ભુજ
(C) કંડલાથી સાપુતારા
(D) સાપુતારાથી દ્વારકા
જવાબ : (D) સાપુતારાથી દ્વારકા
(274) જૂન – 2014માં નર્મદા બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે?
(A) 121.92 મીટરથી 138.68 મીટર
(B) 131.64 મીટરથી 141.92 મીટર
(C) 110.64 મીટરથી 121.92 મીટર
(D) 363 મીટરથી 400 મીટર
જવાબ : (A) 121.92 મીટરથી 138.68 મીટર
(275) ગુજરાતનો વિસ્તાર (અક્ષાંશ – રેખાંશ) સંબંધમાં નીચેના પૈકી ક્યો જવાબ સાચો છે?
(A) અરબ સાગરના કિનારે 28, 30 ઉત્તર અક્ષાંશવૃત્તથી 36, 66 ઉત્તર અક્ષાંશવૃત સુધી.
(B) પૂર્વ રેખાંશવૃત્ત 52, 40 થી પૂર્વ રેખાંશવૃત્ત 57, 36 વચ્ચેનો વિસ્તાર.
(C) અરબ સાગરના કિનારે 20, 06 ઉત્તર અક્ષાંશવૃત્તથી 24, 42 ઉત્તર અક્ષાંશવૃત સુધી.
(D) પૂર્વ રેખાંશવૃત્ત 75, 20 થી પૂર્વ રેખાંશવૃત્ત 98, 76 વચ્ચેનો વિસ્તાર.
જવાબ : (C) અરબ સાગરના કિનારે 20, 06 ઉત્તર અક્ષાંશવૃત્તથી 24, 42 ઉત્તર અક્ષાંશવૃત સુધી.
(276) ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર………ચો. કી. મી. છે અને તે પૂરાં દેશના વિસ્તારના ………..% વિસ્તાર છે.
(A) 1.96 લાખ ચો. કિ.મી. અને 6.19%
(B) 2.96 લાખ ચો. કિ.મી. અને 13.9%
(C) 80900 લાખ ચો. કિ.મી. અને 6.19%
(D) 1.56 લાખ ચો. કિ.મી. અને 18.40%
જવાબ : (A) 1.96 લાખ ચો. કિ.મી. અને 6.19%
(277) ગુજરાત રાજ્યના ક્યા પ્રદેશને ‘સોનેરી પાનનો મુલક’ પણ કહે છે?
(A) ચરોતર
(B) કચ્છ
(C) દક્ષિણ ગુજરાત
(D) સૌરાષ્ટ્ર
જવાબ : (A) ચરોતર
(278) ગિફટ સિટીમાં ‘GIFT’ એટલે શું?
(A) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી, ગાંધીનગર જિલ્લો
(B) ગવર્નમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન્સિક સિટી, અમદાવાદ જિલ્લો
(C) ગુજરાત ઈન્ડસ્ટ્રી એન્ડ ફાઈનાન્સ સિટી, ગાંધીનગર જિલ્લો
(D) ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ સિટી, અમદાવાદ જિલ્લો
જવાબ : (A) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી, ગાંધીનગર જિલ્લો
(279) ક્યા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે?
(A) કોસ્ટિક સોડા
(B) સોડા એશ
(C) સલ્ફ્યુરિક એસિડ
(D) નાઈટ્રિક એસિડ
જવાબ : (B) સોડા એશ
(280) નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયુ વૃક્ષ આરક્ષિત (Reserve(D) નથી?
(A) ખેર
(B) ટીમરૂ
(C) સાગ
(D) ચંદન
જવાબ : (B) ટીમરૂ
6 Gujarat Ni Bhugol Mcq Gujarati (281 To 290)
(281) ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
(A) ગાંધીનગર
(B) જૂનાગઢ
(C) દાહોદ
(D) પંચમહાલ
જવાબ : (B) જૂનાગઢ
(282) ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) બોટાદ
(B) સુરેન્દ્રનગર
(C) અમરેલી
(D) ભાવનગર
જવાબ : (D) ભાવનગર
(283) ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
(A) ભરૂચ
(B) નર્મદા
(C) તાપી
(D) વલસાડ
જવાબ : (C) તાપી
(284) સુઈગામ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
(A) તાપી
(B) ગાંધીનગર
(C) મહેસાણા
(D) બનાસકાંઠા
જવાબ : (D) બનાસકાંઠા
(285) ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
(A) સુરેન્દ્રનગર
(B) રાજકોટ
(C) જામનગર
(D) બોટાદ
જવાબ : (D) બોટાદ
(286) નીચેનામાંથી ક્યા માસમાં રવિઋતુના પાક થાય છે?
(A) જાન્યુઆરીથી માર્ચ
(B) મે થી જુલાઈ
(C) જૂનથી ઓગસ્ટ
(D) એકપણ નહી
જવાબ : (A) જાન્યુઆરીથી માર્ચ
(287) કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક ક્યા જિલ્લામાં આવેલ છે?
(A) મોરબી
(B) જૂનાગઢ
(C) ભાવનગર
(D) દેવભૂમિ દ્વારકા
જવાબ : (C) ભાવનગર
(288) ‘કાથો’ કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે?
(A) ખાખરો
(B) ખેર
(C) કરંજ
(D) સાદડ
જવાબ : (B) ખેર
(289) કઈ વનસ્પતિના બીજના તેલમાંથી ‘બાયોડિઝલ’ મેળવવામાં આવે છે?

(A) ભીલાવા
(B) બીલી
(C) રતનજોત
(D) લીમડો
જવાબ : (C) રતનજોત
(290) કુલ ભૌગૌલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતાં ટકાવારીની દૃષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે?
(A) ડાંગ
(B) નર્મદા
(C) જૂનાગઢ
(D) તાપી
જવાબ : (A) ડાંગ
6 Gujarat Ni Bhugol Mcq Gujarati (291 To 300)
(291) ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ (Very dense forest cover) ધરાવતો કયો જિલ્લો છે?
(A) ડાંગ
(B) જૂનાગઢ
(C) તાપી
(D) નર્મદા
જવાબ : (A) ડાંગ
(292) પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે?
(A) નળ સરોવર પક્ષી અભયારણ્ય
(B) દરિયાઈ અભયારણ્ય
(C) થોળ અભયારણ્ય
(D) નારાયણ સરોવર અભયારણ્ય
જવાબ : (B) દરિયાઈ અભયારણ્ય
(293) ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન/અભયારણ્યમાં જોવા મળે છે?
(A) વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન
(B) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
(C) નળ સરોવર પક્ષી અભયારણ્ય
(D) થોળ અભયારણ્ય
જવાબ : (A) વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન
(294) ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે?
(A) ટર્પેન્ટાઈન
(B) સાબુદાણા
(C) લાખ
(D) નેતર
જવાબ : (A) ટર્પેન્ટાઈન
(295) ગુજરાતમાં સૌથી પ્રથમ સુર્યોદય કયા જિલ્લામાં થાય છે?
(A) દાહોદ
(B) સાબરકાંઠા
(C) અરવલ્લી
(D) છોટા ઉદેપુર
જવાબ : (A) દાહોદ
(296) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે?

(A) મેશ્વો
(B) બનાસ
(C) હાથમતી
(D) મહી
જવાબ : (B) બનાસ
(297) ‘લીલીનાધેર’ શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલ છે?
(A) ચોરવાડ
(B) ભરૂચ
(C) ભાવનગર
(D) સુરત
જવાબ : (A) ચોરવાડ
(298) વૌઠા શેના માટે જાણીતું છે?
(A) ચાર નદીના સંગમ માટે
(B) સાત નદીના સંગમ માટે
(C) પાંચ નદીના સંગમ માટે
(D) હવા ખાવાના સ્થળ માટે
જવાબ : (B) સાત નદીના સંગમ માટે
(299) એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે?
(A) વડોદરા
(B) આણંદ
(C) સુરત
(D) મહેસાણા
જવાબ : (B) આણંદ
(300) ઈફકો (IFFCO) શેના માટે પ્રખ્યાત છે?
(A) રાસાયણિક ખાતર માટે
(B) રેશમી કાપડ માટે
(C) દૂધની બનાવટ માટે
(D) બાયોલોજીકલ વેસ્ટ માટે
જવાબ : (A) રાસાયણિક ખાતર માટે
Also Read :
ગુજરાતનાં જિલ્લા MCQ |
ગુજરાતની ભૂગોળ MCQ |
ગુજરાતનો ઈતિહાસ MCQ |